PHP-and-MySQL/C4/User-Password-Change-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે એક વપરાશકર્તા તેમનાં પાસવર્ડને બદલી શકે છે. |
0:08 | આપણે શીખીશું કે કેવી રીતે વપરાશકર્તાને તેમના પાસવર્ડ બદલવા માટે વિકલ્પ આપવું જો તે ઈચ્છે છે. |
0:13- | આ વધારે સમય ન લેવું જોઈએ. આ 3 ભાગોમાં સમાપ્ત થઇ જશે. |
0:18 | આપણે વપરાશકર્તાને એક ફોર્મ આપીશું અને વપરાશકર્તાને તેમનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરવા માટે કહીશું. |
0:27 | આપણે તેમના જુના પાસવર્ડ ને તપાસ કરીશું, જે ડેટાબેઝમાં છે. |
0:31 | યાદ રાખો, તે એનક્રિપ્ટ થયેલ છે. |
0:33 | પછી આપણે બે નવા પાસવર્ડોની તુલના કરીશું એ જોવા માટે કે તે મેળ ખાય છે અથવા તેમણે કોઈ ભૂલ કરી છે. |
0:39 | આગળ આપણે નવા sql કોડોનાં ઉપયોગ વડે ડેટાબેઝ અપડેટ કરીશું. |
0:44 | તો સૌપ્રથમ હું મારા "member" પેજ પર "session" શરૂ કરીશ. જેવું કે તમે જોઈ શકો છો આપણને "session_start" અહીં મળ્યું છે. |
0:53 | હું આ કોપી કરીશ અને પેજની ઉપરની બાજુએ પેસ્ટ કરીશ. તો, આપણે સેશન શરૂ કરી દીધું છે. |
0:59 | આપણે "user" કહેવાતા એક વેરીએબલ (ચલ) ને વાપરવાની જરૂર છે જે એક સેશનની બરાબર રહેશે જેને આપણે અહીં સુયોજિત કર્યું છે. |
1:09 | પહેલા, આપણે આ તપાસ કરવાની જરૂર છે કે વપરાશકર્તાઓ લોગ ઇન થયેલા છે - આ એક કોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો - એ પહેલા કે આપણે તેમનાં પાસવર્ડને બદલવાની શરૂઆત કરીએ અથવા તેમને તેમનો પાસવર્ડ બદલી કરવા દઈએ. |
1:19 | હું આ "user" વેરીએબલ (ચલ) ને આપણા "session" નામ તરીકે સુયોજિત કરીશ જે કે અહીં છે. |
1:24 | ઠીક છે, હવે આપણે લખીશું “ if the user exists”, અમે તેમને તેમના પાસવર્ડ બદલવા દેશું, નહી તો અમે પુષ્ઠને કીલ (નષ્ટ અથવા દબાણપૂર્વક બંધ કરવું) કરીને લખીશું “You must be logged in to change your password". |
1:41 | આ “User is logged in” માટે એક બ્લોક છે. તેથી એ માનીને કે વપરાશકર્તા લોગ ઇન થયેલ છે, લોગીનના અસ્તિત્વની આપણે તપાસ કરીએ એ પછી, આપણે ભરવા હેતુ તેમને એક ફોર્મ આપવાની જરૂર છે. |
1:49 | અહીં હું આપણા કોડને એકો કરીશ જે આપણું ફોર્મ હશે. આ એક આપમેળે સબમીટ (જમા થનાર) થનારું ફોર્મ છે તેથી તે "change password dot php" પાછું જશે અને અહીં ફોર્મનો અંત થાય છે. |
2:14 | તો આ એ પુષ્ઠ છે જેના પર આપણે પહેલાથી જ છીએ અને તમામ વિગતોની ચકાસણી હેતુ હું એક ચેક વાપરીશ. |
2:21 | ફોર્મની પદ્ધતિ POST છે કારણ કે આપણે URL ની અંદર પાસવર્ડની કોઈપણ માહિતીને છોડવા નથી ઈચ્છતા. |
2:30 | આગળ આપણે થોડાક ઈનપુટ બોક્સો બનાવીશું. પહેલું “Old password:” જે કે પાસવર્ડ પ્રકાર નહી રહેશે, તેથી એન્ટ્રી (પ્રવેશ) ગોપનીય નહી રહે. આમ ઈનપુટ પ્રકાર "text" અને નામ "password" રહેશે. |
2:48 | હું એક પેરાગ્રાફ બ્રેક (ફકરો પૂર્ણ થયા પછી મુકાતું ભંગાણ) મુકીશ. આગળ છે "New password:" અને હું ઈનપુટ પ્રકાર "password" તરીકે બનાવીશ જેથી કરીને તે દરેકથી છુપાયેલું (ગોપનીય) રહે. નામ “new password” રહેશે. |
3:02 | હું અહીં એક લાઈન બ્રેક મુકીશ. હવે આ વાક્યને કોપી પેસ્ટ કરો અને થોડા ફેરફારો કરો. લેબલ અહીં “Repeat new password” રહેશે અને એક પેરાગ્રાફ બ્રેક પછી નામ "repeat new password" રહેશે. |
3:23 | છેલ્લે અમને જરૂર છે એક “submit" બટનની. નામ "submit" રહેશે તો આપણે તપાસ કરી શકીએ છીએ કે જો આ દબાય રહ્યું છે અને મુલ્ય "Change password" રહેશે. |
3:33 | ઠીક છે, તો ચાલો આપણા પુષ્ઠ પર જઈએ. હું મેમ્બર (સભ્ય) પુષ્ઠ પર એક લીંક રાખીશ, આપણા પાસવર્ડને બદલવા હેતુ અમને મદદ મળે એ માટે. |
3:40 | હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ (વપરાશકર્તા નામ) “Alex” છે. |
3:48 | login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. મેમ્બર (સભ્ય) પુષ્ઠ આ રહ્યું. સેશન (સત્ર) સુયોજિત છે. જો આપણે લોગ આઉટ કરવાની જરૂર છે, આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. પણ આપણા પાસવર્ડને બદલવા હેતુ અમને બીજા વિકલ્પોની જરૂર છે. |
4:01 | તેથી આપણે આપણા "member dot php" પુષ્ઠ પર પાછા જશું અને હું બીજું એક લીંક બનાવીશ. |
4:08 | અને તે રહેશે “Change password”. |
4:11 | અને આ “change password dot php" સાથે લીંક (જોડાવવું) થશે. |
4:14 | તેથી જો આપણે આને રીફ્રેશ કરીએ છીએ અમને બીજો એક વિકલ્પ મળશે. અહીં ક્લિક કરો અને અમને આપણું ફોર્મ મળે છે જે આપણે પહેલા બનાવ્યું હતું. હું મારો જુનો પાસવર્ડ અહીં ટાઈપ કરીશ અને મારો નવો પાસવર્ડ અહીંયા. |
4:26 | "Change password" ક્લિક કરો પણ કઈ જ થતું નથી. તેથી આપણે તપાસ કરવા માંગીએ છીએ કે આ સબમીટ થયું છે કે નહી. અહીં આ વધારાની લાઈનને રદ્દ કરો. |
4:38 | આપણે શું કરવાની જરૂર છે કે “if POST submit” કહેવાતું એક If સ્ટેટમેંટ બનાવવું છે જેનો અર્થ છે કે "has the user pressed this submit button?" [શું વપરાશકર્તાએ આ સબમીટ બટનને દબાવ્યું છે?]. નામ submit છે, એટલા માટે અહીં અમને submit લખેલું મળે છે. |
4:52 | અને જો વપરાશકર્તાએ સબમીટ કરી દીધું છે તો આપણે અહીં આપણો પાસવર્ડ બદલવાની શરૂઆત કરી શકીએ છીએ. |
4:59 | નહી તો, જો વપરાશકર્તાએ સબમીટ નથી કર્યું તો આપણે અહીં આ કોડને એકો કરવા માટે જઈ રહ્યા છીએ. |
5:05 | જો વપરાશકર્તાએ પહેલાથી જ સબમીટ નથી કર્યું, તો ફોર્મ સબમીટ કરવા હેતુ, તેમને અહીં આ ફોર્મ સાથે પ્રસ્તુત થવું પડશે. |
5:12 | ચાલો આગળ જઈએ અને આની ચકાસણી કરીએ. આપણે અહીં શું કરીશું કે આ ચાલે છે કે નહી તે જોવા માટે “test” એકો કરીશું. |
5:18 | ચાલો પાછા જઈએ અને આને ભરીએ. વાસ્તવમાં આપણે કઈ પણ ભરવાની જરૂર નથી. આપણે ફક્ત submit બટનને ક્લિક કરીશું. અને અમને “test” નો એક એકો મળે છે એ બતાવવા માટે કે આપણું ફોર્મ સફળતાપૂર્વક સબમીટ થઇ ગયું છે. |
5:34 | ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. આને રદ્દ કરો અને અહીં આપણે લખીશું “check fields”. |
5:40 | અમને થોડાક વેરીએબલો (ચલો) મળ્યાં છે જેને આપણે આપણા જુના પાસવર્ડથી સુયોજિત કરવાની જરૂર છે જે કે “old password” નામના POST વેરીએબલ (ચલ) ની બરાબર હશે. અમે તે નામને અમારા ફોર્મમાં અહીં નીચે આપ્યું છે. |
5:55 | અને હું આને દરેક મુલ્ય માટે રેપ્લિકેટ (ની સાથે નકલ કરવું) કરીશ જેને આપણે સબમીટ કરી રહ્યા છીએ. |
6:00 | આગળનું છે “new password” અને ત્યારબાદ આપણી પાસે છે “repeat new password”. આપણે ફક્ત આ બદલીશું. |
6:10 | ખાતરી કરી લો કે આ કામ કરી રહ્યા છે, અને હું તમને આ દરેક સમયે કરવાની ભલામણ કરું છું, “old password”, “new password” અને ”repeat new password” એકો કરો. |
6:25 | આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે કે શું, અને ત્યારબાદ અમને વેરીએબલ (ચલ) નામમાં આપણા વેરીએબલો (ચલો) અને post વેરીએબલો (ચલો) મળે છે. |
6:38 | બધું કામ કરી રહ્યું છે ફક્ત એ જોવા માટે હું એકો કરીશ જે કઈ અમે બોક્સમાં ટાઈપ કર્યું છે. |
6:40 | તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને અમને abc, 123 અને 123 મળે છે. |
6:52 | તો તે ફોર્મની માહિતીને સબમીટ કરાઈ છે. શબ્દ જોડણીની ભૂલો અહીં નથી. હું આશ્વસ્ત થઇ શકું છું કે હું મારા યુઝર (વપરાશકર્તા) ને એક નવો પાસવર્ડ સુયોજિત કરાવી શકું છું. |
7:00 | હવે હું ટ્યુટોરીયલને રોકી રહ્યો છું. આગળના ભાગમાં હું શીખવાડીશ કે ડેટાબેઝમાં નવા પાસવર્ડની વિરુદ્ધમાં જુના પાસવર્ડને કેવી રીતે તપાસવા, કેવી રીતે તપાસ કરીએ જો નવા પાસવર્ડ અને પુનરાવર્તિત થયેલ પાસવર્ડ મેળ ખાય છે અને પછી વપરાશકર્તાના પાસવર્ડને બદલતા. |
7:24 | જોવાબદ્દલ આભાર. આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. |