Digital-Divide/C2/How-to-use-FOSSEE-Netbook/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:00, 20 February 2017 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0.01 નમસ્તે IIT Bombay દ્વારા શરુ કરેલ How to use the low cost FOSSEE Netbook, પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0.09 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું.
0.12 FOSSEE Netbook નું ડેસ્કટોપ
0.14 તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો
0.17 તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું.
0.22 આપણે તેને FOSSEE Netbook તરીકે સંબોધીએ છીએ, કારણ કે
0.26 FOSSEE ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે.
0.30 ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે.
0.32 સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે.
0.35 તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે.
0.38 ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે.
0.43 FOSSEE Netbook આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે.
0.49 Basics Comtech Pvt. Ltd. દ્વારા તેની વિશેષતાઓનું ઉત્પાદન કરાયું છે.
0.55 જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
0.58 * અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે.
1.03 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું

FOSSEE નેટબૂક

1.08 * GNU/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું FOSSEE વિતરણ
1.12 * અને Kazam સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5
1.17 હવે ચાલો FOSSEE Netbook પર એક નજર ફેરવીએ.
1.20 FOSSEE Netbook આવી દેખાય છે.
1.24 જેનું વજન લગભગ 700 ગ્રામ છે.
1.28 જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે.
1.31 આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે.
1.35 આમાં 2 નિયમિત USB પોર્ટો, 1 નાનું HDMI પોર્ટ, 1 Lan પોર્ટ છે.
1.43 ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે.
1.49 આ એક SD card સ્લોટ પણ ધરાવે છે જે 32GB સુધી આધાર આપે છે.
1.56 આમાં 5000 mAH ની બેટરી છે.
1.59 જે 4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે.
2.04 આમાં 1GB RAM અને 8GB ROM છે.
2.07 આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે.
2.11 હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. http://netbook.fossee.in
2.19 FOSSEE ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ.
2.25 netbook.fossee.in/recovery માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો.
2.33 FOSSEE Netbook ને પાવર ઓફ કરો.
2.35 એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો.
2.41 સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ "Entering recovery mode..."
2.46 આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
2.51 જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે FOSSEE ઓએસ સાથે FOSSEE Netbook નું ડેસ્કટોપ છે.
2.57 મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે.
3.01 કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે.
3.09 અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે.
3.15 અત્યારે આ “No network connection" આવું દર્શાવે છે.
3.18 નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ.
3.21 વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો.
3.25 પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે.
3.30 તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ.
3.35 મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ.
3.40 અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને Connect બટન પર ક્લિક કરીશ.
3.46 સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો.
3.50 આઇકોન હવે બદલાઈ ગયું છે.
3.52 હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે.
3.57 હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ.
4.03 અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે.
4.07 સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે.
4.14 કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો.
4.21 ચાલો આમાંના કેટલાકને જોઈએ.
4.24 Education શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે.
4.28 અહીં આપણી પાસે Geogebra છે.
4.31 બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે.
4.37 ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
4.41 Geogebra શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે.
4.47 આ બધા http://spoken-tutorial.org મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે.
4.53 આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો.
4.57 અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
5.03 netbook પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે.
5.10 ટૂંકમાં હું આ બધાને દેખાડીશ.
5.13 ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ.
5.15 ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - Jmol.
5.19 રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને 3D માં જોવા માટે આ ઉપયોગી છે.
5.26 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે.
5.33 સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - Graphics
5.40 અહીં તમે જોઈ શકો છો GIMP, Inkscape અને XFig.
5.46 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર GIMP, Inkscape અને XFig પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે.
5.54 આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો.
6.01 હવે ચાલો Internet શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે.
6.07 અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે.
6.10 અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે.
6.15 ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
6.20 Office શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર LibreOffice Suite છે-

Writer, Calc, Impress, Base, Draw and Math.

6.31 આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે.
6.37 ચાલો Programming શ્રેણી પર જઈએ.
6.40 અહીં આપણે જોઈ શકીએ છીએ iPython
6.43 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે.
6.47 આપણી પાસે અહીં Scilab પણ છે.
6.50 ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે.
6.56 આપણી પાસે અમુક IDEs પણ છે, જેમ કે Code Blocks' અને Geany.
7.01 આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી.
7.05 પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે.
7.12 ચાલો Sound & Video અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ.
7.17 તો, આપણી પાસે Audacity છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે.
7.22 અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે.
7.26 Preferences માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે.
7.33 ચાલો Customise look and feel વિકલ્પ પર ક્લિક કરો.
7.37 મૂળભૂત રીતે, આપણે Widget ટેબમાં છીએ.
7.40 અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ.
7.45 તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો.
7.51 બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
7.57 Logout વિકલ્પનો ઉપયોગ shutdown કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા logout કરવા માટે થાય છે.
8.03 ચાલો હું Cancel બટન પર ક્લિક કરું.
8.05 સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે.
8.10 ચાલો તેના પર ક્લિક કરીએ.
8.12 આ તમામ ખૂલેલ વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે.
8.18 હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ.
8.23 અહી આપણી પાસે ટર્મિનલ છે.
8.25 આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે.
8.28 ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,BOSS Linux સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો.
8.34 File Manager ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના My Computer વિકલ્પની જેમજ કાર્ય કરે છે.
8.39 આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો.
8.47 Software Center આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે.
8.58 Language SupportFOSSEE OS દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે.
9.05 ડેસ્કટોપ પર Readme નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો.
9.10 તેને ખોલો અને વાંચો.
9.17 તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે.
9.27 આ સાથે, FOSSEE Netbook નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે..
9.33 નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો.
9.40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ -

· વર્કશોપોનું આયોજન કરે છે. · અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.

9.48 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
9.51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે.
9.57 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10.04 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya