BASH/C2/Array-Operations-in-BASH/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:42, 24 December 2014 by Jyotisolanki (Talk | contribs)
Title of script: Array Operations In BASH
Author: Jyoti Solanki
Keywords: Video tutorial, Bash shell, Array
Time | Narration |
---|---|
00:01 | બેશ મા Array operations પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે,
|
00:12 | * ડીકલેરેશન દરમ્યાન એરેને ઈનીશીલાઈઝ કરવું. |
00:15 | * એરેની લંબાઈ અને તેનું n એલિમેન્ટ શોધવું. |
00:20 | * Array ને પ્રિન્ટ કરવું. |
00:22 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ . |
00:27 | સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે કૃપા કરીને spoken hyphen tutorial dot org. સંદર્ભ લો. |
00:33 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:37 | * ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને |
00:41 | * GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:45 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:50 | ચાલો એરેની વ્યાખ્યા અને તેના લક્ષણોથી શરૂઆત કરીએ. |
00:55 | * એરે આ એક બહુવિધ વેલ્યુઓ ધરાવતું વેરીએબલ છે. |
01:01 | * વેલ્યુઓ એકસમાન કે જુદા જુદા પ્રકારની હોઈ શકે છે. |
01:04 | * array ના માપની કોઈ વધુ પ્રમાણની મર્યાદા નથી. |
01:08 | * Array ના મેમ્બરો વારફરતી હોય એવી જરૂર નથી. |
01:12 | * Array index હમેંશા શૂન્યથી શરુ થાય છે. |
01:16 | આપણે હવે જોશું કે કેવી રીતે એરે જાહેર કરવો અને તેને વેલ્યુ અસાઇન કરવી. |
01:21 | એરે ડીકલેર કરવા માટે સિન્ટેક્સ આ પ્રમાણે છે- |
01:24 | declare hyphen `a` arrayname |
01:28 | “declare” કીવર્ડનો ઉપયોગ એરે જાહેર કરવા માટે થાય છે. |
01:31 | Bash મા આ એક બિલ્ટ-ઇન કમાંડ છે. |
01:35 | Array ને વેલ્યુ અસાઇન કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે- |
01:38 | Name ચોરસ કૌંસ અંદર index equals to એકલ અવતરણમા value. |
01:46 | હવે ચાલો જોઈએ ડીકલેરેશન દરમ્યાન એરેને ઈનીશલાઈઝ કેવી રીતે કરવું. |
01:51 | * એરને ડીકલેર તથા ઈનીશલાઈઝ એક સમયે કરી શકાવાય છે. |
01:56 | * એલિમેન્ટ સ્પેસ દ્વારા જુદા કરવા જોઈએ. |
02:00 | દરેક એલિમેન્ટ કૌંસમા આવેલા હોવા જોઈએ. |
02:03 | સિન્ટેક્સ આ પ્રમાણે છે.declare hyphen `a` arrayname equal-to ગોળ કૌંસ અંદર એકલ અવતરણ અંદર 'element1' , 'element2' અને element3 . |
02:19 | ચાલો ઉદાહરણ અજમાવીએ. |
02:21 | Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
02:28 | હવે ટાઈપ કરો: gedit space array.sh space & |
02:36 | પ્રોમ્પ્ટને સાફ કરવામાટે આપણે એમ્પરસેન્ડ વાપરીએ છીએ. એન્ટર દબાઓ. |
02:41 | અહી તમારી array.sh ફાઈલ મા દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
02:47 | આ લાઈન આપેલ એલિમેન્ટસ સાથે લીનક્સ નામનું એરે ડીકલેર કરે છે.
|
02:57 | અહી hyphen `a` તે flag. છે. |
03:00 | જે આપણને એરેમા વેલ્યુ રીડ કરવાની અને તેને વેલ્યુઓ અસાઇન કરવાની પરવાનગી આપે છે. |
03:05 | ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
03:07 | એરેની લંબાઈ આ સિન્ટેક્સ દ્વારા મેળવી શકાય છે: |
03:12 | Dollar sign ખુલ્લો છ્ગડીયો કૌંસ hash arrayname ચોરસ કૌંસ માં At ચિન્હ અને બંદ છ્ગડીયો કૌંસ |
03:22 | The length of the n માં એલિમેન્ટની લંબાઈ આ સિન્ટેક્સ દ્વારા મેળવી શકાય છે: |
03:28 | Dollar ચિન્હ ખુલ્લો છ્ગડીયો કૌંસ hash arrayname ચોરસ કૌંસમાં `n` અને બંદ છ્ગડીયો કૌંસ. |
03:37 | અહી n એ એલિમેન્ટ કમાંડ છે,જેની લંબાઈને શોધવાની છે. |
03:42 | એરેના તમામ એલિમેન્ટસને આ સિન્ટેક્સ વાપરીને પ્રિન્ટ કરી શકાય છે. |
03:48 | Dollar ચિન્હ ખુલ્લો છ્ગડીયો કૌંસ Arrayname ચોરસ કૌંસમાં `At ચિન્હ ` અને બંદ છ્ગડીયો કૌંસ. |
03:57 | હવે ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ. |
04:00 | આ લાઈન Array Linux માના કુલ એલિમેન્ટસની સંખ્યા દર્શાવે છે. |
04:06 | hyphen `e` માટે backslash escapes અર્થઘટન સક્રિય કરે છે. |
04:11 | આપણે આને સમાવિષ્ટ કર્યું છે કારણકે આપણી પાસે લાઈનની અંતમા backslash `n` ' આવેલ છે. |
04:18 | આગળની લાઈન Array Linux. ના તમામ એલિમેન્ટસ દર્શાવે છે. |
04:23 | આ લાઈન Array Linux. નું ત્રીજું એલિમેન્ટ દર્શાવે છે. |
04:28 | નોંધ લો એરે હંમેશા ઇન્ડેક્સ શૂન્યથી શરુ થાય છે. |
04:34 | છેલ્લે, આ લાઈન ત્રીજા એલિમેન્ટમા ઉપલબ્ધ અક્ષરોની સંખ્યા દર્શાવે છે. |
04:40 | હવે ટર્મિનલ પર જાવ. |
04:42 | ચાલો સૌ પ્રથમ આપેલ ટાઈપ કરીને ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીએ chmod સ્પેસ plus x સ્પેસ array.sh અને એન્ટર દબાઓ. |
04:56 | ટાઈપ કરો, dot slash array .sh. એન્ટર દબાઓ. |
05:01 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
05:04 | Array `Linux` ના એલિમેન્ટસ સંખ્યા અથવા લંબાઈ આ ચાર છે. |
05:10 | Array `Linux` ના એલિમેન્ટસ છે Debian, Redhat, Ubuntu અને Fedora. |
05:18 | Array Linux નું ત્રીજું એલિમેન્ટ છે Ubuntu. |
05:22 | અને ઈચ્છિત પ્રમાણે, ત્રીજા એલિમેન્ટમા અક્ષરોની સંખ્યા છ છે. |
05:29 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
05:32 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
|
05:35 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
05:40 | * Array ડીકલેર કરવું અને તેને વેલ્યુઓ અસાઇન કરવી. |
05:43 | * ડીકલેરેશન દરમ્યાન Array ને ઈનીશીલાઈઝ કરવું. |
05:46 | * Array ની લંબાઈ તથા તેનું n એલિમેન્ટ શોધવું અને |
05:51 | * સમગ્ર Array ને પ્રિન્ટ કરવું. |
05:53 | અસાઇનમેન્ટ તરીકે . |
05:55 | 7' લંબાઈના એરે names ડીકલેર કરો અને શોધો: |
06:00 | * એલિમેન્ટસની કુલ સંખ્યા લ, |
06:02 | * તમામ એલિમેન્ટસ પ્રિન્ટ કરો. |
06:04 | * અને 5 મુ એલિમેન્ટ પ્રિન્ટ કરો. |
06:06 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:13 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
06:24 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:27 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
06:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:40 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
06:47 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
|
06:52 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
06:58 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
07:02 | જોડાવાબદ્દલ આભાર. |