Jmol-Application/C2/Modify-Display-and-View/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:58, 17 November 2014 by Jyotisolanki (Talk | contribs)
|
|
---|---|
00:01 | જેમોલ એપ્લીકેશનમાં Modify Display and View પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું |
00:11 | સ્ક્રીન પર મોડેલને ફેરવવું, ઝૂમ કરવું, ખસેડવું અને સ્પીન કરવું |
00:17 | દેખાવને મોડીફાય કરવું |
00:19 | ડિસ્પ્લેની શૈલી બદલવી. |
00:22 | પરમાણુંઓ અને બોન્ડોનાં માપ અને રંગ બદલવા. |
00:26 | મોડેલને axes' (એક્સેસ) અને boundbox (બાઉન્ડબોક્સ) સાથે દર્શાવવું. |
00:30 | ઈમેજને વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવી. |
00:34 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:37 | Jmol એપ્લીકેશન વિન્ડો અને |
00:40 | modelkit ફંક્શનનો ઉપયોગ કરીને મોડેલો બનાવવાની અને એડિટ કરવાની જાણ. |
00:45 | જો નથી, તો નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો. |
00:51 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:53 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04 |
00:58 | Jmol આવૃત્તિ 12.2.2 અને |
01:02 | જાવા આવૃત્તિ 7 |
01:05 | પેનલ પર મેં 2-chloro-1-propanol નાં મોડેલ સાથે એક નવો જેમોલ વિન્ડો ખોલ્યો છે. |
01:12 | રચનાની સારી પરિપ્રેક્ષ્યતા મેળવવા હેતુ, આપણે મોડેલને ફેરવી અને ઝૂમ કરી શકીએ છીએ. |
01:18 | મોડેલને ફેરવવા માટે, ટૂલ બાર પર આવેલ “Rotate molecule” આઇકોન પર ક્લિક કરો. |
01:24 | મોડેલ પર ક્લિક કરીને અવલોકન કરો, કર્સર હાથનાં આઇકોનમાં બદલે છે. |
01:29 | માઉસનાં બટનને દબાવી રાખીને, માઉસને પેનલ પર ડ્રેગ કરો. |
01:34 | તમે જોઈ શકો છો કે મોડેલ ફરી રહ્યું છે. |
01:37 | ઝૂમ-ઇન અને ઝૂમ-આઉટ માટે, કર્સરને પેનલ પર મુકો. |
01:42 | માઉસ ચક્રીને ઉપર તરફે ફેરવો જેથી ઝૂમ-આઉટ થશે, અને નીચેની તરફે ફેરવવાથી ઝૂમ-ઇન થશે. |
01:49 | મોડેલને પેનલ પર ખસેડવા માટે, કર્સરને મોડેલ પર મુકો. |
01:54 | કીબોર્ડ પર Shift બટન દબાવી રાખો. |
01:57 | બમણું-ક્લિક અને માઉસ ડ્રેગ કરો. |
02:00 | વિસ્તૃત જાણકારી માટે, પોપ-અપ મેનુમાં આપેલ “Mouse Manual” નો સંદર્ભ લો. |
02:06 | પોપ-અપ મેનુ ખોલો અને નીચે સ્ક્રોલ કરી About પર જાવ ત્યારબાદ Jmol 12.2.2 પસંદ કરીને Mouse Manual પર ક્લિક કરો. |
02:17 | જો તમે ઇન્ટરનેટથી જોડાયા છો તો, |
02:19 | સ્ક્રીન પર “Mouse manual” સહીત એક વેબ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે. |
02:24 | પોપ-અપ મેનુથી બહાર નીકળવા માટે પેનલ પર ક્લિક કરો. |
02:28 | પરમાણુંને પેનલ પર આપમેળે ફરતું રાખવા માટે, પોપ-અપ મેનુ ખોલો. |
02:34 | નીચે સ્ક્રોલ કરીને “Spin” પર જાવ અને પછી “On” વિકલ્પ પર ક્લિક કરો. |
02:40 | આપણે જોઈ શકીએ છીએ કે મોડેલ પેનલ પર ફરી રહ્યું છે. |
02:44 | spin (સ્પીન) ને બંધ કરવા માટે, પોપ-અપ મેનુ ફરીથી ખોલો, |
02:49 | નીચે સ્ક્રોલ કરીને “Spin” પર જાવ અને “Off” પર ક્લિક કરો. |
02:54 | એસાઈનમેંટ તરીકે, |
02:56 | 2-chloro-3-Iodo-pentane નો એક મોડેલ બનાવો. |
03:00 | પોપ-અપ મેનુમાં “Spin” વિકલ્પ શોધો. |
03:04 | સ્પીનની દીશા “Z” ધરી પર અને સ્પીનની માત્રા “40” બદલી કરો. |
03:10 | સંકેત તરીકે: પોપ-અપ મેનુમાં Set Z Rate વિકલ્પનો ઉપયોગ કરો. |
03:16 | તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ નીચે આપેલ પ્રમાણે દેખાવું જોઈએ. |
03:22 | ચાલો હવે View (વ્યુ) મેનુ વિશે શીખીએ. |
03:25 | મેનુ બારમાં આવેલ “View” મેનુ, મોડેલને વિવિધ ખૂણાઓથી જોવાનાં વિકલ્પો ધરાવે છે. |
03:31 | 'View' (વ્યુ) મેનુ પર ક્લિક કરો. |
03:33 | મેનુમાં સ્ક્રોલ કરો અને આપેલ વિવિધ વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરો. |
03:38 | ઉદાહરણ તરીકે, હું “Top” વ્યુ પસંદ કરીશ. |
03:42 | 'Top' વિકલ્પ પર ક્લિક કરો. |
03:45 | સ્ક્રીન પરની ઈમેજ દર્શાવે છે કે પરમાણુ ટોંચથી કેવું દેખાય છે. |
03:50 | આપણે આ વ્યુને ઈમેજ તરીકે વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહી શકીએ છીએ. |
03:55 | “Save current view as an image” આઇકોન પર ક્લિક કરો. |
03:59 | એક “Save” (સેવ) ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
04:03 | ફાઈલ ફોર્મેટ પસંદ કરવા માટે, “Image Type” માંનાં વિકલ્પોને સ્ક્રોલ કરો. |
04:09 | હું JPEG ફોર્મેટ પસંદ કરીશ. |
04:13 | એ ફોલ્ડર ખોલો જેમાં તમે ફાઈલને સંગ્રહવા ઈચ્છો છો. |
04:17 | હું તે Desktop (ડેસ્કટોપ) પર ઈચ્છું છું. |
04:19 | Desktop પસંદ કરો અને Open બટન પર ક્લિક કરો. |
04:24 | File Name ટેક્સ્ટ-બોક્સમાં, “2-chloro-1-propanol” ટાઈપ કરો. |
04:30 | “Files of Type” પર જાવ અને jpg પસંદ કરો. |
04:35 | Save બટન પર ક્લિક કરો. |
04:38 | ઈમેજ હવે JPEG ફોર્મેટમાં Desktop પર સંગ્રહીત થશે. |
04:44 | પરમાણું મોડેલની ડિસ્પ્લે શૈલીને વિવિધ રીતે મોડીફાય કરી શકાય છે. |
04:50 | જો જોઈતું હોય તો, આ પરમાણુંઓમાં અણુઓ અને બોન્ડોનું માપ અને રંગ બદલી કરી શકાય છે. |
04:57 | આપણી પાસે પરમાણુમાંનાં તમામ અણુઓને મોડીફાય કરવાનું અથવા સેટ પસંદ કરવાનું વિકલ્પ છે. |
05:03 | પેનલ પર મોડેલનું મૂળભૂત ડિસ્પ્લે ball and stick છે. |
05:09 | ડિસ્પ્લે “CPK Space fill” માં બદલી કરવા માટે, પોપ-અપ મેનુ ખોલો. |
05:15 | “Select” પર જાવ અને સંપૂર્ણ પરમાણુને મોડીફાય કરવા માટે All પર ક્લિક કરો. |
05:22 | પોપ-અપ મેનુ ફરીથી ખોલો. |
05:25 | નીચે 'Style' સુધી સ્ક્રોલ કરો, સબ-મેનુમાંથી 'Scheme' પસંદ કરો. |
05:30 | અને CPK Spacefill વિકલ્પ પર ક્લિક કરો. |
05:35 | સ્ક્રીન પરનું મોડેલ CPK Spacefill મોડેલમાં પરિવર્તિત થાય છે. |
05:40 | અત્યારે ચાલો પાછું તેને ball and stick મોડેલમાં પરિવર્તિત કરીએ. |
05:44 | પહેલા પ્રમાણેનું જ પગલું અનુસરો. |
05:48 | પોપ-અપ મેનુ ખોલો. |
05:50 | નીચે “Style” સુધી સ્ક્રોલ કરો, Scheme પસંદ કરો અને Ball and Stick વિકલ્પ પર ક્લિક કરો. |
05:56 | મોડેલ હવે ball and stick ડિસ્પ્લે શૈલીમાં પરિવર્તિત થાય છે. |
06:01 | બોન્ડોનું માપ પોપ-અપ મેનુ વાપરીને, સાથે જ મેનુ બારમાનાં Display મેનુ દ્વારા પણ બદલી કરી શકાય છે. |
06:08 | Display મેનુ પર ક્લિક કરો અને Bond પસંદ કરો. |
06:12 | સબ-મેનુ angstrom (આંગસ્ટ્રોમ) એકમમાં, વિભિન્ન વ્યાસ માપમાં બોન્ડોનાં વિકલ્પો ધરાવે છે. |
06:19 | ઉદાહરણ તરીકે, હું “0.1 Angstrom” પસંદ કરીશ અને તેના પર ક્લિક કરીશ. |
06:26 | બોન્ડોની જાડાઈમાં થયેલ ફેરફારની નોંધ લો. |
06:30 | આપણે પરમાણુંઓ અને બોન્ડોનાં રંગ પણ બદલી કરી શકીએ છીએ. |
06:34 | હું મોડેલમાનાં તમામ Carbon (કાર્બન) પરમાણુંઓનાં રંગને, પીળામાં બદલી કરવા ઈચ્છું છું. |
06:39 | આવું કરવા માટે, પોપ-અપ મેનુ ખોલો અને Select પર જાવ. |
06:44 | Element સુધી સ્ક્રોલ કરીને Carbon પર ક્લિક કરો. |
06:48 | પોપ-અપ મેનુ ફરીથી ખોલો અને Color પસંદ કરો. |
06:52 | ત્યારબાદ Atoms પસંદ કરીને Yellow વિકલ્પ પર ક્લિક કરો. |
06:57 | મોડેલમાનાં બધા જ Carbons, હવે પીળા રંગમાં દ્રશ્યમાન થાય છે. |
07:02 | ચાલો જોઈએ બોન્ડોનાં રંગ કેવી રીતે બદલી કરાય છે. |
07:06 | પોપ-અપ મેનુ ખોલો અને All પસંદ કરો. |
07:10 | પોપ-અપ મેનુ ફરીથી ખોલો. |
07:12 | નીચે Color સુધી સ્ક્રોલ કરીને, સબ-મેનુમાંથી Bonds પસંદ કરો. |
07:16 | નીચે સ્ક્રોલ કરીને Blue વિકલ્પ પર ક્લિક કરો. |
07:20 | તમામ બોન્ડો હવે ભૂરા રંગમાં છે. |
07:23 | આપણે ઈમેજને X,Y અને Z axes (એક્સેસ) સાથે અને બાઉન્ડીંગ બોક્સ અંતર્ગત દર્શાવી શકીએ છીએ. |
07:31 | પોપ-અપ મેનુ ખોલો, Style પસંદ કરો. |
07:34 | અને નીચે Axes વિકલ્પ સુધી સ્ક્રોલ કરો. |
07:37 | સબ-મેનુમાંથી Pixel Width પસંદ કરો. |
07:40 | હું પીક્સલ વિડ્થ તરીકે 3 px પસંદ કરીશ. |
07:44 | હવે આપણી પાસે સ્ક્રીન પર મોડેલ તમામ એક્સેસ સહીત છે. |
07:49 | ઈમેજ ફરતે બાઉન્ડ બોક્સ દોરવા માટે, પોપ-અપ મેનુ ખોલો. |
07:54 | નીચે Style સુધી સ્ક્રોલ કરીને, વિકલ્પમાંથી Boundbox પસંદ કરો. |
07:59 | Pixel width પસંદ કરો અને પીક્સલ વિડ્થ 3 px પર ક્લિક કરો. |
08:05 | સ્ક્રીન પર આપણી પાસે 2-chloro-1-propanol નું મોડેલ Boundbox માં Axes સહીત છે. |
08:12 | Boundbox ને સ્પષ્ટપણે જોવા માટે, આપણને ઝૂમ-ઇન અથવા ઝૂમ-આઉટ કરવાની જરૂર પડી શકે છે. |
08:17 | ઈમેજને સંગ્રહીને પ્રોગ્રામથી બહાર નીકળો. |
08:21 | આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ. |
08:23 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા |
08:26 | સ્ક્રીન પર મોડેલને ફેરવવું, ઝૂમ કરવું, ખસેડવું અને સ્પીન કરવું. |
08:31 | મોડેલને વિવિધ ખૂણેથી જોવું. |
08:34 | ડિસ્પ્લેની શૈલી બદલવી. |
08:36 | પરમાણુંઓ અને બોન્ડોનાં રંગ બદલવા. |
08:39 | સાથે જ આપણે આ પણ શીખ્યું, |
08:41 | ઈમેજને axes' (એક્સેસ) અને boundbox (બાઉન્ડબોક્સ) સાથે દર્શાવવી અને |
08:44 | ઈમેજને વિભિન્ન ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવી. |
08:48 | એસાઈનમેંટ માટે |
08:50 | 3-amino-1-propanol નો એક મોડેલ બનાવો. |
08:53 | ડિસ્પ્લે શૈલી “Sticks” (સ્ટીક્સ) માં બદલો. |
08:56 | મોડેલમાનાં તમામ હાઈડ્રોજનનાં રંગ લીલામાં બદલો. |
09:00 | તમામ બોન્ડોનાં રંગ પીળામાં બદલો. |
09:04 | તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
09:12 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
09:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:19 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:26 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:29 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:34 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
09:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:44 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:51 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:57 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |