PHP-and-MySQL/C4/Sending-Email-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:28, 8 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 તમારું ફરીથી સ્વાગત છે. આપણે કેવી રીતે આ "'Sendmail from not set in php dot ini" એરર [ત્રુટી] ને ઠીક કરીએ.
0:11 આપણે નિર્ધારિત કર્યું નથી કે ઈમેલ કોના તરફથી છે.
0:18 ઈમેલ મોકલવાં માટે આપણે આ કરવાની જરૂર છે.
0:23 અહીં આપણે "from" પેરામીટર [માપદંડ] જેવું કંઈપણ વાપરીશું નહી.
0:29 આપણે વિશિષ્ટ હેડરો [મથાળાંઓ] ને મોકલવાની જરૂર છે.
0:32 તો અહીં આપણે એક "headers" વેરીએબલ [ચલ] બનાવીએ છીએ જે "me @me.com" જેવાં કઈપણ સાથે સમાન નથી.
0:43 આપણે શું કરવાની જરૂર છે કે એક સ્ટેનડર્ડાઈઝ્ડ [પ્રમાણીત] મેલ હેડર સાથે કામ કરવું છે અને જે છે "From:" અને એક કોલન ન કે અર્ધી કોલન અને ત્યારબાદ આપણે લખીએ છીએ ઉદાહરણ તરીકે "php academy"
0:54 અથવા તમે "admin @php academy" જેવું કઈ લખી શકો છો અને ".com" ને ઉમેરી શકો છો જો તમે ઈચ્છો.
1:02 મારી પાસે વાસ્તવમાં એ ડોમેન નામ નથી પણ આપણે તેને બસ એજ રીતે રહેવાં દેશું.
1:08 તેથી "From: admin @phpacademy.com".
1:11 આપણા મેલ [સંદેશ] માં આપણે બીજું એક પેરામીટર [માપદંડ] ઉમેરવાની જરૂર છે જે હમણાં "headers" છે.
1:18 અને હવે આપણે અહીં આવીએ છીએ અને તમે ટાઈપ કરી શકો છો "Alex" અને અહીં "This is a test!"
1:24 "Send me this" પર ક્લિક કરો અને આપણો બીજાં એક એરર [ત્રુટી] થી સામનો થાય છે.
1:27 હમણાં હું વાસ્તવમાં મારા કમપ્યુટર પર એક મેલ સર્વર ચલાવી નથી રહ્યી.
1:33 જો તમે તમારા કમપ્યુટર પર એક મેલ સર્વર ચલાવવાં નથી ઈચ્છતા, તો મેલ ફ્રી [મફત સંદેશ] મેલ સર્વર માટે ગૂગલ પર શોધ કરો અને આ તમારાં કમપ્યુટર પર એક મેલ સર્વરને સંસ્થાપિત કરશે જેવું કે આપણે હમણાં એક લોકલ હોસ્ટ પર ચલાવીને કરી રહ્યા છીએ.
1:46 અને તમારી પાસે લોકલ હોસ્ટ અંતર્ગત ચાલનાર એક SMTP મેલ સર્વર રહેશે.
1:54 હવે જયારે કે મારી પાસે એક મેલ સર્વર નથી, હું મારાં વિશ્વવિદ્યાલયની ઈમેલ વ્યવસ્થા વાપરીશ જે મારાં વિશ્વવિદ્યાલયનાં ઈમેલનું DNS અથવા કે "Domain Name Server" [ડોમેન નેમ સર્વર] છે
2:06 આ રીતે મારું ઈમેલ મારાં વિશ્વવિદ્યાલય મારફતે મોકલવામાં આવે છે.
2:11 જો તમે અમુક ચોક્કસ DNS સર્વર વિશે જાણો છો, જો તમારી પાસે ડોમેન નામ પહેલાથી છે, જો તમારી એક વેબસાઈટ છે તો તમે આને જાણશો અથવા ઓછામાં ઓછું આને શોધવા હેતું તો સમર્થ થશો.
2:22 તમે આનાં મારફતે ઈમેલ મોકલવામાં સમર્થ થશો.
2:27 હું જાણું છું કે મારી વિશ્વવિદ્યાલયની ઈમેલ DNS સર્વર "mailhost dot shef dot ac dot uk" છે કારણ કે હું Sheffield [શેફીલ્ડ] વિશ્વવિદ્યાલયમાં છું.
2:36 તો મને આને "php dot ini" માં સમાવેશ કરવાની જરૂર છે.
2:41 અને આ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે અહીં આવીને આપણા વેરીએબલોને સુયોજિત કરીએ
2:46 ઠીક છે આપણને "php dot ini" માં SMTP ને સુયોજિત કરવાની આવશક્યતા છે
2:59 અને મારી "php dot ini" ફાઈલને ખોલવાને બદલે, હું ફક્ત "ini set" ફંક્શનનો ઉપયોગ કરીશ.
3:05 અને વેરીએબલ નામ છે "SMTP".
3:12 તેથી આપણે આપણી "php dot ini" ફાઈલની અંદર આ લાઈન [રેખા] ને એડીટ [સુધારણા કરવી] કરી રહ્યાં છીએ.
3:16 અને મુલ્ય રૂપે ત્યાં હું મેલ હોસ્ટ ટાઈપ કરું છું.
3:20 અહીં આપણે ફક્ત echo "get ini" લખીશું જે એક વિશિષ્ટ મુલ્ય મેળવે છે.
3:25 આગળ હું SMTP લખીશ અને આ અહીં સ્ક્રીપ્ટને કીલ [નષ્ટ] કરી શકે છે.
3:30 આમ આપણે જોઈ શકીએ છીએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.
3:32 તો જો હું "Alex" લખું છું અને ત્યારબાદ "Test" અને "Send me this" પર ક્લિક કરું છું.
3:40 ઓહ! માફ કરો મેં આ પૂર્ણ રીતે ખોટું ટાઈપ કર્યું છે. મોટી ભૂલ. આ "ini get" છે અને ચાલો આને રીફ્રેશ કરીએ.
3:52 ઠીક છે આપણે મૂળભૂત રીતે "mail host dot shef dot ac dot uk" માટે આપણી "ini" ફાઈલમાં આપણું "SMTP" સુયોજિત કરી રહ્યાં છીએ.
3:59 અને ત્યારબાદ આપણે આનાં મુલ્યને એકો કરીશું.
4:03 તેથી આ મને ફક્ત કહે છે કે આ "mail host dot shef dot ac dot uk" નાં રૂપમાં સુયોજિત થઇ ગયું છે.
4:10 માની લો કે આ હોસ્ટ સર્વર કે DNS સર્વર કામ કરે છે, ત્યારબાદ બાકી બચેલા કોડ કામ કરશે.
4:17 આપણી મેલને મોકલ્યાં બાદ હું આ પુષ્ઠને કીલ કરીશ.
4:24 ઉમ્મ.... નહી હું નહી કરીશ. હું હમણાં જ આ પુષ્ઠને કીલ કરીશ.
4:28 ચાલો પાછા જઈએ અને લખીએ "Alex" અને "This is a test".
4:36 ફક્ત તપાસ કરી રહ્યી છું કે બધું બરાબર છે. આપણે મેળવ્યું છે મારું "to", મારું "subject", "From:admin@phpacademy.com" નામનું મારું "headers".
4:45 અને અહીં આપણી બોડી [મુખ્ય ભાગ] અને આપણે આપણા મેલ ફંક્શનને એક્ઝેક્યુટ કરી રહ્યાં છીએ.
4:51 તો જયારે હું "Send me this" ક્લિક કરું છું, કઈ જ થતું નથી. આપણને કોઈપણ એરરો મળ્યાં નથી તો આપણે માની શકીએ છીએ કે બધું જ કાર્ય કરે છે.
4:58 જો હું મારા હોટમેલ અથવા મારા ઈમેલમાં આવું છું અને મારા INBOX [ઇનબોક્સ] પર ક્લિક કરું છું, તમે જોઈ શકો છો કે આપણને હમણાં "admin @ phpacademy dot com" થી એક મેલ મળ્યો છે.
5:09 જો આપણે તેના પર ક્લિક કરીએ છીએ, આપણી પાસે સબજેક્ટ લાઈન [વિષય રેખા] તરીકે "Email from PHPAcademy" છે જે આપણે અહીં સુયોજિત કર્યું હતું.
5:17 અને આપણી પાસે ઈમેલ એડ્રેસ [સરનામું] છે જેને મેં પ્રેષક સ્પષ્ટ કર્યું છે.
5:22 તમે આને આજ રીતે Alex થી અથવા phpacademy થી મૂકી શકો છો.
5:27 અને ત્યારબાદ આપણી પાસે "This is an email from Alex" છે જે આપણે અહીં ફોર્મની અંદર આપેલું નામ છે.
5:35 અને ત્યારબાદ આપણી પાસે 2 લાઈન બ્રેકો [રેખા ભંગાણો] છે જે કે ઉપસ્થિત છે - 1 અને 2
5:40 અને "This is a test" આ એ ટેક્સ્ટ [લખાણ] છે જેને મેં ત્યાં રાખ્યું છે.
5:46 તેથી મારા વિશ્વવિદ્યાલયનાં DNS મેલ સર્વરનાં ઉપયોગ વડે આ એક મેલ ફંક્શન છે.
5:50 તમારું INSP એક DNS મેલ સર્વર રહેશે.
5:55 આને ઓથેંટીકેશન [પ્રમાણીકરણ] ની જરૂર પડી શકે છે જેનાં પર જલ્દી જ હું ટ્યુટોરીયલને સમાપ્ત કરીશ.
6:00 તેથી જો આ તમારાં માટે કામ નથી કરતુ તો આ ટ્યુટોરીયલને જુઓ અથવા મને ઈમેલ કરો અથવા મને મારાં યુટ્યુબ મારફતે સંપર્ક કરો.
6:09 ઠીક છે તો હું આશા રાખું છું કે આ ઘણા લોકો માટે ઉપયોગી રહ્યું.
6:13 કૃપા કરી સબસ્ક્રાઈબ કરો જો તમે પહેલાથી કર્યું નથી.
6:15 ઠીક છે, જોવાબદ્દલ આભાર. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. આવજો .

Contributors and Content Editors

Jyotisolanki, Krupali