Advanced-Cpp/C2/Polymorphism/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:17, 23 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:02 | C++ માં Polymorphism (પોલીમોર્ફીઝમ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:10 | Polymorphism (પોલીમોર્ફીઝમ). Virtual Function (વર્ચ્યુઅલ ફંક્શન). |
00:13 | આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10, g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:27 | ચાલો Polymorphism (પોલીમોર્ફીઝમ) નાં પરિચયથી શરૂઆત કરીએ. |
00:31 | વિવિધ ફોર્મો લેવાની ક્ષમતાને Polymorphism (પોલીમોર્ફીઝમ) કહેવાય છે. |
00:36 | આ સમાન નામનાં ફંક્શન ને જુદી જુદી રીતે વાપરવાની એક પ્રણાલી છે. |
00:42 | ચાલો Virtual Functions (વર્ચ્યુઅલ ફંક્શન્સ) જોઈએ. |
00:45 | Virtual (વર્ચ્યુઅલ) ફંક્શન એ ક્લાસનું એક મેમ્બર ફંક્શન છે. |
00:49 | તે પોતાના derived class (ડીરાઇવ્ડ ક્લાસ) માં ઓવરરાઈડ થઇ શકે છે. |
00:53 | તે virtual keyword (વર્ચ્યુઅલ કીવર્ડ) વડે જાહેર થાય છે. |
00:57 | Virtual function (વર્ચ્યુઅલ ફંક્શન) કૉલ run-time (રન-ટાઈમ) વખતે ઉકેલાય છે. |
01:01 | હવે ચાલો Virtual functions (વર્ચ્યુઅલ ફંક્શનો) પર ઉદાહરણ જોઈએ. |
01:06 | મેં પહેલાથી જ કોડ લખી દીધો છે. |
01:08 | ચાલો તેના મારફતે જઈએ. |
01:10 | આપણી ફાઈલનું નામ virtual.cpp છે તેની નોંધ લો. |
01:15 | આ પ્રોગ્રામમાં: આપણે એક લંબચોરસ, સમાંતરભુજ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતરી કરીશું. |
01:22 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
01:25 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ. |
01:29 | ત્યારબાદ આપણી પાસે ક્લાસ parallelogram' (પેરેલેલોગ્રામ) છે. |
01:33 | આ છે base class (બેઝ ક્લાસ). |
01:35 | આમાં આપણે width, height અને ar તરીકે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે. |
01:42 | આ protected (પ્રોટેક્ટેડ) તરીકે જાહેર કરાયા છે. |
01:45 | ત્યારબાદ આપણી પાસે public (પબ્લિક) તરીકે જાહેર થયેલ ફંક્શન set_values છે. |
01:50 | અહીં આપણે a અને b તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે. |
01:55 | ત્યારબાદ આપણે પબ્લિક મેમ્બરો વાપરીને પ્રોટેક્ટેડ મેમ્બરો એક્સેસ કરીએ છીએ. |
02:00 | આ છે આપણો virtual function area (વર્ચ્યુઅલ ફંક્શન એરિયા). |
02:04 | અહીં આપણે સમાંતરભુજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ. |
02:07 | ત્યારબાદ આપણી પાસે ડીરાઇવ્ડ ક્લાસ તરીકે ક્લાસ Rectangle છે. |
02:12 | તે બેઝ ક્લાસ parallelogram પ્રોપર્ટીની વારસાઈ લે છે. |
02:17 | અહીં આપણે ફંક્શન એરિયાને ઓવરરાઈડ કરીએ છીએ. |
02:21 | ત્યારબાદ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ. |
02:23 | અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. |
02:25 | અહીં આપણી પાસે triangle તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે. |
02:29 | આ પણ બેઝ ક્લાસ parallelogram નાં પ્રોપર્ટીની વારસાઈ લે છે. |
02:35 | અહીં ફરીથી આપણે ફંક્શન એરિયા ઓવરરાઈડ કરીએ છીએ. |
02:39 | ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ. |
02:41 | અને વેલ્યુ પ્રીંટ કરીએ છીએ. |
02:43 | આ આપણું main ફંક્શન છે. |
02:46 | અહીં આપણે p તરીકે ક્લાસ parallelogram નું ઓબજેક્ટ બનાવીએ છીએ. |
02:52 | આપણે અહીં pointer (પોઇન્ટર) parallel જોઈ શકીએ છીએ. |
02:56 | આ ક્લાસ parallelogram નું પોઇન્ટર છે. |
03:00 | આને Base pointer (બેઝ પોઇન્ટર) કહેવાય છે. |
03:03 | બેઝ ક્લાસનું પોઇન્ટર ડીરાઇવ્ડ ક્લાસનાં ઓબજેક્ટને ચીંધી શકે છે. |
03:08 | અહીં આપણે ક્લાસ Rectangle અને Triangle નું ઓબજેક્ટ બનાવીએ છીએ. |
03:14 | અહીં, Parallel (પેરેલલ) આ p નાં એડ્રેસને એસાઇન થયેલું છે. |
03:18 | ત્યારબાદ આપણે 3 અને 2 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ. |
03:23 | ત્યારબાદ આપણે function area બોલાવીએ છીએ. |
03:26 | અહીં, Parallel (પેરેલલ) આ rect નાં એડ્રેસને એસાઇન થયેલું છે. |
03:30 | rect એ ક્લાસ Rectangle નો ઓબજેક્ટ છે. |
03:33 | ફરીથી આપણે 4 અને 5 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ. |
03:37 | અને function area બોલાવીએ છીએ. |
03:40 | અને છેવટે આપણે Parallel (પેરેલલ) આને Triangle નાં એડ્રેસને એસાઇન કરીએ છીએ. |
03:45 | trgl. |
03:47 | આ ક્લાસ Triangle નું ઓબજેક્ટ છે. |
03:51 | અહીં આપણે 6 અને 5 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ. |
03:54 | અને function area બોલાવીએ છીએ. |
03:56 | આ આપણું return (રીટર્ન) સ્ટેટમેંટ છે. |
03:59 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:02 | તમારા કીબોર્ડ પર, એકસાથે Ctrl, Alt અને T કી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
04:09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો: g++ virtual.cpp -o vir અને Enter દબાવો. |
04:20 | ટાઈપ કરો: ./vir અને Enter દબાવો. |
04:24 | આપણે જોઈ શકીએ છીએ કે, આઉટપુટ આપેલ રીતે દેખાય છે: |
04:27 | Area of parallelogram is 6 |
04:29 | Area of rectangle is 20 |
04:31 | અને Area of triangle is 15 |
04:34 | આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
04:36 | સારાંશમાં. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
04:39 | Polymorphism (પોલીમોર્ફીઝમ). |
04:41 | Virtual Function (વર્ચ્યુઅલ ફંક્શન). ઉ.દા. Virtualint area (વર્ચ્યુલીંટ એરિયા). |
04:45 | એસાઇનમેંટ તરીકે, લંબચોરસ, ચોરસ અને ત્રિકોણની પરિમિતિ ગણતરી કરો. |
04:50 | વર્ચ્યુઅલ ફંક્શન તરીકે perimeter (પેરીમીટર) બનાવો. |
04:54 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
04:57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
05:00 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
05:06 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
05:09 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
05:14 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
05:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
05:25 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
05:32 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:37 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |