BASH/C2/Logical-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:51, 4 March 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Title of script: Logical Operators in Bash Author: Jyoti Solanki Keywords: Video tutorial, Bash Shell, Logical AND, Logical OR, Logical NOT

Time Narration
00:01 નમસ્તે મિત્રો, Bash (બેશ) માં Logical Operators (લોજીકલ ઓપરેટરો) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે અમુક ઉદાહરણોનાં ઉપયોગથી
00:10 * Logical AND (લોજીકલ એન્ડ)
  • Logical OR (લોજીકલ ઓર)
  • Logical NOT (લોજીકલ નોટ)

નો ઉપયોગ કરવાનું શીખીશું.

00:19 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને BASH માનાં
00:22 * if-else statement (ઈફ-એલ્સ સ્ટેટમેંટ)
  • command line arguments (કમાંડ લાઈન આર્ગ્યુંમેંટો) અને
  • quoting (ક્વોટીંગ) નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:30 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:36 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું
00:38 * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ
00:43 * GNU Bash આવૃત્તિ 4.1.10
00:47 અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:53 ચાલો Logical operators (લોજીકલ ઓપરેટરો) નો ઉપયોગ સમજીએ.
00:57 * લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ મુખ્યત્વે પ્રોગ્રામનાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે થાય છે
01:02 * લોજીકલ ઓપરેટરો બે સમીકરણોનાં અથવા કંડીશનોનાં જોડાણમાં મદદ કરે છે.
01:09 * આ if, while, અથવા બીજા કેટલાક control statements (નિયંત્રણ સ્ટેટમેંટો) નો ભાગ હોઈ શકે છે.
01:15 ચાલો logical AND (લોજીકલ એન્ડ) નું સિન્ટેક્સ જોઈએ.
01:19 * ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ ચોરસ કૌંસ બંધ સ્પેસ એમ્પરસંડ એમ્પરસંડ સ્પેસ ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ.
01:38 * અથવા તો આપણે આ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ.
01:41 * ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ હાઈફન a સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ.
01:53 * condition1 અને condition2 આ બંને true (ટ્રુ) હોવા પર Logical ANDtrue પાછું આપે છે.
02:00 ચાલો Logical OR (લોજીકલ ઓર) નું સિન્ટેક્સ જોઈએ.
02:04 * ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ ચોરસ કૌંસ બંધ સ્પેસ ઊભી પટ્ટી ફરીથી ઊભી પટ્ટી સ્પેસ ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ.
02:22 * અથવા તો આપણે આ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ.
02:24 * ખુલ્લો ચોરસ કૌંસ સ્પેસ ડોલર ચિન્હ condition1 સ્પેસ હાઈફન o સ્પેસ ડોલર ચિન્હ condition2 સ્પેસ ચોરસ કૌંસ બંધ.
02:36 * condition1 અને condition2 આ બંનેમાની કોઈપણ એક કંડીશન true (ટ્રુ) હોવા પર Logical ORtrue પાછું આપે છે.
02:43 ચાલો ઉદાહરણનાં મદદથી Logical OR અને Logical AND નો ઉપયોગ કરતા શીખીએ.
02:50 logical.sh નામની ફાઈલમાં મેં કોડ પહેલાથી જ ટાઈપ કરી દીધો છે.
02:55 તમારા કીબોર્ડ પર ctrl+alt અને t કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો.
03:04 ટાઈપ કરો: gedit' સ્પેસ logical.sh સ્પેસ & ચિન્હ અને Enter દબાવો.
03:12 હવે અહીં દર્શાવેલ કોડ તમારી logical.sh ફાઈલમાં ટાઈપ કરો.
03:18 ચાલો અત્યારે હું કોડ સમજાઉં.
03:21 shebang line (શીબેંગ લાઈન) છે.
03:25 read કમાંડ standard input (સ્ટેનડર્ડ ઈનપુટ) માંથી ડેટાની એક લાઈન વાંચે છે.
03:29 - (hyphen) p (- (હાઈફન) P) પ્રોમ્પ્ટ દર્શાવે છે.
03:33 string (સ્ટ્રીંગ) એક વેરીએબલ છે, જે એક્ઝીક્યુટ પ્રક્રીયા દરમ્યાન યુઝર દ્વારા દાખલ કરેલ ટેક્સ્ટને સંગ્રહે છે.
03:39 if સ્ટેટમેંટ તપાસ કરે છે કે દાખલ કરેલ સ્ટ્રીંગ empty (ખાલી) છે કે નહી.
03:45 - (hyphen) z (- (હાઈફન) z) તપાસ કરે છે કે સ્ટ્રીંગની લંબાઈ zero (શૂન્ય) છે કે નહી.
03:50 બીજી વિભિન્ન string comparisons (સ્ટ્રીંગ સરખામણીઓ) નું અન્વેષણ કરવા માટે ટર્મિનલ પર man સ્પેસ test ટાઈપ કરો.
03:57 જો કંઈપણ દાખલ ન કરાયું તો echo સ્ટેટમેંટ એક મેસેજ પ્રીંટ કરશે.
04:02 જો string ખાલી ન હોય તો, પ્રોગ્રામ પહેલા elif સ્ટેટમેંટ પર જતું રહેશે.
04:08 અહીં તે તપાસ કરે છે કે દાખલ કરેલ સ્ટ્રીંગ raj અને jit આ બંને શબ્દો ધરાવે છે કે નહી.
04:16 જો હોય, તો તે એક મેસેજ echo (એકો) કરશે.
04:20 નોંધ લો અહીં logical AND (લોજીકલ એન્ડ) વપરાયું છે.
04:24 તેથી, મેસેજ ફક્ત ત્યારે જ દેખાશે જ્યારે બંને કંડીશનો પૂર્ણ થાય છે.
04:31 અને જો તેવું ન થાય, તો પ્રોગ્રામ બીજા elif સ્ટેટમેંટ પર ખસી જશે.
04:37 અહીં તે તપાસ કરે છે કે દાખલ કરેલી સ્ટ્રીંગ raj અથવા jit આમાંનું કોઈ એક શબ્દ ધરાવે છે કે નહી.
04:43 જો હા, તો તે મેસેજ દર્શાવશે.
04:47 નોંધ લો અહીં logical OR (લોજીકલ ઓર) વપરાયું છે.
04:52 મેસેજ ફક્ત ત્યારે જ દેખાશે જ્યારે કંડીશનોમાંની કોઈપણ એક કંડીશન પૂર્ણ થાય છે.
04:59 છેલ્લે, આપણી પાસે મૂળ else સ્ટેટમેંટ છે.
05:02 જ્યારે ઉપરનાં તમામ સ્ટેટમેંટો false (ફોલ્સ) થાય, ત્યારે આ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે.
05:08 multilevel if-else લૂપનું અંત fi છે.
05:12 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05:15 ટર્મિનલ પર પાછા આવીએ.
05:17 પહેલા ફાઈલને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ તે માટે ટાઈપ કરો - chmod સ્પેસ પ્લસ x સ્પેસ logical ડોટ sh અને Enter દબાવો.
05:30 હવે ટાઈપ કરો ડોટ સ્લેશ logical.sh અને Enter દબાવો.
05:36 પ્રોમ્પ્ટ દર્શાવે છે Enter a word:
05:38 હું દાખલ કરીશ jitinraj
05:42 આઉટપૂટ છે: jitinraj contains both the words raj and jit
05:48 આનો અર્થ એ છે કે નિયંત્રણ બીજા સ્ટેટમેંટને જતું રહ્યું હતું.
05:52 અને જો કે બંને કંડીશનો પૂર્ણ થાય છે, તો તે મેસેજ દર્શાવે છે.
05:57 હવે ચાલો ફરીથી સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ.
06:00 up arrow (અપ એરો) કી દબાવો.
06:02 ./logical.sh પર જાવ અને Enter દબાવો.
06:07 પ્રોમ્પ્ટ દર્શાવે છે Enter a word:
06:09 આ વખતે હું abhijit દાખલ કરીશ.
06:13 આઉટપૂટ આ પ્રમાણે દ્રશ્યમાન થાય છે: abhijit contains word 'raj' or 'jit'.
06:19 વિભિન્ન ઈનપુટો સાથે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો અને આઉટપૂટનું અવલોકન કરો.
06:25 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
06:27 ચાલો logical NOT (લોજીકલ નોટ) ઓપરેટર પર એક નજર ફેરવીએ.
06:31 * તે પદાવલીની 'boolean (બૂલીયન) વેલ્યુ ઉલટાવે છે.
06:35 * જેનો અર્થ એ છે કે, પદાવલી જો false (ફોલ્સ) હોય, તો તે true (ટ્રુ) પર્તાવે છે.
06:40 * અને પદાવલી જો true (ટ્રુ) હોય, તો તે false (ફોલ્સ) પર્તાવે છે.
06:44 logical NOT (લોજીકલ નોટ) ઓપરેટરનું સિન્ટેક્સ આ પ્રમાણે છે.
06:48 * Exclamation mark (ઉદ્દગાર ચિન્હ) સ્પેસ expression (પદાવલી)
06:52 અથવા કે ખુલ્લું ચોરસ કૌંસ સ્પેસ Exclamation mark સ્પેસ expression સ્પેસ ચોરસ કૌંસ બંધ.
07:00 ચાલો એક ઉદાહરણ જોઈએ.
07:03 ફાઈલમાં મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
07:05 તો, હું ટર્મિનલ પર જઈશ અને ટાઈપ કરીશ gedit સ્પેસ લોજીકલ નોટ ડોટ sh સ્પેસ એમ્પરસંડ ચિન્હ અને Enter દબાવો.
07:18 હવે તમારી logicalNOT ડોટ sh ફાઈલમાં અહીં દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
07:24 જેવું કે આપણે પહેલાથી જ જાણીએ છીએ આ shebang line (શીબેંગ લાઈન) છે.
07:28 $1 આ સ્ક્રીપ્ટમાં પસાર કરેલ પહેલી command line argument (કમાંડ લાઈન આર્ગ્યુંમેંટ) છે.
07:33 - (hyphen) f (- (હાઈફન) f) તપાસ કરે છે કે ફાઈલ આર્ગ્યુંમેંટ તરીકે પસાર કરેલ સમાન નામથી ઉપલબ્ધ છે કે નહી.
07:41 આમ, ફાઈલનાં ઉપલબ્ધ હોવા પર તે true (ટ્રુ) પર્તાવશે અને ઉપલબ્ધ ન હોવા પર false (ફોલ્સ) પર્તાવશે.
07:48 અહીં આ NOT operator (નોટ ઓપરેટર) પાછી મળેલી વેલ્યુને ઉલટાવે છે.
07:52 એટલે કે, જો એ નામની ફાઈલ ઉપલબ્ધ હોય તો, કંડીશન true (ટ્રુ) રહેશે.
07:58 પરંતુ NOT operator (નોટ ઓપરેટર) તેની વેલ્યુને false (ફોલ્સ) માં ઉલટાવશે.
08:02 અને તે આવું મેસેજ દર્શાવશે FILE does not exist.
08:07 અહીં else સ્ટેટમેંટમાં, તે આવું મેસેજ દર્શાવે છે FILE exists.
08:13 fiif લૂપનો અંત દર્શાવે છે.
08:16 હવે, ટર્મિનલ પર જાવ.
08:18 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
08:20 ચાલો test.txt નામથી એક ખાલી ફાઈલ બનાવીએ.
08:25 ટાઈપ કરો : touch સ્પેસ test ડોટ txt અને Enter દબાવો.
08:32 આગળ, આપેલ ટાઈપ કરીને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવો:

chmod સ્પેસ પ્લસ x સ્પેસ લોજીકલ નોટ ડોટ sh અને Enter દબાવો.

08:45 હવે ટાઈપ કરો ડોટ સ્લેશ logicalNOT ડોટ sh સ્પેસ test ડોટ txt અને Enter દબાવો.
08:55 આપણી શેલ સ્ક્રીપ્ટ તપાસ કરશે કે ફાઈલ ઉપલબ્ધ છે કે નહી.
09:00 આપણી ફાઈલ test ડોટ txt ઉપલબ્ધ છે એટલા માટે વેલ્યુ true રહેશે.
09:07 ત્યારબાદ logical NOT (લોજીકલ નોટ) તે વેલ્યુને ઉલટાવશે અને false (ફોલ્સ) પર્તાવશે.
09:12 ઉકેલ false (ફોલ્સ) છે એ કારણે, else સ્ટેટમેંટ ઉકેલાય છે.
09:18 અને આ પ્રમાણે મેસેજ દ્રશ્યમાન થાય છે - File 'test.txt' exists
09:23 test1.txt આર્ગ્યુંમેંટ સાથે પ્રોગ્રામને ફરીથી એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો.
09:29 અને પહેલા સમજાવ્યા અનુસાર, નિયંત્રણ પ્રવાહનું અવલોકન કરો.
09:33 આપણી સ્લાઈડ પર પાછા આવીએ. ચાલો સારાંશ લઈએ.
09:37 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખ્યા,
  • logical AND (લોજીકલ એન્ડ)
  • logical OR (લોજીકલ ઓર) અને
  • logical NOT (લોજીકલ નોટ)
09:45 એસાઈનમેંટ તરીકે,
09:47 ફાઈલ ઉપલબ્ધ છે કે
09:49 અને એક્ઝીક્યુટ કરવા યોગ્ય છે કે નહી.
09:51 * તે આ ટ્યુટોરીયલમાં સમજાવ્યા પ્રમાણે logical operators (લોજીકલ ઓપરેટરો) નાં ઉપયોગ વડે તપાસો.
09:56 * (મદત તરીકે: man સ્પેસ test)
09:59 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:02 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:05 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:12 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:15 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:19 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:30 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:37 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.

http://spoken-tutorial.org/NMEICT-Intro

10:42 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
10:47 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:51 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya