PHP-and-MySQL/C3/MySQL-Part-7/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | ટ્યુટોરીયલનાં આ ભાગમાં, હું તમને એક સરળ પ્રોગ્રામ બનાવવાની તક આપીશ. |
0:06 | આ પ્રોગ્રામ આપણને યાદીમાંથી એક નામ પસંદ કરવાની પરવાનગી આપશે. |
0:15 | આ આપણને માહિતીનાં ભાગને સુધારણા કરવાની પણ પરવાનગી આપશે અને હું નામને અપડેટ કરવાની ક્ષમતાને પસંદ કરી રહ્યો છું. |
0:25 | ઉદાહરણ તરીકે હું આ અંદર "firstname" લખીશ. |
0:28 | અહીં, આપણે યાદીમાંથી પસંદ કરી અને પછી તે માહિતીને અપડેટ કરી શકીએ છીએ. |
0:33 | અમુક માહિતી જેની આપણને જરૂર નથી તેનાથી છુટકારો મેળવવા માટે હું આ પુષ્ઠને થોડું સુધારીશ. |
0:38 | અહીં આ એકો કરવાની જરૂર નથી. |
0:40 | આપણે આપણા ફોર્મને પણ અહીં બદલવા જઈ રહ્યા છીએ, તેથી આપણને હમણાં આની જરૂર નથી. |
0:47 | ચાલો આને રદ્દ કરીએ. |
0:48 | આપણે આની પણ જરૂર નથી. |
0:52 | આપણને ફક્ત ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ની જરૂર છે. ડેટ ઓફ બર્થ અને જેન્ડર વાસ્તવમાં મહત્વનું નથી. |
0:59 | ચાલો આને પણ રદ્દ કરીએ. આપણને આની પણ જરૂર નથી..... આની પણ નહી. |
1:04 | ઠીક છે આપણે આ કર્યું છે. |
1:05 | આ ટ્યુટોરીયલ સંપૂર્ણપણે વિસ્તૃત તેમજ સંપૂર્ણપણે સાચું પણ થવા જઈ રહ્યું નથી . |
1:14 | જયારે આ તમને બતાવશે કે html સિલેક્ટ બોક્સમાં તમારા રેકોર્ડો કેવી રીતે લાગુ પાડવા. |
1:22 | અને તમે પસંદ કરેલ આધાર પર માહિતીને કેવી રીતે સુધારવી એ પણ બતાવશે. |
1:31 | જેવું તમે અહીં જુઓ છો, હું અમુક ડેટા while loop અંદર બનાવવા જઈ રહ્યો છું. |
1:45 | આપણે અહીં અમુક html ડેટા બનાવવા જઈ રહ્યા છીએ. |
1:47 | અહીં હું એકો કરીશ. હમણાં માટે અહીં હું અટકીશ. |
1:55 | ચાલો અહીં નીચે જઈએ. |
1:57 | આપણે સિલેક્ટ એરિયા બનાવવા જઈ રહ્યા છીએ જે છે સિલેક્ટ બોક્સ. |
2:01 | આ એક ડ્રોપ ડાઉન બોક્સ છે અને આ દરેક બોક્સો માટે, આપણી પાસે એક વિકલ્પ છે. |
2:14 | ઉદાહરણ તરીકે આ ૧ અથવા ૨ હોઈ શકે છે. |
2:15 | તો અહીં પાછા આવીએ અને "refresh button". આ રીફ્રેશ કરીએ. |
2:27 | આ ડાયલોગ બોક્સથી છુટકારો મેળવીએ. |
2:30 | અહીં આપણને ૧ કે ૨ મળ્યું છે. આ html નો એક ભાગ છે. |
2:35 | અહીં આપણે આ લાગુ પાડીશું અને આપણે આપણા રેકોર્ડો શોધવા જઈ રહ્યા છીએ. આપણે આ દરેક ઓપ્શન બોક્સોમાં નામ આપીશું. |
2:40 | હું દરેક રેકોર્ડ જે આપણને મળ્યા છે તેને એક ઓપ્શન નામ આપીશ . |
2:43 | જો તમને આ નથી સમજાયું, એનો અર્થ છે કે કોડ અંદર જે દરેક રેકોર્ડ માટે વારંવાર કરવામાં આવશે, લૂપની બહાર, અહીં, આપણે આપણા html કોડનાં પહેલા ભાગને એકો કરવા માંગીએ છીએ. |
3:00 | આ "select" હશે અને તેનું નામ "name હશે. |
3:08 | અથવા નહી તો ચાલો હું આને people name કહું. |
3:13 | આ પછી, આપણા while લૂપની બહાર, આપણે અહીં એન્ડ્સ ટેગ એકો કરીશું. તો ચાલો ટાઈપ કરીએ ફોરવર્ડ સ્લેશ અને select". |
3:21 | આને આપણા while લૂપની અંદર સમાવેશ ન કરવાનું કારણ એ છે કે જયારે આ પુનરાવર્તિત થાય છે, ત્યારે તે સ્ટાર્ટ અને એન્ડ ટેગોને પુનરાવર્તિત કરશે અને ઓપ્શન ભાગને ન કરશે, જેની આપણને જરૂર છે. |
3:36 | અહીં ઓપ્શન ભાગ લૂપની અંદર જાય છે. |
3:39 | ચાલો હું એકો કરું, "firstname" લખીએ. |
3:41 | અને આ શું કરે છે, દરેક રેકોર્ડ માટે, તે આ ઓપ્શન કોડને એકો કરશે |
3:48 | અને જો તમને યાદ હોય તો અહીં નીચે, આપણી પાસે "option" અને "option end" હતું. |
3:52 | આ વારંવાર પુનરાવર્તિત થઇ રહ્યું હતું. |
3:56 | હવે આપણી પાસે અહીં "select" ભાગ છે અને અહીં "select end" છે. |
3:58 | આપણને જરૂર છે કે આ એક વાર એકો થાય, આ એક વાર એકો થયું અને આ ડેટાબેઝમાં અથવા કોષ્ટકમાં દરેક રેકોર્ડ માટે એકો થયું. |
4:10 | તમે આ રીફ્રેશ કરી ચકાસી શકો છો. |
4:12 | અરે! આપણો કોડ ક્યાં ગયો? |
4:14 | પાછળ જઈને જુઓ અને શોધો કે ભૂલ ક્યાં છે. વાસ્તવમાં આપણે આ ભાગને અહીં બદલવાની જરૂર છે - "if" સ્ટેટમેંટ. |
4:25 | આપણે "submit" બટન માટે હવે વધારે નથી જોઈ રહ્યા, તો તેને રદ્દ કરી શકીએ છીએ. |
4:28 | હવે, એ માનીને કે બધું બરાબર છે, આપણે રીફ્રેશ કરીશું અને આપણી પાસે આપણા ડેટાબેઝમાં રેકોર્ડોનાં તમામ ફર્સ્ટ નામોનું લીસ્ટ બોક્સ છે. |
4:39 | હવે હું ઈચ્છું છું કે આ સારું દેખાય અને તેથી હું કોડમાં "surname" અથવા "lastname" લખીશ. |
4:46 | તો રીફ્રેશ કરો. આ html કોડને વાપરવાનો એક અત્યંત સરળ માર્ગ છે, શું આ નથી? |
4:52 | હવે આપણે "option" વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. |
4:52 | આપણી પાસે દરેક ઓપ્શન માટે એક નામ હોવું જરૂરી છે અને દરેક માટે નામ "id" રહેશે. |
5:00 | જો હું રીફ્રેશ પર ક્લિક કરું છું અને મારા પુષ્ઠ સ્ત્રોત પર આઉં, તમે જોઈ શકો છો કે આપણે અહીં દરેકમાં ૧, ૨, ૩, ૪ મેળવ્યું છે. |
5:13 | આ ખરેખર ઉપયોગી છે કારણ કે આપણે હવે ફક્ત નામ દ્વારા જવા કરતા યુનીક રેકોર્ડોને, સુધારી શકીએ છીએ. |
5:23 | તો અહીં, હું મારા અપડેટ ફોર્મને બનાવવાની શરૂઆત કરીશ. |
5:27 | હું "select" પછી ઇનપુટ બોક્સ મુકીશ, અને આ "text" રહેશે. |
5:33 | નેમ to change રહેશે. આ એ છે જેનાથી આપણે બદલી કરવા જઈ રહ્યા છીએ. |
5:40 | પછી આપણે બીજું એક બટન બનાવીશું અથવા submit બટન નામનું બીજું એક ઇનપુટ એલેમેંટ જેની વેલ્યુ "change" રહેશે. |
5:53 | અહીં હું હમણાં માટે ફક્ત ફર્સ્ટનેમ બદલીશ. ફક્ત ઉદાહરણ તરીકે. |
5:58 | તો અહીં આપણા ફોર્મનો આધાર છે. |
6:00 | આપણને અહીં "name" મળ્યું છે અને આપણે આને કઇંક માં બદલવા ઈચ્છીએ છીએ. |
6:04 | તો અહીં હું આને "Alex" માંથી "Alexander" માં બદલીશ અને ત્યારબાદ Change પર ક્લિક કરીશ. |
6:10 | આ સમયે કઈ થઇ નથી રહ્યું. |
6:12 | હવે આપણે શું કરવાની જરૂર છે , આને ફોર્મની અંદર મુકો જેથી હું મારા ફોર્મનો અંત કરી શકું. |
6:18 | આ જગ્યાએ, આ અવ્યવસ્થિત થઇ રહ્યું છે પણ આશાપૂર્વક તમે જોઈ શકો છો કે શું થઇ રહ્યું છે. |
6:23 | ચાલો હું અહીં નીચે સ્ક્રોલ કરું. અહીં ઉપર આપણે આપણા ફોર્મને શરૂઆત કરવાની જરૂર છે. |
6:22 | એક્શન એ પુષ્ઠ હશે જેના પર આપણે આ સમયે છીએ જે છે "mysql dot php". |
6:33 | વાસ્તવમાં હું આ બીજા પુષ્ઠ પર કરીશ. |
6:36 | તો આનું નામ બદલીને "mysql update dot php" કરીએ. |
6:40 | આ તમારા માટે થોડું સરળ બનાવશે અને માટે માટે લખાણ હેતુ અત્યંત સરળ બનાવશે. |
6:45 | પછી આને રીફ્રેશ કરીને, આપણે જોઈ શકીએ છીએ કે આપણે નવા પુષ્ઠ પર જઈએ છીએ જે આ સમયે મળ્યું નથી. |
6:52 | હું આ અહીં અંદર બનાવવા જઈ રહ્યો છું. |
6:55 | આપણે આ "mysql underscore update dot php" તરીકે સંગ્રહીત કરીશું. |
7:00 | આપણા php ટેગોને શરૂ કરવાની જરૂર છે. |
7:02 | આપણને "connect dot php" ની જરૂર છે કારણ કે આપણે ડેટાબેઝથી ફરીથી જોડાઈ રહ્યા છીએ. |
7:14 | આપણને આપણા નામની વેલ્યુની પણ જરૂર છે જે આપણે બદલી રહ્યા છીએ. |
7:17 | તો select name ને peoplename કહીશું. |
7:20 | તો અહીં આપણે "peoplename" equals POST અને peoplenameટાઈપ કરીશું. |
7:28 | આ એક html એલેમેંટનું નામ છે જે આપણે લઇ રહ્યા છીએ. |
7:32 | આ ૧, ૨, ૩ કહેવા જઈ રહ્યા છીએ. |
7:36 | આ આપણી id છે જે આપણા ડેટાબેઝની અંદર છે. |
7:39 | "tochange" એ ફીલ્ડ છે જેમાં આપણે નવી વેલ્યુ ટાઈપ કરવા માટે તૈયાર છીએ. |
7:46 | અહીં હું એક if statement કોડ કરીશ ફક્ત કહેવા માટે જો peoplename and tochange. |
7:57 | આ ખાતરી કરે છે કે આપણે ત્યાં બંને વેલ્યુ મળ્યી છે. |
8:00 | પછી આપણે શું કરીશું, "change" equals "mysql query" ટાઈપ કરીશું જે ફક્ત "UPDATE people" છે, જે અહીં આપણા કોષ્ટકનું નામ છે. |
8:17 | "UPDATE people SET firstname equals tochange" where "firstname equals".... |
8:30 | નહી, આપણે નથી કરી રહ્યા... આપણે આને "id" થી બદલી કરીશું . બરાબર? |
8:39 | તો આપણે "ID" ને આ "peoplename" ની વેલ્યુ બરાબર ટાઈપ કરીશું. |
8:52 | બરાબર છે, ચાલો પાછળ જઈએ. |
8:57 | ચાલો "Kyle" નું નામ બદલવા માટે "Kyle" ને પસંદ કરીએ. |
9:02 | આનું નામ ૨ છે તેથી "peoplename" પણ ૨ છે. |
9:05 | તો આપણે આને આમાં બદલીશું જ્યાં id આ છે. |
9:10 | હું તમને આ ટ્યુટોરીયલનાં આવનારા ભાગમાં બતાવીશ કારણ કે મારી પાસે સમયની અછત છે. |
9:14 | તો હું તમને ત્યાં જલ્દી જ મળીશ. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |