LibreOffice-Suite-Base/C4/Database-Design-Purpose-OrganizeTables/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:46, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખીશું:
00:09 આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો
00:12 જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી
00:15 માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું.
00:19 ડેટાબેઝ ડીઝાઇન શું છે?
00:21 ડેટાબેઝ ડીઝાઇન એ ડેટાબેઝની વિસ્તૃત ડેટા મોડેલ બનાવવાની પ્રક્રિયા છે.
00:28 સારી ડીઝાઇન વડે, ડેટાબેઝ
00:32 વ્યવસ્થિત, ચોક્કસ અને સંપૂર્ણ માહિતી પૂરી પાડી શકે છે
00:37 જેનો અર્થ એ છે કે આપણે વિવિધ સ્તરે આપણી માહિતીની સંકલનતાની ખાતરી કરી શકીએ છીએ
00:43 ડેટા પ્રોસેસિંગ (માહિતી પર પ્રક્રિયા કરવી કે વપરાશમાં લેવી) અને રીપોર્ટીંગ માટે આપણી જરૂરિયાતોને મેળવી શકીએ છીએ
00:48 અને ફેરફારને સરળતાથી સમાવી શકીએ છીએ.
00:51 ડેટાબેઝ ડીઝાઇનની પ્રક્રિયા નીચેના પગલાંઓને સમાવે છે
00:57 આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો
01:00 જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી
01:04 માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું
01:07 માહિતી આઈટમોને કોલમોમાં ફેરવવી
01:11 પ્રાયમરી કીઓ સ્પષ્ટ કરવી
01:14 કોષ્ટક રીલેશનશીપ સુયોજિત કરવા
01:17 આપણી ડીઝાઇનને સુધારિત કરવું
01:20 નોર્મલાઈઝેશન નિયમોને લાગુ પાડવા
01:23 અને અંતે, ડેટાબેઝને પરીક્ષણ કરવું, રન કરવું, અને અનુરક્ષણ કરવું.
01:28 ઠીક છે, ચાલો પહેલા પગલાં પર જઈએ જે છે
01:32 આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો.
01:35 ચાલો એક સાદી લાઈબ્રેરી એપ્લીકેશન ધારીએ.
01:38 સામાન્ય રીતે લાઈબ્રેરી પુસ્તકો ધરાવે છે.
01:41 અને આ પુસ્તકો તેના નોંધાયેલ થયેલ સભ્યોને જારી થાય છે.
01:45 તો આપણને એક લાઈબ્રેરી એપ્લીકેશનની જરૂર, પુસ્તકો અને સભ્યોની યાદીનું અનુરક્ષણ કરવા માટે
01:51 અને તેના સભ્યો માટે જારી થનાર આ પુસ્તકોને ટ્રેક કરવા માટે.
01:56 આપણુ પહેલુ પગલું છે જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી.
02:01 અહીં આપણે તમામ માહિતીઓનાં પ્રકારોને મેળવીએ છીએ જે આપણે ડેટાબેઝમાં રેકોર્ડ કરવા ઈચ્છીએ છીએ.
02:09 હવે જો કે આપણે લાઈબ્રેરી એપ્લીકેશનનો હેતુ જાણીએ છીએ, તો ચાલો અહીં આઈટમો ને સમજીએ.
02:17 અહીં પુસ્તકો છે.
02:19 એક પુસ્તક પાસે એક શીર્ષક, લેખક,પ્રકાશક, અને કીંમત હોય છે.
02:24 અને આપણે લેખકની માહિતીને પણ સંગ્રહીત કરી શકીએ છીએ જેમ કે, જન્મ તારીખ અને દેશ જ્યાંથી તેઓ સંબંધિત છે.
02:33 આપણે પ્રકાશકનું નામ, સરનામું અને ફોન નંબર પણ સંગ્રહીત કરી શકીએ છીએ.
02:38 અહીં લાઈબ્રેરીના સભ્યો પણ છે જે નામો, ફોન ક્રમાંકો અને સરનામાંઓ ધરાવે છે.
02:45 હવે જયારે એક સભ્યને એક પુસ્તક જારી થાય છે, તો ત્યારે હોય છે
02:49 પુસ્તક જારી થયેલાની તારીખ, પાછી આપવાની તારીખ, વાસ્તવિક પાછી આપવાની તારીખ અને ચેક્ડ ઇન સ્થિતિ.
02:56 આ વ્યક્તિગત આઈટમોને એટ્રીબ્યુટ્સ પણ કહેવાય છે.
03:01 આ દરેક એટ્રીબ્યુટો કોષ્ટકમાં એક સંભવિત કોલમને દર્શાવે છે.
03:08 આ જગ્યાએ, આપણે પ્રશ્નોને સુત્રિત કરી શકીએ છીએ જેમ કે:
03:12 લાઈબ્રેરીને એક પ્રકાશક દ્વારા પૂરી પાડવામાં આવેલ નવી પુસ્તકોના એક સેટ માટે આપણે માહિતી કેવી રીતે ઉમેરીશું?
03:20 આપણે તેના સભ્યોની એક યાદીને કેવી રીતે જાળવીશું?
03:25 ત્યારે શું જો એક સભ્ય છોડવા અથવા તેનું સરનામું બદલવા ઈચ્છે છે?
03:32 આપણે માહિતીમાં કેવી રીતે સુધારાઓ કરીશું, જયારે એક પુસ્તક એક સભ્ય દ્વારા પાછી અપાય છે?
03:38 કેવા પ્રકારના રિપોર્ટો આપણે બનાવવા ઈચ્છીએ છીએ?
03:42 કઈ પુસ્તકો વાંચકો દ્વારા સૌથી વધુ વંચાયેલ છે?
03:46 અને કેવી રીતે આપણે એ પુસ્તકોની યાદી બનાવીએ જેની પાછી આપવાની તારીખ સભ્યો દ્વારા જતી રહ્યી હોય જેમણે તે ઉછીની લીધી છે?
03:55 હવે આપણી પાસે કેટલીક વિગતો છે, ચાલો જોઈએ કે આપણે કેવી રીતે માહિતીને કોષ્ટકોમાં વિભાજીત કરી શકીએ છીએ.
04:02 આપણે આપણી માહિતી આઈટમો અથવા એટ્રીબ્યુટોને મુખ્ય તત્વો અથવા વિષયોમાં વિભાજીત કરીશું.
04:11 દરેક વિષય પછી એક કોષ્ટક બને છે.
04:14 તેથી કોષ્ટકોની પ્રારંભિક યાદી સ્ક્રીન પર દર્શાવેલ ઈમેજની જેવી દેખાય છે.
04:21 અહીં બતાવેલ મુખ્ય વિષયો અથવા તત્વો એ Books અને Members છે.
04:26 તેથી, બે કોષ્ટકો સાથે શરૂઆત કરવી એ અર્થપૂર્ણ છે, એક Books માટે અને એક Members માટે.
04:33 ચાલો હવે Books કોષ્ટક વિશે વિગતમાં જોઈએ.
04:37 તેની પાસે ૧૦ એટ્રીબ્યુટો અથવા કોલમો છે જે આપણે પહેલા વ્યખ્યાયિત કરી હતી:
04:43 Title, Author, Publisher, PublisherAddress, PublisherCity, PublisherPhone, PublishYear, Price, AuthorBirthDate અને AuthorCountry.
04:58 હવે ચાલો જોઈએ કે આ કોષ્ટકમાં કઈ રીતે પ્રદર્શિત થયેલ છે.
05:03 નોંધ લો કે, દરેક પંક્તિ અથવા રેકોર્ડ એ એક પુસ્તક, તેના લેખક અને તેના પ્રકાશક વિશે માહિતી ધરાવે છે.
05:13 હવે, આ ડીઝાઇનમાં બે ભૂલો છે.
05:17 અહીં સમાન લેખક અથવા પ્રકાશક દ્વારા ઘણી પુસ્તકો હોઈ શકે છે.
05:23 તો આપણે નોંધ લીધી કે લેખકની માહિતી અને પ્રકાશકની માહિતી ઘણી વાર પુનરાવર્તિત થઇ છે,
05:31 જે કમ્પ્યુટરની ડિસ્ક સ્પેસને બગાડે છે.
05:34 અને આ ડીઝાઇન સાથે બીજી એક સમસ્યા એ છે કે:
05:38 તે ડેટાબેઝમાં અનિયમિતતા (એનોમેલીસ) ને બનાવવાનું જોખમ વધારે છે.
05:44 હવે એનોમલી શું છે?
05:47 સામાન્ય રીતે ડેટાબેઝમાં તે એક એરર અથવા અસંગતતા છે.
05:53 એનોમેલીસ ત્રણ પ્રકારની હોય છે:
05:57 પ્રથમ છે ઈન્સર્શન એનોમલી,
06:01 જે જયારે એક નવો રેકોર્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે થઇ શકે છે,
06:06 અથવા ત્યારે જયારે અન્ય એટ્રીબ્યુટોની હાજરી વિના અમુક ચોક્કસ એટ્રીબ્યુટોને ડેટાબેઝમાં દાખલ કરી ન શકાતા હોય.
06:14 ઉદાહરણ તરીકે, આપણે ધારીશું કે પેન્ગ્વીન (Penguin) નામનો એક નવો પ્રકાશક છે.
06:21 હવે આપણી ડીઝાઇન આપણને પેન્ગ્વીન પ્રકાશકો વિશેની વિગતો દાખલ કરવા દેશે નહી, જ્યાં સુધી આપણી લાઈબ્રેરી તેમના દ્વારા ઓછામાં ઓછી એક પુસ્તક ન મેળવે.
06:34 બીજી એનોમલી છે ડીલીશન એનોમલી,
06:39 જે રેકોર્ડને રદ્દ કરવા દરમ્યાન થઇ શકે છે.
06:43 અહીં, ડેટાબેઝમાં પંક્તિ અથવા રેકોર્ડનું ડીલીશન,આપણે ઈચ્છેલ માહિતીથી વધારે માહિતીને રદ્દ કરી દે છે.
06:51 ઉદાહરણ તરીકે, આપણે જોઈએ છીએ કે આપણી લાઈબ્રેરીમાં Orient પ્રકાશકની ‘Paradise Lost’ શીર્ષક નામની ફક્ત એક પુસ્તક છે.
07:01 હવે જો આપણે આ સંપૂર્ણ રેકોર્ડ રદ્દ કરીએ છીએ, તો આપણે Orient પ્રકાશકો પરની તમામ માહિતીને ગુમાવી દઈશું.
07:10 અને તે સાથે આપણે લેખક જોહ્ન મિલ્ટન વિશેની માહિતીને પણ ગુમાવીશું.
07:16 અને અંતે ચાલો જોઈએ અપડેટ એનોમલી શું છે.
07:21 તે એક રેકોર્ડમાં સુધારાઓ કરતી વખતે થાય છે.
07:26 ઉદાહરણ તરીકે, ચાલો ધારીએ કે કેમ્બ્રિજ પ્રકાશકો પાસે એક નવું સરનામું છે.
07:32 હવે, આ પ્રકાશક માટે સરનામાની કોલમમાં સુધારા કરવા માટે આપણે એક કરતા વધુ સ્થાનમાં ફેરફાર કરવાની જરૂર રહેશે.
07:40 આપણા કિસ્સામાં, બે સ્થાને.
07:43 અને જો કેમ્બ્રિજે એક હજાર પુસ્તકો પૂરી પાડી હોય, તો એનો અર્થ એ છે કે, આપણે તે હજાર રેકોર્ડોમાં સરનામાંને બદલવાની જરૂર છે.
07:54 અને આપણે કદાચિત આકસ્મિક રીતે એક સ્થાને સરનામું બદલી, બીજા સ્થાનમાં બદલવાનું ભૂલી ગયા.
08:02 તેથી આ માહિતી ચોક્કસ ન હશે અને એ રીતે ડેટા સંકલિતતા ખોવાય જશે.
08:11 આપણે આ સમસ્યા કેવી રીતે ઉકેલીશું?
08:14 આપણે ફરીથી ડીઝાઇન કરવું જોઈએ જેથી આપણે દરેક હકીકતને ફક્ત એક વખત રેકોર્ડ કરીએ.
08:20 જો સમાન માહિતી એક કરતા વધુ સ્થાનમાં પુનરાવર્તિત થાય છે, તો આપણે તે માહિતીને એક અલગ કોષ્ટકમાં સ્થાનાંકીત કરવી જોઈએ.
08:29 ચાલો જોઈએ કેવી રીતે.
08:31 હવે આપણે Books કોષ્ટકને Books, Authors અને Publisher કોષ્ટકમાં વિભાજીત કર્યું છે.
08:38 નોંધ લો કે દરેક કોષ્ટકની કોલમો ફક્ત તે જ તત્વો અથવા વિષય વિશેની હકીકતોને સંગ્રહીત કરે છે.
08:47 આ રીતે, આપણે પ્રકાશકની માહિતી Publisher કોષ્ટક અંદર ફક્ત એક વાર રેકોર્ડ કરી શકીએ છીએ.
08:55 એજ રીતે, એક અલગ Authors કોષ્ટક હોવું એ, લેખકની માહિતીને ફક્ત એક વાર રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે.
09:04 અને પછીના ટ્યુટોરીયલમાં આપણે જોશું કે કેવી રીતે આપણે આ કોષ્ટકોને Books કોષ્ટક સાથે જોડી શકાય.
09:12 અહીં લીબરઓફીસમાં ડેટાબેઝ ડીઝાઇનનાં પહેલા ભાગ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલનો સમાપ્ત થાય છે.
09:19 સારાંશમાં, આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખ્યાં:
09:25 આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો
09:28 જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી
09:32 માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું
09:36 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:48 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
09:54 આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
09:58 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya