Advanced-Cpp/C2/Friend-Function/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:18, 24 September 2014 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 C++ માં friend (ફ્રેન્ડ) ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:08 Friend function (ફ્રેન્ડ ફંક્શન)
00:10 આપણે આ બધું ઉદાહરણનાં મદદથી કરીશું.
00:13 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:15 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:19 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:24 ચાલો friend function (ફ્રેન્ડ ફંક્શન) નાં પરિચયથી શરૂઆત કરીએ.
00:27 આપણે જાણીએ છીએ કે, પ્રાઇવેટ ડેટા ક્લાસની બહાર એક્સેસ કરી શકતો નથી.
00:33 પ્રાઇવેટ ડેટાને એક્સેસ કરવા માટે આપણે friend function (ફ્રેન્ડ ફંક્શન) વાપરીએ છીએ.
00:37 ફ્રેન્ડ ફંક્શન એ ક્લાસનો મેમ્બર ફંક્શન નથી.
00:42 ફ્રેન્ડ ફંક્શનને ઓબજેક્ટ વાપર્યા વિના આવ્હાન કરી શકાય છે.
00:46 ફ્રેન્ડ ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટ તેના ઓબજેક્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.
00:51 ચાલો ફ્રેન્ડ ફંક્શનનું ડીકલેરેશન જોઈએ.
00:55 ફ્રેન્ડ ફંક્શનને ડીકલેર કરવા માટે friend કીવર્ડનો ઉપયોગ થાય છે.
00:59 ત્યારબાદ આપણે return_type (રીટર્ન_ટાઈપ) આપીએ છીએ.
01:02 function_name (ફંક્શન_નેમ) આ ફંક્શનનું નામ છે.
01:05 ત્યારબાદ આપણે પસાર કરીએ છીએ class_name (ક્લાસ_નેમ) તરીકે આર્ગ્યુંમેંટ અને ક્લાસનો ઓબજેક્ટ.
01:11 ચાલો ઉદાહરણ જોઈએ.
01:13 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
01:16 હું તે ખોલીશ.
01:18 આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયા ઓપરેશન ભજવીશુ.
01:22 આપણી ફાઈલનું નામ frnd.cpp છે તેની નોંધ લો.
01:27 ચાલો હું હમણાં કોડ સમજાઉં.
01:30 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
01:34 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ.
01:37 ત્યારબાદ આપણે ક્લાસ frnd ડીકલેર કર્યું છે.
01:41 આમાં આપણે વેરીએબલો a અને b પ્રાઇવેટ તરીકે ડીકલેર કર્યા છે.
01:46 અહીં આપણે ફંક્શન input (ઈનપુટ) પબ્લિક તરીકે ડીકલેર કર્યું છે.
01:52 આમાં આપણે ઈનપુટ વપરાશકર્તાથી લઈએ છીએ.
01:55 compute (કોમપ્યુટ) તરીકે આ આપણું ફ્રેન્ડ ફંક્શન છે.
01:58 અહીં, આપણે class_name તરીકે frnd આર્ગ્યુંમેંટ અને class f1 નો ઓબજેક્ટ પસાર કર્યો છે.
02:06 ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ.
02:08 હવે આપણે ફ્રેન્ડ ફંક્શન વાપરીને ક્લાસ frnd નાં પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરી શકીએ છીએ.
02:16 અહીં આપણે કોમપ્યુટ મેથડ વાપર્યો છે.
02:19 આમાં આપણે યોગક્રિયા ઓપેરેશન ભજવીશું.
02:23 આપણે a અને b વેરીએબલોનો સરવાળો કરીએ છીએ
02:26 અને ત્યારબાદ વેલ્યુ પાછી આપીએ છીએ.
02:28 અહીં આપણે ઓબજેક્ટ f1 નો ઉપયોગ કરીને બિન-મેમ્બર ફંક્શનમાં પ્રાઇવેટ વેરીએબલો એક્સેસ કરીએ છીએ.
02:35 આ આપણું main (મેઈન) ફંક્શન છે.
02:38 આમાં આપણે f તરીકે ક્લાસ frnd નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ.
02:44 ત્યારબાદ આપણે ઓબજેક્ટ f વાપરીને ફંક્શન ઈનપુટ બોલાવીએ છીએ.
02:48 અને અહીં આપણે ફંક્શન કોમપ્યુટ બોલાવીએ છીએ અને f તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ.
02:54 તમે જોઈ શકો છો કે આપણે ફંક્શન કોમપ્યુટમાં f તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરી છે.
02:58 આને pass by value (પાસ બાય વેલ્યુ) આ મેથડ વાપરીને કરાવાય છે.
03:03 ff1 ની વેલ્યુમાં પસાર થાય છે.
03:06 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
03:09 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:11 તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:20 હવે ટાઈપ કરો:
03:21 g++ space frnd dot cpp space hyphen o space frnd. અને Enter દબાવો.
03:32 ટાઈપ કરો:
dot slash frnd
03:36 Enter દબાવો.
03:38 તે આપેલ રીતે દેખાય છે:
Enter the value of a and b
03:41 હું દાખલ કરીશ: 8 અને 4
03:46 આઉટપુટ આપેલ પ્રમાણે દેખાય છે:
03:48 The result is: 12
03:51 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
03:54 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
03:56 ચાલો સારાંશ લઈએ:
03:57 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
Friend function (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. friend int compute class name frnd and object f1.
04:08 એસાઇનમેંટ તરીકે,
એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો.

04:14 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
04:17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:20 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
04:30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
04:33 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
04:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04:43 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
04:51 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.

http://spoken-tutorial.org/NMEICT-Intro

04:56 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya