PHP-and-MySQL/C4/PHP-String-Functions-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | સ્ટ્રીંગ ફન્કશનના બીજા ભાગના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:03 | હું સ્ટ્રીંગ રિવર્સ થી શરૂ કરી બાકીના ફ્ન્ક્શનો બતાવીશ. |
0:08 | સ્ટ્રીંગ રીવર્સ કદાચ s-t-r-rev છે. |
0:11 | તો strvev શું કરે છે તે સ્ટ્રીંગના કન્ટેન્ટને રીવર્સ (ઉલટું) કરે છે. |
0:20 | તો જો હું 'Hello' લખું અને તે રીવર્સ કરવા ઈચ્છું તો તે "o-l-l-e-H" થશે. |
0:30 | અને તે કેટલાક સંજોગોમાં ઉપયોગી થશે તે છતાં પણ તમે સામાન્ય રીતે આનો ઉપયોગ ન કરશો. |
0:36 | પરંતુ તમે આ ફન્કશન વાપરી શકો છો જો સ્ટ્રીંગ ને રીવર્સ કરવા માંગો છો. |
0:41 | મને લાગે છે કે આ ફન્કશન વાપરવા માટે ઉપયોગી છે. |
0:45 | ઠીક છે - ફન્કશનો નો આગામી સમૂહ જે આપણે બનાવ્યો છે તે છે : str to lower and str to upper. |
0:54 | વાસ્તવમાં આનો અર્થ છે લોઅર કેસ માટે સ્ટ્રીંગ અને અપર કેસ માટે સ્ટ્રીંગ. |
0:58 | તો, જો સ્ટ્રીંગ 'HELLO' સમાન હોય, તો હું એકો str to lower કહીશ અને સ્ટ્રીંગ ની વેલ્યુ ત્યાં દર્શાવીશ. |
1:12 | આ કેપીટલ અક્ષર માંનું 'HELLO' નાના અક્ષરમાં બની જશે. |
1:15 | એવું જ કઈક થશે જો 'hello' નાના અક્ષરો માં છે. |
1:21 | અને હું str to upper કહીશ અને તે મારી સ્ટ્રીંગ મોટા અક્ષરો માં આપશે. |
1:31 | હવે એક મહત્વનો ઉપયોગ એ છે કે જ્યારે તમારે વપરાશકર્તા નું રજીસ્ટ્રેશન કરવું હોય. |
1:35 | જો તમારી પાસે વેબસાઇટ છે જે પર વપરાશકર્તાઓએ રજીસ્ટર કરવાનું હોય છે, તો સામાન્ય રીતે યુઝર નેમ લોઅર સ્ટ્રીંગ તરીકે સંગ્રહ કરવું જોઈએ. |
1:49 | કારણ કે જો હું યુઝર નેમ સબમિટ કરું - આને રદ કરીએ ... |
1:55 | કેટલાક લોકો ખરેખર આ કરે છે - એક વેરિયેબલ યુઝરનેમ લઈએ જે ધારો કે 'ALEX' સમાન છે. |
2:01 | અને હું આ અંદર પણ મૂકીશ - અપર કેસ અને લોઅર કેસ મૂળાક્ષરો. |
2:07 | કેટલાક લોકો આ પ્રમાણે નામો બનાવે છે જેથી તે મનોરંજક લાગે અને તે ઠીક છે. |
2:13 | પરંતુ જો નામ આ રીતે સંગ્રહિત હોય અને તમે સોચો - શું મેં નાના a સાથે શરૂઆત કરી હતી? |
2:19 | તો યુઝરનેમ માટે મારી પાસે હવે બીજી પેટર્ન છે. |
2:23 | તો તમે શું કરી શકો, કહો stored user name equals to str to lower of the username. |
2:29 | તો આ ડેટાબેઝમાં સંગ્રહિત યુઝરનેમ હશે |
2:33 | હવે જ્યારે તેઓ લોગીન ઉપર જાય છે અંદ યુઝરનેમ આ સંયોજન સાથે લખો છો, તો આપણે શું કરીશું, આપણે ટાઇપ કરેલ યુઝરનેમ ને લોઅર કેસમાં ઉપાંતર કરીશું અને તેને લોઅર કેસમાં સંગ્રહિત થયેલા યુઝરનેમ સાથે સરખાવીશું. |
2:48 | તો આ લઈશું અને ડેટાબેઝ અંદર લોઅરકેસ વેલ્યુ સંગ્રહ કરીશું અને આપણે ટાઇપ કરેલ વેલ્યુ સાથે સરખાવી રહ્યા છીએ જે લોઅરકેસમાં ઉપાંતર કરેલ હતું . |
2:58 | તેથી આપણે ખોટું ન કરીશું અને વપરાશકર્તાઓ તેમના યુઝરનેમ ન ભૂલશે. |
3:07 | તમે પાસવર્ડો સાથે જ પણ સમાન કરી શકો છો. |
3:14 | ઠીક છે ચાલો આગળ જઈએ . |
3:22 | Sub-string count. આ સબસ્ટ્રીંગની સંખ્યા ની ગણતરી કરશે જે સ્ટ્રીંગ અંદર કોઈ ચોક્કસ વેલ્યુ થી મેચ થશે. |
3:31 | તો અહીં હું ટાઇપ કરીશ search equals "My name is alex. What is your name?" |
3:37 | તો આ આપણી સ્ટ્રીંગ છે. |
3:41 | હવે જો હું કહું, કે આપણે sub-string count ને એકો કરવું પડશે ... |
3:49 | અને ચોક્કસપણે તે sub-string-count માટે છે , આપણે શું કરવા ઈચ્છીએ છીએ, આપણે 'search' સ્ટ્રીંગ શોધવા ઈચ્છીએ છીએ... |
4:01 | અને search માટે આપણે સ્ટ્રીંગ સ્પષ્ટ કરીશું. હવે જો આ result કહેવાતા વેરિયેબલમાં મુકીએ તો તે પૂર્ણાંક રીટર્ન કરશે. |
4:12 | કારણ કે તમને એક પણ શબ્દનું ઘટક ન મળશે જે, ઉદાહરણ તરીકે, 1.2 વખત હાજર હોય. |
4:20 | વેરિયેબલ result પણ પરિણામ 2 ને t-w-o તરીકે રીટર્ન ન કરશે. તે પૂર્ણાંક તરીકે માત્ર 2 રીટર્ન કરશે. |
4:30 | તો આ ખુબ ઉપયોગી છે જો આપણે substring count નો ઉપયોગ કોઈ શબ્દ શોધવા માટે કરીએ, ઉદાહરણ તરીકે, 'alex'. |
4:36 | અને પછી તે પોતે એકો કરશે. |
4:39 | અને જો તમે અહીં જુઓ, તમે જોશો ત્યાં 'એલેક્સ' માટે માત્ર એક ઘટક છે |
4:44 | તો રીફ્રેશ કરો - અને આપણને નંબર 1 મળવું જોઈએ. |
4:46 | હવે જો આપણે 'name' શોધી રહ્યા હોત - તો 'name' માટે અહીં 1 ઘટક છે અને બીજો એક ઘટક અહીં છે. |
4:52 | તો જ્યારે આપણે રીફ્રેશ કરીશું, આપણને વેલ્યુ 2 મળવું જોઈએ. |
4:55 | હવે આ માટે ત્યાં વૈકલ્પિક પરિમાણો છે, જે છે 'where to start from in a string' અને 'where to end in a string'. |
5:02 | ચાલો આનો પ્રયાસ કરીએ. |
5:05 | તો ચાલો કહીએ કે હું name પછી શોધવા ઈચ્છું છું, ઠીક છે? |
5:11 | તો આ 0 1 2 3 4 5 6 છે. |
5:14 | તો હું કહીશ, 7 પછી name શોધો. |
5:19 | તો 7 થી name શોધો અને તે આ વાદળી વિસ્તારમાં શોધશે જે હું અહીં પ્રકાશિત કરી રહી છું. |
5:25 | તે result માં માત્ર 1 રીટર્ન કરશે. |
5:28 | તેથી તમે સ્ટ્રીંગમાં જગ્યા સ્પષ્ટ કરી શકો છો. |
5:30 | મને લાગે છે કે તમે જ્યાં સુધી સ્પષ્ટ કરી શકો છો. |
5:33 | તો આ 7... 8 9 10 11 12 13 14 15 16 છે. |
5:43 | 7 થી 17. ચાલો જોઈએ શું તે કામ કરે છે . |
5:46 | તે શૂન્ય બતાવે છે. તો 7 થી 17 - જે અહીં થી અહીં છે - આપણને 'name' માટે એકપણ ઘટક ન મળ્યું. |
5:55 | જો આપણે 'alex' શોધીએ, તો આપણને તેનો 1 ઘટક મળશે. |
6:01 | ઠીક છે - તો આ છે substring count ફન્કશન. |
6:07 | અને હવે substring replace સમાન છે. |
6:12 | તે સમાન ફન્કશન નથી પરંતુ તે એક વધારાનું બોનસ સમાવે છે જ્યાં તમે તમારી સ્ટ્રીંગ બદલી શકો છો. |
6:18 | તેથી બદલાયેલ ટૅગ્સ છે - My name is alex અને મેં ઉદેશ્ય સાથે પૂર્ણવિરામ ઉમેર્યું છે. |
6:28 | આપણું result, substring replace સમાન છે. |
6:33 | હું શું બદલવા ઈચ્છું છું? હું variable replace બદલવા ઈચ્છું છું. |
6:41 | અને હું 'alex' ને 'billy' સાથે બદલવા ઈચ્છું છું. |
6:48 | અને આ - હું ગણતરી કરું 0 1 2 3 4 5 7 8 9 10 11 તો 11 થી ... |
7:01 | આ 11 છે - 0 1 2 3 4 5 6 7 8 9 10 11 - 11 થી 14. |
7:14 | તો આ 'alex' ને 'billy' સાથે બદલવું જોઇએ. |
7:19 | બદલો અને રીફ્રેશ કરો. |
7:21 | ઓહ! આપણે result એકો નથી કર્યું. |
7:23 | ચાલો result એકો કરીએ અને રીફ્રેશ કરીએ. |
7:26 | અને મારું નામ billy તરીકે રીટર્ન કરવું જોઈએ. |
7:30 | મને લાગે છે, આ 12 અને આ 15 હોવું જોઈએ. |
7:34 | હકીકતમાં તે 10 અને 14 હોવું જોઈએ. |
7:38 | ના, આ બરાબર નથી.... આપણે પૂર્ણવિરામ ભૂલી ગયા છીએ. |
7:43 | ........ તો ચાલો 11 અને 14 માટે જઈએ. |
7:49 | હજુ પણ પૂર્ણવિરામ ખૂટે છે. |
7:52 | આહ! તમને ખબર પડે છે. |
7:55 | મૂળભૂત રીતે તમે શરૂઆતી વેલ્યુ અને અંતિમ વેલ્યુ સાથે સ્ટ્રીંગમાં કઈ પણ બદલી શકો છો. |
7:59 | તે ગણતરી કરવા માટે તમારી ઉપર છોડશે. |
8:04 | હું ગણતરી ન કરી શકીશ. |
8:09 | તેથી આપણે અહીં શું કરી રહ્યા છીએ, આપણે ચોક્કસ સ્ટ્રીંગને ચોક્કસ વેલ્યુ સાથે બદલી રહ્યા છીએ. |
8:14 | અને અહીં તમારી શરૂઆતી વેલ્યુ છે અને અહીં અંતિમ વેલ્યુ છે. |
8:17 | આ ટ્યુટોરીયલ માટે આટલું જ. |
8:19 | બીજા ઘણા સ્ટ્રીંગ ફ્ન્ક્શનો છે અને હું તમને google ઉપર શોધવા માટે સુચવીશ. |
8:24 | 'php string functions' માટે શોધો અને તમને ઘણા રસપ્રદ ફ્ન્ક્શનો મળશે. |
8:28 | જો તમે કોઈ ચોક્કસ વસ્તુ કરવા માટેશોધી રહ્યા છો તો તે કરવા માટે કદાચ કોઈ ફન્કશન ઉપલબ્ધ હોય. |
8:33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટેભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું, જોડાવા બદલ આભાર. |