PHP-and-MySQL/C4/User-Login-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:39, 1 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 યુઝર લોગીન અને સેશનો (વપરાશકર્તા પ્રવેશ અને સત્રો) પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે એક html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નામ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
0:14 દાખલ કરેલા મુલ્યોને એક ડેટાબેઝ થી ચકાસવામાં આવશે.
0:16 હું તમને બતાવીશ કે તમારા નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે એક લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ (પ્રકીયમાન) કરવું.
0:25 જો કે આપણે સેશનો (સત્રો) વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી.
0:32 એ સાથે શરૂ કરવા હું એક html ફોર્મ બનાવીશ.
0:35 હું તમને કેટલાક mySQL લક્ષણો દરમ્યાન લઇ જઈશ જે કે આપણે સુયોજિત કરીશું.
0:42 આપણા html ફોર્મમાં, આપણે "login dot php" કહેવાતા એક પુષ્ઠ પર કામ કરી રહ્યા છીએ.
0:47 આપણે સરળતા હેતુ પુષ્ઠોને જુદા જુદા રાખીશું.
0:49 આપણી પદ્ધતિ POST થવા માટે જઈ રહ્યી છે.
0:50 ચાલો આપણા ફોર્મનું અહીં અંત કરીએ.
0:54 હું આપણા ઇનપુટ પ્રકારને બનાવવાની શરૂઆત કરીશ જે "text" રહેશે અને "username" નામ રહેશે.
1:06 એક લાઈન બ્રેક અહીં.
1:09 આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલી કરો.
1:15 અને આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખીને, આ તારાઓ અથવા વર્તુળોની જેમ દ્રશ્યમાન થશે.
1:24 અને છેવટે આપણે એક "submit" બટન બનાવીશું અને તેનું મુલ્ય "Log in" રહેશે.
1:31 ચાલો આ અજમાવીએ. રીફ્રેશ કરો અને આપણી પાસે અહીં એક પુષ્ઠ છે.
1:36 "index dot php" યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડ સાથે.
1:39 હું લોગઇન કરીશ અને આ એ પુષ્ઠ પર જાય છે જે અસ્તિત્વમાં નથી.
1:43 હવે ચાલો આને જરા વધુ વપરાશકર્તાને અનુકુળ બનાવીએ અને લેબલો અહીં ટાઈપ કરીએ.
1:54 રીફ્રેશ કરો અને આ રહ્યું.
1:59 હવે ચાલો આપણી "login dot php" ફાઈલ બનાવીએ.
2:01 સૌપ્રથમ હું "php my admin" ખોલીશ.
2:04 જો તમે "xampp" વાપરી રહ્યા છો તો આ "php my admin" માટે લોકલ હોસ્ટનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે સંસ્થાપિત થશે.
2:11 જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈને લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી (નકલ) સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ.
2:21 હવે, હું એક નવો ડેટાબેઝ બનાવીશ.
2:25 તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create ક્લિક કરો.
2:40 આપણે જોઈ શકીએ છીએ કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ.
2:46 જો તમે sql સાથે પરિચિત નથી, તો ચાલો હું તમને સંક્ષિપ્તમાં સમજાવું.
2:50 મૂળભૂત સ્ટ્રક્ચર (બંધારણ) એક ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો હરોળોને સંગ્રહિત કરે છે અને હરોળો મુલ્યોને સંગ્રહિત કરે છે.
3:00 ચાલો આને "users" નામ આપીએ અને OK પર ક્લિક કરીએ.
3:06 એક એરર - the number of fields!
3:10 જયારે હું એક નવા ડેટાબેઝને બનાવુ છું, હું એક નોટપેડ અથવા એક કોન્ટેકસ્ટ એડિટર ખોલું છું અને એ તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને નોંધ કરું છું જે હું વાપરીશ.
3:20 હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને છેલ્લે "password". આ જ બધું અમને આ સમયે જોઈએ છે.
3:28 તમારા પ્રોગ્રામ પર આધાર રાખીને, આપણે "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ.
3:36 પણ હમણાં માટે આપણે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇ રહ્યા છીએ આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને.
3:42 ચાલો અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે.
3:49 હવે આપણે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા દ્વારા આગળ વધીશું.
3:53 આપણે "id" ટાઈપ કરીશું અને આને એક ઇન્ટેગર (પૂર્ણાંક) બનાવીશું.
3:57 આ એક પ્રાથમિક કી (ઉપાય) છે અને આપણે આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ.
4:02 હવે, દરેક સમયે જયારે એક નવો રેકોર્ડ બને છે id મુલ્યોમાં એકથી વધારો થશે.
4:07 તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે નોંધણી કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે નોંધણી કરશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ.
4:15 ઠીક છે, આગળ આવનારુ વપરાશકર્તા નામ હશે અને છેલ્લુંવાળું પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
4:23 આગળ આપણે આને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં.
4:31 અહીં બીજું કઈ જ નથી જેને આપણે અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે.
4:34 ચાલો નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો.
4:40 સારું તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને આને અહીં જોઈ શકીએ છીએ.
4:44 અને તમે આમાં મુલ્યોને ઉમેરી શકો છો.
4:48 આપણે આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ.
4:50 યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. આપણે આના પર આગળ ચર્ચા કરી શકીએ છીએ.
5:01 "id" નું મુલ્ય સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી આપણે કઈ પણ નથી નાખતા.
5:05 આ સીધે સીધું 1 પર જશે.
5:07 વપરાશકર્તા નામમાં, હું "Alex" લખીશ.
5:10 મારો પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારા પાસવર્ડની ભલામણ કરીશ.
5:16 સારું તો વપરાશકર્તા નામ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે.
5:26 બ્રાઉઝ કરવા માટે, ફક્ત browse ટેબ પર ક્લિક કરો.
5:28 ચાલો નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે વપરાશકર્તા નામ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે.
5:37 હવે, આપણે એક "login dot php" પુષ્ઠ બનાવીશું.
5:46 આને તરત સંગ્રહિત કરો - "Login dot php".
5:51 ચાલો જોઈએ આપણા php ટેગોને કઈ રીતે બનાવવા.
5:55 હવે હું કેટલાક POST વેરીએબલો (ચલો) પર વિચાર કરીશ.
5:59 "index dot php" માં, આપણે POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધું.
6:01 આપણે વપરાશકર્તા નામ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ (ચલો)ને રીનેમ (નામ બદલવું) કરીશું જે "username" છે.
6:11 આ અહીં મળ્યું અને.... પાસવર્ડ એક POST મુલ્ય સમાન રહેશે અને તે "password" હશે.
6:25 સૌપ્રથમ, આપણે તપાસ કરીશું કે વપરાશકર્તા નામ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી.
6:30 આપણે ફોર્મને પ્રમાણિત કરવાની શરૂઆત નહી કરીશું. આવું કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાએ આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે.
6:38 હવે, હું મારું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ.
6:40 આ એક મોટું બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં જતા રહેશે.
6:45 તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો મુલ્ય ધરાવે છે, તો તે TRUE (સાચું) પાછું આવશે અને હું "password" લખીશ.
6:56 તેથી આને TRUE (સાચું) કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે.
7:04 આપણે અહીં શું લખવું જોઈએ? આપણે આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
7:08 આવું કરવા માટે આપણે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ (ચલ) બનાવીએ છીએ.
7:20 અને આની અંદર પહેલુ પેરામીટર (પારમિતિ) એક "host" રહેશે અને જે મારી માટે "localhost" છે.
7:28 બીજુંવાળું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ.
7:31 ત્રીજુવાળું "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. આપણે તેના પર ચેક (ખુણ) કરીશું.
7:37 આ પછી આપણે "or die" લખી શકીએ છીએ અને એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) અપાય છે.
7:39 તો, ઉદાહરણ તરીકે, આપણે "Couldn't connect" લખી શકીએ છીએ.
7:44 મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. મને લાગે છે આ બીજું કઈ છે.
7:48 આપણે અમુક પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect".
7:51 હવે આપણે આપણા કોષ્ટકને પસંદ કરવાની જરૂર છે, માફ કરજો આપણા ડેટાબેઝને.
7:58 આપણે "mysql select db" લખીશું જે બીજું એક બિલ્ટ-ઇન (આંતરિક) ફંક્શન છે જયારે તમારી પાસે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે.
8:06 તે XAMPP સાથે પણ આવે છે.
8:11 અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકીશ અને લખીશ "phplogin"
8:19 તો બધું બરાબર છે એમ ધારીને, હું મારા એરર મેસેજ (ત્રુટી સંદેશ) "Couldn't find db" ને અહીં ઉમેરી શકું છું. ઠીક છે?
8:30 પુષ્ઠ રીફ્રેશ કરો. login ક્લિક કરો. કઈ જ થતું નથી.
8:37 ચાલો આપણા "if" સ્ટેટમેંટને એડીટ (સુધાર) કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે.
8:47 અહીં આ પોઈન્ટ પછીથી આ કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે, આ ફંક્શન પછી called છે.
8:54 અને આ તમારા પસંદના એક મેસેજને પણ પસાર કરે છે.
8:58 તો અહીં હું લખીશ "Please enter a user name and a password"
9:08 આને રીફ્રેશ કરો. ડેટા (માહિતી) ફરીથી મોકલો અને અમને આ એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે.
9:13 આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in ક્લિક કરીશ.
9:18 એરર મેસેજ (ત્રુટી સંદેશ) નથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ.
9:25 આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે આપણા ડેટાબેઝ સાથે જોડાવવું અને વપરાશકર્તા નામ અને પાસવર્ડ બદ્દલ કેવી રીતે તપાસ કરવી.
9:34 અમને જોડાવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali