PHP-and-MySQL/C4/Display-Images-from-a-Directory/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:44, 18 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 ડાયરેક્ટ્રી [નિર્દેશિકા] માં ઈમેજો [ફોટાઓ] કેવી રીતે સૂચીબદ્ધ કરવી એનાં પરનાં આ ટૂંકા ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:07 ફાઈલો સૂચીબદ્ધ કરવી અને તેમાં ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરવાં હેતુ, એક html [એચટીએમએલ] કોડને, એક ઈમેજ ટેગ તરીકે ઉપયોગમાં લેવાં માટે ફેરફાર કરવું, આની સાથે આ ટ્યુટોરીયલ વ્યવહાર કરે છે.
0:23 અંતિમ પરીણામ લગભગ આ પ્રકારનું દેખાવાં જઈ રહ્યું છે.
0:26 મેં 8 ઈમેજો બનાવી છે અને તે એક પુષ્ઠની નીચેની બાજુએ સૂચીબદ્ધ થવા જઈ રહ્યી છે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે.
0:33 ચાલો હું તમને ફક્ત બતાવું કે મેં કેવી રીતે મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર [રચના] સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે.
0:37 મારી પાસે મારી 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરવાં જઈ રહ્યા છીએ.
0:42 અને ત્યારબાદ મારી પાસે મારી ઈમેજોનું ફોલ્ડર છે અને જેમાં ઈમેજો છે જે અહીં બતાવ્યા પ્રમાણે, સૂચીબદ્ધ કરવામાં આવી છે.
0:53 વાસ્તવમાં, એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે.
0:56 તે સંમિશ્રિત ફોર્મેટ હોઈ શકે, તે કોઈ એક ફોર્મેટ હોઈ શકે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે [પ્રદર્શન] અથવા ઈમેજ ફાઈલ ચાલશે.
1:04 તો અહીં છે આપણી 'show dot php'.
1:06 અને આ સમયે આ અહીં અંદરથી ખાલી છે.
1:09 અને દેખીતી રીતે આપણને આપણા php ટેગોની જરૂર રહેશે.
1:13 અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ આપણે આપણી ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ [ચલ] ને સુયોજિત કરીશું.
1:20 અને જેવું કે મેં તમને પહેલાં બતાવ્યું છે કે આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે.
1:24 આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને હટાવી દે છે.
1:35 તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php લખાણ 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર અહીં 'p' ને કેન્સલ [રદ્દ] કરી દે છે.
1:51 તેથી ખાતરી કરી લો કે તમે ફોરવર્ડ સ્લેશને વાપરી રહ્યા છો અને દેખીતી રીતે આપણી પાસે અહીં આ 'photos' નથી.
1:57 ઠીક છે આગળ આપણે 'open dir function' ને ઉપયોગમાં લેવાની જરૂર છે.
2:01 મૂળભૂત રીતે આ આપણી માટે એક ડાયરેક્ટ્રી ખોલશે.
2:05 આ ડાયરેક્ટ્રીનાં કંટેંટો [ઘટકો] નહી રહેશે.
2:08 આ એક ખાસ ડાયરેક્ટ્રીને ખોલશે એટલે કે અહીં આ ડાયરેક્ટ્રી.
2:14 તેથી આને આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું કે લખીએ if open dir equals to 'open dir' નામનું નવું વેરીએબલ અને dir. તો આપણે અહીં આને આનાંથી મેળ કરી રહ્યા છીએ.
2:27 અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ આપણી ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ.
2:40 આપણે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે જો તમારી ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને પુષ્કળ કોડ અને ઘણા બધાં એરરો [ત્રુટીઓ] મળશે.
2:47 આ અહીં કહે છે જો આપણી પાસે કોઈપણ એરરો નથી તો આપણે આની અંદરનાં કોડ અને આપણા બ્લોક સાથે અહીં ચાલુ રાખી શકીએ છીએ.
2:56 ઠીક છે હવે આવનારું થોડું ગુંચવણભર્યું છે.
2:59 ચાલો આને એનોટેટ [ટિપ્પણ] કરવાની સાથે શરૂઆત કરીએ.
3:00 આ ડાયરેક્ટ્રીને ખોલવા માટે છે.
3:03 અને અંદર આપણે શું કરીશું કે આપણે ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'.
3:09 અને આપણે આ એક while [વ્હાઈલ] લૂપ સાથે કરીશું કારણ કે વ્હાઈલ લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે એકો કરવાં ઈચ્છીએ છીએ અથવા તેનાં બદલે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ [છવી] દર્શાવવાં માંગીએ છીએ.
3:23 તો આપણે આપણા વ્હાઈલ લૂપની સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આમાં જશે, અને અહીં આપણા કોડનો બ્લોક છે જે આપણે એક્ઝેક્યુટ [કોડને ચલાવવું] કરીશું, અહીં આની વચ્ચે, આપણા વ્હાઈલ લૂપ માટે.
3:32 ઠીક છે આની માટે આપણે શું કરીશું કે જો file equals read directory [ફાઈલ રીડ ડાયરેક્ટ્રીનાં બરાબર છે], આ એક નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે.
3:44 અને દેખીતી રીતે તમે અનુમાન લગાવી લીધું હશે કે તમને અહીં આમાં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે.
3:51 તો આ મૂળભૂત રીતે ડાયરેક્ટ્રીનાં વંચાણ હેતુ છે જેને આપણે પહેલાથી જ open dir ફંક્શન વાપરીને ખોલ્યું છે.
3:57 તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે તો હું આને એકબીજાં સાથે હોર્મોનાઈઝ [મેળ બેસાડવું] કરી શકું છું.
4:03 અને ફરીથી આપણે અહીં આને વેલીડેટ [માન્ય કરવું] કરીશું અને કહીશું જો આ 'false' ની બરાબર નથી અથવા કે આ સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણે પછીથી અમુક એરરોમાં ચલાવી શકીએ છીએ.
4:17 અને આની સાથે આપણે સ્ટ્રક્ચર [રચના] ને શરૂઆત કરવાની જરૂર છે.
4:20 આપણે આને પેરેન્થેસીઝ [નિક્ષેપ વાક્ય] માં મુકવાની જરૂર છે.
4:23 તો ચાલો બસ આને પેરેન્થેસીઝમાં મુકીએ.
4:25 ઠીક છે તો આ આપણું પૂર્ણ વ્હાઈલ સ્ટેટમેંટ હોવું જોઈએ.
4:30 હવે આની અંદર આને કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે.
4:35 અને આપણે આ વ્હાઈલ લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે ગતિશીલ રીતે અપડેટ [સુધારીત] થવા જઈ રહ્યું છે.
4:40 તો આપણે ખરેખર હમણાં શું કરવાની જરૂર છે કે લખીએ 'echo file' અને આપણે શું કરવાં માંગીએ છીએ કે આના અંતમાં 'br' ઉમેરીશું.
4:50 તેથી જો આપણે આપણું બ્રાઉઝર ખોલીને રીફ્રેશ કરીએ છીએ, તમે જોઈ શકો છો કે આપણને આપણી તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે.
4:55 હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર મારી પાસે બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે.
5:00 આપણી પાસે છે ડોટ [એક બિંદુ] અને ડબલ ડોટ [બે બિંદુ], મૂળભૂત રીતે ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે.
5:05 ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં હેતુ છે અથવા એમજ કઈ.
5:13 પણ હમણાં આપણે શું કરવાની જરૂર છે કે આને આપણા વ્હાઈલ લૂપમાં વેલીડેટ [માન્ય] કરવું છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરજો, આ બે ડોટ.
5:22 કારણ એ છે કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ [માન્ય] ઈમેજ નથી અને આ પણ એક માન્ય ઈમેજ નથી.
5:27 તેથી આપણે આનાંથી છુટકારો મેળવવાની જરૂર રહેશે.
5:28 તેથી હું શું કરીશ કે હું લખીશ if file [ફાઈલ] એ ડોટની બરાબર નથી - આપણને 'or' નાં બદલે અહીં એક 'and' જોઈએ છે - અને file [ફાઈલ] એ ડોટ ડોટની બરાબર નથી.
5:45 તો જેમ આપણે એ દ્વારા લૂપ કરીએ છીએ આ દર્શાવશે "Does this equal dot?" [શું આ ડોટની બરાબર છે?]
5:50 પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે આપણા if અંતર્ગત આ સ્ટેટમેંટની સંપૂર્ણપણે અવગણના કરીશું - આપણા if સ્ટેટમેંટ અંદરની એક કમાંડ [આદેશ].
5:59 અને એજ રીતે આપણે આની માટે તપાસ કરી રહ્યા છીએ, તો દેખીતી રીતે બંને ટ્રુ [સાચું] રહેશે.
6:04 તેથી હવે આપણે શું કરીશું કે રીફ્રેશ કરીશું અને આપણે જોઈએ છીએ કે આ અદૃશ્ય થઇ ગયા છે.
6:07 ઠીક છે તો આગળ જે કરવું છે તે અહીં આ વેરીએબલ ફાઈલમાં ફેરફાર કરવું છે, વાસ્તવમાં એક ઈમેજને બનાવવા માટે.
6:16 તો આપણે શું કરીશું કે હું આ બધું નીકાળી દઈશ અને omni શબ્દ રૂપે હું ફક્ત અમુક html કોડ લખીશ.
6:23 તો અહીં ઈમેજ સ્ત્રોત કંઈક ની સમકક્ષ છે.
6:26 તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ નહી કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પ્રીસેટ [પહેલાથી સુયોજિત] છે.
6:33 દેખીતી રીતે જો તમારી પાસે તમામ જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરીને તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો.
6:43 પણ આ અત્યંત સરળ અને સીધે સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ.
6:50 ઠીક છે અને ત્યારબાદ આપણી પાસે દરેક પછી એક બ્રેક [ભંગાણ] રહેશે.
6:52 તો અહીં અંદર, રમૂજપૂર્ણ, તમે વિચારશો કે આ 'file' ને મુકવાં જઈ રહ્યું છે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને ભંગાણ થયેલી ઈમેજો મળી છે.
7:00 કારણ એ છે કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે કહ્યું છે directory images અને image 1.
7:07 આપણને અહીં આપણી ઈમેજોની ડાયરેક્ટ્રીની આવશક્યતા છે.
7:10 તો આપણે images લખી શકત પરંતુ આપણી પાસે એની માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'.
7:14 તો આપણે ફક્ત લખીએ છીએ 'dir forward slash file' તો આ images forward slash file રહેશે.
7:19 તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પુષ્ઠ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું.
7:27 તો હમણાં માટે આટલું જ. વસ્તુઓને કરવું, મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે.
7:35 પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી મારાથી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે.
7:44 ઠીક છે તો જોવાબદ્દલ ઘણો આભાર. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali