LibreOffice-Suite-Base/C2/Build-a-complex-form-with-form-controls/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:21, 22 February 2017 by Jyotisolanki (Talk | contribs)
Visual Cues | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | કોમ્પલેક્ષ (જટિલ) ફોર્મો વિશેનાં આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: |
00:08 | કોમ્પલેક્ષ ફોર્મ કેવી રીતે બનાવવું.
અને ફોર્મમાં ફેરબદલ કેવી રીતે કરવું. |
00:13 | પહેલાંના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે લીબર ઓફીસ બેઝનો ઉપયોગ કરી ફોર્મ દ્વારા ડેટા કેવી રીતે દાખલ કરવા અને ફોર્મમાં ફેરબદલ કેવી રીતે કરવું. |
00:22 | આ ટ્યુટોરીયલમાં, ચાલો આપણે કોમ્પલેક્ષ ફોર્મ બનાવતા શીખીએ. |
00:28 | જો લીબર ઓફીસ બેઝ પ્રોગ્રામ પેહ્લેથી ખોલેલ ના હોય તો તે ખોલીએ. |
00:44 | અને આપણા લાયબ્રેરી ડેટાબેઝને ખોલીએ. |
00:47 | જો બેઝ પહેલાથી જ ખુલેલ હોય, તો આપણે અહીં 'File' મેનુમા 'Open' વિકલ્પ ઉપર ક્લિક કરી લાયબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ. |
00:57 | અથવા 'File' મેનુમા 'Recent Documents' ઉપર ક્લિક કરી પણ ખોલી શકાય છે. |
01:03 | ચાલો આપણે એક નવું ફોર્મ ડીઝાઇન કરીએ જે આપણને લાયબ્રેરી સભ્યો ને આપેલ પુસ્તકો ને ટ્રેક કરવામાં મદદ કરશે. |
01:12 | સ્ક્રીન પર બતાવવામાં આવેલ ઇમેજ(છબી) અનુસાર ચાલો જોઈએ કે આપણે નવું ફોર્મ કેવી રીતે ડિઝાઈન કરી શકીએ. |
01:18 | ચાલો લીબરઓફીસ બેઝની મુખ્ય વિન્ડો પર જઈએ, અને ડાબી તકતી પર ડેટાબેઝની યાદીમાં Form આઇકોન પર ક્લિક કરીએ. |
01:29 | અને ત્યારબાદ 'Wizard to create form' ઉપર ક્લિક કરો. |
01:34 | આ ફોર્મ વિન્ડો ખોલશે અને હવે પરિચિત વિઝાર્ડ ઉપર હશે. |
01:41 | આ વિઝાર્ડ વિશે વિગતમાં આપણે પહેલાથી જ જોઈ ચુક્યા છીએ, તેથી હવે તે સાથે આપણે ઝડપથી આગળ વધીશું. |
01:49 | પહેલુ પગલું જે 'Field Selection' છે, એમાં ચાલો 'Tables or queries' નામના લેબલ નીચે આવેલા ડ્રોપ ડાઉન બોક્સમાંથી 'Tables:BooksIssued' પસંદ કરીએ. |
02:02 | ડબલ એરો ચિન્હ વાળા બટનનો ઉપયોગ કરી, ચાલો બધા ક્ષેત્રોને ડાબેથી જમણી બાજુ ખસેડીએ. |
02:09 | ચાલો Next ઉપર ક્લિક કરીએ. |
02:12 | આ ૨ જું પગલું છે, પણ આપણે આ પગલાને હમણાં માટે અવગણશું, અને તળિયે આવેલા Next બટનને ક્લિક કરીશું. |
02:20 | આપણે હવે ૫ માં પગલામાં છીએ. ચાલો પહેલું વ્યવસ્થાપન 'Columnar – Labels Left' પસંદ કરી Next બટન ઉપર ક્લિક કરીએ. |
02:30 | Next બટન ઉપર ક્લિક કરી ૬ ઠાં પગલાંને પણ અવગણો. |
02:36 | પગલું ૭, ચાલો આઈસ બ્લ્યું પસંદ કરીએ, અને
Next બટન ઉપર ક્લિક કરો. |
02:42 | ૮ માં પગલામાં, ફોર્મને 'Books Issued to Members' નામ આપીએ. |
02:53 | અને 'Modify the form' વિકલ્પ ઉપર ક્લિક કરો. |
02:57 | અને પછી Finish બટન ઉપર ક્લિક કરો. |
03:00 | નોંધ લો કે વિઝાર્ડ પોપઅપ વિન્ડો જતી રહ્યી છે અને આપણે ફોર્મ ડીઝાઇન વિન્ડો જોઈ રહ્યા છીએ. |
03:07 | અહીં, ડેટા દાખલ કરવા માટે ફોર્મનો ઉપયોગ કરીએ એ પહેલા આપણે તેમાં થોડાક ફેરફારો કરવા જઈ રહ્યા છીએ. |
03:15 | ચાલો સૌપ્રથમ ફોર્મ ઉપર દેખાતા બધાજ એલિમેન્ટોને જૂથમાંથી છુટા પાડીએ. |
03:22 | આપણે સરળતાથી ફોર્મ પર આવેલા વ્યક્તિગત એલિમેન્ટોની પ્રોપર્ટીઝમાં ફેરફાર કરી શકીએ તે માટે આપણે આ કરી રહ્યા છીએ. |
03:31 | એક વારમાં બધા ફોર્મ એલિમેન્ટોને જૂથમાંથી છુટા પાડવા માટે, આપણે સૌપ્રથમ ફોર્મ એલિમેન્ટોને પસંદ કરવાની જરૂર છે. |
03:40 | આ કરવા માટે, ચાલો પહેલા Form Design ટૂલબાર ખોલીએ. |
03:46 | અને તે માટે, ટોંચ પર આવેલા View મેનુ પર ક્લિક કરી, ત્યારબાદ Toolbars અને પછી Form Design પર ક્લિક કરો. |
03:56 | આ ટૂલબારમાં, માઉસ પોઈન્ટર (નિર્દેશક) આઇકોન જે ડાબી બાજુએ આવેલું પહેલું આઇકોન છે, એના પર એક વાર ક્લિક કરો. |
04:05 | આપણે હવેથી આને સિલેક્ટ આઇકોન કહીશું. |
04:11 | આ ફોર્મ એલિમેન્ટો ને ક્લિક અને ડ્રેગ કરી પસંદ કરવા માટે વપરાય છે. |
04:18 | હવે, ચાલો ફોર્મમાં ટોંચ ઉપર ડાબી બાજુએ ક્લિક કરી નીચે જમણી બાજુ સુધી ત્રાંસુ ખસેડીને લઇ આવીએ. |
04:26 | તમને હવે એક લંબચોરસ કાળી અને સફેદ વારાફરતી લીટીઓ સાથે દેખાશે. |
04:32 | ચાલો ખાતરી કરી લઈએ, કે બધાજ ફોર્મ એલિમેન્ટો આ લંબચોરસની અંદર છે. |
04:38 | ફોર્મ એલિમેન્ટોના જૂથોને પસંદ કરવા માટે, આપણે આ માર્ગ વારંવાર ઉપયોગમાં લેશું. |
04:46 | હવે આપણે જોયું કે બધાજ ફોર્મ એલિમેન્ટો નાના લીલા બોક્સો અંદર બંધ થઈ ગયા છે. |
04:53 | હવે જે પણ ક્રિયા આપણે અહીં કરીશું, તે એકરૂપતાથી આ વિસ્તારમાં આવેલા બધાજ એલિમેન્ટોને અસર કરશે. |
05:02 | ચાલો હવે માઉસ પોઈન્ટર (નિર્દેશક)ને અહીંયા કોઈપણ એક લેબલ ઉપર ખસેડીએ. |
05:08 | નોંધ લો કે, માઉસ પોઈન્ટર લેબલો અને ટેક્સ્ટ બોક્સો ઉપર સરવાળાના ચિન્હ જેવું દેખાય છે. |
05:18 | તો ચાલો લેબલ પર જમણું માઉસ બટન દબાવી નીચેની તરફ Group ઉપર ક્લિક કરી અને 'Ungroup' પર ક્લિક કરો. |
05:27 | ચાલો હવે એક શીર્ષક લખીએ જે બધા ફોર્મ એલિમેન્ટોના ઉપર આવશે. |
05:35 | આ માટે, ફોર્મ એલિમેન્ટોને નીચે ખસેડો અને પછી તેમને ફોર્મમાં મધ્યમાં કરો. |
05:43 | તો ચાલો સૌપ્રથમ નીચે તરફ એરો દર્શાવતી કીબોર્ડ કળને લગભગ સાત વખત દબાવો. |
05:50 | ત્યારબાદ જમણી તરફ એરો દર્શાવતી કીબોર્ડ કળને લગભગ ૧૪ વખત દબાવો. |
05:57 | નોંધ લો કે, આ પસંદ કરેલા બધા ફોર્મ એલિમેન્ટોને, ફોર્મની જમણી બાજુએ અને મધ્યમાં સ્થાનાંતરિત કરે છે. |
06:07 | હવે આપણે જ્યાં શીર્ષક લખવું છે ત્યાં કર્સર લઇ આવીએ. |
06:14 | આ કરવા માટે, ફોર્મ વિન્ડો વિસ્તારના ડાબી બાજુના ઉપરના ભાગમાં ક્લિક કરો, |
06:21 | અને એન્ટર કળ બે વખત દબાવો, |
06:26 | ત્યારબાદ ટેબ કળ ચાર વખત દબાવો અને પછી 'Form to track Books Issued to Members' લખો. |
06:38 | હવે જયારે આપણે વ્યક્તિગત લેબલો અને ટેક્સ્ટ બોક્સો પર ક્લિક કરીશું, તો આપણે જોશું કે આ એલિમેન્ટો વ્યક્તિગત રીતે પસંદ અથવા પ્રકાશિત થયેલ દેખાશે. |
06:52 | ઠીક છે, ત્યારબાદ, ચાલો ફોર્મ ઉપર BookId અને MemberId લેબલોના નામને બદલીએ. |
07:00 | આપણે આ, BookId લેબલ પર બે વાર ક્લિક કરીને કરી શકીએ છીએ, જે હવે પરિચિત પ્રોપર્ટીઝ વિન્ડો ખોલે છે. |
07:12 | લેબલ સામે, Book Title લખો. |
07:18 | હવે ફોર્મ ઉપર MemberId લેબલ પર ક્લિક કરો. |
07:24 | જુઓ પ્રોપર્ટીઝ વિન્ડો રીફ્રેશ થઇ છે અને અહીંયા ફરીથી, આપણે લેબલ સામે 'Member Name' લખીશું. |
07:34 | ટેબ કળ દબાવતા, આપણને ફોર્મ ઉપર નવું લેબલ બદલતા દેખાશે. |
07:43 | ત્યારબાદ, ચાલો હવે આ એલિમેન્ટોના ફોન્ટનાં માપોમાં ફેરફાર કરીએ. |
07:49 | ફરીથી બધા એલિમેન્ટોને પસંદ કરો. |
07:54 | આપણે ક્લિક,ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિનો ઉપયોગ કરીશું. |
07:59 | અને હવે, આપણે કોઈપણ લેબલ પર બે વાર ક્લિક કરીશું જેથી તે પ્રોપર્ટીઝ વિન્ડો ખોલશે. |
08:08 | નીચે સ્ક્રોલ કરી ફોન્ટ શોધો અને તેની જમણી બાજુએ આવેલા ચોરસ બટન પર ક્લિક કરો. |
08:18 | નવા પોપ અપ થયેલા વિન્ડોમાં, Bold પર ક્લિક કરીને માપ ૮ પર ક્લિક કરો, |
08:26 | અને OK બટન પર ક્લિક કરો. |
08:29 | નોંધ લો કે ફોર્મમાં ફોન્ટ જાડા અને માપ ૮ માં બદલાય ગયા છે. |
08:38 | પછી, ચાલો બધા ફોર્મ એલિમેન્ટોને વિન્ડોના મધ્યમાં ખસેડીએ. |
08:44 | આ માટે, આપણે બધા એલિમેન્ટોને પસંદ કરીશું. |
08:49 | હવે ચાલો કોઈપણ એક લેબલને ક્લિક કરી, ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં મધ્યની તરફ ડ્રેગ કરીએ. |
09:00 | હવે ચાલો આ ફોર્મ ને સંગ્રહીયે. |
09:03 | અને આ વિન્ડો બંધ કરો.
એ જોવા માટે કે આપણું ફોર્મ હવે કેવું દેખાય છે. |
09:10 | ચાલો બેઝની મુખ્ય વિન્ડો ઉપર જઈએ, અને જમણા તકતી પર આવેલા 'Books Issued to Members' ફોર્મ ઉપર બેવાર ક્લિક કરીએ. |
09:20 | આ ડેટા એન્ટ્રી માટેના ઉપયોગ માટે તૈયાર કરાયેલું ફોર્મ ખોલે છે. |
09:26 | હવે, આ ફોર્મમાં, આપણે કેટલાક ડેટા નમુનાઓ જોઈએ છીએ. |
09:31 | અને book title અને member name ની સામે, આપણે કેટલાક નંબરો જોઈએ છીએ, |
09:37 | જે વાસ્તવમાં Books અને Members કોષ્ટકમાં આવેલાં પ્રાથમિક નંબરો છે, અને એ બહુ સરળ વેલ્યુ નથી. |
09:46 | શું તમે વાસ્તવિક નામો અને પુસ્તકોનાં શીર્ષકો જોવા ઈચ્છો છો. |
09:50 | અને, આપણે તે કેવી રીતે કરીશું? |
09:53 | એક માર્ગ એ છે કે લીસ્ટ બોક્સ કહેવાતું એક ફોર્મ કંટ્રોલ દાખલ કરવું. |
09:59 | આપણે આવનારા ટ્યુટોરીયલોમાં લીસ્ટ બોક્સ અને બીજા ઘણા ફોર્મ કંટ્રોલ કેવી રીતે દાખલ કરવું અને વાપરવું એ જોઈશું. |
10:07 | અહીં લીબરઓફીસ બેઝમાં કોમ્પલેક્સ ફોર્મો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:13 | સારાંશ માટે,આપણે શીખ્યા:
કોમ્પલેક્સ ફોર્મ બનાવવું અને, ફોર્મમાં ફેરફારો કરવું. |
10:20 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
10:40 | IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |