PERL/C2/Overview-and-Installation-of-PERL/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:45, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 PERL Overview (પર્લ ઓવરવ્યુ) અને Installation of Perl (પર્લનું સંસ્થાપન) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, હું તમને આપેલ મારફતે લઇ જઈશ
00:10 PERL Overview (પર્લ ઓવરવ્યુ) જે સાથે ઉબુન્ટુ-લીનક્સ તથા વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર પર્લ સંસ્થાપિત કરવાનાં પગલાઓ પણ દર્શાવ્યા છે.
00:20 આ ટ્યુટોરીયલ માટે, તમે ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ.
00:25 તેમજ તમારી પાસે ઉબુન્ટુ લીનક્સ અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ હોવી જોઈએ.
00:30 ડેમોનસ્ટ્રેશન હેતુસર, હું ઉબુન્ટુ લીનક્સ 12.04 અને વિન્ડોવ્ઝ 7 ઓપરેટીંગ સીસ્ટમ વાપરીશ.
00:39 ઉબુન્ટુ લીનક્સ પર સંસ્થાપન માટે, તમારી પાસે તમારી સીસ્ટમ પર Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) સંસ્થાપિત હોવું જરૂરી છે.
00:47 તમારી પાસે એડ્મીનીસ્ટ્રેટર સંબંધી અધિકારો હોવા જોઈએ.
00:50 અને તે સાથે જ તમને ઉબુન્ટુમાં Terminal (ટર્મિનલ) અને Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) વાપરવાની સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:57 જો નથી તો, કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ લીનક્સ શ્રુંખલાનો સંદર્ભ લો.
01:03 ચાલો હું તમને પર્લ PERL લેંગવેજની એક ઝાંખી બતાવું.
01:07 PERL એક ટૂંક શબ્દ છે જેનો અર્થ છે Practical Extraction (પ્રેક્ટીકલ એક્સટ્રેક્શન) અને Reporting Language (રીપોર્ટીંગ લેંગવેજ).
01:14 આ એક સામાન્ય-હેતુસર વપરાતી પ્રોગ્રામિંગ લેંગવેજ છે.
01:18 આ મૂળરીતે text manipulation (ટેક્સ્ટ મેનીપ્યુલેશન) માટે વિકસિત કરવામાં આવી હતી.
01:23 અત્યારે, આને web development, network programming, GUI development (વેબ ડેવલપમેંટ, નેટવર્ક પ્રોગ્રામિંગ, GUI ડેવલપમેંટ) વગેરે જેવા કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે.
01:31 આ સરળ અને સમજવામાં અત્યંત સહેંલી છે.
01:35 તેમાં કોઈપણ જટિલ data structures (ડેટા સ્ટ્રક્ચરો) નથી જેવા કે C અથવા JAVA માં આવેલ છે.
01:41 આ મુખ્યત્વે pattern matching (પેટર્ન મેચિંગ) માટે જાણીતી છે.
01:45 અને સૌથી અગત્ય, PERL એક મુક્ત સ્ત્રોત લેંગવેજ છે.
01:49 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ પર પર્લ પૂર્વ-લોડ થયેલ આવે છે.
01:56 સંસ્થાપન માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની જરૂર નથી.
02:01 ચાલો ઉબુન્ટુ 12.04 પર સંસ્થાપિત થયેલ પર્લની આવૃત્તિ તપાસ કરીએ.
02:07 તમારા કીબોર્ડ પર ctrl + alt + t એકસાથે દાબીને ટર્મિનલ ખોલો.
02:15 ત્યારબાદ, ટાઈપ કરો perl hyphen v
02:18 અને પછી ENTER દબાવો.
02:21 તમને અહીં ટર્મિનલ પર, દર્શાવ્યા પ્રમાણે આઉટપુટ મળશે.
02:26 આ આઉટપુટ આપણને વર્તમાન સંસ્થાપિત પર્લની આવૃત્તિ બતાવે છે.
02:31 મારા કિસ્સામાં તે PERL 5.14.2 છે.
02:36 ચાલો ઉબુન્ટુ 12.04 પર ઉપલબ્ધ મૂળભૂત PERL packages (પર્લ પેકેજો) તપાસ કરીએ.
02:43 launcher bar (લોન્ચર બાર) પર જાવ અને Dash Home (ડેશ હોમ) પર ક્લિક કરો.
02:48 search bar (સર્ચ બાર) માં, ટાઈપ કરો Synaptic.
02:51 Synaptic Package Manager (સીનેપ્ટિક પેકેજ મેનેજર) આઇકોન દૃશ્યમાન થશે.
02:55 તેના પર ક્લિક કરો.
02:57 Authentication (ઓથેન્ટીકેશન) હેતુસર, તમને તમારા admin (એડમીન) પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે.
03:03 તમારો admin (એડમીન) પાસવર્ડ દાખલ કરો અને Authenticate પર ક્લિક કરો.
03:08 તરતજ, Synaptic Package Manager (સીનેપ્ટિક પેકેજ મેનેજર) પેકેજની યાદી લોડ કરશે.
03:13 તમારા ઈન્ટરનેટ અને સીસ્ટમની ગતિ પર આધાર રાખતા તે અમુક સમય લઇ શકે છે.
03:18 લોડ થયા બાદ, Quick Filter (ક્વિક ફીલ્ટર) માં Perl ટાઈપ કરો.
03:22 તમને પેકેજોની એક યાદી દેખાશે.
03:25 PERL package (પર્લ પેકેજ) પહેલા આવેલ લીલા રંગથી ઘટ્ટ-ભરેલ ચેક બોક્સ દર્શાવે છે કે સંસ્થાપન પહેલાથી થઇ ગયું છે.
03:33 જ્યારે કે સ્ટાર ચિન્હવાળા ચેકબોક્સો, દર્શાવે છે કે તમને આ પેકેજોની પણ જરૂર પડી શકે છે.
03:41 આ તમને ડોક્યુંમેંટ બનાવવામાં કે પર્લ સ્ક્રીપ્ટને ડીબગ કરવામાં મદદ કરશે.
03:47 તમારા પર્લનાં ભવિષ્યના ઉપયોગ પર આધાર રાખીને, બચેલ કોઈપણ પેકેજો સંસ્થાપિત કરો.
03:54 ચાલો હવે પર્લને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર સંસ્થાપિત કરવાનાં પગલાઓ મારફતે જઈએ.
04:00 પર્લ ટ્યુટોરીયલો રેકોર્ડ કરતી વખતે, વિન્ડોવ્ઝમાં આવૃત્તિ 5.14.2 ઉપલબ્ધ હતી.
04:08 અત્યારે, અહીં નવી પર્લ આવૃત્તિ ઉપલબ્ધ છે.
04:12 હું નવી પર્લ આવૃત્તિ 5.16.3 નો ઉપયોગ કરીને સંસ્થાપન ડેમોનસ્ટ્રેટ કરીશ.
04:19 ટ્યુટોરીયલોમાં દર્શાવેલ તમામ પર્લ કમાંડો, નવી આવૃત્તિમાં પણ વ્યવસ્થિત કામ કરશે.
04:26 વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્રાઉઝર ખોલો.
04:30 અને address bar (એડ્રેસ બાર) માં, બતાવ્યા પ્રમાણે URL (યુઆરએલ) ટાઈપ કરો.
04:35 તમને પર્લનાં ડાઉનલોડ પુષ્ઠ પર મોકલવામાં આવશે.
04:39 તમારી system specifications (સીસ્ટમ સ્પેસીફીકેશન) મુજબ, download version (ડાઉનલોડ આવૃત્તિ) પસંદ કરો.
04:44 મારા કિસ્સામાં, આ પર્લની 32 bit (32 બીટ) આવૃત્તિ રહેશે.
04:49 તમારા કોમપ્યુટર પર તમારી પસંદનાં સ્થાને Perl msi file (પર્લ એમએસઆઈ ફાઈલ) સંગ્રહો.
04:56 મેં તેને પહેલાથી જ મારી મશીન પર સંગ્રહી છે.
05:00 તમે જ્યાં Perl msi (પર્લ એમએસઆઈ) ફાઈલ ડાઉનલોડ કરી છે તે ફોલ્ડર ખોલો અને તેના પર બમણું-ક્લિક કરો.
05:07 ત્યારબાદ પોપ-અપ વિન્ડોમાં Run (રન) પર ક્લિક કરો.
05:11 Next in the setup wizard વિન્ડો પર ક્લિક કરો.
05:15 License Aggrement (લાઇસંસ એગ્રીમેંટ) પ્રોમ્પ્ટ થવા પર Accept (એક્સેપ્ટ) કરો અને પછી Next (નેક્સ્ટ) પર ક્લિક કરો.
05:21 હવે, Custom Setup (કસ્ટમ સેટઅપ) વિન્ડો દૃશ્યમાન થશે.
05:25 આ વિન્ડો સંસ્થાપિત કરવા જોઈતા તમામ પર્લ ફીચરોની યાદી દર્શાવે છે.
05:31 આ છે; Perl (પર્લ),
05:33 PPM utilty (પીપીએમ યુટીલીટી), જેનો ઉપયોગ વિન્ડોવ્ઝમાં Perl Modules (પર્લ મોડ્યુલો) ડાઉનલોડ તથા સંસ્થાપિત કરવા માટે થાય છે.
05:39 Documentation (ડોક્યુંમેંટેશન) જે કે Perl Modules (પર્લ મોડ્યુલો) માટે દસ્તાવેજીકરણ પ્રદાન કરે છે.
05:44 અને પર્લનાં ઉદાહરણો.
05:47 default features (મૂળભૂત ફીચરો) રાખો અને Next પર ક્લિક કરો.
05:52 environmental variable (એનવાર્યનમેન્ટલ વેરીએબલ) અને file extension (ફાઈલ એક્સટેન્શન) સુયોજિત કરવા માટે એક પોપ-અપ વિન્ડો દ્રશ્યમાન થશે.
05:59 અહીં દર્શાવ્યા પ્રમાણે, ચેકબોક્સને ચેક રહેવા દો.
06:03 Next પર ક્લિક કરો અને ત્યારબાદ Install.
06:07 આનાથી PERL નું સંસ્થાપન શરૂ થશે.
06:11 તમારી ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખતા આ અમુક સમય લઇ શકે છે.
06:16 પૂર્ણ થયા પછીથી, Display Release Note (ડિસપ્લે રીલીઝ નોટ) ચેકબોક્સને અનચેક કરો અને ત્યારબાદ Finish પર ક્લિક કરો.
06:23 આનાથી વિન્ડોવ્ઝ પર પર્લનું સંસ્થાપન પૂર્ણ થાય છે.
06:27 હવે ચાલો સંસ્થાપન ચકાસીએ.
06:32 Start મેનુમાં જાવ અને કમાંડ પ્રોમ્પ્ટ ખોલવા માટે cmd ટાઈપ કરો.
06:39 કમાંડ પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો perl space hyphen v
06:44 અને ENTER દબાવો.
06:46 તમને પર્લની સંસ્થાપિત થયેલ આવૃત્તિ દેખાશે.
06:50 જો આવૃત્તિ ન દેખાય તો, ઉપર આપેલા સંસ્થાપનનાં પગલાઓ ફરીથી દોહરાવો.
06:57 હવે ચાલો સાદું Hello Perl પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
07:02 આ ફાઈલ તમને પ્લેયરની નીચે, કોડ ફાઈલનાં લીંકમાં આવેલ આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવી છે.
07:11 કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને ઉપયોગ કરો.
07:14 મેં આ ફાઈલને મારી સીસ્ટમ પર users\Amol ડિરેક્ટરીમાં સંગ્રહી હતી.
07:21 તો, ચાલો ત્યાં જઈએ.
07:23 પછી perl sampleProgram.pl ટાઈપ કરો
07:28 અને Enter દબાવો.
07:30 દર્શાવ્યા પ્રમાણે કમાંડ પ્રોમ્પ્ટ પર Hello Perl દ્રશ્યમાન થશે.
07:35 ચાલો સારાંશ લઈએ.
07:37 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા છીએ:
07:40 પર્લનું Overview (ઓવરવ્યુ) અને,
07:43 ઉબુન્ટુ લીનક્સ 12.04 તથા વિન્ડોવ્ઝ 7 માટે પર્લ સંસ્થાપિત કરવાની સૂચનાઓ.
07:50 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
07:54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:58 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:06 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:10 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:15 વધુ વિગતો માટે, કૃપા કરી,
08:18 contact@spoken-tutorial.org પર લખો.
08:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:29 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:38 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:50 આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે.
08:53 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:56 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya