LibreOffice-Suite-Base/C2/Tables-and-Relationships/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:47, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ બેઝમાંTables and Relationships વિષે શીખીશું.
00:10 અહીં, આપણે કોષ્ટકમાં ડેટા ઉમેરવા વિશે જાણીશું.
00:16 સંબંધો ને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું.
00:19 પહેલાંના લીબરઓફીસ બેઝ ટ્યુટોરીયલમાં, આપણે બેઝનો પરિચય , ડેટાબેઝ બેઝિક્સ અને ડેટાબેઝ અને કોષ્ટક કેવી રીતે બનાવવા તે શીખ્યા.
00:31 તે ટ્યુટોરીયલના કોર્સ દરમિયાન આપણે ઉદાહરણ માટે Library નામનો ડેટાબેઝ પણ બનાવેલ હતો અને Books નામનું કોષ્ટક પણ બનાવેલ હતું.
00:42 આ ટ્યુટોરીયલમાં, આપણે Library ડેટાબેઝ સાથે ફરી શરુ કરીશું અને કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું તે શીખીશું.
00:51 આ માટે, ચાલો લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ શરુ કરીએ.
00:57 આ માટે, આપણે સ્ક્રીન ના ડાબી તરફના તળિયે Start બટન પર ક્લિક કરીશું,
01:03 All programs પર ક્લિક કરો, પછી LibreOffice Suit અને LibreOffice Base પર ક્લિક કરો.
01:12 જો કે આપણે પહેલેથી છેલ્લા ટ્યુટોરીયલમાં લાઇબ્રેરી ડેટાબેઝ બનાવ્યો હતો, તેથી આ સમયે આપણે તેને ફક્ત ખોલવા ની જરૂર છે.
01:20 આવું કરવા માટે, ચાલો 'open an existing database file' વિકલ્પ પર ક્લિક કરીએ.
01:28 'Recently Used' ડ્રોપ ડાઉન બોક્સમાં, આપણું Library ડેટાબેઝ દૃશ્યમાન હોવું જોઈએ,
01:35 તો હવે, Finish બટન પર ક્લિક કરો.
01:38 જો તમે તે ન જુઓ, તો Windows directory જ્યાં લાયબ્રેરી ડેટાબેઝ સંગ્રહાયેલ છે તેને બ્રાઉઝ કરવા માટે આપણે Open બટન પર ક્લિક કરી શકીએ છીએ.
01:50 એકવાર મળી જાય ત્યાર બાદ, filename પર ક્લિક કરો અને Open બટન પર ક્લિક કરો.
01:57 હવે, જો લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ પહેલેથી જ ખુલ્લો હોય, તો આપણે અહીં થી લાઈબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ,
02:07 ટોચ પર File મેનૂ પર ક્લિક કરી અને પછી Open પર ક્લિક કરીને.
02:14 આપણે Windows directory કે જ્યાં લાઈબ્રેરી ડેટાબેઝ ફાઈલ સંગ્રહાયેલ છે તે બ્રાઉઝ કરીશું.
02:21 ચાલો ફાઈલ Library.odb પર ક્લિક કરીએ અને તળિયે Open બટન પર ક્લિક કરીએ.
02:31 હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝ અંદર છીએ.
02:35 ચાલો હવે ડાબી પેનલમાં Database list માં Tables ચિહ્ન પર ક્લિક કરો.
02:42 નોંધ લો કે જમણી પેનલ પર Tables list માં Books કોષ્ટક દેખાય છે.
02:48 ચાલો હવે Books કોષ્ટક ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીએ.
02:53 નોંધ લો તમે અહીં વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો.
02:58 આ કોષ્ટક માં ડેટા ઉમેરવા માટે ચાલો હવે 'open' પર ક્લિક કરીએ.
03:04 વૈકલ્પિક રીતે, આપણે પણ કોષ્ટક નામ પર બે વખત ક્લિક કરીને પણ તે ખોલી શકીએ છીએ.
03:10 નવી વિન્ડો 'Books – Library – LibreOffice Base: Table Data View' શીર્ષક સાથે ખુલે છે.
03:20 હવે આપણે Values માં દરેક સેલમાં સીધું લખીને Books કોષ્ટક માં ડેટા દાખલ કરી શકીએ છીએ.
03:32 Bookid સ્તંભ 'AutoField' છે તેની નોંધ લો,
03:37 આનો અર્થ છે કે બેઝ દરેક પંક્તિ જે આપણે ઉમેરીશું તેમાં ચડતા ક્રમમાં નંબરો આપોઆપ સોંપશે.
03:48 હવે, ચાલો સેલોમાં ડેટા દાખલ કરીએ, પંક્તિ દ્વારા પંક્તિ, જેમ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું છે.
04:23 તેથી, અહીં આપણા Books કોષ્ટક માં 5 પંક્તિઓ નમૂના તરીકે છે.
04:29 ચાલો હવે ટોચ પર File મેનૂ ક્લિક કરી અને પછી Close પસંદ કરીને આ વિન્ડો બંધ કરીએ.
04:39 અહીં તમારા માટે અસાઈનમેન્ટ છે.
04:42 Member કોષ્ટક બનાવો જે દરેક સભ્ય વિશે જાણકારી સંગ્રહ કરશે, ઉદાહરણ તરીકે, સભ્યનું નામ અને ફોન નંબર.
04:53 નીચેના ત્રણ ફીલ્ડોનો સમાવેશ કરો.
04:57 Member Id Field type Integer સાથે, અને આને પ્રાઈમરી કી બનાવો.
05:06 Name Fieldtype Text સાથે
05:10 Phone Fieldtype Text સાથે
05:15 ઠીક છે, જ્યારે તમે તે કરી નાખશો, તો Members કોષ્ટક આ રીતે દેખાશે.
05:22 ચાલો આ વિન્ડો બંધ કરીએ.
05:25 હવે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે ચાલો આપણે 4 નમૂના સભ્યો Members કોષ્ટકમાં ઉમેરીએ ,
05:35 જે પ્રમાણે આપણે Books કોષ્ટક માટે કર્યું હતું.
05:46 તે થઇ જાય પછી, ચાલો આ વિન્ડો બંધ કરીએ.
05:50 હવે, ચાલો મુખ્ય વિન્ડો પર પાછા જઈએ અને Tables ચિહ્ન પર ફરીથી ક્લિક કરીએ.
05:57 અને ચાલો ત્રીજું કોષ્ટક બનાવીએ: Books Issued.
06:03 જ્યારે પૂર્ણ થશે, Books Issued કોષ્ટક માં નીચેના ફીલ્ડો હશે:
06:10 Issue Id, Field type Integer. જે પ્રાઈમરી કી હશે.
06:16 Book Id,Field type,Integer
06:20 Member Id ,Field type,Integer
06:24 Issue Date,Field type,Date
06:28 Return Date,Field type,Date
06:32 Actual Return Date,Field type,Date
06:36 અને Checked In,Field type Yes/No Boolean
06:42 ઠીક છે, આપણે Books Issued કોષ્ટક બનાવેલ છે,
06:47 અને હવે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે ચાલો નીચેની નમૂના માહિતીને તે અંદર ઉમેરીએ.
06:56 આ હમણાં આનો કોઈ ચોક્કસ અર્થ નથી, આપણે તરત સમજીશું કે શું થઇ રહ્યું છે.
07:17 હવે, આપણી પાસે આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં ત્રણ કોષ્ટકો છે, નમૂના ડેટા સાથે.
07:25 ચાલો હવે ડેટાબેઝમાં સંબંધો કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે વિશે શીખીએ.
07:31 તેથી ત્રણ અલગ સમૂહોની માહિતી સંગ્રહ કરવા માટે આપણે ત્રણ કોષ્ટકો બનાવેલ છે.
07:38 Books, Members અને સભ્યો માટે Issue of Books.
07:44 હવે આપણે પણ દરેક પુસ્તકને વિશિષ્ટ રીતે ઓળખવા માટે કૉલમ સુયોજિત કરીશું, દરેક સભ્ય અને દરેક પુસ્તક જે issue થઇ હતી તે આ ત્રણ કોષ્ટકો માં છે.
07:57 તેઓ પ્રાઈમરી કીઓ છે.
08:00 પ્રાઈમરી કી ના વિવિધ લાભ માંથી એક લાભ એ છે કે તે કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે.
08:10 પરંતુ આપણને સંબંધની શું જરૂર છે?
08:13 ચાલો Books Issued કોષ્ટક ને જુઓ. અહીં, આપણે Book Id અને Member Id ફિલ્ડ જોઈએ છીએ.
08:23 તેઓ પાસે Books Issued કોષ્ટકમાં કોઈપણ કિંમત હોય શકે છે.
08:28 પરંતુ, તેઓ એ જે કિંમતો Books કોષ્ટકમાં છે તેને અનુલક્ષતી કિંમત Members કોષ્ટકમાં પણ રાખવાની જરૂર પડશે.
08:38 તેથી જો પુસ્તક, Macbeth છે, તો તેની Book Id 3 તરીકે Books કોષ્ટકમાં છે,
08:45 પછી Books Issued કોષ્ટકમાં Book Id 3 નો ઉપયોગ કરીને, આપણે હજુ પણ આ જ પુસ્તકનો ઉલ્લેખ કરીશું.
08:56 તો સ્પષ્ટપણે આ બે કોષ્ટકો સાથે જોડાવા માટે, આપણે હજી પણ તેમને કોઈ રીતે લિંક કરવાની જરૂર રહેશે.
09:05 ઉપરાંત, ઉદાહરણ તરીકે, 'Macbeth' 2 જૂન 2011 ના રોજ રવિ કુમાર માટે ઇસ્યુ કરવામાં આવી હતી તે તમે કઈ રીતે સ્થાપિત કરશો?
09:16 અથવા તમે કેવી રીતે ખાતરી કરશો કે પુસ્તક માત્ર પુસ્તકાલયના સભ્યોને જ અને બીજા કોઈને પણ ઇસ્યુ નથી થઇ?
09:25 આ બધું સંબંધોને સુયોજિત કરવાથી પ્રાપ્ત થાય છે, જે ડેટા ને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે.
09:34 યોગ્ય ફીલ્ડોને જોડીને, આપણે બેઝ ને દબાણ કરવાની જરૂર છે કે તે માત્ર Books અને Members કોષ્ટક માંથી જ મૂલ્યો જો ઉપયોગ કરે.
09:46 ચાલો જોઈએ કેવી રીતે કરવું.
09:48 લીબરઓફિસ બેઝની મુખ્યવિન્ડોમાં, ચાલો Tools અને પછી Relationships ઉપર ક્લિક કરીએ.
09:58 આ એક નવી નાની પોપ અપ વિન્ડો ખોલે છે,
10:03 અહીં આપણે સૌથી ટોચના કોષ્ટકને પસંદ કરીશું અને Add બટન પર ક્લિક કરો, અને અન્ય બે કોષ્ટકો માટે પણ પુનરાવર્તન કરો.
10:15 પોપ અપ વિન્ડો બંધ કરો.
10:18 હવે આપણે એક લીટી માં ત્રણ કોષ્ટકો મળે છે Books, Books Issued અને Members.
10:26 ક્લિક કરી, ખેચો અને છોડો, ચાલો કોષ્ટકો વચ્ચે વધુ જગ્યા મુકીએ.
10:35 હવે, ચાલો Books કોષ્ટકમાં Book Id પર ક્લિક કરીએ અને તેને Books Issued કોષ્ટકમાં Book Id ઉપર છોડીયે.
10:48 આ બે ફિલ્ડ નામો સાથે જોડાતી લાઈન ની નોંધ લો. તેથી આપણે ત્યાં સંબંધ સુયોજિત કર્યું છે!
10:57 ચાલો MemberId માટે સમાન જ પુનરાવર્તન કરીએ.
11:02 Members કોષ્ટકમાં Member Id ઉપર ક્લિક કરો અને તેને ખેંચી Books Issued કોષ્ટક ઉપર છોડો.
11:11 તમે જોઈ શકો છો કે આપણે બે સંબંધો બનાવ્યા છે.
11:16 અને, આ રીતે આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ.
11:20 અને તેથી એકબીજાથી જોડાયેલા અર્થપૂર્ણ ડેટા રીલેશનલ ડેટાબેઝના વિવિધ કોષ્ટકો માં સંગ્રહિત છે.
11:30 અહીં લીબરઓફીસમાં કોષ્ટકો અને સંબંધો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:36 સારાંશ માટે, આપણે શીખ્યા: કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું, સંબંધો ને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું.
11:45 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:57 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
12:03 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
12:08 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
12:17 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389