LaTeX-Old-Version/C2/MikTeX-Updates/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:15, 4 July 2016 by Nancyvarkey (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | લેટેકના વિતરણ,મીક્ટેકને અપડેટ અને અનુપસ્થિત પેકેજોનો સમાવેશ કેવી રીતે કરવો તે સમજાવતા આ ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:10 | ડેસ્કટોપ ઉપર તમે ટેકનીક-સેન્ટર જુઓ.જો તમને ટેકનીક-સેન્ટરને સંસ્થાપિત કરતા ન આવડતું હોય તો,મારું મૌખિક ટ્યુ્ટોરીઅલ "વિન્ડોવ્સ ઉપર લેટેકનું સંસ્થાપન અને તેને કેવી રીતે ચલાવવું" નિહાળો. |
00:22 | આ ટ્યુ્ટોરીઅલમાં વિન્ડોવ્સ ઉપર મીક્ટેકને સંસ્થાપિત કેવી રીતે કરવું તે સમજાવેલ છે.હમણાં સુધી મેં બનાવેલ બધા ટ્યુ્ટોરીઅલમાં |
00:30 | રેકોર્ડ કરેલા ટ્યુ્ટોરીઅલની લંબાઈ મેં કમ્પ્યુટર ઉપર વિતાવેલા સમય જેટલો જ સમય ધરાવે છે. |
00:37 | આ ટ્યુ્ટોરીઅલમાં,ઉદાહરણો પ્રદશિત કરેલ છે જેના માટે નેટવર્કનો વપરાશ જરૂરી છે. |
00:43 | જો બેન્ડવિથ નિર્બળ હોય તો કેટલીક ડાઉનલોડ પ્રક્રિયાઓ ઘણો સમય લઇ લે છે. |
00:48 | જેને લીધે,મને જ્યારે જરૂર લાગશે હું રેકોર્ડીંગ બંધ કરી દઈશ. |
00:55 | બીમરનો ઉપયોગ કરતી એક ફાઈલ તમે અહીં જોઈ શકો છો.આ રહી અહીં. |
01:02 | જો તમે બીમર વિશે જાણતા ન હોવ તો મારા દ્વારા તેના માટે બનાવેલા મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર તમે જોઈ શકો છો. |
01:09 | ચાલો હું આ ફાઈલને Ctrl અને F7 કળો એકસાથે દબાવી સંકલિત કરું. |
01:23 | મીક્ટેક ફરિયાદ કરે છે કે બીમર અનુપસ્થિત છે. |
01:27 | હું બતાવીશ કે આ સમસ્યા કેવી રીતે ઉકેલવી.પહેલી વસ્તુ છે મીક્ટેકને અપડેટ કરવું. |
01:34 | આ તમે બે પ્રકારે કરી શકો જે હું બતાઉં છું."સ્ટાર્ટ" દબાવી,"પ્રોગ્રામ્સ" ઉપર જઈએ. |
01:47 | મીક્ટેકમાં બે વિકલ્પો છે,પહેલો છે સીધું અપડેટ કરવું અને બીજું છે બ્રાઉઝ પેકેજો દ્વારા. |
01:57 | તમે અપડેટ ઉપર જઈ શકો છે અને તમે આને જેમકે "રીમોટ પેકેજ રીપોઝીટરી" પસંદ કરી શકો છો. |
02:12 | સામાન્ય રીતે હું "ઇનરિયા(inria)"નો ઉપયોગ કરું છું,હકીકતમાં,મેં તેનો ગયા સમયે ઉપયોગ કર્યો હતો તેથી તે આ વિકલ્પ સ્વરૂપે દેખાય છે. |
02:19 | શરૂઆતમાં,તમે માત્ર આ બે જ બટનો જોઈ શકો છો. |
02:22 | સૌથી નજીકના પેકેજ રીપોઝીટરીનો ઉપયોગ કરો,અને બીજું એ છે કે ચાલો હું એક દુરનું પેકેજ રીપોઝીટરી પસંદ કરું. |
02:28 | જો આપણે આ કરીએ,તો તે પહેલા આપણે ઈન્ટરનેટ જોડાણ માટેના સેટિંગ કરી દેવા પડશે. |
02:34 | જોડાણના સેટિંગ પહેલા સેટ થઇ જવા જોઈએ.તેથી આપણે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી શકીએ.એડ્રેસ.પોર્ટ. |
02:44 | તે પ્રમાણીકરણ માંગે છે,તેથી હું અહીં ક્લિક કરીશ.હવે જો હું આ પસંદ કરું,તે નામ અને પાસવર્ડ પૂછશે,તે આપીએ. |
02:58 | તો હું આ માહિતી દાખલ કરું.ઠીક છે.તો હું જે ચાહું તેનો ઉપયોગ કરી શકું,જે પણ હું પસંદ કરું જેનાથી હું માહિતગાર છું,તો આ અગાઉથી જ પસંદ થયેલ છે |
03:19 | તો ચાલો તેને પસંદ કરીએ.આ અપડેટ પ્રક્રિયા સમય લેશે કારણકે તે સંપૂર્ણ પેકેજ માહિતી ડાઉનલોડ કરશે. |
03:33 | આને લીધે,હું રેકોર્ડીંગ અહીં થોડીક વાર અટકાવી દઈશ.લગભગ પાંચ મિનીટમાં તે કહેશે કે વર્તમાનના કોઈ અપડેટ ઉપલબ્ધ નથી કારણકે મેં ફક્ત અપડેટ કર્યું છે. |
03:47 | અન્યથા તે શું કરશે!તે પેકેજોની એક યાદી આપશે અને પેકેજો પસંદ કરવાની સલાહ આપશે. |
03:56 | મેં જ્યારે આ પહેલી વાર કર્યું હતું,મને બધા પેકેજો ધરાવતી એક યાદી મળી હતી,બધા પેકેજો પસંદ કરલા હતા,મારે માત્ર સંપૂર્ણ અપડેટ જ કરવાનું હતું. |
04:05 | તમારે રોજ આ અપડેટ કરવાની જરૂર નથી.ક્યારેક જ અપડેટ કરો તો ઘણું છે. |
04:11 | બરાબર.તો ચાલો પાછા ફરીએ.હું ફરી એકવાર પાછી જાઉં. |
04:22 | હવે CD/DVD વિતરણ દ્વારા અથવા જો તમારી પાસે સ્થાનિક(લોકલ) પેકેજ રીપોઝીટરી હોય તો તમારા પાડોશી નેટવર્કમાંથી પણ અપડેટ કરવું શક્ય છે. |
04:34 | તમે તેનો પણ ઉપયોગ કરી શકો.ઠીક છે,ચાલો હું આને કેન્સલ કરું. |
04:41 | બીમરનો સમાવેશ કેવી રીતે કરવો તે હજી સુધી અમે સમજાવેલ નથી.આપણે અપડેટ દ્વારા આપણા મીક્ટેક વિતરણ(distribution)ને નવીનતમ બનાવ્યું. |
04:53 | મેં હમણાં જ કહ્યું કે આ કરવાના બે માર્ગો છે,હવે હું જે બતાવીશ તે બીજો માર્ગ છે."પ્રોગ્રામ્સ" ઉપર જઈએ,મીક્ટેક. |
05:03 | તેમાં,"બ્રાઉઝ પેકેજીસ". આ પણ થોડોક સમય લે છે,લોડ કરવા થોડીક સેકન્ડો લે છે. |
05:17 | આ જાણીતા પેકેજોની એક યાદી આપે છે અને તેઓ ક્યારે પેકેજ થયા હતા તે બતાવે છે. |
05:23 | આ સ્તંભ ઘણું મહત્વનું છે,તે સૂચવે છે કે આ પેકેજ તમારી સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે કે નહીં. |
05:31 | ચાલો નીચે જઈએ અને જોઈએ કે બીમર ઉપલબ્ધ છે!તમે બીમર જોઈ શકો છો-આ સ્તંભ ખાલી છે-સૂચવી રહ્યું છે કે આપણી પાસે બીમર નથી. |
05:44 | ઠીક છે,આમાં આગળ જતા પહેલા,ચાલો "ટાસ્ક" ઉપર જઈ,"અપડેટ વિઝાર્ડ"– આપણે પહેલા જોયું તે સમાન જ પૃષ્ઠ અહીં જોઈએ છીએ. |
06:01 | તમે એ જ વસ્તુ કરી શકો,તમે જોડાણ સ્થાપિત કરી શકો.ખાતરી કરો કે તમારું જોડાણ,તમારું પ્રોક્સી,બધું બરાબર હોય અને પછી તમને ગમતું પેકેજ પસંદ કરી આગળ વધો. |
06:13 | આપણે હમણાં અપડેટ નથી કરી રહ્યા તેથી આપણે આ નહીં અનુસરીએ.તમારે ધ્યાન રાખવું પડશે કે કેટલીક દૂરની સાઈટો કદાચ કામ ન કરી રહી હોય. |
06:26 | તેમાંની થોડીક સાઈટો માટે પ્રયત્ન કરવો પડશે જ્યાં સુધી તે કામ ન કરતી થાય અને જ્યાં સુધી તમે તે સહેલાઈથી ન કરી શકો. |
06:34 | જેવું તમે તે સહેલાઈથી કરી શકો ત્યારે તમારે તેનો વારંવાર ઉપયોગ કરવો.ઠીક છે,હું આને રદ કરું. |
06:40 | હમણાં આપણે શું કરવા માગીએ છીએ,આપણે કરવા ઇચ્છીએ છીએ,હું આને પસંદ કરું.તેને પસંદ કરતા જ તે સક્રિય થઇ ગયું. |
06:50 | હવે જો હું "સંસ્થાપન" કરવા કહું,તે કહે છે કે આ સંસ્થાપના અપડેટ થશે,એક પેકેજ સંસ્થાપિત થશે. |
07:01 | ચાલો તે કરીએ.ઠીક છે,તે કહે છે કે પ્રોક્સી પ્રમાણીકરણ જરૂરી છે.ચાલો આ બંધ કરીએ. |
07:11 | અહીં આ કરવું પડશે-આ કદાચ રીફ્રેશ થઇ રહ્યું છે,તે થોડોક સમય લેશે-આપણે શું કરીશું-આપણને આ રીપોઝીટરી ઉપર જઈ,પેકેજ રીપોઝીટરીને બદલવું પડશે. |
07:30 | આપણને આ ફરી કરવું પડશે,કનેક્શન સેટીંગ્સ,તે પહેલેથી જ છે.બરાબર.અને તે પાસવર્ડ પણ માંગે છે. |
07:42 | ચાલો તે આપીએ.બરાબર.'ઇનરિયા' પહેલેથી જ પસંદ થયેલ છે.ચાલો હું આ સમાપ્ત કરું. |
08:04 | થોડાક સમય પછી,મને આ એરર સંદેશ મળે છે કે કંઈક એવું છે જે અપડેટ નથી થઇ શકતું,તો તેનો કાંઈ વાંધો નથી. |
08:10 | તો આપણે શું કરીએ,પ્રયત્ન કરીએ કે આપણે તે કાંઈ પણ કરીને સંસ્થાપિત કરી શકીએ.બીમર ઉપર જઈએ,તે અહીં છે. |
08:23 | આ પસંદ કરીએ.આને દબાવીએ.હુમ્મ,હવે તે સંસ્થાપન શરુ કરે છે.તે થોડીક મીનીટમાં બીમર ડાઉનલોડ કરી દે છે.તો આને આપણે બંધ કરી શકીએ. |
08:45 | હવે ચાલો તપાસીએ જેમકે ઉદાહરણ તરીકે તે હવે આ પૃષ્ઠ અપડેટ કરી રહ્યું છે. |
08:55 | તેને અપડેટ થવા દઈએ,ત્યાં સુધીમાં આપણે અહીં આવી અને તેને CTRL+F7 દ્વારા સંકલિત કરીએ. |
09:05 | ઠીક છે,મને યાદ નથી કે ગયા વખતે મેં શું કર્યું હતું.મારા ખ્યાલથી આને આપણે રદ કરી દેવું જોઈએ.તો આ વર્તમાનના સંકલનનું પરિણામ છે. |
09:22 | ઠીક છે,ચાલો હું આને સમજાઉં,ચાલો આને બંધ કરીએ અને CTRL+F7 દબાવીએ. |
09:34 | અગાઉ આપણને ફરિયાદ મળી હતી કે બીમર મળ્યું નથી;હવે તે કહે છે કે હજુ બીજું કંઈક અનુપલબ્ધ છે. |
09:41 | હવે તે બીમર માટે ફરિયાદ કરતુ નથી.તમે નીચે સ્ક્રોલ કરી બીમર તપાસો. |
09:54 | નીચે બીમર ઉપર જઈએ અને તમે જોઈ શકો છો કે તે ૫ નવેમ્બરે સંસ્થાપિત થઇ ગયું છે.બરાબર,તો હવે આપણે શું કરીએ!ચાલો આ ફરિયાદને જોઈએ. |
10:13 | અને તે ખરેખર તેને સીધું સંસ્થાપિત કરવાનો વિકલ્પ આપે છે,તો આપણી પાસે તે કરવાના બે માર્ગો છે. |
10:17 | પહેલો માર્ગ છે તેને અહીં સંસ્થાપિત કરવું અને બીજું આના દ્વારા કરવું. ચાલો જોઈએ કે આપણે આનો પ્રયત્ન કરીએ તો શું થાય. |
10:24 | તે પ્રમાણભૂતતા માટે પૂછે છે. |
10:35 | અગાઉની પદ્ધતિથી વિપરીત,મતલબ આપણે જયારે આ કર્યું હતું,તે આપણને કોપીઈંગ વગેરે બતાવતું હતું,હવે બધી વસ્તુ પૃષ્ઠભૂમિ(બેકગ્રાઉન્ડ)માં થાય છે. |
10:45 | તો ચાલો થોડીક રાહ જોઈએ. |
10:48 | તે ડાઉનલોડ થઇ ગયું છે અને હવે કહે છે કે "xcolor.sty" અનુપસ્થિત છે.શું તે સંસ્થાપિત થવું જોઈએ? |
10:55 | આપણે આગળ વધવાનું કહીશું.અને તે પૃષ્ઠભૂમિમાં સંસ્થાપિત કરી રહ્યું છે.હવે તે કહે છે કે અનુવાદક અનુપસ્થિત છે,ચાલો તેનું પણ સંસ્થાપન કરીએ. |
11:10 | હવે ઘણી મીનીટો પછી પણ કઈ દ્રશ્યમાન થયું નથી.ચાલો અહીં જઈએ અને જોઈએ કે વર્તમાન સ્થિતિ શું છે. |
11:22 | ચાલો અહીં રીસેટ કરીએ.અને પછી તપાસીએ કે આપણે જે પેકેજોને સંસ્થાપિત કરવા માંગીએ છીએ તે પહેલેથી જ સંસ્થાપિત છે. |
11:29 | જોઈ શકાય છે કે બીમર અહીં પહેલેથી જ મોજુદ છે,જેવું પહેલા જોયું.હવે આપણને બીજી વસ્તુઓ જોવી પડશે ,જેના નામ-પીજીએફકોડ,એક્સકલર અને ટ્રાન્સલેટર છે. |
11:59 | જોઈ શકાય છે કે પીજીએફ આજે જ સંસ્થાપિત થયું છે,પછી,આપણે ટ્રાન્સલેટર શોધી રહ્યા છીએ,તે પણ સંસ્થાપિત થઇ ગયું છે. |
12:17 | એક્સકલર જોઈએ,તે પણ ચકાસીએ,એક્સકલર,તે પણ સંસ્થાપિત થઇ ગયું છે.બધા પેકેજો સંસ્થાપિત થઇ ગયા છે તેમ લાગે છે,હવે સંકલન કરીએ,CTRL અને F7. |
12:40 | તે કામ કરી રહ્યું છે.ઠીક છે,આપણે શું કરીશું,હવે આને બંધ કરીએ.આની જરૂર નહીં પડે. |
12:48 | મેં જે ફાઈલ બનાવી છે તે ખોલીશ,તે લેટેક ફાઈલ્સમાં છે.અને ફાઈલ છે "MikTeX update.tex". |
13:03 | તો હું MikTeX update.tex શોધી રહી છું.આ રહી ફાઈલ જે હું શોધી રહી છું.તો ચાલુ હું એને સુમાત્રામાં ખોલું. |
13:21 | બરાબર છે,આપણે અહીં છીએ.ચાલો હું આને થોડું નાનું કરું.હવે તેને અહીં લઇ જાઉં. તેને મોટું કરીએ તો શું થાય છે તે જોઈએ. |
13:42 | હું આ બંધ કરું.અવશ્ય તમે જોઈ શકો છો આ તારીખ ચોથી નવેમ્બર છે,હું આના માટે ગઈ કાલે પણ પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે ગઈ કાલે થયું નહીં. |
13:54 | તો હું શું કરીશ, આને બદલી પાંચ કરીશ.તેને સંગ્રહિત કરીએ.CTRL F7.બરાબર,તે અપડેટ થઇ ગયું છે.હવે નીચે જઈએ. |
14:14 | તો અહીં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ માટે સ્વીકૃતિ આપેલ છે.આ ટ્યુ્ટોરીઅલ બનાવવા માટેનું નાણાં ભંડોળ " ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન" તરફથી મળ્યું છે. |
14:24 | આ મિશન માટેની વેબસાઈટ "sakshat.ac.in" છે.આ મૌખિક ટ્યુ્ટોરીઅલ માટે હું kannan@iitb.ac.in ઉપર તમારી પ્રતિક્રિયા મેળવવાની ઈચ્છા રાખું છું. |
14:35 | ભવિષ્યમાં અમે આ મૌખિક ટ્યુ્ટોરીઅલ પ્રવૃત્તિને spoken tutorial. Org દ્વારા અનુબદ્ધ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. |
14:42 | હું ધ્યાન દોરવા માંગું છું કે ઘણા અપડેટ થયા,ઘણા અલગ - અલગ પેકેજોને સંસ્થાપિત થવામાં બહું વધારે સમય નથી લાગ્યો. |
14:51 | કદાચ થોડીક મીનીટો પણ પ્રારંભિક અપડેટ ઘણો સમય લઇ શકે છે. |
14:56 | ઉદાહરણ તરીકે,અહીં હું મીક્ટેક ૨.૭નો ઉપયોગ કરી રહી છું,અને જો હું તેને પ્રથમ વખત અપડેટ કરવાનો પ્રયત્ન કરું તો તે લગભગ ૨૦ મિનીટ લેશે અથવા અડધો કલાક. |
15:08 | તે તમારા મીક્ટેકની આવૃત્તિ ઉપર આધારિત છે.તે કદાચ થોડો સમળ પણ લે,પ્રારંભમાં તે થોડો સમય અને થોડોક પ્રયત્ન લે છે. |
15:17 | વળી,જો તમારું ઈન્ટરનેટ થોડું ઝડપી હોય તો અલગ-અલગ પેકેજો વધારે સમય નહીં લે. |
15:24 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર. |