Linux/C2/Working-with-Regular-Files/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:04, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | Linux માં રેગ્યુલર ફાઈલો સાથે કામ કરવા માટેના મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | ફાઈલો અને ડિરેક્ટરીઓ સાથે મળી Linux ફાઈલ સિસ્ટમ બનાવે છે. |
00:13 | પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે પહેલેથી જ જોયું છે કે ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કામ કરવું. તમે આ વેબસાઈટ પર ટ્યુટોરીયલ શોધી શકો છો. |
00:25 | આ ટ્યુટોરીયલ માં આપણે જોશું કે રેગ્યુલર ફાઈલો કેવી રીતે નિયંત્રિત કરવું. |
00:31 | આપણે પહેલાથી જ બીજા ટ્યુટોરીયલ માં જોયું હતું કે Cat આદેશની મદદ થી ફાઈલ કેવી રીતે બનાવી શકાય છે. વિગતો માટે આ વેબસાઇટ જુઓ. |
00:46 | ચાલો જોઈએ કે કેવી રીતે ફાઈલ ને એક સ્થળ થી બીજા સ્થળ ઉપર કોપી કરવું. તે માટે આપણી પાસે cp આદેશ છે. |
00:55 | ચાલો જોઈએ કે કેવી રીતે આદેશ વાપરવામાં આવે છે. |
01:00 | એક ફાઈલ કોપી કરવા માટે લખો cp space એક અથવા વધુ [વિકલ્પ] ...space SOURCE ફાઈલનું નામ space DEST ફાઈલનું નામ. |
01:15 | એક જ સમયે ઘણી ફાઈલો ને કોપી કરવા માટે. આપણે લખીશું cp space એક અથવા વધુ [વિકલ્પ]... SOURCE ફાઈલો કે જે આપણે કોપી કરવા ઈચ્છીએ છીએ તેના નામ...અને અંતિમ ડિરેક્ટરી કે જેમાં આ ફાઈલો કોપી કરવામાં આવશે. |
01:34 | ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પ્રથમ આપણે ટર્મિનલ ખોલીશું. |
01:42 | આપણી પાસે પહેલેથી test1 નામની ફાઈલ /home/anirban/arc/ માં છે |
01:49 | test1 માં શું છે તે જોવા માટે આપણે લખીશું $ cat test1 અને Enter દબાવો. |
02:00 | આપણે જોઈ શકીએ છીએ test1 ના કન્ટેન્ટ બતાવવામાં આવેલ છે, હવે જો આપણે તેને બીજી ફાઇલ માં કોપી કરવું છે જેનું નામ છે test2 તો આપણે લખીશું
$ Cp test1 test2 અને Enter દબાવો. |
02:22 | હવે ફાઈલ કોપી કરવામાં આવી છે. |
02:25 | જો test2 અસ્તિત્વમાં ન હોય તો પ્રથમ તે બનાવશે અને પછી test1 ના સમાવિષ્ટો તેમાં કોપી કરશે. |
02:35 | જો તે પહેલાથી જ અસ્તિત્વમાં હોય તો પછી તે ફરીથી લખશે એટલે કે ઓવર રાઇત થશે. કોપી થયેલું જોવા માટે લખો $ cat test2 અને Enter દબાવો. |
02:52 | તમે વિવિધ directories માં અથવા વિવિધ directories થી ફાઈલો કોપી કરી શકો છો.ઉદહરણ તરીકે લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/demo2 અને Enter ડબાઓ. |
03:31 | આ શું કરશે, તે સ્ત્રોત ડીરેકટરી /home/anirban/arc/ માં આવેલ ફાઈલ demo1 ને અંતિમ ડિરેક્ટરી /home/anirban માં કોપી કરશે. તે ફાઈલ નામ demo1 થી કોપી કરશે. |
03:51 | demo2 ત્યાં છે એ જોવા માટે, લખો ls space /home/anirban અને Enter ડબાઓ. |
04:13 | આપણે ઉપર ખસાડીશું તો તમે અહીં જોઈ શકશો demo2 છે. |
04:19 | હેડ ખસેડતા પહેલાં ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
04:25 | જો તમે ઈચ્છતા હોઉં કે અંતિમ ડિરેક્ટરીમાં ફાઇલ નું નામ સમાન હોય, તમે કદાચ ફાઈલ નામ ઉલ્લેખ ન કર્યો હોય. ઉદાહરણ તરીકે |
04:35 | લખો $ cp /home/anirban/arc/demo1 /home/anirban/ અને Enter ડબાઓ. |
05:03 | આ ફરીથી ફાઈલ demo1 જે /home/anirban/arc/ ડિરેક્ટરી થી /home/anirban ડિરેક્ટરી માં ફાઈલ નામ demo1 સાથે કોપી થશે. |
05:20 | પહેલાંની જેમ demo1 જોવા માટે, લખો ls/home/anirban અને Enter ડબાઓ. |
05:33 | અહીં ફરીથી આપણે ઉપર સ્ક્રોલ કરીશું અને તમે જોઈ શકો છો demo1 ફાઈલ અહીં છે. |
05:40 | ફરીથી હેડ ખસેડતા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
05:48 | અન્ય ઉદાહરણ જેમાં આપણે ડેસ્ટીનેશન ફાઈલ નામ આપવાની જરૂર નથી જ્યારે આપણે ઘણી ફાઈલોની કોપી કરવા ઈચ્છતા હોઈએ. |
05:56 | આપણે ધારીશું કે આપણી પાસે હોમ ડિરેક્ટરીમાં ત્રણ ફાઈલો છે જેના નામ છે test1 test2 test3. |
06:04 | હવે આપણે લખીશું $ cp test1 test2 test3 /home/anirban/testdir અને Enter દબાવો. |
06:27 | આ બધી ત્રણ ફાઈલો test1,test2 and test3 ને /home/anirban/testdir ડિરેક્ટરીમાં તેમના નામ બદલ્યા વિના કોપી કરશે. |
06:41 | તમે જોશો કે આ ફાઈલો વાસ્તવમાં કોપી થયેલ છે. આપણે ls /home/anirban/testdir લખીશું અને Enter દબાવીશું. |
07:03 | જેમ તમે જોઈ શકો છો test1, test2 અને test3 આ ડિરેક્ટરી માં હાજર છે. |
07:10 | ઘણા વિકલ્પો છે કે cp સાથે આવે છે. અહીં આપણે માત્ર સૌથી મહત્વપૂર્ણ જોઈશું. |
07:18 | ચાલો પ્રથમ પાછા સ્લાઇડ્સ ઉપર જઈએ. |
07:23 | બધા વિકલ્પોમાં -R એક વધુ મહત્વનું છે. તે સમગ્ર ડિરેક્ટરી સંરચનાને રીકરસીવ કોપી કરે છે. |
07:33 | ચાલો એક ઉદાહરણ જોઈએ |
07:38 | ચાલો testdir ડિરેક્ટરીના તમામ સમાવિષ્ટોને test કહેવાતી ડિરેક્ટરીમાં કોપી કરવાનો પ્રયાસ કરીએ. |
07:48 | તે માટે આપણે cp testdir/ test લખીશું અને Enter દબાવીશું. |
08:02 | જેમ તમે આઉટપુટ સંદેશ દ્વારા જોઈ શકો છો. |
08:06 | સામાન્ય રીતે આપણે cp આદેશ દ્વારા કેટલાક સમાવિષ્ટો સીધા કોપી ન કરી શકીએ. |
08:14 | પરંતુ-R વિકલ્પ ની મદદથી આપણે આ કરી શકીએ છીએ. |
08:19 | હવે આપણે લખીશું cp -R testdir/ test અને Enter દબાવો. |
08:36 | આ ફાઈલો હવે એ જોવા માટે કોપી થઇ ગઈ છે કે શ્રેષ્ઠ ડિરેક્ટરી વાસ્તવમાં અસ્તિત્વમાં છે. તે માટે લખો, ls અને Enter ડબાઓ. |
08:47 | તમે જોઈ શકો છો ટેસ્ટ ડિરેક્ટરી અસ્તિત્વમાં છે. ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
08:57 | test અંદરના સમાવિષ્ટો જોવા માટે લખો ls test અને Enter દબાવો. |
09:08 | તમે test ડિરેક્ટરીના સમાવિષ્ટો જોઈ શકો છો. |
09:13 | હવે આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
09:16 | આપણે જોયું કે જો ફાઈલ પહેલાથી જ હાજર બીજી ફાઇલ માં કોપી થાય તો પેહલા થી હાજર ફાઈલ ઓવરરાઈત થાય છે. |
09:25 | હવે શું થાય જો આપણે અજાણતામાં મહત્વપૂર્ણ ફાઈલ ઓવરરાઈત કરીએ? |
09:30 | આવું થતું અટકાવવા માટે, આપણી પાસે -b વિકલ્પ છે. |
09:36 | આ દરેક પેહલા થી હાજર ડેસ્ટીનેશન ફાઇલ નું બેકઅપ બનાવે છે. |
09:41 | આપણે -i (ઇન્ટરેક્ટિવ) વિકલ્પ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, આ આપણને દરેક ડેસ્ટીનેશન ફાઈલ ને ઓવરરાઇટ કરતા પેહલા હંમેશા ચેતવે છે. |
09:54 | હવે ચાલો જોઈએ mv આદેશ કેવી રીતે કામ કરે છે. |
09:59 | આ ફાઈલો નું સ્થાન બદલવા માટે વપરાય છે. હવે આ કેવી રીતે ઉપયોગી છે? |
10:04 | તે બે મુખ્ય ઉપયોગો છે. |
10:07 | તે ફાઈલ અથવા ડિરેક્ટરી નું નામ બદલવા માટે વપરાય છે. |
10:11 | તે એક અલગ ડિરેક્ટરીમાં ફાઈલોના જૂથને પણ ખસેડી શકે છે. |
10:17 | mv cp સમાન જ છે જે આપણે પહેલેથી જ જોયું છે. તેથી ચાલો જોઈએ mv કેવી રીતે વાપરી શકાય. |
10:29 | આપણે ટર્મિનલ ખોલીશું અને લખો $ mv test1 test2 અને Enter દબાવો. |
10:43 | આ test1 નામવાળી ફાઈલ જે પહેલાથી જ હોમ ડિરેક્ટરી માં હાજર છે તેને test2 નામ સાથે બદલશે. |
10:52 | જો test2 પહેલાથી જ અસ્તિત્વમાં છે તો તે ઓવરરાઈટ થઇ જશે. |
11:00 | જો ફાઈલ ઓવરરાઇટ કરતા પેહલા આપણે ચેતવણી ઈચ્છીએ છીએ . |
11:05 | તો આપણે mv આદેશ સાથે-i વિકલ્પ વાપરી શકીએ છીએ. |
11:10 | ધારો કે આપણી પાસે બીજી ફાઇલ છે જેનું નામ છે anirban. આ ફાઈલને આપણે test2 ના નામે રીન્યુ કરવા ઈચ્છીએ છીએ |
11:20 | આપણે લખીશું mv -i anirban test2 અને Enter ડબાઓ. |
11:32 | જેમ તમે જોઈ શકો છો કે ચેતવણી આપવામાં આવેલ છે જે પૂછે છે test2 ઓવરરાઇટ કરવું છે કે નહિ. |
11:41 | જો આપણે y દબાવીએ અને પછી Enter દબાવીએ, તો ફાઈલ ખરેખર ઓવરરાઇટ થઇ જશે. |
11:49 | Cp ની જેમ આપણે mv સાથે પણ ઘણી ફાઈલો ઉપયોગમાં લઇ શકીએ છીએ પરંતુ તે કિસ્સામાં ડેસ્ટીનેશન ડિરેક્ટરી હોવી જોઈએ. |
11:58 | આગળ વધવા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
12:03 | ધારો કે આપણી પાસે ૩ ફાઈલો આપણી હોમ ડિરેક્ટરીમાં છે abc.txt , pop.txt, અને push.txt. |
12:14 | તેની હાજરી જોવા માટે ls લખો અને Enter કળ દબાવો. |
12:21 | અહીં ફાઈલો છે pop.txt, push.txt અને abc.txt . ચાલો સ્ક્રીન સાફ કરીએ. |
12:36 | હવે આપણે આ ત્રણ ફાઈલોને testdir કહેવાતી ડિરેક્ટરીમાં ખસેડવા ઇચ્છીએ છીએ. |
12:46 | આપણે શું કરવાની જરૂર છે mv abc.txt pop.txt push.txt અને પછી ડેસ્ટીનેશન ફોલ્ડર નું નામ જે testdir છે અને Enter દબાવો. |
13:14 | તેમને જોવા માટે ls testdir લખો અને Enter દબાવો. |
13:20 | તમે ફાઈલો abc, pop અને push.txt જોઈ શકો છો. |
13:27 | હવે ચાલો અમુક વિકલ્પો કે જે mv સાથે આવે છે તે જોઈએ. ચાલો પ્રથમ સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
13:37 | પછી mv આદેશ સાથે -b અથવા -backup વિકલ્પ આવશે. તે ઓવરરાઇટ કરવા પેહલા બધી ફાઈલો નું ડેસ્ટીનેશન માં બેકઅપ લેશે. |
13:48 | |
13:58 | આગળ આપણે rm આદેશ જોઈશું. આ આદેશ નો ઉપયોગ ફાઈલો રદ કરવા માટે થાય છે. |
14:06 | ટર્મિનલ ઉપર ફરીથી જાઓ અને ls testdir લખો. |
14:15 | આપણે જોઈ શકીએ છીએ ફાઈલ નામ faq.txt હાજર છે. આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ. |
14:23 | તે માટે આપણે લખીશું
$ Rm testdir / faq.txt અને Enter દબાવો. |
14:37 | આ આદેશ / testdir ડિરેક્ટરી માંથી ફાઈલ faq.txt ને રદ કરશે. |
14:46 | ફાઈલ વાસ્તવમાં ફાઈલ રદ થઈ છે કે નહિ તે જોવા માટે ચાલો ફરીથી ls testdir લખીએ અને Enter દબાવીએ. |
15:00 | આપણે ફાઈલ faq.txt જોઈ નથી શકતા. |
15:05 | આપણે ઘણી ફાઈલો સાથે rm આદેશ વાપરી શકીએ છીએ. |
15:10 | testdir ડિરેક્ટરી બે ફાઈલો abc1 અને abc2 સમાવે છે. |
15:17 | testdir ડિરેક્ટરી બે ફાઈલો abc1 અને abc2 સમાવે છે. |
15:23 | તે માટે આપણે લખીશું rm testdir/abc1 testdir/abc2 અને Enter કળ દબાવો. |
15:45 | આ testdir ડિરેક્ટરીમાંથી abc1 અને abc2 ફાઈલો રદ કરે છે. |
15:53 | તેઓ રદ થઇ ગયા છે તે જોવા માટે ફરીથી લખો ls testdir. તમે abc1 abc2 જોઈ નથી શકતા. |
16:07 | ચાલો આગળ જતાં પહેલાં સ્ક્રીન સાફ કરીએ. |
16:14 | હવે ચાલો પાછા સ્લાઇડ્સ પર જઈએ. |
16:18 | ચાલો જોઈએ આપણે શું કહ્યું? |
16:20 | એક ફાઈલ રદ કરવા માટે આપણે લખ્યું, rm અને પછી ફાઈલનું નામ. |
16:27 | ઘણી ફાઈલો રદ કરવા માટે આપણે લખીશું rm અને ઘણી ફાઈલો ના નામ જેને આપણે રદ કરવા ઈચ્છીએ છીએ. |
16:34 | હવે ચાલો rm આદેશ ના કેટલાક વિકલ્પો જોઈએ. |
16:40 | ક્યારેક ફાઈલ રાઇટ પ્રોટેક્ટેડ હોય છે, તો પછી rm આદેશની મદદથી ફાઈલ રદ ન થઇ શકે. આ કિસ્સામાં આપણી પાસે -f વિકલ્પ છે જે ફાઈલને દબાણપૂર્વક રદ કરે છે. |
16:57 | અન્ય સામાન્ય વિકલ્પ -r વિકલ્પ છે. ચાલો જોઈએ આ વિકલ્પો ક્યાં ઉપયોગી છે? |
17:07 | ચાલો ટર્મિનલ પર જઈએ. |
17:12 | rm આદેશ સામાન્ય રીતે ડિરેક્ટરીઓ રદ કરવા માટે ઉપયોગમાં નથી આવતું, જે માટે આપણી પાસે rmdir આદેશ છે. |
17:21 | પરંતુ સામાન્ય રીતે rmdir આદેશ ડિરેક્ટરી ખાલી હોય ત્યારે જ તે રદ કરે છે. |
17:27 | જો આપણે એ ડિરેક્ટરી રદ કરવા ઈચ્છતા હોય કે જેની અંદર ઘણી સંખ્યા માં ફાઈલો અને સબડિરેક્ટરીઓ છે, તો શું? |
17:35 | ચાલો આ કરવા માટે rm આદેશ નો પ્રયાસ કરીએ. |
17:38 | ચાલો લખીએ rm અને ડિરેક્ટરી જે આપણે રદ કરવા ઈચ્છીએ છીએ, જે છે testdir અને Enter દબાવો. |
17:47 | આઉટપુટ સંદેશ પરથી આપણે જોઇ શકીએ કે આપણે testdir રદ કરવા માટે rm નો ઉપયોગ ન કરી શકીએ. |
17:55 | પરંતુ જો આપણે-r અને-f વિકલ્પ ભેગા કરીએ તો આપણે આ કરી શકીએ છીએ. |
18:03 | rm-rf testdir લખો અને પછી Enter દબાવો. |
18:16 | હવે testdir ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ છે. |
18:22 | ચાલો હવે સ્લાઇડ્સ પર આગામી આદેશ શીખવા માટે પાછા જઈએ. |
18:27 | cmp આદેશ. |
18:29 | ક્યારેક આપણે એ ચકાસવું જરૂરી હોય છે કે બે ફાઈલો સમાન છે. જો તેઓ સમાન હોય તો આપણે તેમાંથી એક ને રદ કરી શકીએ છીએ. |
18:37 | આપણે એ પણ જોવા ઈચ્છતા હોઈએ કે શું ફાઈલ છેલ્લી આવૃત્તિ પછી બદયાલેય છે કે નહી. |
18:44 | આ અને બીજા ઘણા હેતુઓ માટે આપણે cmp આદેશ વાપરી શકીએ છીએ. |
18:49 | તે બે ફાઈલો ને બાઈટ દ્વારા બાઇટ સરખાવે છે. |
18:54 | file1 અને file2 સરખાવવા માટે આપણે cmp file1 file2 લખીશું. |
19:03 | જો બે ફાઈલો સમાન સમાવિષ્ટ ધરાવતા હોય તો પછી કોઈ સંદેશો પ્રદર્શિત ન થશે. |
19:11 | માત્ર પ્રોમ્પ્ટ છાપવામાં આવશે. |
19:14 | જો તેમના સમાવિષ્ટો માં તફાવતો હશે તો પછી પ્રથમ મિસમેચનું સ્થાન ટર્મિનલ પર છાપવામાં આવશે. |
19:25 | ચાલો જોઈએ કેવી રીતે cmp કાર્ય કરે છે. આપણી પાસે આપણી હોમ ડિરેક્ટરીમાં બે ફાઈલો છે જેના નામ છે sample1 અને sample2. |
19:35 | ચાલો જોઈએ તેઓ શું સમાવે છે? |
19:38 | લખો cat sampe1 અને Enter કળ દબાવો. તે “This is a Linux file to test the cmp command” ટેક્સ્ટ સમાવે છે. |
19:50 | અન્ય ફાઈલ sample2 ટેક્સ્ટ સમાવે છે અને તે જોવા માટે આપણે લખીશું cat sample2 અને Enter દબાવો. |
20:00 | તે “This is a Unix file to test the cmp command.” લખાણ સમાવે છે. |
20:06 | હવે આપણે આ બે ફાઈલો પર cmp આદેશ લાગુ પાડી શકીએ છીએ. |
20:11 | આપણે લખીશું cmp sample1 sample2 અને Enter કળ દબાવો. |
20:23 | આપણે જોઈ શકીએ છીએ કે બે ફાઈલો sample1 અને sample2 વચ્ચે પ્રથમ તફાવત બતાવ્યો છે. |
20:32 | ચાલો આગામી આદેશ ઉપર જતાં પહેલાં સ્ક્રીન સાફ કરીએ. |
20:38 | આગામી આદેશ આપણે wc આદેશ જોઈશું. |
20:43 | આ આદેશ ફાઈલ માં અક્ષરો, શબ્દો, અને લીટીઓની સંખ્યા ગણતરી કરવા માટે ઉપયોગી છે. |
20:50 | આપણી હોમ ડિરેક્ટરીમાં sample3 નામવાળી ફાઈલ છે. |
20:56 | ચાલો તેના કન્ટેન્ટ જોઈએ, તે માટે આપણે લખીશું cat sample3 અને Enter દબાવો. |
21:05 | આ sample3 ના કન્ટેન્ટ છે. |
21:10 | હવે ચાલો આ ફાઈલ પર wc આદેશ વાપરીએ. |
21:14 | તે માટે આપણે લખીશું wc sample3 અને Enter કળ દબાવો. |
21:25 | આદેશ નિર્દેશ કરે છે કે ફાઇલને 6 લીટીઓ, 67 શબ્દો અને 385 અક્ષરો છે. |
21:38 | આ અમુક આદેશો હતા જે આપણને ફાઈલો સાથે કામ કરવા માટે મદદ કરે છે. |
21:43 | બીજા ઘણા આદેશો છે. વધુમાં દરેક આદેશ જે આપણે જોયા તેના અન્ય ઘણા વિકલ્પો છે. |
21:51 | તેમના વિશે વધુ જાણવા man આદેશની મદદ લો. |
22:00 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
22:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ નો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
22:17 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
22:34 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |