LibreOffice-Suite-Base/C4/Design-Refine-Database-Design-and-Normalization-Rules/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:56, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:02 | LibreOffice Base પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ ડેટાબેઝ ડિઝાઇન પરના અગાઉના ટ્યુટોરીયલ સાથે ચાલુ છે. |
00:11 | અને અહીં આપણે નીચેના વિષયો શીખીશું: |
00:15 | 7. ડેટાબેઝ ડિઝાઇનને સુધારવું. |
00:18 | 8. નોર્મલાઇઝેશન નિયમોને લાગુ કરવું |
00:21 | 9. ડેટાબેઝ ડિઝાઇનને ચકાસવું. |
00:25 | છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યું કે કેવી રીતે કોષ્ટક રીલેશનશીપને સ્થાપિત કરવા માટે પ્રાથમિક કીઓ અને ફોરેઇન કીઓને સંસ્થાપિત કરવી. |
00:34 | ચાલો હવે ડેટાબેઝ ડિઝાઇનની પ્રક્રિયા સાથે શરૂઆત કરીએ. |
00:38 | પહેલા, આપણે આપણી ડેટાબેઝ ડિઝાઇનને સુધારિત કરીશું. |
00:42 | હવે જો કે આપણી પાસે એક પ્રારંભિક ડિઝાઇન છે, આપણે નમૂના માહિતી સહીત કોષ્ટકોને બનાવી શકીએ છીએ અને પ્રસ્તુત કરી શકીએ છીએ. |
00:50 | આપણે નમૂના ક્વેરીઓ, ફોર્મો અને રિપોર્ટો બનાવી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા તમામ પ્રારંભિક પ્રશ્નોના જવાબો અપાયા છે. |
00:59 | આપણે બિનજરૂરી નકલો માટે તપાસ કરી શકીએ છીએ અને ડિઝાઇન ફેરફાર કરીને તેમને રદ કરી શકીએ છીએ. |
01:06 | આપણે ભૂલી ગયા હોય તે કૉલમોને ઉમેરી શકીએ છીએ. |
01:10 | ડેટાબેઝ ઇન્ટેગ્રીટીનો અમલ કરવા માટે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં બિઝનેસ નિયમોનો સમાવેશ પણ કરી શકીએ છીએ. |
01:19 | ઉદાહરણ તરીકે, Books કોષ્ટકમાં Price કૉલમ ન્યુમેરિક (અંક ધરાવતી) હોવી જોઈએ. |
01:24 | અન્ય બિઝનેસ નિયમ છે: પુસ્તક પાછી આપવાની તારીખ પુસ્તકની જારી થયેલ તારીખથી એક મહિના પછીની હોવી જોઈએ. |
01:32 | અથવા જ્યારે કોઈ ચોક્કસ ક્રિયા થાય છે, આગળ બીજી શરૂ થવી જોઈએ. |
01:39 | તો જો કોઈ પુસ્તકની પાછી આપવાની તારીખ નીકળી જાય, તો આપણે સભ્યને યાદ કરાવવા માટે એક ઇમેઈલ મોકલવા માટે ડેટાબેઝમાં ક્રિયાઓને સુયોજિત કરવી જોઈએ. |
01:50 | તો આપણે ફરીથી ડિઝાઇન કરી રહ્યા હોવાથી આપણે નવા કોષ્ટકો, કૉલમો, નિયમો અથવા અવરોધો બનાવી શકીએ છીએ, |
01:58 | અને આપણે ડેટા ઇન્ટેગ્રીટી ખોવાઈ નથી એ ખાતરી કરવા માટે પાછલા તમામ પગલાઓ દરમ્યાન જવું પડશે. |
02:07 | આગળ, આપણે નોર્મલાઇઝેશન નિયમોને લાગુ પાડી શકીએ છીએ. |
02:13 | આનો ઉપયોગ એ જોવા માટે થાય છે કે આપણા કોષ્ટકો |
02:17 | a) યોગ્ય રીતે સ્ટ્રક્ચર થયેલ છે કે નહી અને |
02:20 | b) કોઈપણ બદલાવ એનામોલી થી મુક્ત છે કે નહી જેવું કે આપણે અગાઉ જોયું હતું. |
02:25 | ડેટાબેઝ ડિઝાઇનમાં નિયમો અથવા નોર્મલ ફોર્મસ લાગુ કરવાની પ્રક્રિયાને નોર્મલાઇઝેશન (સામાન્યિકરણ) કહેવાય છે. |
02:33 | ચાલો આપણા ટ્યુટોરીયલમાં પહેલા ત્રણ નોર્મલ ફોર્મસ જોઈએ. |
02:38 | ચાલો પહેલા પ્રથમ નોર્મલ ફોર્મ જોઈએ.
પ્રથમ નોર્મલ ફોર્મ અથવા કે 1NF દર્શાવે છે કે તમામ કૉલમ વેલ્યુઓ નાની હોવી જોઈએ. |
02:51 | ઉદાહરણ તરીકે, Books કોષ્ટકમાં Price કૉલમમાની દરેક સેલ ફક્ત એક જ વેલ્યુ ધરાવતી હોવી જોઈએ. |
02:59 | એનો અર્થ એ છે કે કૉલમ ફક્ત પુસ્તકની કિંમત ધરાવતી હોવી જોઈએ અને બીજું કઈજ નહી. |
03:07 | એજ રીતે, Authors કોષ્ટકમાની First Name કૉલમની દરેક સેલમાં ફક્ત લેખકનું પ્રથમ નામ જ હોવું જોઈએ. |
03:16 | પ્રથમ નોર્મલ ફોર્મ એ પણ કહે છે કે કૉલમોનાં પુનરાવર્તીત જૂથો ન હોવા જોઈએ. |
03:23 | ઉદાહરણ તરીકે, આપણે ધારીશું કે એક પ્રકાશકે ૩ પુસ્તકો પ્રકાશિત કરી છે |
03:29 | અને Publishers કોષ્ટક સ્ટ્રકચર નીચે આપેલ કૉલમોને ધરાવે છે: |
03:34 | Publisher Id, Publisher, Book1, Author 1, Book 2, Author 2, Book 3, Author 3 |
03:47 | પુનરાવર્તીત જૂથોની નોંધ લો: Book અને Author ત્રણ વખત. |
03:52 | તેથી જો આપણે આવા પુનરાવર્તીત જૂથો જોઈએ, તો આપણે આપણી ડીઝાઇનને ફરીથી જોવી જોઈએ. |
03:58 | હવે જો પ્રકાશક હજુ વધારે દસ પુસ્તકોને પ્રકાશિત કરે છે, તો આપણે ૨૦ કૉલમૉ ઉમેરીને કોષ્ટક સ્ટ્રકચરને બદલી કરવાની જરૂર પડે છે. |
04:08 | તો આપણે જોયું કે કોષ્ટક ડીઝાઇન જેમ ડેટા બદલાય છે તેમ સ્થાયી નથી. |
04:14 | તે ઉપરાંત કોષ્ટકને પુસ્તક કે લેખક દ્વારા શોધવાનું અને સોર્ટ કરવાનું જટિલ બનશે. |
04:23 | તેથી કોષ્ટકને બે અથવા ત્રણ કોષ્ટકોમાં વિભાજીત કરીને આપણે આ ઉકેલી શકીએ છીએ. |
04:30 | આપણા ઉદાહરણમાં, આપણે ઉપરનાં કોષ્ટકને સ્ક્રીન પર આવેલ ઈમેજમાં બતાવ્યા પ્રમાણે Publishers, Books અને Authors માં વિભાજીત કરીશું. |
04:41 | આ ડીઝાઇન કોષ્ટકને પ્રથમ નોર્મલ ફોર્મમાં લાવે છે |
04:47 | અને Publishers અને Books ના ડેટા બદલાતા હોવા છતાં પણ કોષ્ટક સ્ટ્રકચરોને સ્થાયી રાખે છે . |
04:56 | ચાલો હવે બીજા નોર્મલ ફોર્મને જોઈએ. |
05:00 | એક કોષ્ટક બીજા નોર્મલ ફોર્મ, અથવા કે 2NFમાં કહેવાય છે, જો તે 1NFમાં હોય. |
05:07 | અને દરેક બિન-કી કૉલમ પૂરી રીતે બધી પ્રાયમરી કી ઉપર આધારિત થઇ જાય છે. |
05:14 | આ નિયમ ત્યારે લાગુ થાય છે જ્યારે આપણી પાસે એક કરતા વધુ કૉલમનાં સમાવેશ વડે બનેલ પ્રાયમરી કી હોય છે. |
05:22 | ઉદાહરણ તરીકે, ચાલો BooksIssued કોષ્ટકને, આપેલ કૉલમો સાથે ધારીએ. |
05:29 | BookId, MemberId, BookTitle, અને IssueDate, તે સાથે BookId અને MemberId કોષ્ટક માટે પ્રાયમરી કી બનાવીએ છીએ. |
05:42 | હવે, BookTitle કૉલમની નોંધ લો. |
05:45 | Books કોષ્ટકમાં આપણે BookId શોધી BookTitle મેળવી શકીએ છીએ. |
05:52 | બીજા શબ્દોમાં, BookTitle એ ફક્ત Book ID પર આધારિત છે, Member ID પર નહી. |
06:00 | તો તે સમગ્ર પ્રાયમરી કી પર આધારિત નથી. |
06:06 | આ કોષ્ટકને બીજા નોર્મલ ફોર્મમાં લાવવા માટે, આપણે આ કોષ્ટકમાંથી BookTitle ને રદ્દ કરવું પડશે. |
06:14 | અને ફક્ત તે જ કૉલમોને રાખવી પડશે જે પ્રાયમરી કી અને કૉલમો બંને પર સંપૂર્ણ રીતે આધારિત હોય. |
06:23 | IssueDate કૉલમને અહીંયા રખાશે, કારણ કે તે બંને પ્રાયમરી કી ફિલ્ડ્સ પર સંપૂર્ણ રીતે આધારિત છે. |
06:31 | હવે ચાલો જોઈએ ત્રીજું નોર્મલ ફોર્મ શું છે. |
06:35 | એક કોષ્ટક ત્રીજા નોર્મલ ફોર્મ (3NF) માં કહેવાય છે, જો તે 2NF માં હોય છે. |
06:42 | અને જો તમામ બિન-કી કૉલમો એક બીજાથી સ્વતંત્ર હોય. |
06:48 | ઉદાહરણ તરીકે, ચાલો આપણે BooksIssued કોષ્ટકને નીચે પ્રમાણે આપેલ કૉલમો સાથે ધારીએ |
06:54 | BookIssueId (પ્રાથમિક કી તરીકે હોય છે),
BookTitle, Member, IssueDate, અને ReturnDate. |
07:03 | અને એ ધારીએ કે પાછી આપવાની તારીખ માટે લાઇબ્રેરીની નીતિ એ પુસ્તક જારી થયાની તારીખનાં એક મહીના પછીની છે. |
07:11 | હવે, બેઝ IssueDate કૉલમની મદદથી પાછી આપવાની તારીખની ગણતરી કરી શકે છે જે એક બિન-કી કૉલમ છે. |
07:19 | જેનો અર્થ એ છે કે, ReturnDate ખરેખરમાં ફક્ત IssueDate કૉલમ પર આધારિત છે અને બીજી કોઈ કૉલમ નહી. |
07:26 | એ પણ છે કે, જો આપણે Return Date ક્ષેત્રમાં એક જુદી તારીખ નાખીએ, તો એથી આપણી લાઇબ્રેરીની નીતિનું ઉલ્લંઘન થશે. |
07:37 | તો કોષ્ટકને ત્રીજા નોર્મલ ફોર્મમાં રાખવા માટે, આપણે કોષ્ટકમાંથી ReturnDate કૉલમ રદ કરીશું. |
07:44 | તો હવે આપણે જાણીએ છીએ કે કેવી રીતે પહેલા ત્રણ નોર્મલ ફોમ્સ ને લાગુ પાડવા. |
07:49 | સામાન્ય રીતે, આપણી ડેટાબેઝની ડીઝાઇન 3NF પર રોકાઈ શકે છે. |
07:55 | નોર્મલ ફોમ્સ અને ડેટાબેઝ ડીઝાઇન પર વધુ વિગત માટે, સ્ક્રીન પર દર્શાવેલ વેબસાઈટ જુઓ. |
08:05 | અંતે, ચાલો આપણી ડેટાબેઝ ડીઝાઇનને ચકાસીએ, કારણ કે આપણે ડેટાબેઝ ડીઝાઇન પ્રક્રિયા સમાપ્ત કરી ચુક્યા છીએ, |
08:12 | આપણે ડેટાબેઝ સ્ટ્રકચર બનાવી શકીએ છીએ; |
08:16 | અહીં આપણે કોષ્ટકો, રીલેશનશીપ, નિયમો અથવા કે કોન્સટ્રેઈંટ્સ (મર્યાદાઓ), ફોર્મો, ક્વેરીઓ અને રિપોર્ટો બનાવીશું. |
08:24 | અને આપણે ડેટાબેઝને વાસ્તવિક ડેટા અને યુઝર સાથે ચકાસી શકીશું. |
08:29 | ડેટા ઉમેરવા, ડેટાબેઝમાં સુધારાઓ અથવા રદ્દ કરવા માટે ફોર્મોનો ઉપયોગ કરો. |
08:36 | પરિણામ સાચુ અને ચોક્કસ છે એ જોવા માટે રિપોર્ટોને રન કરો. |
08:42 | હવે ડેટાબેઝ વાપરવા માટે તૈયાર છે, આપણે ઝડપની દ્રષ્ટિએ તેનું પ્રદર્શન તપાસી શકીએ છીએ. |
08:50 | ડેટાની ઝડપી પુનઃપ્રાપ્તિ માટે આપણે કોષ્ટકોમાં ઇંડેક્ષોને ઉમેરી શકીએ છીએ. |
08:55 | અને આપણી ડેટાબેઝ એપ્લીકેશનને સફળતાપૂર્વક ચાલતી રાખવા માટે, આપણે યોગ્ય સમય અંતરે ડેટાબેઝની જાળવણી કરવી જોઈએ. |
09:03 | હવે અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે: |
09:08 | લાઇબ્રેરી ડેટાબેઝ ડીઝાઇનમાં Media નામની એક નવી એન્ટીટી ઉમેરો. |
09:14 | Media, DVD અને CDઓ નાં સમાવેશથી બનેલ હોય. અને તે ઓડિયો અથવા વિડીયો બંનેમાંથી કંઈપણ એક હોઈ શકે. |
09:21 | પુસ્તકોની જેમ, DVD અને CDઓ પણ લાઇબ્રેરીનાં સભ્યોને આપી શકાય છે. |
09:28 | ડેટાબેઝ ડીઝાઇન પ્રક્રિયાને અનુસરો. |
09:31 | અને તમારી ડીઝાઇનમાં પહેલા ત્રણ નોર્મલ ફોર્મ્સ લાગુ કરો. |
09:37 | લીબરઓફીસમાં ડેટાબેઝ ડીઝાઇનનાં ત્રીજા ભાગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:45 | સારાંશમાં, આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખ્યાં: |
09:50 | 7. ડેટાબેઝ ડિઝાઇનને સુધારવું. |
09:52 | 8. નોર્મલાઇઝેશન નિયમોને લાગુ કરવું. |
09:55 | 9. ડેટાબેઝ ડિઝાઇનનું પરીક્ષણ કરવું. |
09:58 | સ્પોક્ન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:10 | આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
10:15 | આ વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
10:20 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |