Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:27, 20 November 2014 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Creating a Java Web Project પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
00:09 Java Web Project (જાવા વેબ પ્રોજેક્ટ) બનાવવું.
00:12 Deployment Descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) વિશે.
00:15 web.xml ફાઈલ વિશે
00:19 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:20 ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:23 નેટબીન્સ IDE 7.૩
00:26 JDK 1.7
00:28 ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0
00:32 તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો.
00:35 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે
00:39 Netbeans IDE વાપરીને Core Java (કોર જાવા) અને
00:42 HTML (એચટીએમએલ)
00:44 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:50 હવે, ચાલો શીખીએ કે Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) વાપરીને એક સાદુ Java Web Project (જાવા વેબ પ્રોજેક્ટ) કેવી રીતે બનાવવું.
00:56 આ માટે આપણે Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર જશું.
01:01 IDE નાં ટોંચે ડાબા ખૂણે, File (ફાઈલ) પર ક્લિક કરો અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો.
01:08 New Project (ન્યુ પ્રોજેક્ટ) વિન્ડો ખુલે છે.
01:12 categories (કેટેગરીઝ) માંથી, Java Web (જાવા વેબ) પસંદ કરો અને Projects (પ્રોજેક્ટ્સ) માંથી Web Application (વેબ એપ્લીકેશન) પસંદ કરો.
01:18 ત્યારબાદ Next (નેક્સ્ટ) પર ક્લિક કરો.
01:20 આગળ ખુલેલ વિન્ડો પર.
01:23 MyFirstProject તરીકે Project Name (પ્રોજેક્ટ નેમ) ટાઈપ કરો.
01:27 Project location (પ્રોજેક્ટ લોકેશન) અને project folder (પ્રોજેક્ટ ફોલ્ડર) ને એવું જ રહેવા દો.
01:31 ત્યારબાદ, Next (નેક્સ્ટ) પર ક્લિક કરો.
01:35 Server (સર્વર) તરીકે GlassFish server પસંદ કરો.
01:39 નોંધ લો અહીં Context Path (કોનટેક્સ્ટ પાથ) MyFirstProject છે, આ નામ આપણા Project નાં જેવું જ છે.
01:47 આપણે આ વિશે વિગતમાં શીખીશું.
01:50 હવે, Next (નેક્સ્ટ) પર ક્લિક કરો અને ત્યારબાદ Finish (ફીનીશ) પર ક્લિક કરો.
01:55 Projects (પ્રોજેક્ટ્સ) ટેબ પર ક્લિક કરો,
01:58 આપણે જોઈ શકીએ છીએ કે અહીં અનેક નોડો છે અને My First Project (માય ફર્સ્ટ પ્રોજેક્ટ) નામની વેબ એપ્લીકેશન બની ગઈ છે.
02:08 હવે, આપણને અત્યારે આ તમામ નોડોની લાગવળગ નથી.
02:11 પરંતુ ચાલો હું ક્લિક કરીને તમને બતાવું કે, આ શું ધરાવે છે.
02:16 હવે ચાલો શીખીએ કે Deployment Descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) તરીકે શું ઓળખાય છે.
02:21 એક web application (વેબ એપ્લીકેશન) નું Deployment Descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) વર્ણવે છે:
02:25 એપ્લીકેશનનાં classes (ક્લાસો), resources (સ્ત્રોતો) અને configuration (કોન્ફિગરેશન) અને
02:31 web server (વેબ સર્વર) તેનો ઉપયોગ વેબ વિનંતિ બજાવવા માટે કેવી રીતે કરે છે.
02:37 web server (વેબ સર્વર) એપ્લીકેશન માટે એક વિનંતિ પ્રાપ્ત કરે છે.
02:42 વિનંતિનાં URL (યુઆરએલ) ને મેપ કરવા માટે તે deployment descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) નો ઉપયોગ કરે છે.
02:48 URL (યુઆરએલ) ને તે એ કોડથી મેપ કરે છે જેણે વિનંતિ સંભાળવી છે.
02:52 deployment descriptor (ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર) એ web.xml નામની એક ફાઈલ છે.
02:57 હવે ચાલો IDE પર પાછા આવીએ.
03:00 અહીં ઉપલબ્ધ નોડોમાંથી આપણે web.xml ફાઈલ શોધવામાં અસમર્થ છીએ.
03:07 તેનું સ્થાન નક્કી કરવા માટે, IDE નાં ટોંચે ડાબી બાજુએ, File (ફાઈલ) પર ક્લિક કરો, અને ત્યારબાદ New File (ન્યુ ફાઈલ) પર ક્લિક કરો.
03:16 Categories (કેટેગરીઝ) માંથી, Web (વેબ) પસંદ કરો.
03:19 અને File Types (ફાઈલ ટાઈપ્સ) માંથી, Standard Deployment Descriptor(web.xml) (સ્ટાનડર્ડ ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર(web.xml)) પસંદ કરો.
03:25 ત્યારબાદ Next (નેક્સ્ટ) પર ક્લિક કરો.
03:27 અને Finish (ફીનીશ) પર ક્લિક કરો.
03:30 IDE નાં ડાબી બાજુએ આવેલ Files ટેબ પર ક્લિક કરો.
03:34 Web (વેબ) નોડનાં WEB-INF ફોલ્ડર અંતર્ગત web.xml દૃશ્યમાન છે તેની નોંધ લો.
03:42 હવે તમે Source (સોર્સ) કોડ જોઈ શકો છો.
03:46 અહીં આપણી પાસે એક xml હેડર છે.
03:50 સાથે જ આપણી પાસે એક web-app નોડ પણ છે.
03:53 હવે, આપણે એપ્લીકેશનને રન કરવાનો પ્રયાસ કરીશું.
03:57 આમ કરવા માટે, MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) પર જમણું ક્લિક કરો.
04:02 Clean and Build (ક્લીન એન્ડ બીલ્ડ) પર ક્લિક કરો.
04:04 આનાથી પહેલા કમ્પાઈલ થયેલ કોઈપણ ફાઈલો અને બીજા અન્ય બીલ્ડ આઉટપુટો રદ્દ થશે.
04:10 સાથે જ તે એપ્લીકેશનને ફરીથી કમ્પાઈલ પણ કરશે.
04:14 ફરીથી, MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) પર જમણું ક્લિક કરો અને ત્યારબાદ Run (રન) પર ક્લિક કરો.
04:20 તો સર્વર અપ છે અને ચાલી રહ્યું છે અને તેણે My first Project (માય ફર્સ્ટ પ્રોજેક્ટ) ડીપ્લોય કર્યું છે.
04:27 એક બ્રાઉઝર વિન્ડો ખુલે છે અને Hello World (હેલો વર્લ્ડ) દર્શાવે છે.
04:32 આ એટલા માટે કારણ કે જ્યારે આપણે project (પ્રોજેક્ટ) રન કરીએ છીએ, ત્યારે web application (વેબ એપ્લીકેશન) જોયેલા પુષ્ઠ રજૂ કરે છે.
04:39 હવે, ચાલો અહીં આ URL (યુઆરએલ) તરફે જોઈએ જેણે પુષ્ઠ રજૂ કર્યું છે.
04:44 આ છે localhost કોલન 8080 સ્લેશ MyFirstProject
04:49 આમ જેમ આપણે MyFirstProject રન કરીએ છીએ ત્યારે આપણને મૂળભૂત રીતે HelloWorld! કહેતું એક JSP પુષ્ઠ મળે છે.
04:57 આપણા IDE પર પાછા આવીએ.
05:00 આપણે જોઈ શકીએ છીએ કે અહીં WEB-INF ફોલ્ડર અંતર્ગત index.jsp છે.
05:07 index.jsp પર બમણું ક્લિક કરો.
05:10 આપણે અહીં સોર્સ કોડ જોઈ શકીએ છીએ.
05:12 ફક્ત HTML tags (એચટીએમએલ ટેગો) ધરાવતું આ એક સાદુ JSP page (જેએસપી પુષ્ઠ) છે.
05:17 આ શીર્ષક JSP Page (જેએસપી પુષ્ઠ) ધરાવે છે અને આની પાસે મથાળું Hello World છે
05:24 જ્યારે આપણે વેબ એપ્લીકેશન રન કરીએ છીએ ત્યારે સર્વર મૂળભૂત રીતે index.jsp પ્રદાન કરે છે.
05:30 યાદ કરો આપણને પહેલા ContextPath (કોનટેક્સ્ટપાથ) નામનું કઈક મળ્યું હતું.
05:36 આપણે ContextPath (કોનટેક્સ્ટપાથ) ને પોતે MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) તરીકે સુયોજિત કર્યું હતું.
05:41 હવે, બ્રાઉઝર પર પાછા આવીએ
05:44 ટાઈપ કરો URL (યુઆરએલ) localhost કોલન 8080 તરીકે. અને Enter (એન્ટર) દબાવો.
05:50 આપણે જોઈએ છીએ કે Glassfish server (ગ્લાસફીશ સર્વર) નું હોમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે.
05:56 અહીં 8080 એ મૂળભૂત કોર્સ છે જ્યાં મશીન પર સર્વર રન કરે છે.
06:01 Glassfish server (ગ્લાસફીશ સર્વર) ઇનસ્ટંસ તેના પર ઘણી એપ્લીકેશનો રન કરાવી શકે છે.
06:08 અમુક ચોક્કસ એપ્લીકેશનને એક્સેસ કરવા માટે તે એપ્લીકેશનનું નામ URL (યુઆરએલ) માં ટાઈપ કરો.
06:15 આમ, આપણે એ ચોક્કસ એપ્લીકેશન ટાઈપ કરવી પડશે જે તે ઇનસ્ટંસ પર ડીપ્લોય થઇ છે.
06:21 તો આપણે ટાઈપ કરીશું slash MyFirstProject.
06:26 અને Enter દબાવીશું.
06:27 તો આપણને Hello World પ્રદર્શિત થયેલ દેખાય છે
06:31 ચાલો સારાંશ લઈએ.
06:32 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
06:35 સાદુ Java Web (જાવા વેબ) પ્રોજેક્ટ બનાવવું.
06:38 web (વેબ) પ્રોજેક્ટને એક્ઝીક્યુટ કરવું.
06:41 અને web.xml ફાઈલ વિશે.
06:44 આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
06:46 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:00 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:04 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:07 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
07:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:17 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:23 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:27 http://spoken-tutorial.org/NMEICT-Intro
07:34 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે.
07:44 સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે.
07:48 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki