PHP-and-MySQL/C4/Cookies-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 21:50, 4 January 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 php cookies પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
0:04 કુકીઝ ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે જ્યારે તમારે ખાસ વેબસાઇટ્સ બનાવાની હોય છે જ્યાં તમે વપરાશકર્તા વિશે જાણકારી સંગ્રહો છો.
0:11 કૂકીની વ્યાખ્યા છે કે તે વેબ સર્વર દ્વારા તમારા કમ્પ્યુટર અથવા વપરાશકર્તાના કમ્પ્યુટર પર સંગ્રહિત માહિતીનો સમૂહ છે.
0:18 એનો અર્થ છે, કે જ્યારે આપણે વેબસાઇટ પર જઈએ છીએ, આપણી વિગતો સંગ્રહિત થાય છે અને જ્યારે આપણે ફરી તે વેબસાઈટ ઉપર જઈશું તો તે ઉપયોગી થાય છે, પરંતુ આપણે 'Remember me' વિકલ્પની પસંદગી કરવાની જરૂર છે.
0:30 તો તમારે દર વખતે લોગ ઇન કરવાની જરૂર નથી.
0:32 પરંતુ જો તમે 'remember me' બટન ચેક નથી કર્યું, તમે સેશન એટલે કે સત્રો સાથે કામ કરી રહ્યા છો જે બંધ થશે જયારે વપરાશકર્તા બ્રાઉઝરને બંધ કરશે.
0:42 તો સેશન તરત બંધ થાય છે જયારે કૂકીઝ અગાઉના ઉપયોગ માટે સંગ્રહિત થાય છે.
0:50 તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે કુકી કેવી રીતે બનાવવું.
0:53 તમે આ setcookie ફન્કશનની મદદથી કરી શકો છો.
0:55 આ ફન્કશન 5 પરિમાણો લે છે પરંતુ હું માત્ર 3 નો ઉપયોગ કરીશ.
1:00 પ્રથમ મહત્વપૂર્ણ જેનો હું ઉપયોગ કરીશ તે છે કૂકીનું નામ જે હું 'name' તરીકે સુયોજિત કરીશ.
1:05 બીજુ છે ડેટા જે આ કૂકી અંદર સંગ્રહિત કરવાની જરૂર છે અને હું અહીં એલેક્સ ટાઇપ કરીશ.
1:12 હવે આગામી થોડું વધુ મુશ્કેલ છે.
1:15 આ સમય છે જયારે તે સમાપ્ત થશે.
1:18 હવે આ સેકન્ડમાં સુયોજિત કરવાની જરૂર છે.
1:21 અને આ બતાવવા માટે હું expire માટે નવું વેરિયેબલ બનાવવા જઈ રહ્યી છું અને આ સમય સમાન હશે.
1:28 ચાલો હું અહીં અમુક વેલ્યુ ઉમેરું.
1:31 આ સમયે હું શૂન્ય ઉમેરી રહ્યી છું.
1:33 તો જો હું આ એકો કરું અને હમણાં માટે આ કૂકી ફન્કશન રદ કરીશ.
1:39 તમને બતાવવા માટે કે તે શું કરે છે , હું હમણાં ફક્ત સમય એકો કરીશ.
1:43 ચાલો રીફ્રેશ કરીએ. અહીં તમે ઘણા અંકોને જોઈ શકો છો.
1:47 હવે આ વિશિષ્ટ ટાઇમ સ્ટેમ્પ છે.
1:50 અને યુનિક સમય સ્ટેમ્પ એ જાન્યુઆરી 1 લી 1970 તારીખ કરતા પહેલાંની સેકન્ડની સંખ્યા છે.
1:56 તો 1 લી જાન્યુઆરી ૧૨ વાગે...... 1970 વર્ષ માં.
2:02 તો તમે તેને અહીં જોઈ શકો છો - મને લાગે છે કે અહીં સેકન્ડની સંખ્યા ભવિષ્યની એક તારીખ સમાન છે.
2:10 તેથી ઉદાહરણ તરીકે, હમણાં આ 88 છે, હવે 89 અને જેમ જેમ હું તે રીફ્રેશ કરું તે દર સેકન્ડે વધે છે.
2:20 તો હા, આ એક ચોક્કસ વેલ્યુ ઉમેરવા માટે ખુબ ઉપયોગી રસ્તો છે.
2:28 હવે આપણે એક દિવસનો સમય સેકન્ડોમાં શોધવાની જરૂર છે કારણ કે હું ઈચ્છું છું કે આ કૂકી એક દિવસમાં સમાપ્ત થઈ જાય.
2:34 તો એક દિવસની મિનિટની સંખ્યા મેળવવા માટે હું 60 ગુણ્યા 24 કરીશ.
2:39 અને પછી એક દિવસની સેકન્ડની સંખ્યા મેળવવા માટે જવાબ ને 60 થી ગુણાકાર કરો. જે 86,400 છે.
2:47 તો જો હું શૂન્ય ને 86400 સાથે બદલું, આપણી પાસે વેરિયેબલ “expire” છે જે હવે દિવસ દ્વારા ભવિષ્યનાં સમયને ધરાવે છે.
2:56 સમય બચાવવા માટે, હું આ કોપી કરું છું અને હું મારું “expire” વેરીએબલ અહી ઉમેરીશ.
3:02 તો આ ફન્કશન આપણી 'name' નામની કુકીને 'Alex' વેલ્યુ સાથે સુયોજિત કરશે અને તે એક દિવસમાં સમાપ્ત થઈ જશે – આ time ફન્કશન નો ઉપયોગ કરી સેકન્ડમાં વાંચી શકાય છે.
3:13 તેથી આ પેજને રીફ્રેશ કરો અને આપણે જોઈ શકીએ છીએ કે કોઈ ભૂલો નથી જેનો અર્થ છે તે કામ કરે છે.
3:19 હવે હું શું કરીશ. હું આ બધાને કમેન્ટ કરવા માટે બ્લોક ક્મેન્તીંગ નો ઉપયોગ કરીશ.
3:23 અને આ નીચે હું આ કૂકી એકો કરીશ.
3:26 પરંતુ આ કમેન્ટ કરવાનું કારણ એ છે કે તમારે કૂકીને દર વખતે સુયોજિત કરવાની જરૂર નથી જયારે વપરાશકર્તા પેજ ઉપર આવે છે.
3:33 જો તમે સ્ક્રિપ્ટમાં લોગ વાપરી રહ્યા હોય અને તમે વેબસાઇટ પર વપરાશકર્તાને લોગીન કરવાની પરવાનગી આપતા હોય, તો તમારે આ માત્ર એક જ વાર જારી કરવાની જરૂર છે અને પછી કૂકી સંગ્રહિત કરવામાં આવશે.
3:41 અને તમે તે આ સમયની અંદર ઉપયોગ કરી શકો છો જે આપણે અહીં સુયોજિત કર્યો છે.
3:46 તો હું કરીશ. હું એકો સુયોજિત કરીશ અને ડોલર સાઇન નો ઉપયોગ કરીશ, માફ કરશો, અન્ડરસ્કોર કૂકી.
3:52 અહીં અંદર કુકી નું નામ છે. તો હું 'name' ટાઇપ કરીશ. રીફ્રેશ અને તમે 'Alex' જોઈ શકો છો.
3:59 તમે તેને ચકાસી શકો છો. જો હું મારું બ્રાઉઝર બંધ કરી, મારું કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરું અને આ પેજ ઉપર ફરી આવું, તો તે હજુ પણ એલેક્સ રહશે, કારણ કે તે કમ્પ્યૂટરમાં સંગ્રહ કરવામાં આવેલ છે.
4:11 ઠીક છે હવે જો બીજી કૂકી સુયોજિત કરવી હોય, ધારો કે , હું બીજી કૂકી અહીં સુયોજિત કરું અને તે ‘age’ હશે અને મારી ઉંમર 19 છે.
4:24 અને મારી સમાપ્તિ સમય હમણાં આ જ રાખીશું.
4:29 આ અહીં ઉપર મુકીશું.
4:31 આ સ્વચ્છ રાખવા માટે આપણે block commenting ને line-comment સાથે બદલી શકીએ છીએ.
4:36 તો સમાપ્તિ સમય માટે અહીં હું બીજી કુકી સુયોજિત કરીશ.
4:41 અને તેનો સમાપ્તિ સમય સમાન જ હશે. ચાલો જોઈએ મને તે બરાબર મળે છે કે નહી.
4:46 ઠીક છે. તો આપણે આ રદ કરીશું.
4:48 આપણે સમાન સમાપ્તિ સમય સાથે બીજી એક કુકી સુયોજિત કરી છે.
4:51 ચાલો રીફ્રેશ કરીએ. તે સુયોજિત થયેલ છે.
4:55 તો હું શું કરીશ. આ કમેન્ટ કરીશ અને અહીં તે એકો કરીશ.
5:01 તો તમે જુઓ આપણે પેજ માં એક કરતા વધારે કુકી સુયોજિત કરી શકીએ છીએ. ચાલો રીફ્રેશ કરો અને આપણને ૧૯ મળે છે.
5:07 હવે આપણે કુકીને એક વાક્યમાં પણ સુયોજિત કરી શકીએ છીએ.
5:11 તે માટે હું ટાઇપ કરીશ echo underscore cookie, name અને “is” જોડો અને પછી “age“ જોડો.
5:27 તેથી આપણને સંગ્રહિત કુકીથી આ વાક્ય મળશે “Alex is 19”
5:34 અને ફરીથી જો હું મારું બ્રાઉઝર બંધ કરી અથવા મારા કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરી અથવા બે કલાક પછી ફરી આવીશ, તો પણ આ જાણકારી આ પેજ દ્વારા ઉપયોગ માટે હજુ પણ આ કમ્પ્યુટર પર સંગ્રહિત હશે.
5:44 તો તમે જોઈ શકો છો કે તે વાપરવા માટે ખુબ ઉપયોગી અને બનાવવા માટે તેમજ વપરાશકર્તાઓને એકો કરવા માટે પણ ખુબ સરળ છે.
5:53 હવે અહીં ફન્કશન છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. તે છે ‘print’ અથવા 'print underscore r'.
5:58 અને આપણે 'dollar underscore cookie' અહીં એકો કરી શકીએ છીએ. આપણે તેને પછી અલાઇન કરીશું.
6:05 આ રીફ્રેશ કરો અને તમે જોઈ શકો છો અહીં array મળ્યું છે અને એક અલગ વેલ્યુ મળી છે
6:12 આપણને name મળ્યું છે જે Alex સમાન છે અને age મળ્યી છે જે 19 સમાન છે.
6:22 તો આ કુકીઝ છે અને તેને સુયોજિત કરાયી છે અને આ કુકીઝ્ની વેલ્યુઓ છે.
6:27 આ ખુબ ઉપયોગી છે જો તમારે તેને તમારા માટે એકો કરવું છે.
6:31 ઠીક છે તો એક બીજું ફન્કશન છે જે હું આ ટ્યુટોરીયલના બીજા ભાગમાં બતાવીશ અને કુકી સુયોજિત થઈ છે કે નહી તે જાણવા માટે હું ‘if’ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીશ.
6:41 અને કુકી અનસેટ કઈ રીતે કરવું તે પણ બતાવીશ.
6:45 મારી સાથે ભાગ ૨ માં જોડાવો. જોડાવા બદલ આભાર. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali