LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Design-View/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:52, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે |
00:06 | ડીઝાઇન વ્યુંની મદદથી ક્વેરી બનાવવી. |
00:10 | ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ટેબલો (કોષ્ટકો) દાખલ કરવા. |
00:13 | ફીલ્ડો (ક્ષેત્રો)ને પસંદ કરવા.
એલયાસીઝ (ઉપનામો) સુયોજિત કરવા, સોર્ટીંગ ઓર્ડર સુયોજિત કરવા અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરીયા પુરૂ પાડવું. |
00:23 | આ માટે, ચાલો આપણું પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. |
00:29 | આ લાઈબ્રેરી ડેટાબેઝમાં, આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે. |
00:37 | અને, આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોનો ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે. |
00:45 | સભ્યોને અપાયેલ બધીજ પુસ્તકોની યાદી દર્શાવવાં, આપણે હવે એક નવી ક્વેરી બનાવીશું, |
00:54 | બીજા શબ્દોમાં કહીએ તો, ચાલો સભ્યોને અપાયેલ પુસ્તકોનો ઈતિહાસ જનરેટ કરીએ. |
01:03 | ચાલો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ. |
01:07 | ચાલો ડાબી પેનલ ઉપર આવેલાં Queries આઇકોનને ક્લિક કરીએ. |
01:13 | જમણી પેનલ પર, આપણે ‘Create Query in Design view’ ઉપર ક્લિક કરીશું. હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જેને Query Design window પણ કહેવાય છે, |
01:28 | અને ટોંચ ઉપર આપણે એક નાની પોપ-અપ વિન્ડો જોઈ શકીએ છીએ, જેમાં લખ્યું છે Add Table or Query. |
01:39 | અહીં આપણે ક્વેરી માટે ડેટાનાં સ્રોત ને વ્યાખ્યાયિત કરીશું. |
01:46 | સભ્યોને અપાયેલ પુસ્તકોના ઈતિહાસ જનરેટ કરવા માટે આપણને આપણી ક્વેરી માટે બધા ત્રણ કોષ્ટકો ની જરૂર પડશે. |
01:57 | આપણે આ યાદીમાં આવેલાં Books ટેબલ (કોષ્ટક) ઉપર ક્લિક કરી અને ત્યારબાદ પોપ-અપ વિન્ડોમાં જમણી બાજુએ આવેલાં Add બટનને ક્લિક કરી કરશું. |
02:11 | એજ રીતે આપણે BooksIssued table અને Members table ઉમેરીશું |
02:19 | હવે આપણે જોયું કે, ત્રણ ટેબલો (કોષ્ટકો) background query design window માં દેખાય છે. |
02:26 | ચાલો હવે પોપ-અપ વિન્ડો બંધ કરીએ. |
02:31 | આ ક્વેરી ડીઝાઇન વિન્ડોને ફોરગ્રાઉન્ડ ઉપર લઇ આવે છે. |
02:39 | નોંધ લો કે ત્રણ ટેબલો (કોષ્ટકો) વિન્ડોનાં ઉપરનાં અર્ધા ભાગમાં છે. |
02:46 | અહીં ચાલો આપણે આ ટેબલો (કોષ્ટકો) વચ્ચે અમુક ખાલી જગ્યા દાખલ કરીએ. |
02:53 | ચાલો Members table ને દૂર જમણી બાજુએ ક્લિક (દબાવવું), ડ્રેગ (ખસેડવું) અને ડ્રોપ (એક જગ્યાએ નાખવું) કરીએ. |
03:01 | અને પછી, BooksIssued table ને મધ્યમાં ક્લિક,ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
03:11 | હવે આપણે જોઈએ છીએ કે આ ટેબલો (કોષ્ટકો) સાથે લીટીઓ લીન્ક થઈ (જોડાઈ) રહી છે અને આ સંબંધો છે, જે આપણે પહેલાં સ્થાપિત કર્યા હતા. |
03:23 | આપણે સંબંધોની વિગતો જોવા માટે આ લીટીઓ પર બે વાર ક્લિક કરી શકીએ છીએ. |
03:30 | હમણાં માટે, ચાલો આપણે ક્વેરી ડીઝાઇન વિન્ડોનાં નીચેના અર્ધા ભાગને જોઈએ. |
03:37 | આ ભાગમાં સેલોની ઘણી હરોળો છે. જેમ આપણે ક્વેરી ડીઝાઇન કરીશું, આપણે આને ભરતાં જશું. |
03:48 | પહેલા, આપણે ફીલ્ડ કોલમ ચકાસીશું. |
03:53 | આ ફીલ્ડો, જેને આપણે રીઝલ્ટ સેટ માં પ્રદર્શિત કરવાની જરૂર છે તેને સ્પષ્ટ કરવા માટે છે. |
04:01 | આ કરવાં માટે, પહેલા આપણે વિન્ડો ના ઉપરનાં અર્ધા ભાગમાં આવેલાં Books ટેબલ (કોષ્ટક) માં Title ફીલ્ડ (ક્ષેત્ર) ઉપર બે વાર ક્લિક કરીશું. |
04:12 | પછી Members table (સભ્યોના કોષ્ટક) માં આવેલ Name ફીલ્ડ (નામ ક્ષેત્ર). |
04:17 | અને ત્યારબાદ BooksIssued table માં આવેલ Issue Date ફીલ્ડ. |
04:24 | પછી, Return date, actual return date
અને અંતે checked in ફીલ્ડ. |
04:34 | પ્રથમ પંક્તિ માં વિંડોના નીચેના અડધા ભાગમાં આવેલ આ ફીલ્ડોની નોંધ લો. |
04:44 | ત્રીજી પંક્તિ માં અનુલક્ષતા ટેબલોના નામો પણ જુઓ. |
04:50 | પછી, ચાલો બીજી પંક્તિ માં આવેલ ‘Alias’ ને જોઈએ. |
04:57 | અહીં આપણે પસંદિત ફીલ્ડો માટે વર્ણનાત્મક નામ દાખલ કરી શકીએ છીએ. |
05:04 | તો ચાલો આપણે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે aliases માં ટાઈપ કરીએ. |
05:11 | અને આપણે aliases કરી નાખ્યું છે. |
05:15 | પછી, ચાલો આપણે સોર્ટ પંક્તિ ને જોઈએ. |
05:21 | અહીં આપણે રીઝલ્ટ સેટ નાં ક્રમને સ્પષ્ટ કરી શકીએ છીએ. |
05:26 | આપણને ઇસ્યું થયેલી પુસ્તકોનાં ઈતિહાસની જરૂર છે, તેથી આપણે તેને કાળક્રમાનુંસાર ગોઠવીશું. |
05:34 | એનો અર્થ એ છે કે આપણે રીઝલ્ટ સેટ ને જારી થયેલ તારીખનાં ચઢતા ક્રમમાં વર્ગીકરણ કરીશું. |
05:43 | આ માટે, આપણે Issuedate ફીલ્ડ અંદર આવેલ સોર્ટ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીશું.
અને ચાલો ‘Ascending’ ઉપર ક્લિક કરીએ. |
05:56 | ઠીક છે, આપણે પછીની પંક્તિ - ‘Visible’ પર જઈશું. |
06:02 | અહીં આપણે પસંદ કરેલ ફીલ્ડોની દૃશ્યતા તેમના ઉપર ચેક અથવા અનચેક કરી સુયોજિત કરી શકીએ છીએ. |
06:11 | નોંધ લો કે, મૂળભૂત રીતે, તે બધાજ ચેક થયેલ છે. |
06:17 | પછી, આપણે ‘Function’ પંક્તિ પર જઈશું.
આનો ઉપયોગ જટિલ ક્વેરીઓ બનાવવાં માટે થાય છે. હમણાં માટે આપણે આ અવગણશું. |
06:27 | અને આપણે ‘Criterion’ પંક્તિ પર જઈશું. |
06:32 | અહીં આપણે રીઝલ્ટ સેટ ને ક્રાઈટેરીયા (માપદંડ)નાં સાદા અથવા જટિલ સમૂહ થી મર્યાદીત કરી શકીએ છીએ. |
06:40 | ઉદાહરણ તરીકે, આપણે ફક્ત એ પુસ્તકો માટે ક્વેરી કરી શકીએ છીએ, જે ઇસ્યુ થયેલ છે પણ સભ્યો દ્વારા પાછી અપાઈ નથી, |
06:49 | જેનો અર્થ એ છે કે, ફક્ત એજ જે ચેક્ડ ઇન થયેલ નથી. |
06:54 | તો ચાલો CheckedIn ફીલ્ડ અંદર આવેલ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીએ
અને ટાઈપ કરીએ ‘Equals Zero’. |
07:06 | તે થયું, ચાલો આપણે હવે આ ક્વેરીને રન કરીએ. |
07:10 | આપણે કીબોર્ડ શોર્ટકટ F5 વાપરી શકીએ છીએ, અથવા વિન્ડોની ટોચ ઉપર આવેલ Edit મેનુ ઉપર ક્લિક કરો,
અને ત્યારબાદ નીચે આવેલ ‘Run Query’ ઉપર ક્લિક કરો. |
07:27 | શું તમે વિન્ડોનાં ઉપરના અર્ધા ભાગમાં અમુક ડેટા જોઈ શકો છો? |
07:32 | આ તમારી ક્વેરીનાં પરિણામો છે. |
07:36 | નોંધ લો, કે આપણે સભ્યોને અપાયેલ પુસ્તકોનાં ઈતિહાસને Issue Date અનુસાર ગોઠવાયેલા જોઈએ છીએ.
અને એ પણ જુઓ કે કોઈપણ પુસ્તકો ચેક્ડ ઇન નથી. |
07:51 | હવે આપણે નીચે આવેલ ક્વેરી ડીઝાઇન ભાગમાં જઈ શકીએ છીએ અને આપણા અનુસાર બદલી શકીએ છીએ. |
08:00 | ઉદાહરણ તરીકે, ચાલો આપણે ચેક્ડ ઇન ક્રાઈટેરિયન રદ્દ કરીએ. |
08:07 | હવે ચાલો આપણે ફરીથી F5 દબાવીને ક્વેરી રન કરીએ. |
08:15 | આ વખતે આપણને ક્વેરી વડે ડેટાની લાંબી યાદી મળેલ છે. |
08:23 | પછી, ચાલો આપણે Control S દબાવી, આ ક્વેરી સંગ્રહિત કરીએ. જે એક નાની પોપ-અપ વિન્ડો ખોલશે. |
08:34 | ચાલો અહીં આપણે આપણી ક્વેરીને વર્ણનાત્મક નામ આપીએ. |
08:38 | ચાલો ટાઈપ કરીએ ‘History of Books Issued to Members’ |
08:46 | અને પછી OK બટન ક્લિક કરીએ. અને આ વિન્ડો બંધ કરીએ. |
08:52 | મુખ્ય બેઝ વિન્ડોમાં ક્વેરી નામ ઉપર બે વાર ક્લિક કરીને આપણે આ સંગ્રહિત થયેલ ક્વેરીને ખોલી શકીએ છીએ. |
09:01 | તો આ રીતે, આપણે ડીઝાઇન વ્યુંની મદદથી સફળતાપૂર્વક ક્વેરી બનાવી. |
09:09 | અંતે, અસાઇનમેન્ટ છે: |
09:12 | સભ્ય નિશા શર્માને અપાયેલ પુસ્તકોની યાદી જનરેટ કરો.
યાદી Issue date નાં કાળક્રમાનુંસાર હોવી જોઈએ. |
09:24 | અહીં લીબરઓફીસ બેઝમાં ડીઝાઇન વ્યુંમાં ક્વેરી બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:31 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
09:33 | ડીઝાઇન વ્યુંનાં મદદથી ક્વેરી બનાવવી.
ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ટેબલો (કોષ્ટકો)ને દાખલ કરવા. ફીલ્ડો (ક્ષેત્રો)ને પસંદ કરવા. |
09:41 | એલયાસીઝ સુયોજિત કરવા,
સોર્ટીંગ ઓર્ડર સુયોજિત કરવા, અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરીયા પુરૂ કરવા. |
09:49 | મૌખિક ટ્યુટોરિયલ યોજના એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
10:10 | IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |