PHP-and-MySQL/C2/Loops-Foreach-Statement/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:34, 1 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | FOREACH લૂપના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:02 | આ છેલ્લું લૂપ છે જે હું શીખવવા જઈ રહી છું. |
00:04 | આ લૂપનું મૂળ આધારભૂત એ છે કે તે એરેની વેલ્યુ દ્વારા લૂપ કરશે. |
00:10 | અથવા એરેના એલિમેન્ટો |
00:13 | મને યાદ છે કે મારા અગાઉના ટ્યુટોરિયલ્સમાં મેં જણાવ્યું હતું કે એરેના એલિમેન્ટોને ID tags પણ કહેવામાં આવે છે. |
00:21 | એરેના એલિમેન્ટોને ID tags ન કહેવાય. |
00:24 | જ્યારે તમે એરે વેલ્યુ ઇકો કરી રહ્યાં હોવ, |
00:29 | અહીં આ ID છે - જેમ કે numerical id (આંકડાકીય id), keys (કળો) અથવા tags (ટૅગ્સ) |
00:35 | તે માટે હું ક્ષમા ચાહું છું. |
00:37 | તો ચાલો FOREACH લૂપ ઉપર પાછા જઈએ. હવે આપણે શરૂ કરવા માટે એક એરે બનાવીએ |
00:42 | હું આને numbers તરીકે બોલાવવા જઈ રહી છું અને તે એક એરે છે. હવે આપણે આ બનાવવું પડશે. |
0:47 | મેં તમને આ મારા પહેલાંના ટ્યુટોરિયલોમાં બતાવ્યું હતું અને આપણી પાસે સંખ્યાઓ હશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 . |
00:58 | ઠીક છે. તો, FOREACH આ પ્રમાણે છે |
01:03 | તેથી આપણી પાસે FOREACH છે અને પછી અહીં આપણી શરત છે. મને ખબર નથી કે આને શું કહેવું. |
01:13 | તો, ચાલો હું એરેને નામ આપું જે numbers છે. |
01:21 | અને પછી આપણે કહીશું as અને પછી value . આને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ. |
01:27 | આપણે તેને કઈ પણ કહી શકીએ પરંતુ હું value લખીશ. |
01:32 | અને પછી છગડીયા કૌંસ અંદર, મૂળભૂત આદેશ "echo value" હશે. |
01:40 | અને આપણે અંતે એક લાઈન બ્રેક જોડીશું અને ચાલો આ જોઈએ. |
01:46 | તો આ આપણા લૂપ દ્વારા ઇકો થયું છે. લૂપ દ્વારા ઇકો કરવા માટેની આ ખરેખર સરળ રીત છે. તમે એક એરે દ્વારા ઇકો કરવા માટે અન્ય લુપ નો પણ ઉપયોગ કરી શકો છો. તમારે તેને જાતે લખવું પડશે, તેમ છતાં તે કરવા માટેનો આ કદાચ સૌથી સરળ માર્ગ છે. |
02:00 | તો જ્યાં સુધી તમે આ યાદ રાખો, તમે તમારા એરે મારફતે ઇકો કરી શકો, તમારા એરેના દરેક ભાગ પર ક્રિયાઓ કરી શકો છો અને પછી કદાચ તે નવા એરે માં સંગ્રહ કરી શકો છો. |
02:07 | આમ છતાં હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે તે સરળ રીતે બદલી શકાય. |
02:12 | હવે હું શું કરીશ - હું ૨ ગુણા નું કોષ્ટક બનાવવા જઈ રહી છું. |
02:17 | તેથી હું આ રદ કરીશ અને હું નીચે પ્રમાણે કહીશ. |
02:23 | તેથી મને અહીં એરેની સંખ્યા times 2 is જોઈએ છે અને પછી આની બહાર નવી કિંમત હશે. તેથી આપણે એરેના દરેક એલિમેન્ટને ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ - એરેની દરેક સંખ્યાને ૨ સાથે. |
02:39 | ચાલો numbers કહી શરુ કરીએ. |
02:44 | માફ કરશો, આપણે value કેહવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે આ value નામના ચલમાં દરેક FOREACH એલિમેન્ટ સંગ્રહેલા છે. |
02:54 | તેથી આમાંની દરેક કિંમત લૂપ દ્વારા વારાફરતી જશે. |
02:58 | તેથી, value times 2 is, અને આ પછી આપણે કેટલાક કૌંસ મુકીશું. આ અંદર આપણે લખીશું value times 2. |
03:08 | યાદ રાખો આ ગાણિતિક એટલે કે મેથેમેટિકલ ઑપરેટર છે - એક અંકગણિત ઓપરેટર જે મેં તમને અગાઉ બતાવ્યું હતું. |
03:13 | તે એક મેથેમેટિકલ ઓપરેટર છે, પરંતુ યોગ્ય નામ અંકગણિત એટલે કે એરિથમેટિક છે |
03:18 | ઠીક છે. આ બે સાથે ગુણાકાર થશે. |
03:22 | હવે આ રસદાયક બનાવવા માટે હું શું કરીશ, હું તેને ગુણજ એટલે કે multiple બનાવીશ. |
03:28 | નવા ચલ તરીકે |
03:30 | અને અહીં multiple |
03:33 | 2 સમાન થવા જઈ રહ્યું છે. તેથી તમે હવે અનુમાન લગાવી શકો છો કે મેં મૂળભૂત રીતે તેને બદલી નાખ્યું છે. |
03:38 | હું આ મારી પસંદ પ્રમાણે બદલી શકું છું |
03:41 | ચાલો આ લોડ કરીએ અને રીફ્રેશ કરીએ. |
03:44 | ઓહ! આપણે બ્રેક ભૂલી ગયા છીએ. |
03:46 | તેથી ચાલો, અહીં અંતે ઉમેરીએ. |
03:49 | આપણે તેને વાંચી ન શકીએ. |
03:52 | માફ કરશો, 1 times 2 is 2 |
03:54 | 2 times 2 is 4 એ જ પ્રમાણે 10 times 2 is 20 સુધી. |
04:00 | આપણે જાણીએ છીએ કે આ બધું યોગ્ય છે |
04:02 | આપણે આ બદલી શકીએ છીએ, ચાલો કહીએ કે આપણે 10 નું કોષ્ટક ઈચ્છીએ છીએ. |
04:08 | રીફ્રેશ કરો,1 times 2 is ... ઓહ! ના, આપણે આ 2 ને ગુણજ માં બદલવા ભૂલી ગયા છીએ. |
04:18 | હવે તે આપણો નંબર ઇકો કરશે |
04:21 | રિફ્રેશ કરો. તેથી 1 times 10 is 10, 2 times 2 is, 2 times 10 is 20, 10 times 10 is a hundred |
04:28 | તેથી જયારે આપણે ગુણજની વેલ્યુ બદલીએ - ચાલો 12 નું કોષ્ટક કહીએ. |
04:32 | આપણી 2 વેલ્યુઓ બદલવા જઈ રહી છે. |
04:36 | આપણને આ મળ્યું છે. |
04:37 | તેથી આ FOREACH લૂપ અને ARRAY સાથે મેં ખરેખર મૂળભૂત, મલ્ટીપલ પ્રોગ્રામ બનાવ્યો કે જેથી તમે તમારી પસંદની સંખ્યાના કોઈ પણ સમૂહ માટે ટાઈમ્સ ટેબલ (times table) જોઈ શકો છો. |
04:49 | તો આ છે FOREACH લૂપ. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
04:52 | જોડવા બદલ આભાર. |