PHP-and-MySQL/C3/MySQL-Part-8/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:29, 14 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 સ્વાગત છે! આપણા પાછલા ટ્યુટોરીયલમાં આપણે આપણે શું બદલવા જઈ રહ્યા છીએ અને કેવી રીતે તેને બદલીશું તે સ્થાપિત કર્યું હતું.
0:08 આપણે તે કરી ચુક્યા છીએ.
0:10 તેથી, હવે હું મારો કોડ ચકાસીશ.
0:12 જો આપણે આપણા ડેટાબેઝમાં જોઈએ, આપણી પાસે અહીં કેટલાક રેકોર્ડો છે.
0:18 હું અહીં ડેવીડનાં રેકોર્ડને રદ્દ કરીશ કારણ કે આ બીજા ટ્યુટોરીયલથી હતું.
0:23 રદ્દ કર્યા બાદ, આપણી પાસે Alex, Kyle, Emily અને Dale નાં રેકોર્ડો છે
0:28 અહીં હું ઉદાહરણ તરીકે Kyle નાં રેકોર્ડને ઉપયોગમાં લઈશ અને તેને બીજી વેલ્યુમાં બદલીશ.
0:33 આપણે પુષ્ઠને રીફ્રેશ કરીશું અને ખાતરી કરીશું કે તે અપડેટ થયું છે.
0:38 હું "Kyle" ને પસંદ કરીશ અને "Karen" માં બદલીશ અને હું "Change" પર ક્લિક કરીશ અને અહીં બધું અદૃશ્ય થઇ ગયું છે.
0:45 હવે આપણે કોષ્ટકમાં પાછા આવીશું અને તેને રીફ્રેશ કરવા માટે "Browse" પર ક્લિક કરીશું.
0:50 આપણે નીચે સ્ક્રોલ કરીશું અને મેળવીશું કે કઈ પણ બદલાયું નથી.
0:57 મને લાગે છે કે મેં એક ભૂલ કરી છે. મારી ભૂલ એ છે કે પહેલા આ "name" હતું અને હવે હું આને "value" માં બદલીશ.
1:05 આને "name" નાં બદલે "value" થી સુયોજિત કરવાની જરૂર છે.
1:09 "value" એક વેલ્યુ ધરાવે છે... જે કઈ પણ અહીં પસંદ કરાય છે; તેથી વેલ્યુ એ "id" છે.
1:15 જયારે આપણે આપણા ફોર્મને સબમિટ કરીએ છીએ, તે અહીં આવશે અને વેલ્યુને અહીં "id" માં સમાવેશ કરાવવામાં આવશે.
1:24 તો, મેં સમસ્યાને શોધી લીધી છે અને ઠીક કરી લીધી છે અને હવે હું પાછળ જઈશ અને રીફ્રેશ કરીશ.
1:30 અહીં હું ફરી એક વાર "Kyle" ને "Karen" માં બદલીશ. "Change" પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે કઈ પણ થયું નથી.
1:36 જયારે હું મારા ડેટાબેઝમાં દાખલ થાઉં છું, તમે જોઈ શકો છો કે આપણને Alex, Kyle, Emily અને Dale મળ્યું છે.
1:42 જો કે આપણે "Kyle" ને "Karen" માં બદલ્યું છે, આપણી id એ ફેરફારોને દર્શાવવું જોઈએ.
1:47 પણ જયારે આપણે "Browse" પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે "Kyle" હવે "Karen" માં પરિવર્તિત થઇ ગયું છે.
1:53 તેથી, તમે ફોર્મોનાં ઉપયોગ વડે વેલ્યુને પણ સુધારી શકો છો.
1:57 આ અત્યંત સરળ છે, જ્યાં સુધી તમને આનું પ્રમાણભૂત જ્ઞાન છે
  • php સોફ્ટવેર,
  • વસ્તુઓને કુશળતાપુર્વક કેવી રીતે વાપરવું,
  • વસ્તુઓની કેવી રીતે ચકાસવું,
  • if સ્ટેટમેંટોને કેવી રીતે વાપરવું,
  • વેરીએબલો ને પાસ કરવું,
  • ખાસ કરીને પોસ્ટીંગ વેરીએબલો ને વગેરે.
2:15 તમે આ તમામને શીખવામાં સમર્થ રહેશો, જ્યાં સુધી તમે આ ટ્યુટોરીયલોનાં સામાન્ય સેટ ને શીખી લો છો.
2:20 હમણાં સુધી, આ ટ્યુટોરીયલમાં, તમે દાખલ કરવાનું અને સુધારણા કરવાનું અને એજ રીતનું બીજું કઈ શીખ્યું.
2:28 છેલ્લી વસ્તુ જે હું તમને બતાવીશ તે છે કેવી રીતે રદ્દ કરવું.
2:33 રદ્દ કેવી રીતે કરવું એ બતાવવા માટે, હું આ પુષ્ઠને બંધ કરીશ આ બોક્સને રદ્દ કરીશ અને આ એડિટ કરીશ.
2:45 હું "Change" ને "Delete" સાથે બદલીશ.
2:49 અહીં હું રેકોર્ડોને રદ્દ કરીશ જ્યાં આપણને એક વિશિષ્ટ નામ બતાવવામાં આવ્યું છે.
2:55 આ કરવા માટે, હું અહીં "lastname" ઉમેરીશ.
3:00 આપણે આ ફરીથી ન મોકલીશું અને ચાલો "mysql.php" પર પાછા જઈએ.
3:07 અહીં આપણી પાસે હવે "Alex Garrett", "Karen Headen" છે જે મારા છેલ્લા ઉદાહરણમાંથી બદલાયું છે.
3:17 આપણે "Karen Headen" પર ક્લિક કરીશું અને "Delete" પર ક્લિક કરીશું. આ રેકોર્ડને રદ્દ કરશે.
3:23 પરંતુ આ સમયે આ રદ્દ થયું નથી.
3:26 પહેલા ખાતરી કરી લઈએ કે આપણા તમામ રેકોર્ડો અકબંધ છે.
3:30 તમે અહીં જોઈ શકો છો, આપણા તમામ રેકોર્ડો અકબંધ છે અને હું રદ્દ કરવા માટે એક વિશિષ્ટ રેકોર્ડને પસંદ કરીશ.
3:38 ચાલો delete "Emily Headen" લખીએ, તો હું રદ્દ કરવા માટે Emily Headen નાં રેકોર્ડની પસંદગી કરીશ.
3:44 હવે આપણે આને "mysql underscore delete.php" કહેવાતા એક નવા પુષ્ઠ પર સબમિટ કરાવવાની જરૂર છે.
3:51 આ માટે, આપણે એક નવું પુષ્ઠ બનાવવા માટે જઈ રહ્યા છીએ જેને mysql underscore delete.php તરીકે સંગ્રહીત કરીશું.
3:58 આપણે બરોબર એજ રીતે કરીશું જેમ પહેલા કર્યું હતું.
4:02 આપણે આપણા connect ને 'require' કરવા જઈ રહ્યા છીએ તેથી આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવાની જરૂર છે.
4:10 ઓહ ક્ષમા કરો! ચાલો આપણે પાછા "require connect.php" પર જઈએ અને ફરીથી વેરીએબલો લેશું.
4:22 તો ચાલો અહીં "todelete" ટાઈપ કરીએ અને તે અહીં ફરીથી "POST" વેરીએબલ ની બરાબર છે.
4:29 આપણે આ ફોર્મને આ પુષ્ઠ પર પોસ્ટ કરીશું અને ચાલો અહીં થોડી વેલ્યુને બદલીએ.
4:34 "todelete" લખીએ.
4:37 તો આપણે "select name" ને "todelete" માં બદલ્યું છે.
4:41 હવે, જો તમે અહીં આ ફોર્મ પર એક નજર નાખશો, હું તમને કોડ ફરીથી બતાવીશ.
4:46 અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક રેકોર્ડનાં દરેક કેસ માટે name વેલ્યુ અને id વેલ્યુ છે.
4:53 જો આપણે રીફ્રેશ કરીએ, આપણા ફોર્મનું નામ "todelete" છે અને આપણે તેને દરેક વેલ્યુ માટે લઇ રહ્યા છીએ.
5:01 જો Emily નો રેકોર્ડ પસંદ થયેલ છે તો આપણે રેકોર્ડને રદ્દ કરીશું જ્યાં id ૩ બરાબર છે.
5:08 ચાલો આપણા કોડ પર પાછા જઈએ અને અહીં આપણું POST વેરીએબલ છે.
5:13 આ કેવી રીતે પ્રક્રિયા થાય છે તેનું ઉદાહરણ આપવા માટે હવે હું એકો કરવા જઈ રહ્યી છું.
5:19 આપણી પાસે અહીં Emily Headen છે. આપણી પાસે અહીં ૩ છે જેનો અર્થ એ છે કે ડેટાબેઝમાં અથવા કોષ્ટકમાં આપણે આનો ઉપયોગ id ૩ ને રદ્દ કરવા માટે લઇ શકીએ છીએ.
5:30 અહીં, આપણે ફરીથી એક નવું વેરીએબલ બનાવીશું અને તેને "mysql underscore query" તરીકે સંબોધીશું.
5:41 આની અંદર આપણે કમાંડોનાં એક સંપૂર્ણ નવા સેટ ને વાપરીશું.
5:45 આપણે "DELETE FROM" ટાઈપ કરીશું અને આપણા કોષ્ટકને સ્પષ્ટ કરીશું.
5:51 ચાલો ટાઈપ કરીએ "people" અને "WHERE id equals "todelete".
5:56 "todelete" વેરીએબલ છે જે વ્યક્તિની id છે જે આપણે યાદીમાંથી પસંદ કરી છે.
6:02 હવે ચાલો આ ચકાસીએ. ચાલો Emily Headen લખીએ.
6:08 Emily Headen નો રેકોર્ડ હજી પણ અસ્તિત્વમાં છે તે જોવા માટે ચાલો આપણા ડેટાબેઝમાં જોઈએ.
6:13 રેકોર્ડ હજી પણ અસ્તિત્વમાં છે તે જોવા માટે રીફ્રેશ કરીએ.
6:18 જયારે હું "Emily Headen" પર ક્લિક કરું છું અને "Delete" પર ક્લિક કરું છું, કઈ પણ થતું નથી.
6:21 આપણે એકો કર્યું નથી પણ રીફ્રેશ કરવા માટે જયારે આપણે "Browse" પર ક્લિક કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે Emily નો રેકોર્ડ ડેટાબેઝમાંથી રદ્દ થઇ ગયો છે.
6:30 તો આ ટ્યુટોરીયલનાં સેટમાં, મેં તમને સામાન્ય કમાંડ બતાવ્યા છે જેમ કે
  • ડેટા ને કેવી રીતે દાખલ કરવું
  • ડેટા ને કેવી રીતે વાંચવું
  • કેવી રીતે સુધારણા કરવું
  • ડેટા ને કેવી રીતે રદ્દ કરવું અને
  • html ફોર્મોમાં સમાવેશ કેવી રીતે કરવું.
6:43 જો હું કઈ ભૂલી ગઈ છું, તો કૃપા કરી મને જણાવજો અને હું આ ટ્યુટોરીયલોનાં ભાગોનાં રૂપમાં ઉમેરીશ.
6:49 ખાતરી કરો કે તમે મારા દ્વારા અપડેટ સુધારણા માટે ઉમેદવારી નોંધાવો છો.
6:53 હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું. જોડાવા બદ્દલ આભાર.
6:55 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali