LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 18:10, 6 May 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:00 | સેલો સાથે કામ કરવા માટેના લીબરઓફીસ કેલ્ક પરના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : |
00:08 | સ્પ્રેડશીટમાં કેવી રીતે નંબરો, લખાણ, તારીખ અને સમય દાખલ કરવું. |
00:16 | ફોર્મેટ સેલો સંવાદ બોક્સ કેવી રીતે વાપરવું. |
00:19 | કેવી રીતે સેલો અને શીટ્સ વચ્ચે નેવિગેટ કરવું. |
00:23 | કેવી રીતે પંક્તિઓ, કૉલમ અને શીટ્સમાં વસ્તુઓ પસંદ કરવું. |
00:29 | આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ ૧૦.૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ નો ઉપયોગ કરીશું. |
00:39 | તેથી ચાલો પ્રથમ શીખીએ કેવી રીતે સેલોમાં માહિતી દાખલ કરવી. |
00:43 | આપણે આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઇલ ખોલીશું. |
00:49 | તમે કોઈપણ ચોક્કસ સેલમાં તે ઉપર ક્લિક કરી અને પછી કીબોર્ડ દ્વારા લખાણ લખી શકો છો. |
00:59 | લખાણ મૂળભૂત રીતે ડાબા ગોઠવાયેલા છે. તમે ફોર્મેટબાર પરના કોઇ પણ એક ગોઠવણી ટેબો પર ક્લિક કરી ગોઠવણી બદલી શકો છો. |
01:08 | ચાલો આ પેહલા જેવું કરીએ. |
01:11 | હવે આ સ્પ્રેડશીટ માં "A1" સેલને અનુલક્ષતા સેલ પર ક્લિક કરો. |
01:15 | તમે જોઈ શકો છો પસંદિત સેલ પ્રકાશિત થયું છે. |
01:20 | અહીં આપણે સ્તંભ શિર્ષકો પહેલેથી જ લખ્યા છે. |
01:24 | શીર્ષક હેઠળ, "આઈટ્મ્સ"માં આપણે થોડી વસ્તુઓ એક પછી એક લખીશું જેમ કે "સેલેરી", "હાઉસરેન્ટ", "ઇલેક્ટ્રીકસિટી બિલ", "ફોન બિલ", "લોન્ડ્રી" અને "મીસેલેનીયશ". |
01:38 | સેલ નંબર બદલવા માટે, સેલ ઉપર ક્લિક કરો અને નંબરમાં લખો. |
01:43 | નકારાત્મક નંબર દાખલ કરવા માટે, ક્યાં તો તે સામે બાદબાકી ચિહ્ન લખો અથવા તેને કૌંસ અંદર મુકો. |
01:53 | મૂળભૂત રીતે, નંબરો જમણી તરફ ગોઠવાયેલ છે અને નકારાત્મક નંબરો આગળ બાદબાકી ચિહ્ન છે. |
02:01 | ચાલો ફેરફારો રદ કરીએ. |
02:04 | હવે સીરીયલ નંબર શીર્ષક અંદર, જે આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" સ્પ્રેડશીટમાં "SN" તરીકે વ્યકત થાય છે, ત્યાં આપણે દરેક વસ્તુના સીરીયલ નંબર એક પછી એક આપવા ઈચ્છીએ છીએ. |
02:17 | તેથી "A2" ને અનુલક્ષતા સેલ પર ક્લિક કરો અને ૧,૨,૩ નંબર એક પછી એક દાખલ કરો. |
02:27 | સીરીયલ નંબરને ઓટો-ફિલ કરવા માટે, "A4" સેલ પર ક્લિક કરો. થોડું બ્લેક બોક્સ સેલના તળિયે જમણી તરફના ખૂણે દૃશ્યમાન થાય છે. તે સેલ "A7" સુધી ખેંચો અને માઉસ બટન છોડો. |
02:42 | તમે જોશો કે "A5" થી "A7" સુધીના સેલો વારાફરતી શ્રેણી નંબર સાથે રચાયેલ છે. |
02:51 | વસ્તુઓના સીરીયલ નંબર દાખલ કર્યા પછી, હવે આપણે દરેક વસ્તુ ની કિંમત "કોસ્ટ" શીર્ષક હેઠળ દાખલ કરીશું. |
02:59 | તેથી આપણે "C3" તરીકે સંદર્ભ ધરાવતા સેલ પર ક્લિક કરીશું અને "હાઉસ રેન્ટ" માટે ખર્ચ "રૂપીઝ 6000" તરીકે લખીશું. |
03:07 | હવે, જો આપણે નંબર પહેલાં રૂપિયો ચિહ્ન ઈચ્છીએ છીએ તો? |
03:11 | ધારો કે, આપણે "ઇલેક્ટ્રીકસિટી બિલ" માટે "800 રૂપીયા" દાખલ કરવા ઈચ્છીએ છીએ. તો, સેલ C4 પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "ફોર્મેટ સેલ્સ" વિકલ્પ પર ક્લિક કરો. |
03:23 | આ "ફોર્મેટ સેલ્સ" સંવાદ બોક્સ ખોલશે. |
03:27 | પ્રથમ ટેબ "નંબર" છે. જો તે પહેલાથી પસંદ ન હોય તો તે પર ક્લિક કરો. |
03:32 | "કેટેગરી" અંદર વિવિધ વર્ગો દેખાય છે જેમ કે નંબર, પરસેન્ટેજ, કરન્સી, ડેટ, ટાઈમ વગેરે.. |
03:41 | ચાલો કરન્સી પસંદ કરીએ. |
03:44 | હવે ફોર્મેટ વિકલ્પ હેઠળ, નીચે તીર પર ક્લિક કરો. આ વિશ્વનાં વિવિધ ચલણ ચિહ્નો પ્રદર્શિત કરશે. |
03:53 | ચાલો ઉપર સ્ક્રોલ કરો અને "આઈએનઆર રૂપીઝ ઈંગ્લીશ ઇન્ડિયા" પસંદ કરો. મૂળભૂત રીતે, ૧૨૩૪ રૂપિયા નીચે આવતા ડ્રોપ-ડાઉનમાં પસંદ થયેલ છે. |
04:04 | તમે જમણી બાજુમાં નાના પૂર્વદર્શન વિસ્તારમાં તેનું પૂર્વદર્શન જોઈ શકો છો. |
04:10 | "ઓપ્શન્સ" અંદર, આપણી પાસે, દશાંશ સ્થળોની સંખ્યા અને આગળ આવતા શૂન્ય જે આપણે ઈચ્છીએ છીએ તે ઉમેરવા માટેનું વિકલ્પ છે. |
04:20 | નોંધ લો કે આપણે શૂન્યની સંખ્યા વધારીએ છીએ, તો ફોર્મેટની અંદર પસંદગી ૧.૨૩૪ રૂપીયાથી બદલાઈ ગયેલ છે. દશાંશ શૂન્ય શૂન્ય 2 દશાંશ સ્થળોને સૂચવે છે. |
04:35 | નોંધ લો ફેરફાર પૂર્વદર્શન વિસ્તારમાં પ્રદર્શિત થાય છે. |
04:40 | દરેક હજાર માટે "અલ્પવિરામ" વિભાજક ઉમેરવા માટે "થાઉઝન્સ સેપરેટર" પર ક્લિક કરો. ફરી એક વાર, પૂર્વદર્શન વિસ્તારમાં ફેરફારની નોંધ લો. |
04:50 | તમે ફૉન્ટ ટેબ પર ક્લિક કરીને ફોન્ટ શૈલી પણ બદલી શકો છો. તેની પાસે ફૉન્ટ માટે વિવિધ વિકલ્પો છે, ટાઇપફેસ અને માપ. |
05:00 | "ફૉન્ટ ઇફેક્ત્સ" અને અન્ય ટેબો વિશે વધુ જાણો. |
05:05 | આપણે પાછળથી અન્ય ટ્યુટોરીયલ માં અલાઇન્મેન્ટ ટેબનાં વિકલ્પો વિશે જાણીશું. |
05:11 | "ઓકે" પર ક્લિક કરો. |
05:15 | ચાલો ૮૦૦ લખીએ અને એન્ટર કળ દબાવીએ. તમે જોશો કે ૮૦૦ નંબર હવે 2 દશાંશ સ્થળો સાથે રૂપિયા ૮૦૦ થી રજૂ થાય છે. |
05:26 | હવે, C5 થી C7 સુધીનાં સેલો પસંદ કરો. Ctrl કળ દબાવી રાખો અને G2 સેલ પણ પસંદ કરો. નોંધ લો કે બધા પસંદિત સેલ પ્રકાશિત થયા છે. |
05:39 | આ પ્રકાશિત સેલોમાંથી કોઈપણ સેલ પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "ફોર્મેટ સેલ્સ" પસંદ કરો. |
05:46 | પહેલા જેવા જ વિકલ્પો પસંદ કરો. "ઓકે" પર ક્લિક કરો. |
05:51 | હવે, આપણે અન્ય તમામ વસ્તુઓ માટેનાં ખર્ચ એક પછી એક લખીશું જેમ કે "ફોન બિલ" માટે "૬૦૦ રૂપીયા" , "રૂપીયા 300" "લોન્ડ્રી" ખર્ચ તરીકે અને "રૂપીયા 2000" "મીસેલેનીયશ" ખર્ચ તરીકે લખો. |
06:06 | "અકાઉનટ્સ" શીર્ષક હેઠળ આપણે મહિનાનો પગાર માટે "૩૦,૦૦૦ રૂપીયા" લખીશું. |
06:13 | કેલ્કમાં તારીખ દાખલ કરવા માટે, સેલ પસંદ કરો અને તારીખ લખો. |
06:18 | તમે તારીખનાં તત્વોને ફોરવર્ડ સ્લેશ અથવા હાઈફન સાથે અલગ કરી શકો છો અથવા લખાણ નો ઉપયોગ કરી શકો જેમ કે ૧૦ ઓક્ટોબર ૨૦૧૧. |
06:27 | કેલ્ક તારીખનાં વિવિધ ફોર્મેટો ઓળખે છે. |
06:32 | વૈકલ્પિક રીતે, તમે સેલ પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "ફોર્મેટ સેલ્સ" વિકલ્પ પસંદ કરો. |
06:38 | "કેટેગરી" હેઠળ "તારીખ" અને "ફોર્મેટ" હેઠળ જરૂરી ફોર્મેટ પસંદ કરો. હું ૧૨, ૩૧, ૧૯૯૯ પસંદ કરીશ. પૂર્વદર્શન વિસ્તારમાં પ્રદર્શનની નોંધ લો. |
06:51 | ફોર્મેટ કોડ નીચે પણ એમએમ, ડીડી, અને વાયવાયવાયવાય તરીકે દર્શાવવામાં આવે છે. તમે ફોર્મેટ કોડ જરૂરિયાત પ્રમાણે બદલી શકો છો. |
07:02 | હું ડીડી, એમએમ, અને વાયવાયવાયવાય લખીશ. પૂર્વદર્શન વિસ્તારમાં ફેરફારની નોંધ લો.
ઓકે પર ક્લિક કરો. |
07:12 | કેલ્કમાં સમય દાખલ કરવા માટે, સેલ પસંદ કરો અને સમય લખો. |
07:18 | તમે તારીખના તત્વોને કોલન સાથે અલગ કરી શકો છો જેમ કે 10 કોલન 43 કોલન ૨૦. |
07:24 | વૈકલ્પિક રીતે, તમે સેલ પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "ફોર્મેટ સેલ્સ" વિકલ્પ પસંદ કરો. |
07:31 | "કેટેગરી" હેઠળ "ટાઈમ" અને "ફોર્મેટ" હેઠળ જરૂરી ફોર્મેટ પસંદ કરો. હું ૧૩, ૩૭, ૪૬ પસંદ કરીશ. પૂર્વદર્શન વિસ્તારમાં પ્રદર્શનની નોંધ લો. |
07:43 | ફોર્મેટ કોડ નીચે પણ એચએચ:એમએમ:એસએસ તરીકે દર્શાવવામાં આવે છે. તમે જરૂરિયાત પ્રમાણે ફોર્મેટ કોડ બદલી શકો છો. હું એચએચ:એમએમ લખીશ. |
07:57 | પૂર્વદર્શન વિસ્તારમાં ફેરફારની નોંધ લો.
ઓકે પર ક્લિક કરો. |
08:03 | ચાલો ફેરફારો રદ કરીએ. |
08:06 | કેલ્કમા લખાણ, નંબરો, અને તારીખો કેવી રીતે લખવું તે શીખ્યા પછી, હવે આપણે જાણીશું કે સ્પ્રેડશીટમાં સેલ થી સેલ અને શીટ થી શીટ કેવી રીતે નેવિગેટ થવું. |
08:17 | તો પ્રથમ આપણે જોશું કે કેવી રીતે એક સ્પ્રેડશીટ અંદર સેલ થી સેલ નેવિગેટ કરી શકાય. |
08:23 | તમે કર્સર સાથે તેની પર ક્લિક કરીને કોઈ ચોક્કસ સેલ વાપરી શકો છો. |
08:29 | તમે જોઈ શકો છો કે કોઈ એક સેલ પ્રકાશિત થાય છે. |
08:32 | કોઈ ચોક્કસ સેલ વાપરવા માટેની અન્ય પદ્ધતિ "સેલ રેફરેન્સ" છે. |
08:38 | નીચેના કાળા તીર પર ક્લિક કરો જે "નેમ બોક્સ" ની જમણી તરફ છે. |
08:43 | હવે તમે જે સેલ પર જવા માંગો છો તે સેલનું સંદર્ભ લખો અને "એન્ટર" કળ દબાવો. |
08:49 | તમે "નેમ બૉક્સ" માં પણ ક્લિક કરી શકો છો, તો હાલનું સેલ સંદર્ભ રદ કરો અને "સેલ રેફરન્સ" માં તમને જોઇતું સંદર્ભ લખો અને "એન્ટર" દબાવો. |
08:58 | આગળ આપણે જોઈશું કે કેવી રીતે સ્પ્રેડશીટમાં સેલો વચ્ચે નેવિગેટ કરવું. |
09:03 | સેલો વચ્ચે નેવિગેટ કરવા માટેની પ્રથમ પદ્ધતિ છે કર્સર દ્વારા. |
09:09 | કર્સરનો ઉપયોગ કરીને ધ્યાનને કેન્દ્રિત કરવા માટે તમે સેલ પર કર્સર લઇ જાવ જ્યાં તમે ઈચ્છો છો અને માઉસનું લેફ્ટ બટન પર ક્લિક કરો. |
09:18 | આ તમારું ધ્યાન નવા સેલ પર કેન્દ્રિત કરશે. |
09:22 | આ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે જ્યારે બે સેલો એક વિશાળ અંતરથી અલગ હોય છે. |
09:28 | સેલો વચ્ચે નેવિગેટ કરવાની અન્ય પદ્ધતિ "ટૅબ" છે જે પંક્તિમાં આગામી સેલ પર જાય છે. |
09:35 | "શીફ્ટ + ટૅબ" એ પંક્તિમાં પહેલાંના સેલ પર જવા માટે છે, |
09:39 | "એન્ટર" એ સ્તંભમાં આગામી સેલ પર જવા માટે છે, |
09:42 | "શીફ્ટ + એન્ટર" એ સ્તંભમાં પહેલાંના સેલ પર જવા માટે છે, |
09:46 | આગળ આપણે કેલ્કમાં કીબોર્ડની મદદથી વિવિધ સ્પ્રેડશીટ્સ વચ્ચે નેવિગેટ કેવી રીતે કરવું તે શીખીશું. |
09:53 | સક્રિય શીટની બાજુની શીટ વાપરવા માટે, "કન્ટ્રોલ" + "પેજ ડાઉન" કળ સાથે દબાવો. |
10:00 | વર્તમાન શીટની ડાબી બાજુની શીટ વાપરવા માટે, "કન્ટ્રોલ" + "પેજ અપ" કળ સાથે દબાવો. |
10:08 | તમે શીટ્સ વચ્ચે કર્સરની મદદથી પણ નેવિગેટ કરી શકો છો. |
10:13 | આ માટેની વિગતવાર માહિતી "શીટ્સ સાથે કેવી રીતે કામ કરવું" તે સમજાવતા ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. |
10:19 | જો તમારી પાસે શીટ્સની સંખ્યા વધુ હોય, તો કેટલાક શીટ ટેબો સ્ક્રીનના તળિયે આડા સ્કરોલબાર પાછળ છૂપાયેલા હોઇ શકે છે. |
10:28 | જો આ બાબત થાય, તો પછી શીટ ટેબોના ડાબા તળિયેના ચાર બટનો ટેબોને દેખાવમાં બદલી શકે છે. |
10:36 | ચાલો ફેરફારો રદ કરીએ. |
10:39 | કર્સર દ્વારા સંલગ્ન એટલે કે ક્ન્તીજ્યુશ સેલોના વિસ્તારને પસંદ કરવા માટે, પ્રથમ સેલમાં ક્લિક કરો. |
10:45 | હવે માઉસનું ડાબું બટન દબાવો અને નીચેની તરફ પકડી રાખો. |
10:48 | સ્ક્રીનની ઉપર કર્સરને ખસેડો અને જેવું જરૂરી સેલોનો વિસ્તાર પ્રકાશિત થાય, એટલે માઉસનું ડાબું બટન છોડો દો.
તમે જુઓ કે પસંદિત સેલો પ્રકાશિત થયા છે. |
11:00 | ઘણા સ્તંભોને અથવા પંક્તિઓ, જેઓ સંલગ્ન છે, તેઓને પસંદ કરવા માટે પ્રથમ સ્તંભ અથવા પંક્તિઓને જૂથમાં ક્લિક કરો. |
11:09 | હવે "શિફ્ટ" કળ દબાવી રાખો. |
11:12 | જૂથમાં છેલ્લી સ્તંભ અથવા પંક્તિ પર ક્લિક કરો. |
11:15 | વધુ સ્તંભો અથવા પંક્તિઓ, જે સંલગ્ન નથી, તેઓને પસંદ કરવા માટે, પ્રથમ સ્તંભ અથવા પંક્તિઓને જૂથમાં ક્લિક કરો. |
11:23 | "કન્ટ્રોલ" કળ દબાવી રાખો અને ત્યારબાદ બધી જ આગામી સ્તંભ અથવા પંક્તિઓ પર "કન્ટ્રોલ" કળ દબાવતી વખતે ક્લિક કરો. |
11:31 | વધુ સંલગ્ન શીટ્સ પસંદ કરવા માટે, પ્રથમ જરૂરી શીટ માટે શીટ ટેબ પર ક્લિક કરો. |
11:39 | હવે છેલ્લી જરૂરી શીટ માટે શીટ ટેબ પર કર્સરને ખસેડો. |
11:43 | "શિફ્ટ" કળ દબાવી રાખો અને શીટ ટેબ પર ક્લિક કરો. |
11:48 | આ બે શીટ્સ વચ્ચેના બધા ટૅબ્સ સફેદ બનશે, જે સૂચવે છે કે તેઓ બધા પસંદ કરેલ છે. |
11:56 | હવે તમે કોઈપણ ક્રિયાઓ કરશો તે, બધી પ્રકાશિત શીટ્સ પર અસર કરશે. |
12:01 | ઘણી બિન-સંલગ્ન શીટ્સ પસંદ કરવા માટે, પ્રથમ શીટ માટે શીટ ટેબ પર ક્લિક કરો. |
12:08 | હવે ત્રીજી શીટ ટેબ પર કર્સરને ખસેડો. |
12:12 | "કન્ટ્રોલ" કળ દબાવી રાખો અને શીટ ટેબ પર ક્લિક કરો. |
12:16 | પસંદિત ટેબો સફેદ બનેલ છે અને હવે તમે કોઈપણ ક્રિયાઓ કરશો તે, બધી પ્રકાશિત શીટ્સ પર અસર કરશે. |
12:24 | અહીં લીબરઓફીસ કેલ્ક પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12:30 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
12:33 | કેલ્કમાં નંબરો, લખાણ, લખાણ તરીકે નંબરો, તારીખ, અને સમય કેવી રીતે દાખલ કરવા. |
12:40 | ફોર્મેટ સેલ્સ સંવાદ બોક્સ કેવી રીતે વાપરવું. |
12:43 | સેલો વચ્ચે શીટ્સ વચ્ચે નેવિગેટ કેવી રીતે કરવું. |
12:47 | પંક્તિઓ, સ્તંભો અને શીટ્સમાં વસ્તુઓ કેવી રીતે પસંદ કરવું. |
12:52 | કોમ્પ્રિહેન્સિવ એસાઇન્મેન્ટ |
12:55 | પ્રેકટીશ.ઓડીએશ સ્પ્રેડશીટ ખોલો. |
12:58 | "સીરીયલ નંબર" હેઠળ 1 થી 5 એક પછી એક સીરીયલ નંબર લખો. |
13:04 | કળો દ્વારા સેલો વચ્ચે નેવિગેટ કરો. |
13:09 | સીરીયલ નંબર હેઠળ બધી વસ્તુઓ પસંદ કરો. |
13:13 | તારીખ અને સમય માટે સ્તંભ ઉમેરો. |
13:16 | તેમાં ફોર્મેટ સેલ્સ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી અમુક કિંમતો દાખલ કરો. |
13:21 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
13:24 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. |
13:27 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
13:32 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ |
13:35 | *મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
13:38 | *જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. |
13:41 | *વધુ વિગતો માટે “contact@spoken-tutorial.org” ઉપર સંપર્ક કરો. |
13:48 | *મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
13:52 | *જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
14:00 | *વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. |
14:03 | *http://spoken-tutorial.org/NMEICT-Intro |
14:11 | *આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર. |
14:16 | *જોડાવા માટે આભાર. |