PHP-and-MySQL/C4/User-Registration-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:57, 5 February 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કેવી રીતે કરવી, એ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:09 આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા મારી સલાહ છે કે તમે પહેલા "User login" ટ્યુટોરીયલો જુઓ. મેં તે માટે લીંક પોસ્ટ કરી છે.
0:19 હું તમને આ ટ્યુટોરીયલો દરમ્યાન જવા પહેલા આ કરવાની સલાહ આપું છું. "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે.
0:34 એક વખત "login" પ્રક્રિયા બરાબર થઇ જાય છે અને ડેટાબેઝમાં ફીલ્ડો મળી જાય છે તો તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી શકો છો.
0:43 મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો.
0:49 આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં ફોર્મ બનાવીશું અને લોગીન માહીતીનાં અસ્તિત્વ માટે તપાસ કરીશું.
0:56 મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઉ છું.
1:03 આ અહીં લોગીન સેશન અને તમામ ફીલ્ડો છે પણ અહીં હું એક નવી ફાઈલ બનાવીશ.
1:12 પહેલા અમુક ટેગ્સ ઉમેરો.
1:15 હું આ "index dot php" સાથે લોગીન સેશન ફોલ્ડર અંદર બનાવીશ જે તમે જોયેલું મુખ્ય પેજ છે.
1:22 લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પેજ, જો યુઝર્સ લોગ ઇન છે અને હું આ "register dot php" તરીકે સંગ્રહીત કરીશ.
1:32 હું યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવું છું તેથી યુઝર લોગીન કરવાનું નક્કી કરે એ પહેલા રજીસ્ટર કરી શકે.
1:40 મેં "register dot php" બનાવ્યુ છે અને ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલીશ. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ.
1:48 અને આ રજીસ્ટર પેજ માટે એક લીંક છે અને અહીં "Register" ટાઈપ કરીશ.
2:02 તો અહીં "Register" નામની લીંક મળે છે જે આપણા પેજ પર જાય છે જ્યાં આ સમયે કઈ જ ન નથી.
2:09 છેલ્લા ટ્યુટોરીયલમાંથી જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પેજ પર લીંક મુકીશ જ્યાં આ કરવા પહેલા રજીસ્ટર કરી શકો છો.
2:20 ડેટાબેઝમાં ડેટા ટાઈપ કરવા પહેલા. જો હું એક નવી વિન્ડો ખોલું, તો હું “php my admin" માં જઈશ.
2:29 અને આ ડેટાબેઝ ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ "users" કોષ્ટક છે.
2:38 તમે જોશો મેં “name” નામની એક વધારાની ફીલ્ડ ઉમેર્યી છે અને “date” નામની બીજી ફીલ્ડને ઉમેરીશ.
2:47 કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટમાં રહેશે. તો આ ક્યાં છે? ઉમ્મ.... આ અહીં છે.
3:04 એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે વપરાશકર્તા નોંધણી કરે છે અને આપણે ત્યાં જઈએ છીએ અને તેને સંગ્રહીત કરીએ છીએ.
3:15 તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે મેં એક નામ ઉમેર્યું છે તો આ વપરાશકર્તા નામ બનવા જઈ રહ્યું છે અને આપણે date ઉમેરી છે, તારીખ જયારે તે નોંધાયો છે.
3:29 ફક્ત અહીં બ્રાઉઝ કરો. અમને અહીં અમુક મુલ્યો પહેલાથી જ મળ્યા છે.
3:35 હું આને રદ્દ કરીશ કારણ કે હું મારા વપરાશકર્તાઓની નોંધણી કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરી શકું છું.
3:40 માનીએ કે મારી પાસે કોઈપણ વપરાશકર્તાઓ નથી અને મારી પાસે અહીં રજીસ્ટર પુષ્ઠ પર મારી લીંક છે, અહીં મારું રજીસ્ટર પુષ્ઠ છે.
3:49 હવે હું આ html કોડને સંક્ષિપ્તમાં સમજાવીશ જે તમને બતાવે છે કે આ પુષ્ઠને કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા આપણી પાસે એક ફોર્મ હશે.
3:59 આ પોતેથી જમા થનાર ફોર્મ બનવા જઈ રહ્યું છે. આ "register dot php" માં ફરીથી જમા થવા જઈ રહ્યું છે.
4:07 અને આપણે એક કોષ્ટક બનાવા માટે જઈ રહ્યા છીએ અને આની અંદર આપણી પાસે અહીં એક હરોળ રહેશે.
4:13 ત્યારબાદ આપણી પાસે બે કોલમો છે, તો બે td બ્લોકો અહીંયા અને પહેલાવાળા પાસે હશે, તમારું ફૂલનેમ (પૂરું નામ)
4:21 હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા હેતુ હું આને આ રીતે કરીશ.
4:29 અહીં આપણા બીજા કોલમમાં, હું મારા ઈનપુટ ટાઈપને "text" તરીકે રાખીશ અને માય નેમ [મારું નામ] "fullname" ની બરાબર રહેશે.
4:38 તો આ સમયે તમે જોઈ શકો છો, ચાલો હું મારા મૂળ પુષ્ઠ પર પાછી જાઉં, register પર ક્લિક કરું.
4:47 તમે જોઈ શકો છો કે, અહીં એક કોલમ છે, આને અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથેની આ બીજી એક કોલમ છે.
4:56 અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંતર્ગત, હું એક હેડર ને એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું.
5:07 તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા હેતુ, હું ફક્ત આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
5:15 તો ખાતરી કરી લો કે તમે "t r" થી લઈને "end t r" સુધી પસંદ કરો છો.
5:22 હું આને નીચે પેસ્ટ કરીશ અને ત્યારબાદ લખીશ "Choose a username" અને દેખીતી રીતે હું આને "username" માં બદલી કરીશ.
5:32 હું આને ફરીથી પેસ્ટ કરીશ અને લખીશ "Choose a password". આ લખાણ ફક્ત સુરક્ષિત કરવા હેતુ છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ એક આપણા વપરાશકર્તાના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર (પકડ કે કબ્જામાં લેવું) સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં ઘુસવા માટે ઉપયોગમાં આવી રહ્યું છે.
5:47 અને આગળનું અહીં નીચે, "Repeat your password" લખવા માટે હું ફક્ત આને અહીં કોપી અને પેસ્ટ કરીશ.
5:58 ફરીથી અહીં "password".
6:07 આપણે અહીં ફરીથી "password" નથી લખી શકતા તેથી હું આને "repeat password" કહીશ.
6:10 વપરાશકર્તા કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં એક સુરક્ષાના માપદંડ તરીકે, આપણે આને પાસવર્ડની સરખામણી હેતુ ઉપયોગમાં લેશું જેમ તે જમા કરવામાં આવે છે.
6:20 અને અમને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે.
6:24 અમને "date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ જમા કરું છું.
6.31 ઠીક છે તો આ આપણે બનાવેલું ફોર્મ છે. ચાલો પાછા જઈને રીફ્રેશ કરીએ.
6:37 તમે જોઈ શકો છો કે કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, એટલા માટે આપણે એક કોષ્ટકને ઉપયોગમાં લીધું.
6:42 અમને એક સબમીટ બટનની પણ જરૂર છે.
6:45 આપણા કોષ્ટકની નીચે, હું એક પેરાગ્રાફ બ્રેક (ફકરાનું ભંગાણ) બનાવીશ.
6:48 અને મારું ઈનપુટ ટાઈપ (પ્રકાર) અહીં "submit" થવા જઈ રહ્યું છે; મારું નામ "submit" થવા જઈ રહ્યું છે.
6:54 અને આપણે અસ્તિત્વની તપાસ કરવી પડશે અને મુલ્ય "register" થશે.
6:57 ચાલો રીફ્રેશ કરીએ. આપણે કરી લીધું, તમે જોઈ શકો છો કે પાસવર્ડ ફીલ્ડ ખાલી થઇ ચૂકેલ છે.
7:05 વપરાશકર્તાને તેઓના મુલ્યો ટાઈપ કરવા હેતુ, આપણી પાસે અહીં એક fullname અને username પણ છે.
7:12 ઠીક છે આના વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલને બંધ કરીશ.
7:16 જો તમે આનું પગલે દર પગલે અનુસરણ કરી રહ્યા છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી એક ડીઝાઇનને અજમાવો.
7:25 હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોય. તો આગળ વધો અને તમારું ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો.
7:30 આમાં તમારું જે મન હોય એ કરો. આ લેબલોને બદલી કરો.
7:33 ફક્ત ખાતરી કરી લો કે તમને તમારા બોક્સો અને તમારું રજીસ્ટર મળ્યું છે.
7:35 આગળનાં ભાગમાં આપણે એ તપાસણી વિશે વાત કરીશું, કે વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી.
7:44 આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેળ ખાય છે કે નહી. મારો અર્થ છે જો હું આ કહું છું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેળ ખાતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો વપરાશકર્તાની નોંધણી થઇ શકતી નથી કારણ કે તેમણે એકાદ ભૂલ કરી હશે.
7:59 મને ખાતરી છે કે તમારામાંથી ઘણા જોવાવાળાઓએ કોઈ જગ્યાએ નોંધણી કરાવી લીધી છે અને તમારા પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે.
8:07 આપણે આપણા પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મોમાંથી કોઈપણ હાનીકારક અથવા કોઈપણ આડંબરપૂર્ણ રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી આપણી પાસે આપણા રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે.
8:17 તો હું આગળનાં ભાગમાં મળું છું. જોવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali