PHP-and-MySQL/C2/GET-Variable/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 18:26, 24 December 2012 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:0 | 'GET variable' પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:17 | ગેટ વેરીએબલ એ ખૂબ જ ઉપયોગી ચલ પ્રકાર છે. તેનો ઉપયોગ મોટા ભાગે ક્લિક-સક્ષમ બટનો ધરાવતી ગતિશીલ વેબસાઈટ માટે થાય છે. |
0:27 | તે ઉપયોગકર્તાઓ થી પણ દૃશ્યમાન છે. તમે તમારા પૃષ્ઠ પર આ જેવું કંઈપણ જોઈ શકો છો. |
0:34 | ચાલો આ પર ક્લિક કરીએ, તમે આ પ્રશ્નાર્થ ચિહ્ન જેવું કંઈક જોઈ શકો છો. |
0:38 | ઉદાહરણ તરીકે, name equals to Alex. કંઈક સમાન તમારા address bar માં દેખાઇ શકે છે. |
0:45 | તમે 'and' જેવું તેમજ કંઈક બીજું પણ જોઈ શકો છો, ઉદાહરણ તરીકે, your name equals to Kyle |
0:51 | આ ગેટ વેરીએબલ છે. |
0:55 | તે મૂળભૂત રીતે શું કરે છે, તે HTML ફોર્મ પરથી જમા કરેલ ડેટા લે છે. તેને સંગ્રહમાં મુકે છે જેનો આપણે ઉપયોગ કરીશું. અને, તે તમારા address bar માં છે. |
01:08 | ગેટ વેરીએબલની અમુક મર્યાદાઓ છે. તે માત્ર 100 અક્ષરો લાંબુ હોઈ શકે. તે ઉપયોગકર્તાઓ થી દૃશ્યમાન છે. તો, તે પાસવર્ડ માટે વાપરવા માટે બરાબર નથી. |
01:20 | હવે, તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને php ના અન્ય ચલોની જેમ જાહેર કરવાની જરૂર નથી. |
01:26 | હું કહીશ echo, પછી ડોલર સાઇન, અન્ડરસ્કૉર અને get. |
01:34 | અને ચોરસ કૌંસ માં તમારે વેરિયેબલનું નામ લખવાની જરૂર છે, ઉદાહરણ તરીકે, my name. |
01:42 | આ બધું ઇકો કરવાની જરૂર છે, એટલે કે, જે ફોર્મમાં પોસ્ટ કરવામાં આવ્યું છે. મારી પાસે ફોર્મ ન હોવા છતાં પણ હું આ નકલ કરી શકું છું. |
01:52 | હું શું કરીશ હું a મુકીશ અને કહીશ my name is equals to Alex. પછી હું એન્ટર દબાવીશ અને ડેટા પ્રદર્શિત થયા છે. |
02:04 | આ જ રીતે હું લખી શકું Kyle અથવા અન્ય કોઇ નામ અથવા ચલ જે હું ઈચ્છું છું. |
02;11 | તે નંબરો, અક્ષરો, અથવા શબ્દમાળાઓ હોઇ શકે છે. |
02:15 | હવે, હું તમને બતાવીશ કે કેવી રીતે ગેટ પદ્ધતિની મદદથી ફોર્મ જમા કરવું. |
02:22 | સામાન્ય રીતે, હું એક HTML પૃષ્ઠ બનાવવા જઈ રહી છું. |
02:29 | મેં એક ફોર્મ અને ફોર્મ ક્રિયા (action) રાખીશ. |
02:33 | જો તમે પહેલાથી એચટીએમએલ ન શીખ્યા હોવ, તો આ સાથે કામ શરુ કરવા પેહલા તે શીખવું ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. |
02:48 | આ ક્રિયા એ જ ગતિમાં થવા જઈ રહી છે જે સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ. આ પદ્ધતિ ગેટ સમાન થવા જઈ રહી છે કારણ કે આ તે પદ્ધતિ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યાં છીએ. અંતે, તમે તમારું ફોર્મ આ રીતે સમાપ્ત કરી શકો છો. |
02:53 | આપણને એક ઈનપુટ બોક્સની જરૂર છે અને તેનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. |
03:01 | હું તેને 'my name' તરીકે બોલાવીશ જે એક વેરીએબલ છે જે દેખાશે. |
03:10 | આપણને એક submit buzzer ની પણ જરૂર પડશે. input type માં 'submit' લખો અને થોડીક મૈત્રીપૂર્ણ કિંમત અહી મુકો જેમ કે 'Click Here'. |
03:26 | તે રીફ્રેશ કરો અને તમે જોઈ શકો છો. આ જેમ છે તેમ જ છોડી દો. |
03:33 | ચાલો હું નામ લખું 'એલેક્સ' અને અહીં ક્લિક કરું. તમે જોઈ શકો છો કે આ અહીં બદલાયું છે. તે alex નામ આપે છે, જે આ બૉક્સનું નામ છે. તે મેં જે લખ્યું છે તે પણ આપે છે. |
03:44 | તો, હવે PHP માં હું આ વેલ્યુ ને ઇકો કરવા ઈચ્છું છું. |
03:51 | હું આ HTML ની નીચેથી શરૂ કરીશ. php અને html નો એક જ પેજ પર સમાવેશ કરવો શક્ય છે. જ્યાં સુધી તે php ટૅગ્સ વચ્ચે નથી. જ્યાં સુધી તે ECHO વિધેય માં છે. |
04:05 | હવે ચાલો કહીએ, નેમ ઇકવલ ટુ ડોલર ચિહ્ન, અન્ડરસ્કૉર, ગેટ. |
04:14 | અને, my name માં, મારે ધ્યાનમાં રાખવું પડશે કે આ આ સાથે સમાન થશે. અન્યથા તમને કોઇ જવાબ ન મળશે. |
04:20 | પછી કહો echo અને your અથવા ફક્ત hello અને પછી name લખીશું. |
04:31 | ચાલો આ રદ કરીએ અને ફરીથી શરૂ કરીએ. |
04:36 | આપણને પહેલેથી જ Hello મળ્યું છે. |
04:39 | અને if નો ઉપયોગ કરીને હું alex લખીશ, કારણ કે મેં તે ઉપર ક્લિક કર્યું છે. |
04:48 | એલેક્સ આ રીતે દેખાય છે. પરંતુ હવે આપણને એક સમસ્યા છે. આપણને hello મળ્યું છે અને પછી અહીં પૂર્ણવિરામ સાથે ખાલી જગ્યા આવે છે. આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ. |
05:06 | તમારે માત્ર 'if name' કહેવું પડશે કારણ કે આપણને એક લાઇન પેહેલે થી જ મળી છે. તો આપણને છગડીયા કૌંસની જરૂર નથી અને નામ પોતે હાજર છે. તો, તે સાચું છે. |
05:23 | જો name માં કોઈ પણ વેલ્યુ મોકલવામાં ન આવેલ હોય તો તે આપોઆપ ખોટું તરીકે લઇ લેશે. તેથી તે આ સંચાલિત ન કરશે. |
05:31 | તો, રીફ્રેશ કરો. તે રદ થઇ ગયું છે. |
05:38 | આપણી પાસે આપણી વેલ્યુ છે અને હું ત્યાં ક્લિક કરીશ. |
05:41 | તે અહીં શોધાયું છે અને વેલ્યુ અહીં છે અને તે ઇકો થયેલ છે. |
05:43 | તો ગેટ વરીએબલ અહીં સમાપ્ત થાય છે. |
05:50 | મારા આગામી ટ્યુટોરીયલમાં, હું post વરીએબલ અને તેના ઉપયોગ વિષે ચર્ચા કરીશ. આઈઆઈટી-બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડવા બદલ આભાર. |