PHP-and-MySQL/C4/User-Login-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 22:53, 31 January 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે ડેટાબેઝ સાથે જોડવા માટે "login dot php" પેજને કેવી રીતે એડિટ કરવું અને ડેટાબેઝમાં તે માટે યુઝર નેમ અને પાસવર્ડ કેવી રીતે ચેક કરવું તે પણ બતાવીશ.
0:14 હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ
0:18 આ રીફ્રેશ કરી અને યુઝરનેમ અને પાસવર્ડ ફરીથી મોકલી આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો નથી.
0:24 મારો અર્થ અહીં આ એરર સાથે છે.
0:25 અને આપણે જોયું છે કે જો આપણે ડેટા ટાઈપ નથી કરતા તો એરર મળે છે.
0:28 હવે. સૌપ્રથમ હું એક ક્વેરી સુયોજિત કરીશ.
0:36 જો તમે આ પહેલા "mysql" કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ વાપરી છે, તો તમે જાણતા હશો કે તમે ડેટાબેઝને ક્વેરી કરી શકો છો.
0:43 મને લાગે છે કે માયક્રોસોફટ એક્સેસ પાસે આ છે.
0:46 અહીં આપણે "SELECT" લખીશું, હકીકતમાં "SELECT *" લખીશું કારણ કે આપણને ID, યુઝર નેમ અને પાસવર્ડની જરૂર છે.
0:54 મને નથી લાગતું કે આપણને id ની જરૂર છે પરંતુ તો પણ "SELECT *" જેથી આ સમગ્ર ડેટાને લેશે.
0:59 તો "SELECT * FROM" અને મને લાગે છે કે, આપણે આને users કહ્યું છે, ચાલો ખાતરી કરી લઈએ.
1:04 હા, users. તો "SELECT * FROM users" અને અહીં આપણે "WHERE username" લખીશું જે આનું નામ છે...... આ, અહીં.
1:20 અને આપણે લખીશું "WHERE username equals" "username" જે ટાઈપ કરાયેલું છે.
1:30 હવે જો આ "username" અસ્તિત્વમાં નથી, આપણે અમુક એરર મેસેજ દર્શાવવાની જરૂર છે જેમ કે "This user doesn’t exist".
1:37 તો આપણે શું કરીશું, આપણે એક બીજું ફંક્શન વાપરીશું, "mysql num rows" કહેવાતું એક mysql ફંક્શન.
1:46 આ પંક્તિઓની સંખ્યાની ગણતરી કરે છે, જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે.
1:53 તો આપણે લખીશું "numrows equals mysql_num_rows" અને કૌંસમાં ક્વેરીનું નામ, એ વેરીએબલ જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે.
2.08 અને જો આપણે પંક્તિઓની સંખ્યાને એકો કરીએ, હું ફક્ત તમને સાબિતી આપીશ અને ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 પંક્તિ છે.
2.16 ચાલો હું insert પર ક્લિક કરું અને બીજી એક ડેટા પંક્તિને ઉમેરું, ઉદાહરણ તરીકે - બીજું યુઝર નેમ અને પાસવર્ડ.
2:26 હું હમણાં આ ફક્ત પ્રયાસ કરીશ. હું આની ચકાસણી પછીથી કરીશ. ચાલો જોઈએ, ચાલો યુઝરનેમ "Kyle" લખીએ અને આ સમયે પાસવર્ડ "123" છે.
2:38 ઠીક છે, ચાલો આ પ્રયાસ કરીએ. અને આ રહ્યું. એક સેકેંડ રોકાઈ જાવ. હું ક્યા છું? ઓહ આપણે આ રહ્યા.
2:53 તો આપણને "Alex" અને "Kyle" મળ્યું છે.
2:55 આપણે જોઈ શકીએ છીએ કે id આપમેળે ઇન્ક્રીમેન્ટ થયા છે.
2:58 તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝરનેમ અહીં જોઈ શકો છો.
3:02 હવે આપણે આ રીફ્રેશ કરીશું અને જુઓ આપણને શું મળ્યું છે.
3.06 ઓહ ઠીક છે. આ ચકાસણીનો સંપૂર્ણ ભાગ છે.
3:10 1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હોત અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હોત, તો વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે.
3:18 ફરી અહીં જાઓ અને રીફ્રેશ કરો અને આપણને 2 વેલ્યુ મળશે કારણ કે અહીં 2 પક્તિઓ છે.
3:22 પણ જો હું લખી રહ્યો છું "SELECT where the username equals my username", તો આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝરનેમ અસ્તિત્વમાં છે અને તે 1 લી પંક્તિમાં છે.
3:34 સામાન્ય રીતે વેબસાઇટ પર, તમારી પાસે ડુપ્લીકેટ યુઝરનેમ ન રહેશે.
3:40 ઠીક છે. તો હવે આપણને આ મળ્યું છે, અહીં કેટલી પંક્તિઓ છે એ શોધવાનો હેતુ શું છે.
3:47 હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ "if num_rows is equal to zero", માફ કરજો, if "my num_rows doesn’t equal zero", પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરીશું, આપણે લોગીન કરવાની જરૂર છે.
4.01 નહી તો, માફ કરજો "else", આપણે એકો કરવાની જરૂર છે, માફ કરજો "else die". આપણે મેસેજ આપીશું "That user doesn’t exist".
4:16 તો આપણે શું કરી રહ્યા છીએ, આપણે ચકાસી રહ્યા છીએ કે એ પંક્તિ રીટર્ન થઈ છે જ્યાં આપણે યુઝરનેમ આપ્યું હતું.
4:25 અને જો આ શૂન્ય બરાબર નથી, તો આપણે કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
4:29 નહી તો આપણે લખીશું die અને "That username doesn’t exist".
4:33 આ 1, 2, 3, 4 ની બરાબર રહેશે અને ક્રમશ.
4:38 માફ કરજો આ બરાબર રહેશે...
4:40 જો આ શૂન્ય બરાબર નથી, તો આ નિશ્ચિતપણે કઈક નાં બરાબર હોવું જોઈએ.
4:44 અને જો આ કઈક ના બરાબર છે, તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે.
4:47 તેથી જો આ શૂન્ય બરાબર છે, તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ રીટર્ન આવી શકતું નથી.
4:52 હું આ રીસેન્ડ કરીશ. ચાલો પાછળ જઈએ.
4:57 અને......... "echo num_rows" ને રદ કરીએ.
5:05 ઠીક છે. તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે "Alex" અને "abc" સાથે લોગીન કરીશું; પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી.
5:13 કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો રીટર્ન નથી થઇ.
5:15 હવે ઉદાહરણ તરીકે, ચાલો હું Billy વાપરું, અને પાસવર્ડ ટાઈપ કરું અને login પર ક્લિક કરું.
5:21 "That user doesn’t exist!" કારણ કે કોઈ પણ પંક્તિ રીટર્ન નથી થઈ, જેનું યુઝરનેમ Billy સમાન છે.
5:26 તો આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્ય કરી રહ્યું છે.
5:28 હું મારા વાસ્તવિક વસ્તુ પર પાછો જઈશ.
5:31 તેથી "Alex" અને મારો પાસવર્ડ "abc" છે.
5:37 હવે લોગીન કરવા માટે કોડ.
5:39 લોગીન કરવા માટે, આપણે પાસવર્ડની ચકાસણી કરવાની જરૂર છે.
5:42 તેથી પાસવર્ડ માટે, હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ.
5:46 માફ કરજો ફંક્શન નહી, હું લૂપનો ઉપયોગ કરીશ અને તે લૂપ "while" લૂપ હશે.
5:52 હું વેરીએબલ નામ અહીં ટાઈપ કરીશ. હું તેને "row" કહીશ અને તે "mysql" ની બરાબર હશે..... "mysql_ પંક્તિને અરેના રૂપ માં લાવે છે.
6:11 તેથી હું ટૂંકમાં "mysqul_fetch_assoc" લખીશ.
6:22 અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે. તો મને ત્યાં મારી ક્વેરી મળી છે.
6:28 આનાથી, આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા લઇ રહ્યા છીએ અને "row" કહેવાતા અરે માં મૂકી રહ્યા છીએ.
6:40 તો while લૂપ સાથે, આપણી પાસે બ્રેકેટો (કૌંસો) રહેશે અને હવે અમુક વેરીએબલો સુયોજિત કરીશું.
6:45 હું "db username" લખીશ, જે યુઝરનેમ છે જેને હું ડેટાબેઝમાંથી કાઢીશ, આ "row" સમાન છે અને "username", પંક્તિ નામ છે.
6:55 તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે, અહીં આ પંક્તિ નામ છે.
6:59 જો આ ડેટા નો અરે છે, તો આમાંનું પ્રત્યેક આઈડી, યુઝરનેમ અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
7:06 આપણે 0,1,2 વાપરી નથી રહ્યા. પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરશે કે નહી.
7:10 હવે આપણે આને સાદું રાખીશું અને આપણે સીધું આપણા કોલમનાં નામને સંદર્ભિત કરીશું.
7:20 તો ડેટાબેઝ યુઝરનેમ "row" રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનનો ઉપયોગ કરે છે.
7:26 આગળ આપણે લખીશું "db password equals row" અને ત્યારબાદ આપણો પાસવર્ડ.
7:38 તો આના પછી આપણે એકો કરી શકીએ છીએ....
7:43 ના, ખરેખરમાં આપણે આપણા db યુઝરનેમ અને પાસવર્ડના કન્ટેન્ટને એકો કરવાની જરૂર નથી જ્યા સુધી આપણે એરરો માં રન કરવા ઈચ્છતા હોઈએ.
7:49 આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે શું છે. આપણે તેમને ડેટાબેઝમાં જોયું છે.
7:51 હવે આપણે શું કરીશું, આપણે એક ચકાસણી શરૂ કરીશું. તેથી "check to see if they match".
8:00 "if" સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે.
8:04 "if" our username equals db username and password is equal to our db password , તો આપણે કહીશું આ બરાબર છે.
8:19 નહી તો, આપણે કહીશું આ બરાબર નથી.
8:22 હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે. તેથી "Incorrect password!" એકો કરો. આને એ રીતે જ રહેવા દો.
8:34 અને અહીં આપણે લખીશું એકો "You’re in!".
8:41 ઠીક છે હું વિડીયોનાં આ ભાગનો અંત કરું એ પહેલા આપણે આની ચકાસણી કરીશું.
8:46 હું પહેલા લખીશ "Alex" અને હું ખોટો પાસવર્ડ નાખીશ. આ "Incorrect password!" દર્શાવશે.
8:51 અને હવે હું પાસવર્ડ તરીકે "abc" મુકીશ અને આ "You’re in!" દર્શાવશે.
8:55 તો આપણે યુઝરનેમ ની ચકાસણી કરી અને તે અસ્તિત્વમાં છે.
8:58 આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો અસ્તિત્વમાં છે તો તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો.
9:04 જો આપણે યુઝરનેમ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો આપણને એક એરર મેસેજ મળે છે - "Incorrect password".
9:11 જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો, આપણને "You’re in" મળે છે.
9:13 અને જો આપણે યુઝરનેમ દાખલ કરીએ છીએ જે મળતું નથી, તો આપણને user doesn’t exist નામનો એક એરર મેસેજ મળે છે.
9:24 ઠીક છે તો મારી સાથે આવનારા ભાગમાં જોડાવો, અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો (સત્રો) અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા.
9:32 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali