PHP-and-MySQL/C4/Simple-Visitor-Counter/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | પેજ કાઉન્ટર પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:02 | આ દરેક રીફ્રેશ ઉપર ગણતરી કરશે કે કેટલા લોકોએ તમારું પેજ જોયું છે. |
0:07 | તેથી દર વખતે જયારે કોઈ પેજમાં પ્રવેશે છે, તો વેલ્યુ વધશે, ટેક્સ્ટ ફાઈલમાં સંગ્રહાશે અને તે વપરાશકર્તાને દર્શાવવામાં આવશે. |
0:15 | અથવા તમે તેને પોતા માટે રાખી શકો છો. તે તમારી પસંદગી છે કે તમે દર્શાવવા માંગો છો કે નહી. |
0:19 | નોંધ લો, આ, આવું કરવા માટેનો એક ખૂબ સરળ માર્ગ છે. |
0:21 | તે યુનિક વિઝીટર્સને ન ગણશે. |
0:23 | હું યુનિક વિઝીટર્સ ઉપર એક ટ્યુટોરીયલ ટૂંકમાં બનાવીશ. |
0:27 | તે કદાચ તમે જોઈ રહ્યાં હશો તે સમયે ઉપલબ્ધ થશે. |
0:30 | તેથી તેને ચકાસો. તે વધુ ચોક્કસ હશે. |
0:33 | તે IP અધ્રેશ સાથે કામ કરે છે. |
0:35 | જોકે, હવે આ મૂળભૂત કાઉન્ટર ટ્યુટોરીયલ છે અને તે ડેટાબેઝ સંગ્રહના વિરોધી ફાઇલ સંગ્રહનો ઉપયોગ કરે છે. |
0:42 | ઠીક છે. તેથી પ્રથમ વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે છે એક ફાઇલ બનાવો જે અંદર આપણે આપણી વેલ્યુઓ સંગ્રહીશું. |
0:48 | આ કરવા માટે 2 માર્ગો છે. |
0:50 | ક્યાં તો જમણું ક્લિક કરો અને એક નવું ડોક્યુમેન્ટ બનાવો. |
0:53 | અથવા હું તમને બતાવીશ કે ખોલવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી, જે ફન્કશન 'fopen' છે. |
0:59 | અને આપણે તેને file વેરિયેબલમાં સંગ્રહ કરીશું. પરંતુ તે ફરજિયાત નથી. |
1:05 | અને આપણે કહીશું count.php અને આનું અન્ય પરિમાણ છે કે શું તમે તેને વાંચવા માટે, લેખન માટે અથવા ઉમેરવા માટે ઈચ્છો છો. |
1:22 | તો, હું કહીશ લખવા માટે. |
1:26 | ઠીક છે. હવે હું 'fwrite' કહીશ અને ફાઇલમાં લખીશ અને શૂન્ય ની વેલ્યુ બનાવીશ. |
1:36 | તો, હવે આપણે આપણા પેજ ને ખોલીશું અને રીફ્રેશ કરીશું . |
1:41 | આપણને counter.php મળ્યું છે. તે પર ક્લિક કરો અને જ્યારે આપણે પાછળ જઈશું તો જુઓ શું આપણને count.php મળી છે |
1:49 | તો, .txt |
1:51 | તો, ચાલો આ રીફ્રેશ કરીએ. |
1:54 | ઠીક છે, તેથી હવે આપણી પાસે એક .txt ફાઈલ હોવી જોઇએ. |
2:00 | ચાલો હું આ રદ કરું - count.php. |
2:05 | હવે આપણે તે કર્યું છે અને આપણને ખરેખર આ કોડની જરૂર નથી. |
2:08 | તો હું આ ભાગ રદ કરીશ પરંતુ હું આ જાળવી રાખીશ અને હવે હું કહીશ હું ફાઈલમાંથી વાંચવા ઈચ્છું છું . |
2:14 | તમે આ જાતે પણ ટાઇપ કરી શકો છો. તમારે માત્ર વાંચવા ને બદલે લખવા માટે એક ફાઇલ બનાવી પડશે. |
2:22 | તો, આપણને આપણી ફાઈલ મળી છે અને તે અંદર શૂન્યની વેલ્યુ મળી છે. |
2:26 | તો, તેને ખોલો અને જુઓ. |
2:28 | હા, આપણને શૂન્ય સાથે count.txt મળી છે જે આ વાંચશે અને તે અંદર મુકશે . |
2:34 | તેથી, હવે, મારે ફાઈલના સમાવિષ્ટો મેળવવાની જરૂર છે. |
2:37 | તો, 'fopen' ના બદલે , હું કહીશ 'file_get_contents'. |
2:42 | તો, હું 'file_get_contents' ટાઇપ કરીશ. |
2:44 | અને આ 'count.txt' ના કન્ટેન્ટને લાવશે. |
2:48 | ઠીક છે. પછી કહો 'echo' અને વેરિયેબલ નો ઉપયોગ કરો અને હું કહીશ 'echo file'. |
2:52 | હવે આ શું કરશે તે file_get_contents કહેશે અને તે આપણી ટેક્સ્ટ ફાઈલના કન્ટેન્ટસને આપણા count વેરિયેબલ સાથે અહી લાવશે. |
3:02 | અને તે ફાઈલના કન્ટેન્ટસ ને એકો કરવા કહશે. |
3:05 | તો, ચાલો આપણા પેજ ઉપર પાછા જઈએ અને તે રીફ્રેશ કરીશું. |
3:07 | counter પર ક્લિક કરો અને આ સમયે આપણને શૂન્ય મળ્યું છે. |
3:10 | રીફ્રેશ કરીએ. તે હજુ પણ શૂન્ય પર છે જે રીતે અહીં દર્શાવવામાં આવે છે. |
3:14 | જો હું આ 'hello' થી બદલું અને આપણા પેજ પર પાછી જઈ રીફ્રેશ કરું, તો તેની વેલ્યુ 'hello' હશે. |
3:20 | તો, આપણે આ સમયે આ ટેક્સ્ટ ફાઈલમાં જે છે તે એકો કરી રહ્યા છીએ . |
3:25 | અને હમણાં તે શૂન્ય છે - એક પૂર્ણાંક શૂન્ય. |
3:30 | હવે આ એકો કરવા માટે, હું કહીશ 'You've had file visitors'. |
3:37 | તો, તે આપણને કંઈક આ પ્રમાણે આપશે. |
3:40 | હવે, હું શું કરીશ,હું 'visitors' નામનું એક વેરિયેબલ બનાવીશ. |
3:46 | અને હું equal to 'file' કહીશ. |
3:50 | હું આ વધુ કાર્યક્ષમ અને વાંચવા માટે સરળ બનાવવા માટે અહીં મુકીશ. |
3:55 | અને હું કહીશ 'visitors' અને આપણે કહી શકીએ આ શું થવા જઈ રહ્યું છે. |
4:00 | અને પછી આપણે visitors કહીશું |
4:05 | Visit-ors - new - equals આ vistors plus 1. |
4:14 | તેથી આ આપણી નવી વેલ્યુ હશે. |
4:17 | પછી હું આગળ જઈશ અને 'filenew' કહીશ, તો હું એક નવી ફાઇલ બનાવી રહ્યી છું. |
4:22 | હું તે count.txt તરીકે ખોલીશ કારણ કે તે એ જ છે . |
4:27 | અને હું આ ફાઇલમાં લખવા માટે કહીશ. |
4:30 | હવે જો તે 'a+' હોય તો તેનો અર્થ છે 'append' - તો હું ફાઈલમાં કંઈક અપેન્ડ કરી રહ્યી છું, જેનો અર્થ છે કે હું તે અંદર કંઈક ઉમેરી રહ્યી છું. |
4:38 | હું તે પર ફરીથી લખવા માંગું છે, તેથી હું 'w' મૂકીશ. |
4:42 | અને પછી હું કહીશ 'fwrite', જેવું કે આપણે પ્રથમ ભાગ 'filenew' માં કર્યું હતું . |
4:47 | અને વેલ્યુ જે મારે લખવાની જરૂર છે તે છે 'visitorsnew'. |
4:50 | આ કામ કરશે. ચાલો તે રન કરવા પહેલા તે મારફતે જઈએ. |
4:55 | આપણને આપણી મુખ્ય ફાઈલ મળી છે અને તે આપણી count.txt ના કન્ટેન્ટસ મળ્યા છે જે આ સમયે શૂન્ય છે. |
5:04 | આપણે આપણું વેરિયેબલ 'visitors' ફાઈલના કન્ટેન્ટસથી સુયોજિત કરી રહ્યાં છીએ. |
5:07 | આપણે વપરાશકર્તાઓને કેટલા વિઝીટર્સ છે તે એકો કરી રહ્યા છીએ. |
5:11 | અને આપણે 'visitors + 1' સાથે એક નવું વેરિયેબલ બનાવી રહ્યા છીએ - અર્થ છે, વ્યક્તિ જે આ સમયે જે આ પેજ જોઈ રહ્યો છે |
5:20 | તે નોંધપાત્ર બને છે. તે વ્યક્તિ તેમાં વધારાનું 1 ઉમેરે છે. |
5:24 | અને પછી આપણે નવી ફાઈલ ખોલીએ છીએ, જેમ કે આપણે આ ટ્યુટોરીયલની શરૂઆત માં જોયું, તેના બદલે લખવા માટે આપણે 'w' નો ઉપયોગ કરીશું. |
5:32 | પછી આપણે આપણી નવી ફાઈલમાં નવી વેલ્યુ લખી રહ્યાં છે જે 1 થી વધેલ છે . |
5:37 | તો, ચાલો રીફ્રેશ કરીએ અને તમે જોઇ શકો છો - ઓહ!. |
5:41 | તે કામ નથી કરતું! |
5:42 | ઠીક છે, તો ચાલો આ કોડ તપાસીએ. |
5:44 | ચાલો વિઝીટર્સની જોડણી તપાસીએ - Visit-ors new. ઠીક છે. Visit-ors. |
6:01 | એ જ કારણ છે. મેં ત્યાં 'n' મુક્યો. |
6:06 | તો, count.txt. |
6:07 | હવે આ સમયે, દરેક વખત રીફ્રેશ કરતા આપણે 1 ઉમેરી રહ્યા છીએ. |
6:12 | તમે જોઈ શકો છો કે વેલ્યુ વાસ્તવમાં વધે છે . |
6:16 | હવે , આ ફરીથી રીસેટ કરવા માટે, તમારે શું કરવાનું રહેશે - |
6:19 | આહ! ચેતવણી. 'count.txt' બદલાઈ ગયેલ છે કારણ કે આપણે તેમાં ફેરફાર કર્યા હતા. |
6:24 | હું કહીશ 'reload from disk'. |
6:27 | અને તે 19 થી બદલાઈ ગયેલ છે, તમે જોઈ શકો છો, ત્યાં 18 પ્રદર્શિત થાય છે. |
6:30 | કારણ એ છે કે આપણે નવી વેલ્યુ અંદર મુકવા પહેલા આ એકો કરી રહ્યાં છીએ . |
6:35 | તો, મહત્તમ કાર્યક્ષમતા અને વાસ્તવિક યોગ્ય વેલ્યુ મેળવવા માટે હું ત્યાં નીચે આ કોડ મૂકીશ. |
6:41 | હકીકતમાં, જ્યારે હું આ રીફ્રેશ કરું છું અને ચાલો કહીએ, આપણને 25 વિઝીટર્સ મળ્યા છે અને અહી પાછા આવીએ, તો આપણને વેલ્યુ 26 મળશે. |
6:51 | ઠીક છે, કદાચ હું અહીં થોડી અવ્યવસ્થિત બની રહ્યી છું. |
6:55 | તે કરવા માટે કોઈ મુખ્ય કાર્યક્ષમ રીત નથી. |
6:57 | આ હંમેશા 'visitors' એકો કરશે |
6:59 | તેથી વિવિધતા માટે, આપણે 'visitors_new' કહીશું. |
7:07 | તો, આ બરાબર તે સમાન હશે - ઓહ નો! |
7:11 | visitors new - બીજી જોડણી ભૂલ. |
7:16 | બરાબર, તેથી ચાલો 35 થી વધારીએ અને આપણે કન્ટેન્ટસમાં જઈ રહ્યા છીએ અને આ વેલ્યુ 35 સમાન છે. |
7:24 | પોઝિશન બધું ન હોય જ્યારે તમારે કોડ સાથે વ્યવહાર કરવાનો હોય છે જે આ પ્રમાણે સરળ હોય છે પરંતુ તે મદદરૂપ છે . |
7:30 | ઠીક છે - તો આ મૂળભૂત ટ્યુટોરીયલ છે. |
7:32 | જો તમે આ ઉપર કોઇ પણ મદદ ઈચ્છતા હોવ , તો કૃપા કરી સંપર્ક કરો. |
7:35 | પરંતુ હમણાં માટે, આનો પ્રયાસ કરો, તે સાથે જાઓ. |
7:37 | વધુ એડવાન્સ કાઉન્ટર જે IP અડ્રેસને લે છે તે ઉપર ના મારા અન્ય ટ્યુટોરીયલને જુઓ. |
7:43 | જોડાવા બદલ આભાર. IIT - Bombay તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |