PHP-and-MySQL/C4/File-Upload-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:25, 28 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં હું તમને સરળ php અપલોડ સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવવી તે શીખવીશ.
0:05 આ upload dot php ફાઈલ માં થોડી વધારે અદ્યતન હશે.
0:10 આપણે index dot php નો ઉપયોગ કરીશું. આપણે વપરાશકર્તાને ફોર્મ આપી આ ચોક્કસ ફાઈલ સબમિટ કરવા માટે મુખ્યત્વે html કોડ નો ઉપયોગ કરીશું.
0:20 પછી upload dot php માં આપણે આ ફાઇલ પર પ્રક્રિયા કરીશું, ફાઈલ વિશે કેટલીક જાણકારી મેળવીશું જેવી કે ફાઈલનું નામ, તેની ટાઇપ, કદ, અસ્થાયી સંગ્રહિત નામ અને કોઈપણ એરર સંદેશાઓ જે આવ્યા છે.
0:33 તમે એરર સંદેશાઓનો ઉપયોગ એ જાણવા માટે કરી શકો છો કે તે આવી છે કે આવી નથી.
0:38 પછી આપણે ફાઇલ પર પ્રક્રિયા કરીશું અને વેબ સર્વર પર ચોક્કસ ડિરેક્ટરીમાં સંગ્રહ કરો.
0:45 આ ટ્યુટોરીયલના બીજા ભાગમાં, હું ઝડપથી તમને ફાઇલની ચોક્કસ ટાઇપ કેવી રીતે ચકાસવું તે શીખવીશ જેથી તમે તેને ફાઇલ પ્રકારો સામે સુરક્ષિત કરી શકો.
0:54 આપણે ફાઈલ માપ કેવી રીતે ચકાસવું તે પણ શીખીશું જેથી તમારી પાસે મહત્તમ અથવા ન્યૂનતમ ફાઈલ માપ હશે.
01:04 તો અહીં મારી પાસે એક 'uploaded' નામનું ફોલ્ડર છે જે અંદર મેં મારી index અને upload dot php ફાઈલો બનાવી છે.
01:13 અને મારી ફાઈલો અપલોડ થયા પછી અહી સંગ્રહિત કરવામાં આવશે.
01:17 જ્યારે ફાઈલો શરૂઆતમાં અપલોડ કરવામાં આવે છે, તેઓ વેબ સર્વર પર અસ્થાયી વિસ્તારમાં જાય છે, આ ફોલ્ડર માં નહી.
01:25 html માટે - આપણે ફોર્મ બનાવવાની જરૂર છે. આ કરવા માટે આપણી પાસે form action છે અને ચોક્કસ action છે જે 'upload dot php' છે અને આપણે ફાઈલ અહીં બનાવી છે.
01:38 મેથડ POST દ્વારા સુયોજિત થયેલ છે. આ માટેનું કારણ એ છે કે આપણે તેને GET વેરિયેબલમાં સંગ્રહ કરવાની જરૂર નથી.
01:45 શા માટે? કારણ કે સુરક્ષા કારણો માટે આપણે નથી ઇચ્છતા કે વેબસાઇટ પર આપણે મોકલેલ બાઈનરી ડેટા વપરાશકર્તાઓ જુએ.
01:53 અને GET વેરિયેબલમાં એકસો અક્ષરની મર્યાદા હોય છે.
01:58 તો જો તમારી પાસે માત્ર સો બિટ્સના ડેટા હશે તો તે ખૂબ જ નાની ફાઈલ હશે.
02:04 ઠીક છે, તો આપણી પાસે બીજું પરિમાણ છે જે તમે પહેલા સાંભળ્યું ન હોઈ શકે છે.
02:11 તે enctype છે, એન્કોડિંગ ટાઇપ જેનો અર્થ એ થાય છે કે કેવી રીતે આપણે આ એનકોડ કરીશું.
02:20 તે multi-part હશે અને પછી આપણને ફોરવર્ડ સ્લેશ ની જરૂર છે અને પછી તેના ફોર્મ ડેટા હશે.
02:28 ટૂંકમાં આનો અર્થ એ છે કે આપણે ડેટાના સ્વરૂપમાં આ ફોર્મ સબમિટ કરી રહ્યા છીએ - એટલે કે, બાઈનરી ડેટા - શૂન્ય અને એક જેનો મેં અગાઉ અહીં ઉલ્લેખ કર્યો હતો.
02:40 ઠીક છે, તેથી આપણને ટાઇપ મળ્યી છે જેમાં એનકોડ થવા જઈ રહ્યું છે. આપણે ફોર્મ અહીં સમાપ્ત કરીશું.
02:50 આપણને અંદર કેટલાક એલિમેન્ટો ફાઈલ માટે ઇનપુટ તરીકે જરૂર છે.
02:57 આ type File સાથે સુયોજિત છે અને આપણે તેને વિશિષ્ટ રૂપે myfile કહીશું.
03:04 ઠીક છે - અહીં paragraph break અને પછી submit બટન છે,
03:12 તો ચાલો આ પૂર્વઅવલોકન કરીએ. આ બંધ કરીએ.
03:18 file upload પર ક્લિક કરો. ઓહ - ચાલો પાછળ જઈએ. Input - મેં અહીં 2 'u' લખ્યા છે.
03:27 ચાલો પાછળ જઈએ. તમે અહીં જોઈ શકો છો આપણને આપણા ઇનપુટ અહીં મળ્યા છે.
03:31 હું તેને બ્રાઉઝ કરી શકું છું. આપણે જોશું પસંદગીની ફાઇલો મળી છે જે આપણે અપલોડ કરી શકીએ.
03:36 ઠીક છે - તો ચાલો તે વધુ યુઝર ફ્રેન્ડલી બનાવીએ.
03:45 ફાઇલ અપલોડ કરો. અને રીફ્રેશ કરો. ઠીક છે તો આપણને અહી સરસ પેજ મળ્યા છે.
03:50 આપણને હેડર મળ્યું છે અને ફાઇલને અહીં અપલોડ કરવાની શક્યતા મળી. જરૂરી હોય તો અહીં જાતે પણ ટાઇપ કરી શકાય છે.
03:58 અને આપણી પાસે અપલોડ બટન પણ છે જે upload dot php માટે સબમિટ કરે છે.
04:04 ઠીક છે. તો upload dot php અંદર આપણને આ ફાઇલ પ્રક્રિયા કરવા માટે એક રસ્તો જોઇશે જે આપણા ફોર્મ દ્વારા સબમિટ કરવામાં આવી છે.
04:13 આ કરવા માટેનો માર્ગ છે, dollar underscore FILES. આ વાસ્તવમાં સાચું નથી.
04:19 આપણે તેનું ફક્ત એક ઘટક એકો કરીને કહી શકીએ કે આ સાચું નથી.
04:27 જ્યારે આપણે તે કરીએ અને હું અપલોડ પર ક્લિક કરું તો, આપણે જોશું આપણે ફક્ત અરે મેળવ્યું છે. કારણ કે આ એક અરે છે.
04:33 આ મલ્ટી ડાઈમેન્શનલ અરે છે હોવાને કારણે, કૌંસના પ્રથમ સેટમાં આપણે ફાઈલનું નામ લખીશું જે અપલોડ કર્યી છે અને ઇનપુટ બોક્સ નું નામ જ્યાંથી તે આવ્યું છે - જે છે myfile.
04:49 તો આપણે અહીં myfile નો ઉપયોગ કરીશું. અને બીજામાં વિવિધ ગુણધર્મો છે અને સૌથી સરળ ફાઈલ નામ છે.
04:59 તો ચાલો અપલોડ ફોર્મ પર પાછા જઈએ અને intro dot avi પસંદ કરીએ. તેને અહીં પ્રદર્શિત થશે.
05:06 ચાલો અપલોડ પર ક્લિક કરીએ અને આગળના પેજ પર આપણે intro dot avi જોશું.
05:11 યાદ રાખો કે આ upload dot php ફાઈલ છે.
05:16 ઠીક છે, તો તે છે. ચાલો હું આને એક વેરિયેબલમાં સંગ્રહ કરું.
05:22 આગળ આપણે જોશું - હું અહીં ટાઇપ કરીશ તે છે - ફાઈલ ટાઇપ.
05:30 તો આ છે dollar underscore files અને આપણે myname સંદર્ભ નો ઉપયોગ કરીશું.
05:38 અને અહીં અંદર ટાઇપ હશે. તો આ ટાઇપ છે અથવા તેના બદલે આપણે આ એકો કરીશું જેથી તમે તે જોઈ શકો.
05:45 અને રીફ્રેશ કરો. resend કરો અને હવે જુઓ - myfile.
05:54 resend કરો અને આપણે જોઈ શકીએ છીએ ત્યાં slash avi વિડિઓ છે. તમે આ પહેલાં html માં ક્યાંક જોયું હશે.
06:00 ઉદાહરણ તરીકે - આ image slash png અથવા image slash jpeg, image slash bmp , video slash avi અને video slash mpeg અથવા અન્ય કોઈ ફોર્મેટ હોય શકે છે.
06:11 આ ક્ષણે આપણે અહીં જોઈ શકીએ છીએ કે તે avi ફાઈલ છે તેથી 'type' માં આપણને આ જ મળ્યું છે.
06:18 તો આપણે કહી શકીએ type equals આ બધું.
06:22 આગળ હું તમને સાઈઝ બતાવીશ. તો સમય બચાવવા માટે હું શું કરીશ - હું આ કોડ કોપી કરીશ, અહીં પેસ્ટ કરીશ અને આ ટાઇપ ને સાઈઝ માં બદલીશ અને તે એકો કરીશ.
06:30 તમે જોઈ શકો કે તમે સબમિટકરેલ ફાઈલ ની e-property મેળવવી ખુબ સરળ છે.
06:35 હું આ પેજ રીફ્રેશ કરીશ અને resend ઉપર ક્લિક કરીશ અને આપણે ફાઈલ સાઈઝ મેળવી શકીએ છીએ.
06:40 હવે ચાલો કહીએ કે આપણે આ પૂર્ણાંક દસ લાખ બનાવીએ - દસ લાખ બાઇટ્સ હકીકત માં એક,
06:47 માફ કરો, દસ લાખ બીટ્સ એક મેગાબાઇટ હોય છે. myfile ખરેખર એક મેગા બાઈટ છે.
06:54 તો આપણે અહીં દસ લાખ મેગાબાઇટ ડેટા મેળવ્યા છે.
06:58 તો ચાલો size નામના એક વેરિયેબલમાં તે સંગ્રહીએ. ઓકે?
07:05 બરાબર, તો પછી આગામી જે ખૂબ મહત્વપૂર્ણ છે તે છે 'temporary name'.
07:09 આ સહેજ અલગ રીતે લખવામાં આવેલ છે, tmp, સંક્ષિપ્તમાં temp અને underscore અને નામ.
07:18 આ ડિરેક્ટરી આપે છે જ્યાં તેને કામચલાઉ ધોરણે સંગ્રહિત કરીશું જ્યાં સુધી તેને આપણા પસંદિત ફોલ્ડરમાં સ્થાનાંતરિત ન કરીએ.
07:25 તો ચાલો આ પેજ ને રીફ્રેશ કરીએ.
07:27 Resend પર ક્લિક કરો અને તમે જોઈ શકો છો કે તે xampp માં સંગ્રહિત થયું છે કારણ કે હું આ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું,
07:33 પરંતુ જો તમે અપાચે નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે php જાતે સ્ટોર કરી શકો છો.
07:37 અહીં તમારી પાસે અપાચે તમારી કામચલાઉ ફાઈલ નામ સાથે હોય શકે છે.
07:41 તમે જોઈ શકો છો કે આ એક રેંડમ નામ છે જેને tmp એક્સટેન્સન છે.
07:45 પરંતુ આ સમયે આ આપણા માટે બિનઉપયોગી છે.
07:48 તો આપણે તેને temp ફાઇલ અથવા temp તરીકે કે સંગ્રહી શકીએ છીએ. ટુકું રાખવા માટે ચાલો 'temp' ટાઇપ કરીએ .
07:55 અને છેલ્લી 'error' છે. હવે આ મૂળભૂત રીતે શૂન્ય એકો કરશે જો બધું બરાબર હશે.
08:00 ફરી કોપી પેસ્ટ કરો અને તેને એરર થી બદલો.
08:03 આપણને આ સમયે શૂન્ય મળવું જોઈએ કારણ કે બધું જ યોગ્ય રીતે લખાયેલ છે.
08:07 અને આ નેગેટીવ વેલ્યુ ક્યારેય ન થશે.
08:12 જો તે શૂન્ય કરતાં વધુ છે તો એનો અર્થ એ છે કે તે એરર કોડ આપે છે જેનો મૂળભૂત રીતે અર્થ એ થાય કે તમને એરર મળી છે.
08:21 અને ચાલો આ error નામના વેરિયેબલમાં સંગ્રહ કરીએ.
08:28 ઠીક છે હમણાં માટે આટલું જ. આ ટ્યુટોરીયલના બીજા ભાગમાં હું તમને બતાવીશ કે તમારી ફાઈલ ને કામચલાઉ સંગ્રહ વિસ્તારથી તમારા પસંદગીના વિસ્તારમાં સ્થાનાંકિત કરી ફાઈલ અપલોડ કેવી રીતે કરવું.
08:39 અને આપણે શું કરીશું, કોઈપણ એરર છે કે નહી તે જોવા માટે આ એરર વેરિયેબલ વાપરીશું.
08:45 જો એરર છે, તો તેને એકો કરીશું અને એરર કોડ વાપરીશું.
08:49 જો નથી, તો આપણે આ temp ને લઈશું અને ચોક્કસ ફન્કશન 'move uploaded' ફાઈલ નો ઉપયોગ કરીશું અને તે લઇ અહીં વેબ સર્વર પર અપલોડ ડિરેક્ટરીમાં સંગ્રહ કરીશું.
09:01 અને તે પછી હું તમને કેટલીક સ્પષ્ટીકરણો મારફતે લઈ જઈશ જેમ કે - શું આ jpeg છે? જો હા તો પછી અપલોડ કરવા માટે jpeg નામંજૂર કરો અથવા ચોક્કસ ફાઈલ સાઈઝ નામંજૂર કરો.
09:10 ઠીક છે, ભાગ-2 માં મળીશું. જોડાવા બદલ આભાર. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali