LibreOffice-Suite-Base/C3/Create-Subforms/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:53, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે |
00:07 | સબફોર્મ (પેટા ફોર્મ) બનાવવું. |
00:09 | આ માટે, ચાલો આપણા સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનાં ઉદાહરણ સાથે આગળ વધીએ. |
00:15 | અને આપણે નીચે આપેલ કેસને ધ્યાનમાં લેશું: |
00:18 | કેવી રીતે આપણે લાઈબ્રેરીનાં તમામ સભ્યોને યાદીમાં દર્શાવી શકીએ? |
00:22 | અને દરેક સભ્ય માટે, આપણે ફક્ત એજ પુસ્તકો કેવી રીતે જોઈ શકીએ જે એ સભ્ય દ્વારા હજુ સુધી પાછી અપાયેલ નથી? |
00:31 | એક માર્ગ એ છે કે લાઈબ્રેરીનાં તમામ સભ્યોને યાદીમાં દર્શાવતું એક ફોર્મ બનાવવું |
00:36 | અને પછી તેના નીચે એક સબફોર્મ બનાવવું, એ પુસ્તકોની યાદી દર્શાવવાં માટે જે સભ્ય દ્વારા હજુ સુધી પાછી અપાયેલ નથી. |
00:44 | એકવાર આપણે આ ફોર્મ ડીઝાઇન કરી લઈશું, તો આપણે ફોર્મ સુધારવાં માટે સમર્થ થઇ જશું. |
00:49 | ઉદાહરણ તરીકે, જયારે સભ્ય પુસ્તક પાછી આપે છે, તો આ માહિતીને આપણે સુધારિત કરી શકીએ છીએ. |
00:55 | અને, જે ફોર્મ આપણે ડીઝાઇન કરીશું તેનો સ્ક્રીનશોટ નમૂનારૂપે અહીં છે. |
01:01 | નોંધ લો કે તે નીચે તળિયે સબફોર્મ પણ બતાવે છે. |
01:06 | ચાલો આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ. |
01:09 | પાછલાં ટ્યુટોરીયલોમાં, આપણે ‘History of Books Issued to Members’ ક્વેરી બનાવી હતી. |
01:17 | હવે આપણે આ ક્વેરી અને Members ટેબલનો ઉપયોગ આપણું નવું ફોર્મ બનાવવા માટે આધાર તરીકે કરીશું. |
01:25 | ચાલો આપણે પહેલા ક્વેરી નામ ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીને આ ક્વેરીને copy કરીએ, અને પછી ચાલો paste ઉપર ક્લિક કરીએ. |
01:34 | ક્વેરી નામ માટે પોપ-અપ વિન્ડોમાં, ચાલો આપણે એક નવું નામ ટાઈપ કરીએ: ‘Books Not Returned’ |
01:42 | ચાલો આપણે ‘Books Not Returned’ ક્વેરીને એડિટ મોડ (ફેરફાર કરી શકાય એવી સ્થિતિ)માં ખોલીએ. |
01:48 | ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં, ચાલો ફક્ત એજ પુસ્તકો બતાવવાં માટે એક ક્રાઈટેરિયન (માપદંડ) ઉમેરીએ જે ચેક્ડ ઇન થયેલ નથી. |
01:58 | આ માટે, ચાલો ચેક્ડ ઇન હેઠળ ક્રાઈટેરિયન કોલમમાં ‘equals 0’ ટાઈપ કરીએ. |
02:06 | અને Enter દબાવીએ. |
02:09 | હવે ચાલો ક્વેરીને સંગ્રહિત કરીને વિન્ડો બંધ કરીએ. |
02:13 | મુખ્ય બેઝ વિન્ડોમાં, ચાલો ડાબી પેનલ પર આવેલ Form આઇકોન ઉપર ક્લિક કરીએ |
02:20 | અને પછી ‘Use Wizard to create Form’ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
02:25 | હવે, આપણે પરિચિત ફોર્મ વિઝાર્ડ જોઈએ છીએ. |
02:28 | ચાલો આપણું ફોર્મ બનાવવાં માટે ડાબી બાજુએ આવેલ ૮ પગલાઓનું અનુસરણ કરીએ. |
02:34 | પગલું ૧, field selection માં, ચાલો આપણે ‘Table: Members’ પસંદ કરીએ. |
02:40 | ત્યારબાદ ચાલો તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને જમણી બાજુએ ખસેડીએ. |
02:46 | અને ચાલો Next બટન દબાવીએ. |
02:49 | આપણે પગલું ૨.Setup a subform માં છીએ. |
02:54 | તો અહીં, ચાલો ‘Add subform’ ચેકબોક્સ ટીક કરીએ, |
02:59 | અને ‘Subform based on manual selection of fields’ વિકલ્પ પર ક્લિક કરીએ. |
03:07 | ચાલો પગલું ૩.Add subform fields પર જઈએ. |
03:11 | અહીં આપણે આપણી નવી ક્વેરીને બોલાવીશું જે આપણે થોડીક મીનીટો પહેલા ડીઝાઇન કરી હતી. |
03:18 | તો ચાલો Tables or Queries ડ્રોપડાઉનમાંથી ‘Query: Books Not Returned’ પસંદ કરીએ. |
03:26 | અને સ્ક્રીન ઉપર બતાવ્યાં પ્રમાણે આપણે પસંદિત ફીલ્ડોને ઉપલબ્ધ યાદીમાંથી જમણી બાજુએ લઇ જશું. |
03:36 | Next ઉપર ક્લિક કરો. |
03:39 | પગલું ૪.Get joined fields. |
03:43 | અહીં ઉપરના બે ડ્રોપડાઉનમાંથી, આપણે MemberId ફીલ્ડ પસંદ કરીશું, કારણ કે આજ માત્ર સંબંધિત ફીલ્ડ છે. |
03:53 | અને Next બટન ઉપર ક્લિક કરીશું. |
03:57 | પગલું ૫.Arrange Controls. |
04:00 | અહીં આપણે ત્રીજું વિકલ્પ પસંદ કરીશું, ડેટા શીટ (માહિતી પત્ર) ફોર્મ અને સબફોર્મ બંને માટે. |
04:08 | અને Next બટન ઉપર ક્લિક કરીશું. |
04:11 | પગલું ૬.Set data entry. |
04:15 | અહીં, આપણે આ વિકલ્પો ને આ જ પ્રમાણે રાખીશું અને Next બટન ઉપર ક્લિક કરીશું. |
04:22 | પગલું ૭.Apply Styles. |
04:26 | ચાલો ભૂખરા રંગને ફોર્મનાં પુષ્ઠભાગ તરીકે પસંદ કરીએ. |
04:29 | અને છેલ્લા પગલાં પર જઈએ. |
04:32 | પગલું ૮.Set Name. |
04:36 | અહીં ચાલો આપણા ફોર્મને વર્ણનાત્મક નામ આપીએ: ‘Members Who Need to Return Books’ |
04:45 | અને ચાલો Modify form વિકલ્પ ઉપર ક્લિક કરીએ, કારણ કે આપણે બીજા કેટલાક ફેરફારો કરવા જઈ રહ્યા છીએ. |
04:53 | હવે ચાલો Finish બટન ઉપર ક્લિક કરીએ. |
04:56 | ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં, નોંધ લો કે અહીં બે ટેબ્યુલર ડેટા શીટ વિસ્તારો છે. |
05:04 | જે ઉપર આવેલ છે તેને ફોર્મ કહેવાય છે અને જે નીચે આવેલ છે તેને સબફોર્મ કહેવાય છે. |
05:11 | હવે, ચાલો આપણે ફોર્મની ઉપર એક લેબલ ઉમેરીએ. |
05:15 | આપણે ટોંચ પર આવેલ ફોર્મ કંટ્રોલ ટૂલબારમાં Label આઇકોન ઉપર ક્લિક કરીશું, અને તેને ફોર્મ પર દોરીશું. |
05:25 | લેબલ પર બે વાર ક્લિક કરવાથી, તેની પ્રોપર્ટીઝ ખુલશે. |
05:31 | અહીં આપણે લેબલ સામે ‘Members of the Library’ ટાઈપ કરીશું |
05:37 | અને ફોન્ટ શૈલીને, Arial, Bold અને માપ ૧૨ માં બદલીશું. |
05:47 | એજ રીતે, સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ચાલો સબફોર્મ ઉપર બીજું લેબલ ઉમેરીએ |
05:55 | અને તેને કહેશું ‘List of Books to be returned by the member’ |
06:00 | પછી સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ચાલો ફોર્મની લંબાઈને ઓછી કરીએ. |
06:07 | અને ત્યારબાદ ચાલો ફોર્મમાં નેમ (નામ) ફીલ્ડની લંબાઈ વધારીએ. |
06:13 | એજ રીતે, ચાલો સબફોર્મમાં બૂક ટાઈટલ ફીલ્ડને લાંબુ કરીએ. |
06:21 | ચાલો અહીં ફોન્ટને Arial, Bold અને માપ ૮ કરીએ |
06:28 | અને ફોર્મ માટે પુષ્ઠભાગ રંગ સફેદ બદલીએ અને સબફોર્મ માટે Blue ૮. |
06:37 | પછી, ચાલો MemberId કોલમ પર જમણું માઉસ બટન ક્લિક કરી અને Hide column વિકલ્પ પસંદ કરીને તેને છુપાવી દઈએ. |
06:47 | સારું, આપણે આ કરી ચુક્યાં છીએ. તો ચાલો આપણે ફોર્મ ડીઝાઇન સંગ્રહિત કરીએ અને તેને ચકાસીએ. |
06:54 | મુખ્ય બેઝ વિન્ડોમાં, ચાલો આપણે ‘Members Who Need to Return Books’ ફોર્મને તેના પર બે વાર ક્લિક કરીને ખોલીએ. |
07:03 | આ છે ફોર્મ. |
07:05 | ચાલો સભ્યો દરમ્યાન, ઉપર અથવા નીચે એરો વાળું બટનનાં ઉપયોગ દ્વારા બ્રાઉસ કરીએ, |
07:12 | અથવા ફક્ત વિવિધ સભ્યનાં નામો ઉપર ક્લિક કરીને. |
07:16 | નોંધ લો કે નીચે આવેલ સબફોર્મ રીફ્રેશ થાય છે અને જે પુસ્તકો પાછી આપવાની છે તે પ્રદર્શિત કરે છે. |
07:23 | સબફોર્મમાં, ચાલો કોઈપણ એક રિકોર્ડ (નોંધ) પસંદ કરીએ |
07:27 | અને ચાલો actual return date ફીલ્ડમાં ‘12/7/11’ ટાઈપ કરીએ અને CheckedIn ફીલ્ડ ટીક કરીએ |
07:41 | અને Enter દબાવો. |
07:45 | ચાલો હવે નીચે આવેલ ફોર્મ નેવિગેશન ટૂલબારમાનાં રીફ્રેશ આઇકોન ઉપર ક્લિક કરીને આપણે ફોર્મને રીફ્રેશ કરીએ. |
07:56 | નોંધ લો કે રેકોર્ડ જેમાં આપણે હમણાં જ ફેરફાર કર્યો હતો તે હવે અહીં યાદી થયેલ નથી, |
08:02 | જેનો અર્થ એ છે કે પુસ્તક પાછી અપાયેલ છે અથવા ચેક્ડ ઇન થયી છે. |
08:07 | તો આ છે આપણું ફોર્મ એક સબફોર્મ સાથે. |
08:11 | અહીં લીબરઓફીસ બેઝમાં સબફોર્મ બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:17 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
08:20 | સબફોર્મ (પેટા ફોર્મ) બનાવવું. |
08:23 | મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
08:44 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |