Advanced-Cpp/C2/Classes-And-Objects/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 22:33, 3 March 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | C++ માં Classes (ક્લાસેસ) અને Objects (ઓબજેકટ્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | Classes. (ક્લાસેસ) |
00:11 | Objects. (ઓબ્જેક્ટસ), Encapsulation. અને (એનકેપ્સ્યુલેશન) |
00:14 | Data abstraction. (ડેટા એબ્સ્ટ્રેક્શનનાં) |
00:16 | આપણે આ ઉદાહરણની મદદથી કરીશું. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:23 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 |
00:28 | g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:32 | ચાલો ક્લાસેસનાં પરીચયથી શરૂઆત કરીએ. |
00:36 | કીવર્ડ class નો ઉપયોગ કરીને ક્લાસ બનાવવામાં આવે છે |
00:39 | તે ડેટા અને ફંક્શનો ધરાવે છે. |
00:42 | ક્લાસ કોડ અને ડેટાનું જોડાણ કરે છે. |
00:45 | ક્લાસનાં ડેટા અને ફંક્શનોને ક્લાસનાં સભ્યો કહેવાય છે. |
00:51 | ચાલો Objects (ઓબજેકટ્સ) પર જઈએ. |
00:53 | ઓબજેક્ટો એ વેરીએબલો છે. |
00:55 | તેઓ ક્લાસની એક નકલ છે. |
00:58 | તે દરેક પાસે પ્રોપર્ટીઓ અને વર્તન હોય છે. |
01:01 | 'પ્રોપર્ટીઓને ડેટા એલીમેંટો વડે વ્યાખ્યિત કરાવાય છે અને |
01:06 | વર્તનને methods (મેથડ્સ) કહેવાતા સભ્ય ફંકશનો મારફતે વ્યાખ્યિત કરાવાય છે. |
01:10 | ચાલો હવે ક્લાસનું સિન્ટેક્સ જોઈએ |
01:14 | અહીં, ક્લાસને વ્યાખ્યિત કરવા માટે class કીવર્ડ ઉપયોગમાં લેવાય છે. |
01:18 | Class-name' (ક્લાસ-નેમ) એ ક્લાસનું નામ છે. |
01:21 | Public (પબ્લિક), private (પ્રાયવેટ) અને protected (પ્રોટેક્ટેડ) આ એક્સેસ સ્પેસીફાયર છે. |
01:26 | અને અહીં આપણે ડેટા સભ્યોને અને સભ્ય ફંક્શનોને public, private અને protected તરીકે વ્યાખ્યિત કર્યા છે. |
01:34 | તો આ રીતે આપણે ક્લાસને બંધ કરીએ છીએ. |
01:37 | હવે ચાલો એક ઉદાહરણ જોઈએ |
01:39 | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કરી દીધો છે. |
01:42 | હું તેને ખોલીશ. |
01:44 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ name class hyphen obj dot cpp (નેમ ક્લાસ હાયફન ઓબીજે ડોટ સીપીપી) છે |
01:50 | આ ઉદાહરણમાં આપણે ક્લાસનો ઉપયોગ કરી ચોરસનું ક્ષેત્રફળ ગણતરી કરીશું. |
01:56 | અત્યારે ચાલો હું કોડ સમજાવું. |
01:58 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
02:02 | અહીં આપણે std namespace (એસટીડી નેમસ્પેસ) વાપરી રહ્યા છીએ |
02:06 | આ square નામક ક્લાસનું ડીકલેરેશન છે. |
02:10 | અહીં મેં કોઈપણ જાતનું એક્સેસ સ્પેસીફાયર ડીકલેર કર્યું નથી. |
02:14 | તેથી તે મૂળભૂત રીતે private છે. |
02:17 | આ કારણે વેરીએબલ x એ square ક્લાસનો private સભ્ય છે. |
02:22 | આ public (પબ્લિક) સ્પેસીફાયર છે |
02:25 | Function area (ફંક્શન એરીયા) એ પબ્લિક ફંક્શન છે. |
02:28 | અને આ રીતે આપણે ક્લાસ બંધ કરીએ છીએ. |
02:31 | હવે એક્સેસ સ્પેસીફાયરો વિશે વધુ જાણવા માટે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
02:36 | Public specifier (પબ્લિક સ્પેસીફાયર) |
02:39 | પબ્લિક સ્પેસીફાયર ડેટાને ક્લાસની બહાર એક્સેસ કરવાની પરવાનગી પ્રદાન કરે છે. |
02:44 | પબ્લિક સભ્યને પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ વાપરી શકાવાય છે. |
02:49 | Private specifier |
02:51 | private તરીકે ડીકલેર થયેલા સભ્યોને ક્લાસની બહાર વાપરી કે એક્સેસ કરી શકાતા નથી. |
02:57 | Private સભ્યોને ફક્ત ક્લાસનાં સભ્યો દ્વારા જ ઉપયોગમાં લઇ શકાવાય છે. |
03:03 | Protected specifier |
03:05 | પ્રોટેક્ટેડ સભ્યોને ક્લાસની બહારથી એક્સેસ કરી શકાતા નથી. |
03:10 | તેને એક તારવેલા ક્લાસ મારફતે એક્સેસ કરી શકાવાય છે. |
03:13 | ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
03:16 | અહીં આ સ્ટેટમેંટમાં આપણી પાસે છે ક્લાસ નામ |
03:21 | સ્કોપ રીઝોલ્યુંશન ઓપરેટર અને ફંક્શન નામ. |
03:25 | આપણે આ ઓપરેટરનો ઉપયોગ કરવો જોઈએ. |
03:27 | તે આ વાતની સ્પષ્ટતા કરે છે કે ફંક્શન ક્ષેત્ર એ સાર્વભૌમિક ફંક્શન ન હોય. |
03:33 | તે square ક્લાસનું સભ્ય ફંક્શન છે. |
03:36 | અહીં આપણે int a તરીકે એક આર્ગ્યુંમેંટ પસાર કરી છે. |
03:40 | હવે સ્કોપ રીઝોલ્યુંશન ઓપરેટર પર વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
03:46 | તેનો ઉપયોગ છુપાયેલા ડેટાને એક્સેસ કરવા માટે થાય છે. |
03:49 | સમાન નામથી વેરીએબલ અથવા ફંક્શનને એક્સેસ કરવા માટે આપણે સ્કોપ રીઝોલ્યુંશન ઓપરેટર વાપરીએ છીએ |
03:56 | ધારોકે લોકલ વેરીએબલ અને ગ્લોબલ વેરીએબલ સમાન નામ ધરાવતા હોય તો. |
04:01 | લોકલ વેરીએબલને પ્રાથમિકતા મળે છે. |
04:05 | આપણે (scope resolution operator) વાપરીને ગ્લોબલ વેરીએબલ એક્સેસ કરી શકીએ છીએ. |
04:10 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. |
04:12 | અહીં a ની વેલ્યુ x માં સંગ્રહીત થાય છે |
04:17 | ત્યારબાદ આપણે ચોરસનું ક્ષેત્રફળ પાછું આપીએ છીએ |
04:20 | અહીં x એ પ્રાઈવેટ સભ્ય છે. |
04:22 | ખાનગી પેરામીટરો એક્સેસ કરવા માટે આપણે પબ્લિક સભ્ય a વાપરીએ છીએ. |
04:27 | પ્રાઇવેટ સભ્યો હમેશા છુપેલ રહે છે. |
04:30 | આ આપણું મેઇન ફંક્શન છે. |
04:33 | અહીં, sqr એ square ક્લાસનો ઓબજેક્ટ છે. |
04:37 | આ રીતે આપણે એક ઓબજેક્ટ બનાવીએ છીએ |
04:40 | class-name (ક્લાસ-નેમ) ત્યારબાદ object-name (ઓબજેક્ટ-નેમ) |
04:43 | અહીં આપણે object sqr અને a (dot). operator વાપરીને area ફંક્શન બોલાવીએ છીએ. |
04:50 | ત્યારબાદ આપણે 4 તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ. |
04:53 | આપણે x ની વેલ્યુ 4 તરીકે સુયોજિત કરીએ છીએ. |
04:57 | આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે |
04:59 | હવે Save પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
05:03 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
05:11 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ space class hyphen obj dot cpp space hyphen o space class |
05:20 | Enter દબાવો |
05:22 | ટાઈપ કરો ./class(dot slash class) |
05:24 | Enter દબાવો , આઉટપુટ નીચે આપ્યા પ્રમાણે દેખાય છે: |
05:28 | Area of the square is 16 |
05:30 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
05:35 | અત્યાર સુધી આપણે જોયું છે કે, |
05:37 | ડેટા અને ફંક્શનો ક્લાસમાં પરસ્પર જોડાણ થયેલા છે. |
05:41 | ક્લાસ એ એક એકલ એકમ છે. |
05:44 | જેમાં તેને વાપરતા ડેટા અને ફંકશનનું જૂથમાં એકીકરણ થાય છે. |
05:49 | આ સંરચનાને Encapsulation (એનકેપ્સુલેશન) કહેવાય છે. |
05:53 | ત્યારબાદ આપણે પ્રાઈવેટ અને પબ્લિક સભ્યો ધરાવતા ક્લાસ જોયા. |
05:59 | પ્રાઇવેટ ડેટા છુપેલ હોય છે. |
06:02 | તેને ક્લાસની બહાર એક્સેસ કરી શકાતો નથી. |
06:05 | આ સંરચનાને ડેટા એબસ્ટ્રેક્શન કહેવાય છે. |
06:09 | interface (ઇન્ટરફેસ) દૃશ્યમાન છે પણ implementation (ઈમ્પલીમેન્ટેશન) છુપેલ રહે છે. |
06:14 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:17 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
06:19 | સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:23 | Encapsulation (એનકેપ્સુલેશન). ડેટા એબસ્ટ્રેકશન |
06:25 | પ્રાઈવેટ સભ્યો |
06:27 | int x; |
06:29 | પબ્લિક ફંક્શનો. int area(int); |
06:32 | Classes (ક્લાસેસ), class square (ક્લાસ સ્ક્વેર) |
06:35 | ઓબજેક્ટ બનાવવું |
06:37 | square sqr; |
06:39 | object'sqr dot area() વાપરીને ફંક્શન બોલાવવું; |
06:43 | એસાઈનમેંટ તરીકે આપેલ વર્તુળની પરિમિતિ શોધવા માટે એક પ્રોગ્રામ લખો. |
06:49 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:52 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:55 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમeam |
07:02 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:09 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
07:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:20 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:26 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
07:31 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |