LibreOffice-Suite-Base/C2/Introduction/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:39, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, લીબરઓફીસ બેઝ શું છે? |
00:10 | બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો છે: |
00:12 | બેઝ સાથે તમે શું સાથે શું કરી શકો? |
00:14 | રીલેશનલ ડેટાબેઝ બેઝિક્સ, નવો ડેટાબેઝ બનાવવો, નવું કોષ્ટક બનાવવું. |
00:21 | લીબરઓફીસ બેઝ એ લીબર સ્યુટનું ડેટાબેઝ ફ્રન્ટ-એન્ડ છે. |
00:26 | બેઝ એ માઈક્રોસોફ્ટ એક્સેસ ને સમાન જ છે. |
00:30 | બેઝ મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે, વિનામૂલ્ય અને ઉપયોગ કરવા અને વિતરણ કરવા માટે સ્વતંત્ર છે. |
00:37 | ચાલો બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો જોઈએ. |
00:41 | Microsoft Windows માટેની સિસ્ટમ આવશ્યકતાઓ નીચે પ્રમાણે છે. |
00:46 | Microsoft Windows 2000 (Service Pack 4 અથવા ઊંચી), XP, Vista, or Windows 7;Pentium-compatible PC હાર્ડ ડિસ્ક જગ્યા ઉપલબ્ધ; |
01:02 | Ubuntu Linux માટે, સિસ્ટમ આવશ્યકતાઓ અહીં છે. |
01:06 | Linux kernel version 2.6.18 અથવા ઊંચી;Pentium-compatible PC |
01:15 | Windows અને Linux બંને ના સંસ્થાપન માટે આપણને 256 MB RAM (512 MB RAM આગ્રહણીય છે) જરૂરી છે. |
01:24 | સિસ્ટમ જરૂરિયાતો વિશેની સંપૂર્ણ માહિતી માટે, http://www.libreoffice.org/get-help/system-requirements/ ની મુલાકાત લો. |
01:30 | તમારે Java Runtime Environment ને પણ સંસ્થાપિત કરવાની જરૂર રહેશે કે જે તમે નીચેની લીન્ક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો http://www.java.com/en/download/index.jsp. |
01:38 | કેન્દ્રમાં આવેલા 'Free Java Download' લખેલ લાલ બટન પર ક્લિક કરો. |
01:44 | જેવી ફાઇલ ડાઉનલોડ થઇ જાય, તે ઉપર બે વખત ક્લિક કરો અને સંસ્થાપન કરવા માટે સૂચનો અનુસરો. |
01:52 | ચાલો હવે લીબરઓફીસ બેઝ ના સંસ્થાપન માટે જોઈએ: |
01:56 | જો 'Complete' સંસ્થાપન વિકલ્પ સાથે તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કર્યું હોય, |
02:03 | તો, તમે તમારી સ્ક્રીનના ડાબા તળિયે start મેનૂ પર ક્લિક કરી લીબરઓફીસ બેઝ, વાપરી શકો છો. |
02:12 | 'All Programs' પર ક્લિક કરો, અને પછી 'LibreOffice Sute' પર ક્લિક કરો. |
02:21 | જો તમે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત ન કરેલ હોય, |
02:24 | તમે ઓફીસીયલ વેબસાઇટ http://www.libreoffice.org મુલાકાત લઈ અને લીલા વિસ્તાર જે ઉપર 'Download LibreOffice' લખેલ છે તે પર ક્લિક કરી બેઝ સંસ્થાપિત કરી શકો છો. |
02:37 | વિગતવાર સૂચનો લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. |
02:43 | યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે, બેઝ સંસ્થાપિત કરવા માટે આ 'Complete' વિકલ્પ નો ઉપયોગ કરવો. |
02:50 | ઠીક છે, ચાલો હવે આગામી વિષય પર જઈએ. |
02:54 | લીબરઓફીસ બેઝ સાથે તમે શું શું કરી શકો? |
02:58 | બેઝ સાથે, તમે સંગઠિત ડેટા સંગ્રહ કરી શકો છો. |
03:03 | ડેટા એન્ટ્રી અને ફોર્મ્સનો ઉપયોગ કરીને ડેટા જોઈ શકો છો. |
03:08 | પ્રશ્નો અને ડિઝાઇન ના ઉપયોગ થી માહિતી મેળવવી |
03:12 | અને સરસ, પ્રિન્ટર-રેડી રિપોર્ટો બનાવી શકાય છે. |
03:17 | બેઝ ડેટાબેઝોને વ્યવસ્થિત રાખવા માટે મદદ કરે છે. |
03:21 | કદાચ તમને ખબર હશે, ડેટાબેઝ એ ડેટા,ફોર્મ, ક્વેરી અને રિપોર્ટો નું એક જૂથ છે. |
03:29 | ઉદાહરણ તરીકે, બેઝ ગ્રાહક માહિતી માટેના ડેટાબેઝો એટલે કે Customer Information databases ને વ્યવસ્થિત કરવા માટે વાપરી શકાય છે, |
03:37 | વેચાણ ઓર્ડર અને ઇન્વૉઇસેસ ટ્રેક કરવા, વિદ્યાર્થીઓ ના ગ્રેડ ડેટાબેઝો જાળવવા અથવા લાઈબ્રેરી ડેટાબેઝ બનાવવા. |
03:46 | ચાલો હવે ડેટાબેઝો માટે અમુક પાયાગત વિશે શીખીએ. |
03:51 | ડેટાબેઝમાં કોષ્ટકો માં ડેટા સંગ્રહિત અને યોજવામાં આવે છે. |
03:56 | કોષ્ટકો પાસે પંક્તિઓ અને સ્તંભોમાં અલગ ટુકડાઓમાં ડેટા સંગ્રહિત થયેલા હોય છે. |
04:03 | આવા ડેટાબેઝ ને રીલેશનલ ડેટાબેઝ પણ કહેવામાં આવે છે જ્યાં કોષ્ટકો એકબીજા સાથે કૉલમની મદદથી સંબંધિત હોય છે. |
04:15 | ચાલો લાઈબ્રેરી માટે એક સરળ ડેટાબેઝ ધારો. |
04:20 | લાઈબ્રેરી પુસ્તકોનો સમૂહ હોય શકે છે. |
04:23 | અને પુસ્તકો લાઈબ્રેરીના સભ્યો ને આપી શકાય છે. |
04:28 | પુસ્તક ને શીર્ષક, લેખક, પ્રકાશક, પ્રકાશન વર્ષ અને ભાવ હોય શકે છે. |
04:37 | આને લક્ષણો એટલે કે characteristics અથવા ગુણધર્મો એટલે કે attributes કહેવામાં આવે છે. |
04:42 | એ જ રીતે, એક લાઈબ્રેરી સભ્યને નામ, ફોન નંબર અને સરનામું હોય છે. |
04:48 | અને લાઈબ્રેરી પુસ્તકો ફક્ત તેના સભ્યો ને જ આપી શકાય છે. |
04:54 | ચાલો હવે જોઈએ, આ ડેટાને અલગ કોષ્ટકોની પંક્તિઓ અને સ્તંભો તરીકે અલગ કેવી રીતે સંગ્રહ કરી શકાય છે. |
05:02 | દરેક પુસ્તક વિશેની માહિતી Books કોષ્ટકમાં સંગ્રહિત કરી શકાય છે, |
05:08 | તેના આ ગુણધર્મો સ્તંભો બને છે: book title, author, publisher, year of publication and price. |
05:19 | દરેક પુસ્તકને અલગ પાડવા માટે, ચાલો એક અનન્ય ઓળખકર્તા સ્તંભ એટલે કે unique identifier column, BookId ઉમેરીએ. |
05:27 | આ રીતે, આપણી પાસે બે સંપૂર્ણપણે અલગ પુસ્તકો સમાન શીર્ષક સાથે હોય શકે. |
05:33 | તે જ રીતે, Members કોષ્ટક પાસે Name અને Phone જેવી સ્તંભો હોઈ શકે, |
05:40 | અને દરેક સભ્ય ને અલગ રીતે ઓળખવા માટે Member Id. <pause> |
05:47 | અને આપણું ત્રીજુ કોષ્ટક BooksIssued માં, આપણે પુસ્તકો લીધેલ સભ્યો ને રાખી શકીએ છીએ. |
05:55 | આ કોષ્ટક book issued, the member, date of issue, date of return, actual date of return, whether checked in or not એનો ટ્રેક રાખશે. |
06:09 | ડેટાને એકબીજા સાથે જોડવા માટે આપણે આ કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. |
06:16 | હવે આ આપણને 'રીલેશનલ ડેટાબેઝ' વ્યવસ્થિત કરવા માટે મદદ કરે છે. |
06:22 | રીલેશનલ ડેટાબેઝ પરના અદ્યતન વિષયો માટે, અમારા અન્ય ટ્યુટોરીયલો ને વેબસાઇટ http://spoken-tutorial.org ની મુલાકાત લઈ સંદર્ભ લો. |
06:35 | ઠીક છે, ચાલો હવે "લાઇબ્રેરી" કહેવાતા આપણા પ્રથમ બેઝ ડેટાબેઝ સાથે શરુ કરીએ! |
06:43 | નવો ડેટાબેઝ બનાવવા માટે, ચાલો પ્રથમ બેઝ પ્રોગ્રામ ખોલીએ. |
06:50 | પછી, સ્ક્રીનના તળિયે વિન્ડોવ્સના Start મેનૂ પર ક્લિક કરો, પછી All Programs ઉપર ક્લિક કરો , પછી LibreOffice Suite, અને LibreOffice બેઝ પર ક્લિક કરો. |
07:08 | "Database Wizard" શીર્ષક ધરાવતી એક પોપ અપ વિન્ડો ખૂલે છે. |
07:13 | નવો ડેટાબેઝ બનાવવા માટે next બટન પર ક્લિક કરો. |
07:18 | નીચેની વિન્ડોમાં Finish બટન પર ક્લિક કરો. |
07:23 | આ Save As વિન્ડો ખોલે છે. |
07:26 | આપણે લાયબ્રેરી ડેટાબેઝ બનાવી રહ્યા હોવાને કારણે, આપણે File Name લખાણ બોક્સમાં "Library" લખીશું. |
07:36 | અને પછી Save બટન પર ક્લિક કરો. |
07:39 | હવે આપણે અંદર છીએ. |
07:42 | આગળ, ચાલો ડેટા સંગ્રહ કરવા માટે કોષ્ટકો બનાવીએ. |
07:46 | નવું કોષ્ટક બનાવવા માટે, ડાબી બાજુ પર ડેટાબેઝ યાદીમાં "Tables" ચિહ્ન પર ક્લિક કરો. |
07:54 | જમણી તકતી પર Tast List માં 'Create Table in Design View' પર ક્લિક કરો. તે અન્ય વિન્ડો ખોલશે. |
08:05 | અહીં, Field Name હેઠળ પ્રથમ સ્તંભ તરીકે BookId ' લખો. |
08:13 | Field Type સ્તંભ ઉપર ખસવા માટે Tab કળ નો ઉપયોગ કરો. |
08:18 | BookId દરેક પુસ્તક માટે અલગ અલગ નંબર હોવાથી, નીચે આવતા યાદીમાંથી Field Type તરીકે Integer પસંદ કરો. |
08:30 | નીચે વિભાગમાં Field Properties બદલો. |
08:36 | AutoValue No થી Yes માં બદલો. |
08:41 | આ ફિલ્ડ હવે દરેક પુસ્તક ને અલગ રીતે ઓળખશે. |
08:46 | બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્ડને Primary Key પણ કહેવામાં આવે છે. |
08:51 | BookId ફિલ્ડમાં ડાબી તરફ પીળા કળ ચિહ્ન ની નોંધ લો. |
08:58 | ચાલો જોઈએ આપણે field names માટે field types કેવી રીતે પસંદ કરીશું. |
09:05 | field types text, integer, numeric, decimal અથવા date હોય શકે. |
09:13 | જે ફીલ્ડોમાં સામાન્ય જાણકારી હોય તે માટે text વાપરો, ઉદાહરણ તરીકે, name, title, address. |
09:22 | જે ક્ષેત્રો માત્ર નંબરો જ સમાવી શકે છે તે માટે Integer, numeric, decimal વાપરો, |
09:25 | ઉદાહરણ તરીકે, કિંમત માહિતી જેવી ફિલ્ડ માટે numeric વાપરો, વર્ષ માટે Integer વાપરો. |
09:39 | ચાલો હવે બાકીની ફીલ્ડો બનાવીએ. |
09:43 | Title Field type Text, Author |
09:52 | Field type Text, Published Year |
10:00 | Field type Integer, |
10:05 | Publisher |
10:09 | Field type Text, |
10:11 | Price |
10:14 | Field type Numeric, |
10:18 | લંબાઈ 5 અને દશાંશ સ્થળોને 2 થી બદલો. |
10:25 | Format example બટન ક્લિક કરો. |
10:30 | આ Field Format વિન્ડો ખોલશે. |
10:33 | Category List માંથી Currency અને Format List માંથી INR પસંદ કરો. |
10:42 | ચાલો રૂ.૧૨૩૪.૦૦ પસંદ કરીએ જેમાં બે દશાંશ સ્થળો છે. |
10:54 | નોંધ લો કે બે દશાંશ સ્થળોનો સમાવેશ સાથે કુલ લંબાઈ પાંચ છે. |
11:02 | OK બટન પર ક્લિક કરો. હવે આપણે Books કોષ્ટક માટે બધી કૉલમ બનાવી દીધેલ છે. |
11:11 | ચાલો હવે કોષ્ટક સંગ્રહો. |
11:14 | ફાઈલ મેનુ નીચે Save ચિહ્ન પર ક્લિક કરો. |
11:20 | Table name લખાણ બોક્સમાં 'Books' લખો. |
11:25 | નોંધ લો કે તે એ જ સ્થાને સંગ્રહવામાં આવેલ છે જ્યાં 'લાઈબ્રેરી' ડેટાબેઝ છે કારણ કે કોષ્ટકો ડેટાબેઝનો એક ભાગ છે. |
11:36 | અને OK બટન પર ક્લિક કરો. |
11:39 | આગામી ટ્યુટોરીયલમાં, આપણે Books કોષ્ટકમાં ડેટા ઉમેરીશું અને Members અને BooksIssued કોષ્ટકો બનાવીશું. |
11:49 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:54 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
11:58 | લીબરઓફીસ બેઝ શું છે? |
12:01 | બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો |
12:03 | બેઝ સાથે તમે શું સાથે શું કરી શકો? રીલેશનલ ડેટાબેઝ બેઝિક્સ |
12:08 | નવો ડેટાબેઝ બનાવવો, નવું કોષ્ટક બનાવવું. |
12:13 | આ શ્રેણી માં આગામી ટ્યુટોરીયલ tables and relationships ઉપર છે. |
12:18 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે |
12:24 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:32 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
12:38 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
12:44 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
12:54 | જોડવા બદલ આભાર. |