PHP-and-MySQL/C4/User-Registration-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:25, 20 December 2012 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 યુઝર (વપરાશકર્તા) નોંધણી ફોર્મ કેવી રીતે બનાવવું અને કેવી રીતે mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કરવી, એના પર બનાવેલ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:09 આ ટ્યુટોરીયલને શરૂ કરવા પહેલા એક સૂચન છે કે તમે પહેલા મારા "User login" ટ્યુટોરીયલોને જુઓ. મેં તેની માટે એક લીંક પોસ્ટ (મોકલવું) કર્યું છે.
0:19 હું તમને આ ટ્યુટોરીયલોની દરમ્યાન જવા પહેલા આમ કરવાની સલાહ આપું છું. મારું "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, મને લાગે છે કે રજીસ્ટ્રેશન (નોંધણી) પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે.
0:34 એક વખત જો તમે બરાબરથી "login" પ્રક્રિયા કરી લો છો અને તમને ડેટાબેઝમાં ફીલ્ડો (ક્ષેત્રો) મળી જાય છે તો તમે આપણી રજીસ્ટ્રેશન (નોંધણી) પ્રક્રિયા શરૂ કરી શકો છો.
0:43 મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે તમારા ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો.
0:49 આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં આપણે આપણું ફોર્મ બનાવીશું અને મારા લોગીન માહીતીનાં અસ્તિત્વ બદ્દલ તપાસ કરીશું.
0:56 મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઇ રહ્યી છું.
1:03 આ અહીં મારું લોગીન સેશન (સત્ર) અને મારા તમામ ફીલ્ડો (ક્ષેત્રો) છે પણ અહીં મેં એક નવી ફાઈલ બનાવીશ.
1:12 પહેલા અમુક ટેગોને ઉમેરો.
1:15 હું આને "index dot php" સાથે મારા લોગીન સેશન ફોલ્ડરની અંદર બનાવીશ જે કે તમે જોયેલું મુખ્ય પુષ્ઠ છે.
1:22 લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પુષ્ઠ, જો વપરાશકર્તાઓ લોગ ઇન થયેલ છે અને હું આને "register dot php" નાં રૂપમાં સંગ્રહીત કરીશ.
1:32 હું એક યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવી રહ્યી છું જેથી કરીને વપરાશકર્તા લોગીન કરવાનો નિશ્ચય કરે એ પહેલા નોંધણી કરી શકે.
1:40 મેં મારું "register dot php" બનાવી લીધું છે અને હું આપણી ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલવા જઈ રહ્યી છું. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ.
1:48 અને આ એ રજીસ્ટર પુષ્ઠ માટે ફક્ત એક લીંક બનવા જઈ રહ્યું છે અને મેં અહીં "Register" ટાઈપ કરીશ.
2:02 તો અમને અહીં "Register" નામનું એક લીંક મળે છે જે આપણા પુષ્ઠ પર જાય છે જ્યાં આ સમયે આપણી પાસે કઈ જ ન નથી.
2:09 છેલ્લા ટ્યુટોરીયલમાંથી કે જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પુષ્ઠ પર ફક્ત એક લીંક મુકીશ જેમાં તમે આ કરવા પહેલા નોંધાવી શકો છો.
2:20 આપણા ડેટાબેઝમાં ડેટા (માહિતી) ટાઈપ કરવા પહેલા. જો હું એક નવા વિન્ડો (એપ્લીકેશનની બારી)ને ખોલું છું, તો હું “php my admin" માં જઈશ.
2:29 અને આ એ ડેટાબેઝ છે, જે ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ મારું "users" કોષ્ટક છે.
2:38 તમે જોઈ શકો છો કે મેં “name” નામનાં એક વધારાનાં ફીલ્ડ (ક્ષેત્ર)ને ઉમેર્યું છે અને હું “date” નામના બીજા એક ફીલ્ડને ઉમેરીશ.
2:47 કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટ (તારીખ રૂપે) માં રહેશે. તો આ ક્યાં છે? ઉમ્મ.... આ અહીં છે.
3:04 એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે વપરાશકર્તા નોંધણી કરે છે અને આપણે ત્યાં જઈએ છીએ અને તેને સંગ્રહીત કરીએ છીએ.
3:15 તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે મેં એક નામ ઉમેર્યું છે તો આ વપરાશકર્તા નામ બનવા જઈ રહ્યું છે અને આપણે date ઉમેરી છે, તારીખ જયારે તે નોંધાયો છે.
3:29 ફક્ત અહીં બ્રાઉઝ કરો. અમને અહીં અમુક મુલ્યો પહેલાથી જ મળ્યા છે.
3:35 હું આને રદ્દ કરીશ કારણ કે હું મારા વપરાશકર્તાઓની નોંધણી કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરી શકું છું.
3:40 માનીએ કે મારી પાસે કોઈપણ વપરાશકર્તાઓ નથી અને મારી પાસે અહીં રજીસ્ટર પુષ્ઠ પર મારી લીંક છે, અહીં મારું રજીસ્ટર પુષ્ઠ છે.
3:49 હવે હું આ html કોડને સંક્ષિપ્તમાં સમજાવીશ જે તમને બતાવે છે કે આ પુષ્ઠને કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા આપણી પાસે એક ફોર્મ હશે.
3:59 આ પોતેથી જમા થનાર ફોર્મ બનવા જઈ રહ્યું છે. આ "register dot php" માં ફરીથી જમા થવા જઈ રહ્યું છે.
4:07 અને આપણે એક કોષ્ટક બનાવા માટે જઈ રહ્યા છીએ અને આની અંદર આપણી પાસે અહીં એક હરોળ રહેશે.
4:13 ત્યારબાદ આપણી પાસે બે કોલમો છે, તો બે td બ્લોકો અહીંયા અને પહેલાવાળા પાસે હશે, તમારું ફૂલનેમ (પૂરું નામ)
4:21 હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા હેતુ હું આને આ રીતે કરીશ.
4:29 અહીં આપણા બીજા કોલમમાં, હું મારા ઈનપુટ ટાઈપને "text" તરીકે રાખીશ અને માય નેમ [મારું નામ] "fullname" ની બરાબર રહેશે.
4:38 તો આ સમયે તમે જોઈ શકો છો, ચાલો હું મારા મૂળ પુષ્ઠ પર પાછી જાઉં, register પર ક્લિક કરું.
4:47 તમે જોઈ શકો છો કે, અહીં એક કોલમ છે, આને અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથેની આ બીજી એક કોલમ છે.
4:56 અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંતર્ગત, હું એક હેડર ને એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું.
5:07 તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા હેતુ, હું ફક્ત આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
5:15 તો ખાતરી કરી લો કે તમે "t r" થી લઈને "end t r" સુધી પસંદ કરો છો.
5:22 હું આને નીચે પેસ્ટ કરીશ અને ત્યારબાદ લખીશ "Choose a username" અને દેખીતી રીતે હું આને "username" માં બદલી કરીશ.
5:32 હું આને ફરીથી પેસ્ટ કરીશ અને લખીશ "Choose a password". આ લખાણ ફક્ત સુરક્ષિત કરવા હેતુ છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ એક આપણા વપરાશકર્તાના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર (પકડ કે કબ્જામાં લેવું) સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં ઘુસવા માટે ઉપયોગમાં આવી રહ્યું છે.
5:47 અને આગળનું અહીં નીચે, "Repeat your password" લખવા માટે હું ફક્ત આને અહીં કોપી અને પેસ્ટ કરીશ.
5:58 ફરીથી અહીં "password".
6:07 આપણે અહીં ફરીથી "password" નથી લખી શકતા તેથી હું આને "repeat password" કહીશ.
6:10 વપરાશકર્તા કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં એક સુરક્ષાના માપદંડ તરીકે, આપણે આને પાસવર્ડની સરખામણી હેતુ ઉપયોગમાં લેશું જેમ તે જમા કરવામાં આવે છે.
6:20 અને અમને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે.
6:24 અમને "date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ જમા કરું છું.
6.31 ઠીક છે તો આ આપણે બનાવેલું ફોર્મ છે. ચાલો પાછા જઈને રીફ્રેશ કરીએ.
6:37 તમે જોઈ શકો છો કે કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, એટલા માટે આપણે એક કોષ્ટકને ઉપયોગમાં લીધું.
6:42 અમને એક સબમીટ બટનની પણ જરૂર છે.
6:45 આપણા કોષ્ટકની નીચે, હું એક પેરાગ્રાફ બ્રેક (ફકરાનું ભંગાણ) બનાવીશ.
6:48 અને મારું ઈનપુટ ટાઈપ (પ્રકાર) અહીં "submit" થવા જઈ રહ્યું છે; મારું નામ "submit" થવા જઈ રહ્યું છે.
6:54 અને આપણે અસ્તિત્વની તપાસ કરવી પડશે અને મુલ્ય "register" થશે.
6:57 ચાલો રીફ્રેશ કરીએ. આપણે કરી લીધું, તમે જોઈ શકો છો કે પાસવર્ડ ફીલ્ડ ખાલી થઇ ચૂકેલ છે.
7:05 વપરાશકર્તાને તેઓના મુલ્યો ટાઈપ કરવા હેતુ, આપણી પાસે અહીં એક fullname અને username પણ છે.
7:12 ઠીક છે આના વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલને બંધ કરીશ.
7:16 જો તમે આનું પગલે દર પગલે અનુસરણ કરી રહ્યા છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી એક ડીઝાઇનને અજમાવો.
7:25 હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોય. તો આગળ વધો અને તમારું ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો.
7:30 આમાં તમારું જે મન હોય એ કરો. આ લેબલોને બદલી કરો.
7:33 ફક્ત ખાતરી કરી લો કે તમને તમારા બોક્સો અને તમારું રજીસ્ટર મળ્યું છે.
7:35 આગળનાં ભાગમાં આપણે એ તપાસણી વિશે વાત કરીશું, કે વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી.
7:44 આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેળ ખાય છે કે નહી. મારો અર્થ છે જો હું આ કહું છું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેળ ખાતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો વપરાશકર્તાની નોંધણી થઇ શકતી નથી કારણ કે તેમણે એકાદ ભૂલ કરી હશે.
7:59 મને ખાતરી છે કે તમારામાંથી ઘણા જોવાવાળાઓએ કોઈ જગ્યાએ નોંધણી કરાવી લીધી છે અને તમારા પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે.
8:07 આપણે આપણા પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મોમાંથી કોઈપણ હાનીકારક અથવા કોઈપણ આડંબરપૂર્ણ રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી આપણી પાસે આપણા રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે.
8:17 તો હું આગળનાં ભાગમાં મળું છું. જોવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali