LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:14, 4 February 2013 by Jyotisolanki (Talk | contribs)
Resources for recording
Visual Cue | Narration |
00.00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પર બનાવેલ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ [વૈવિધ્યપૂર્ણ] એનિમેશન વિશે શીખીશું. |
00.12 | અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00.21 | પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો. |
00.26 | Slides પેનમાંથી ચાલો Potential Alternatives થંબનેલ પર ક્લિક કરીએ. |
00.32 | સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે. |
00.36 | આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં હેતુ ચાલો શીખીએ કે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું. |
00.43 | સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ [લખાણ] બોક્સને પસંદ કરો. |
00.47 | આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો. |
00.54 | Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો. |
01.01 | Add પર ક્લિક કરો. |
01.03 | કસ્ટમ એનિમેશન ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01.07 | નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે. |
01.10 | એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તેને નિયંત્રિત કરે છે. |
01.15 | આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું. |
01.21 | Basic અંતર્ગત Diagonal Squares પસંદ કરો. |
01.25 | તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે તમે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. |
01.30 | Speed ફીલ્ડ [ક્ષેત્ર] માં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરીને OK ક્લિક કરો. |
01.37 | ઈફેક્ટ [અસર] ફીલ્ડ તમને એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં હેતુ પરવાનગી આપે છે. |
01.43 | ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે. |
01.51 | નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે. |
01.56 | નીચે સ્ક્રોલ કરીને Play ક્લિક કરો. |
02.00 | તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે [ચાલવું] થશે. <<અટકો>> |
02.08 | હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંતર્ગત, Add ક્લિક કરો. |
02.18 | પ્રદર્શિત થયેલ Custom Animation ડાયલોગ બોક્સમાં, Basic એનીમેશન અંતર્ગત, Wedge પસંદ કરો. |
02.25 | speed [ગતિ] Medium પર સુયોજિત કરો. OK ક્લિક કરો. |
02.31 | નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે. |
02.36 | ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે તેને જેમ બનાવ્યાં એ રીતે ક્રમમાં હોય. |
02.42 | બીજું એનીમેશન પસંદ કરો. Play બટનને દબાવો. <<અટકો>> |
02.47 | તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો. |
02.51 | આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કીને દબાવી રાખો. |
02.57 | Play ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે [ચાલવું] થયા છે. <<અટકો>> |
03.05 | હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો. |
03.10 | Entrance ટેબમાં, Basic અંતર્ગત, Diamond પસંદ કરો. |
03.17 | speed [ગતિ] ને Slow સુયોજિત કરીને OK ક્લિક કરો. |
03.22 | દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ [ગુણધર્મો] સાથે આવે છે. |
03.26 | Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો. |
03.32 | ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય [ફેરફાર] કરવું એ શીખીએ. |
03.40 | યાદીમાંની પહેલી એનીમેશન પર ડબલ-ક્લિક [ઝડપથી બે વાર ક્લિક કરવું] કરો. આ એક Diagonal Squares [વિકર્ણ ચોરસ] વિકલ્પ છે. |
03.46 | Effects Options ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03.50 | મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે. |
03.54 | Settings અંતર્ગત, Direction ડ્રોપ ડાઉન ક્લિક કરો અને From right to top પસંદ કરો. |
04.01 | આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ [અસર] આપે છે. |
04.08 | ડાયલોગ બોક્સને બંધ કરવાં માટે OK ક્લિક કરો. |
04.12 | તમે ઉમેર્યા છે એ એનીમેશનોનું અવલોકન કરવા હેતુ Play બટન દબાવો. |
04.17 | આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options ડાયલોગ બોક્સ ખુલે છે. |
04.24 | Timing ટેબને ક્લિક કરો. |
04.26 | Delay ફીલ્ડમાં, ડીલે [વિલંબ] 1.0 સેકન્ડ વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK ક્લિક કરો |
04.39 | હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ. |
04.43 | Play બટન ક્લિક કરો. |
04.45 | જે ફેરફાર તમે એનીમેશન પર કર્યા છે તેની ઈફેક્ટ તમે જોઈ શકો છો. |
04.50 | યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે. |
04.54 | Effects Options ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05.02 | Text Animation ટેબને ક્લિક કરો. |
05.05 | Text Animation ટેબ લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. |
05.12 | Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો. |
05.16 | આ વિકલ્પ [પસંદગી] દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. |
05.20 | તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ચાહો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05.28 | OK ક્લિક કરો. |
05.29 | Play ક્લિક કરો. |
05.32 | આ ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. |
05.36 | વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો. |
05.43 | ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટો [અસરો] ને જોતા શીખીએ. |
05.48 | Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં હેતુ સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. |
05.59 | એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને બ્રેક [ભંગાણ] કરવાનો અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા હેતુ મદદ કરનાર એક સારો માર્ગ છે |
06.09 | તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરાય! |
06.13 | વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે. |
06.20 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06.23 | આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો [અસર વિકલ્પો] વિશે શીખ્યાં |
06.30 | અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે. |
06.33 | ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
06.36 | ટેક્સ્ટને એનીમેટ કરો જેથી કરીને ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. |
06.41 | આ એનીમેશનને પ્લે [ચલાવવું] કરો. |
06.44 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06.51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
06.55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.04 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો |
07.11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07.22 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો" |
07.33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07.38 | જોડાવાબદ્દલ આભાર. |