Jmol-Application/C2/Introduction-to-Jmol-Application/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:06, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Introduction to Jmol Application (જેમોલ એપ્લીકેશનનાં પરિચય) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, હું આપેલ વિશે વિસ્તારપૂર્વક સમજાવીશ: |
00:11 | Jmol એપ્લીકેશન વિન્ડો અને કેટલાક સામાન્ય ઓપરેશનો. |
00:16 | આપણે આપેલ વિશે શીખીશું |
00:18 | Menu Bar (મેનુ બાર), Tool bar (ટૂલ બાર), અને Jmol પેનલ. |
00:22 | કેવી રીતે: Jmol પેનલનાં માપમાં ફેરફાર કરવું. |
00:25 | સાદા સેન્દ્રિય પરમાણુઓનાં મોડેલો બનાવવા. |
00:28 | Methyl નાં જૂથ સાથે hydrogen ને સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી. |
00:34 | સાથે જ આપણે શીખીશું |
00:36 | સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી |
00:41 | અને ઈમેજને .mol ફાઈલ તરીકે સંગ્રહવી. |
00:45 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે |
00:49 | માધ્યમિક શાળાકીય રસાયણશાસ્ત્ર અને |
00:50 | સામાન્ય સેન્દ્રિય રસાયણશાસ્ત્ર |
00:53 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું: |
00:56 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 12.04 |
01:00 | Jmol આવૃત્તિ 12.2.2 |
01:03 | અને Java આવૃત્તિ 7 |
01:06 | કૃપા કરી નોંધ લો. Jmol એપ્લીકેશન સુગમતાથી કામ કરે તે માટે, તમારી પાસે તમારી સીસ્ટમ પર Java સંસ્થાપિત હોવું જરૂરી છે. |
01:14 | Jmol એપ્લીકેશન વિશે. |
01:17 | આ એક, મફત અને મુક્ત સ્ત્રોત Molecular Viewer (મોલેક્યુલર વ્યુઅર) છે. |
01:21 | આનો ઉપયોગ રાસાયણિક બંધારણોની 3 પરિમાણીય રચનાઓ બનાવવા માટે અને તેને જોવા માટે થાય છે. |
01:27 | સાથે જ તેને proteins (પ્રોટેઈન્સ) અને macromolecules (મેક્રોમોલેક્યુલ્સ) ની સેકેન્ડરી રચનાઓ જોવા માટે પણ વાપરવામાં આવે છે. |
01:33 | ડાઉનલોડ અને સંસ્થાપન વિશે માહિતી |
01:37 | ઉબુન્ટુ ઓએસ માટે, Jmol નું સંસ્થાપન Ubuntu Software Center (ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર) દ્વારા થાય છે. |
01:45 | અમારી વેબસાઈટ www.spoken-tutorial.org પર આવેલ Linux (લીનક્સ) શ્રેણીમાનાં આ ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:56 | વિન્ડોવ્ઝ, મેક ઓએસ અને એનડ્રોઇડ ઉપકરણ પર સંસ્થાપન કરવા માટે, કૃપા કરી www.jmol.sourceforge.net નો સંદર્ભ લો. |
02:08 | અને સંસ્થાપન કરવા માટે વેબ પુષ્ઠ પર આપેલી માહિતી અનુસરો. |
02:13 | Ubuntu Software Center (ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર) વાપરીને મેં પહેલાથી જ મારી સીસ્ટમ પર Jmol એપ્લીકેશન સંસ્થાપિત કરી દીધી છે. |
02:20 | Jmol એપ્લીકેશન ખોલવા માટે, Dash home (ડેશ હોમ) પર ક્લિક કરો. |
02:24 | સર્ચ બોક્સમાં Jmol ટાઈપ કરો. |
02:27 | સ્ક્રીન પર Jmol આઇકોન દ્રશ્યમાન થાય છે. |
02:30 | Jmol એપ્લીકેશન વિન્ડો ખોલવા માટે Jmol આઇકોન પર ક્લિક કરો. |
02:35 | Jmol એપ્લીકેશન વિન્ડોમાં ટોંચે menu bar (મેનુ બાર) આવેલ છે. |
02:40 | menu bar (મેનુ બાર) ની નીચે Tool bar (ટૂલ બાર) છે. |
02:43 | અહીં આ છે Display area (ડિસ્પ્લે એરિયા), જેને Jmol panel (જેમોલ પેનલ) તરીકે સંબોધવામાં આવે છે. |
02:48 | મેનુ બારમાં, File, Edit, Display, વગેરે જેવા વિવિધ વિકલ્પો છે. |
02:56 | આ દરેકનાં ઉપ-વિકલ્પો પણ છે. |
03:00 | Tools મેનુમાં અન્ય વિકલ્પો ઉપરાંત, અણુઓ વચ્ચેનું અંતર માપનાર ટૂલો પણ છે. |
03:07 | આ વિકલ્પો વિશે આપણે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
03:12 | Help મેનુ Jmol એપ્લીકેશન વિશે ઘણી બધી ઉપયોગી માહિતી ધરાવે છે. |
03:18 | તે યુઝર માર્ગદર્શિકા પણ ધરાવે છે જેમાં દસ્તાવેજીકરણનો સમાવેશ છે. |
03:23 | ટૂલ બારમાં ઘણા મેનુ આઇકોનો આવેલા છે. |
03:27 | મેનુ આઇકોનો અમુક ચોક્કસ ફંક્શનો ઝડપથી એક્ઝીક્યુટ કરે છે; ઉદાહરણ તરીકે open, save, export, print વગેરે. |
03:37 | rotate, select a set of atoms, measure distances વગેરે માટે અહીં આઇકોનો છે. |
03:47 | પરમાણુ મોડેલો બનાવવા અને એડિટ કરવા માટે “modelkit” આઇકોનનો ઉપયોગ થાય છે. |
03:53 | આપણી જરૂર મુજબ, Jmol પેનલને નાનું મોટું કરી શકાવાય છે. |
03:58 | કર્સરને કોઈપણ ખૂણે ત્યાં સુધી લઇ જાવ જ્યાં સુધી તે બાણ ચિન્હમાં પરિવર્તિત થતું નથી. |
04:04 | હવે ત્રાસી રીતે ઉપર કે નીચે ડ્રેગ કરીને વિન્ડોનાં માપમાં ફેરબદલ કરો. |
04:10 | મેનુ બારમાં આવેલ Display મેનુ દ્વારા પણ પેનલનાં માપમાં ફેરબદલ કરી શકાવાય છે. |
04:16 | Display મેનુ પર ક્લિક કરો અને Resize વિકલ્પ પસંદ કરો. |
04:20 | એક ડાયલોગ બોક્સ ખુલે છે, જ્યાં આપણે pixels (પીક્સલો) માં, પહોળાઈ અને ઊંચાઈનું માપ આપી શકીએ છીએ. |
04:27 | મને 800 બાય 600 પીક્સલ માપનાં વિન્ડોની જરૂર છે. |
04:32 | તેથી હું ટાઈપ કરીશ 800 સ્પેસ 600 અને OK બટન પર ક્લિક કરીશ. |
04:41 | હવે Jmol પેનલનું માપ બદલીને 800 બાય 600 પીક્સલ થાય છે. |
04:47 | ચાલો હવે અમુક સાદા સેન્દ્રીય પરમાણુઓનાં મોડેલો બનાવવા પર આગળ વધીએ. |
04:53 | Modelkit આપણને ઉર્જા ઘટાડા સાથે મોડેલોની રચના કરવાની અને તેને મોડીફાય કરવાની પરવાનગી આપે છે. |
05:00 | ટૂલ બારમાં “modelkit” આઇકોન પર ક્લિક કરો. |
05:04 | Methane (મીથેન) નું મોડેલ પેનલ પર દ્રશ્યમાન થાય છે. |
05:07 | Jmol પેનલનાં ટોંચે ડાબે ખૂણે એક મેનુ દ્રશ્યમાન થાય છે. |
05:12 | આ મેનુની વિશેષતાઓમાં આપેલ ક્ષમતાનો સમાવેશ છે * પરમાણુઓને સરળતાથી ઉમેરવા, રદ્દ કરવા, ડ્રેગ કરવા. |
05:19 | functional groups (ફંક્શનલ ગ્રુપ્સ) ઉમેરવા. |
05:21 | બોન્ડો રદ્દ કરવા, ઉમેરવા અને ફેરવવા. |
05:25 | Hydrogens (હાઈડ્રોજન્સ) ઉમેરવા, ફાઈલને મીનીમાઈઝ કરવી અને સંગ્રહવી. વગેરે |
05:30 | મેનુમાંની કોઈ એક ચોક્કસ વિશિષ્ટતા વાપરવા માટે, આપેલા ચેક બોક્સ પર ક્લિક કરો. |
05:35 | Modelkit ફંક્શન આપણને Methyl group (મિથાઈલ ગ્રુપ) સાથે Hydrogen (હાઈડ્રોજન) પરમાણુ સબસ્ટીટ્યુટ કરવાની પરવાનગી આપે છે. |
05:41 | સબસ્ટીટ્યુટ કરવા માટે જોઈતા Hydrogen (હાઈડ્રોજન) પરમાણુ પર કર્સર લાવો. |
05:46 | તે Hydrogen (હાઈડ્રોજન) પરમાણુ પર એક લાલ વલય દ્રશ્યમાન થાય છે. |
05:50 | પરમાણુ પર ક્લિક કરો. |
05:52 | તમને Methyl (મિથાઈલ) ગ્રુપ ઉમેરાયાની જાણ થશે. |
05:56 | Methane (મીથેન) પરમાણુ હવે Ethane (ઈથેન) માં પરિવર્તિત થયું છે. |
06:00 | પહેલા કર્યા પ્રમાણે સમાન પગલું ફરીથી કરો. |
06:03 | Propane (પ્રોપેન) નું મોડેલ મેળવવા માટે hydrogen પરમાણુ પર ક્લિક કરો. |
06:07 | આ પરમાણુ પર Energy minimization (એનર્જી મીનીમાઈઝેશન) આપણને સૌથી સ્થિર બંધબેસતાપણું આપશે. |
06:13 | Energy minimization (એનર્જી મીનીમાઈઝેશન) કરવા માટે, |
06:15 | Modelkit મેનુમાનાં વિકલ્પો સ્ક્રોલ કરો. |
06:19 | minimize (મીનીમાઈઝ) વિકલ્પ પર ક્લિક કરો. |
06:22 | આપણી પાસે હવે Propane (પ્રોપેન) પરમાણુનું સૌથી સ્થિર બંધબેસતું મોડેલ છે. |
06:28 | આ રચનાને .mol ફાઈલ તરીકે સંગ્રહીત કરવા માટે, Modelkit મેનુ ખોલો. |
06:33 | menu માં નીચે સ્ક્રોલ કરીને save file વિકલ્પ પર ક્લિક કરો. |
06:37 | સ્ક્રીન પર Save ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06:41 | તમને જ્યાં તમારી ફાઈલને સંગ્રહવી છે એ ફોલ્ડર પર ક્લિક કરો. |
06:45 | મારી ફાઈલને સંગ્રહવા માટે સ્થાન તરીકે હું Desktop પસંદ કરી રહ્યી છું. |
06:50 | તો, Desktop પસંદ કરો અને Open બટન પર ક્લિક કરો. |
06:54 | File Name (ફાઈલ નેમ) પર જાવ અને ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો Propane. |
06:59 | Files of Type પર ક્લિક કરીને MOL વિકલ્પ પસંદ કરો. |
07:03 | હવે, ડાયલોગ બોક્સની જમણી બાજુમાં નીચે આવેલ Save બટન પર ક્લિક કરો. |
07:08 | Propane (પ્રોપેન) નું 3D (3ડી) મોડેલ Desktop પર .mol ફાઈલ તરીકે સંગ્રહીત થશે. |
07:14 | Jmol થી બહાર નીકળવા માટે, File મેનુ પર ક્લિક કરો અને Exit વિકલ્પ પસંદ કરો, જેથી પ્રોગ્રામ બંધ થશે. |
07:21 | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા: |
07:25 | Jmol એપ્લીકેશન વિન્ડો વિશે. |
07:27 | Jmol પેનલનાં માપમાં ફેરબદલ કરવું. |
07:29 | મીથેન, ઈથેન અને પ્રોપેન જેવા સાદા સેન્દ્રીય પરમાણુઓનાં 3D models (3ડી મોડેલો) બનાવવા માટે ટૂલ બારમાનાં Modelkit ફંક્શનનો ઉપયોગ કરવો. |
07:40 | Methyl group (મિથાઈલ ગ્રુપ) સાથે Hydrogen (હાઈડ્રોજન) સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી. |
07:45 | સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી. |
07:48 | અને ઈમેજને .mol ફાઈલ તરીકે સંગ્રહવી. |
07:52 | Jmol Modelkit ફંક્શન વાપરીને, આપેલ પરમાણુઓનાં મોડેલો બનાવો: |
07:58 | 2-4 Dimethyl Pentane (2-4 ડાયમિથાઈલ પેન્ટેન) અને 3-Ethyl, 5-Methyl Heptane (3-ઈથાઈલ, 5-મિથાઈલ હેપ્ટેન). |
08:03 | સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડો. |
08:07 | ઈમેજને .mol ફાઈલ તરીકે સંગ્રહો. |
08:11 | ટૂલ બારમાં આવેલ rotate molecule વાપરીને મોડેલને ફેરવો. |
08:15 | પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
08:19 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
08:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:26 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:36 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:40 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:52 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:59 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:04 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |