Advanced-Cpp/C2/Function-Overloading-And-Overriding/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:17, 24 September 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | C++ માં function Overloading and Overriding (ફંક્શન ઓવરલોડીંગ અને ઓવરરાઈડીંગ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | Function Overloading (ફંક્શન ઓવરલોડીંગ). |
00:12 | Function Overriding (ફંક્શન ઓવરરાઈડીંગ). |
00:14 | આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું, |
00:21 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 |
00:26 | g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:30 | ચાલો function overloading (ફંક્શન ઓવરલોડીંગ) નાં પરિચયથી શરૂઆત કરીએ. |
00:34 | function overloading (ફંક્શન ઓવરલોડીંગ) નો અર્થ છે બે કરતા વધારે ફંક્શનોનું સમાન નામ હોવું. |
00:41 | arguments (આર્ગ્યુંમેંટ્સ) ની સંખ્યા અને arguments (આર્ગ્યુંમેંટ્સ) ના data-type (ડેટા-ટાઈપ) વિભિન્ન રહેશે. |
00:47 | જ્યારે function (ફંક્શન) ને બોલાવાય છે ત્યારે તે આર્ગ્યુંમેંટ યાદી પર આધાર રાખીને પસંદ કરાય છે. |
00:53 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
00:56 | એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
00:59 | આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયાની કામગીરી ભજવીશું. |
01:03 | આપણી ફાઈલનું નામ overload.cpp છે તેની નોંધ લો. |
01:08 | ચાલો હમણાં હું કોડ સમજાવું. |
01:10 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
01:13 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ. |
01:17 | ત્યારબાદ આપણી પાસે int તરીકે વ્યાખ્યિત થયેલ add ફંક્શન છે. |
01:21 | આમાં આપણે ત્રણ આર્ગ્યુંમેંટો પસાર કરી છે. |
01:24 | Int a, int b અને int c; |
01:28 | ત્યારબાદ આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો કરીએ છીએ. અને એક value (વેલ્યુ) પાછી આપીએ છીએ. |
01:33 | અહીં આપણે ફંક્શન add (એડ) ઓવરલોડ કરીએ છીએ. |
01:36 | તેને float તરીકે જાહેર કરાય છે. |
01:38 | આપણે બે આર્ગ્યુંમેંટો float d અને float e પસાર કરીએ છીએ |
01:44 | ત્યારબાદ આપણે બે ક્રમાંકો પર યોગક્રિયા ભજવીએ છીએ. |
01:48 | આ આપણું main (મેઈન) ફંક્શન છે. |
01:50 | ફંક્શન main માં આપણે વિભિન્ન આર્ગ્યુંમેંટો સાથે add ફંક્શન જાહેર કરીએ છીએ. |
01:56 | ત્યારબાદ આપણે જાહેર કરીએ છીએ variables (વેરીએબલ્સ). |
01:58 | અહીં આપણે વપરાશકર્તા દ્વારા integer (ઇન્ટીજર) વેલ્યુઓ સ્વીકારીએ છીએ. |
02:03 | ત્યારબાદ આપણે ત્રણ આર્ગ્યુંમેંટો સાથે ફંક્શન add ને બોલાવીએ છીએ. |
02:07 | અને પરિણામ વેરીએબલ sum માં સંગ્રહીએ છીએ. |
02:09 | અહીં આપણે પરિણામ પ્રીંટ કરીએ છીએ. |
02:12 | હવે અહીં આપણે યુજર પાસે થી floating point (ફ્લોટિંગ પોઈન્ટ) ક્રમાંકો સ્વીકારીએ છીએ. |
02:17 | ત્યારબાદ આપણે બે આર્ગ્યુંમેંટો સાથે add ફંક્શન બોલાવીએ છીએ. |
02:21 | અને અહીં આપણે sum (સમ) પ્રીંટ કરીએ છીએ. |
02:23 | અને આ આપણું return (રીટર્ન) સ્ટેટમેંટ છે. |
02:26 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:29 | તમારા કીબોર્ડ પર,એકસાથે Ctrl, Alt અને T કી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:38 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો: g++ space overload dot cpp space hyphen o space over |
02:49 | Enter દબાવો. |
02:51 | ટાઈપ કરો dot slash over |
02:53 | Enter દબાવો. |
02:55 | આ આપેલ રીતે દેખાશે Enter three integers. |
02:58 | હું દાખલ કરીશ 10, 25 અને 48. |
03:04 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે: Sum of integers is 83 |
03:09 | હવે આપણને દેખાય છે: Enter two floating point numbers |
03:13 | હું દાખલ કરીશ: 4.5 અને 8.9 |
03:17 | Enter દબાવો. |
03:19 | આઉટપુટ આ રીતે દેખાય છે:
Sum of floating point numbers is 13.4 |
03:25 | હવે આપણે function overriding (ફંક્શન ઓવરરાઈડીંગ) જોશું. |
03:29 | આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
03:31 | derived (ડીરાઇવ્ડ) ક્લાસમાં base (બેઝ) ક્લાસ ફંક્શન ફરી વ્યાખ્યિત કરીએ. |
03:36 | derived (ડીરાઇવ્ડ) ક્લાસ ફંક્શન base (બેઝ) ક્લાસ ફંક્શનને ઓવરરાઈડ કરે છે. |
03:40 | પરંતુ પસાર થયેલ આર્ગ્યુંમેંટો સમાન રહે છે. |
03:44 | અને return-type (રીટર્ન-ટાઈપ) પણ સમાન રહે છે. |
03:47 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
03:49 | અહીં ફંક્શન ઓવરરાઈડીંગ પર એક ઉદાહરણ છે. |
03:53 | આપણી ફાઈલનું નામ override.cpp છે તેની નોંધ લો. |
03:57 | ચાલો કોડ મારફતે જઈએ. |
04:00 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
04:03 | અહીં આપણી પાસે std namespace છે. |
04:06 | ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ arithmetic (એર્થમેટીક). |
04:09 | આમાં આપણે ઇન્ટીજર વેરીએબલ protected (પ્રોટેક્ટેડ) તરીકે જાહેર કર્યું છે. |
04:14 | ત્યારબાદ આપણે function values (ફંક્શન વેલ્યુઓ) ને public (પબ્લિક) તરીકે જાહેર કરી છે. |
04:18 | આમાં આપણે int x અને int y તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે. |
04:23 | ત્યારબાદ આપણે વેલ્યુ a અને b માં સંગ્રહીએ છીએ. |
04:26 | અહીં આપણી પાસે operations (ઓપેરેશન્સ) તરીકે virtual function (વર્ચ્યુઅલ ફંક્શન) છે. |
04:30 | આમાં આપણે બે ક્રમાંકોને ઉમેરીએ છીએ અને કુલ સરવાળાને પ્રીંટ કરીએ છીએ. |
04:34 | અહીં આપણે ક્લાસ બંધ કરીએ છીએ. |
04:37 | હવે આપણી પાસે ડીરાઇવ્ડ ક્લાસ તરીકે ક્લાસ Subtract (સબટ્રેક્ટ) છે. |
04:41 | આ બેઝ ક્લાસ arithmetic (એર્થમેટીક) થી વારસાઈ લે છે. |
04:45 | આમાં આપણે બે ક્રમાંકો વચ્ચેનો તફાવત ગણતરી કરીએ છીએ અને આ તફાવત પ્રીંટ કરીએ છીએ. |
04:50 | હવે આપણી પાસે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ Multiply (મલ્ટીપ્લાય) તરીકે છે. |
04:54 | આ પણ બેઝ ક્લાસ arithmetic (એર્થમેટીક) થી વારસાઈ લે છે. |
04:57 | આમાં આપણે બે ક્રમાંકોનું ગુણનફળ ગણતરી કરીએ છીએ અને આ ગુણનફળ દર્શાવીએ છીએ. |
05:03 | ત્યારબાદ આપણી પાસે ક્લાસ Divide (ડીવાઇડ) છે આ સુદ્ધા બેઝ ક્લાસ arithmetic (એર્થમેટીક) થી વારસાઈ લે છે. |
05:09 | આમાં આપણે બે ક્રમાંકોનો ભાગફળ ગણતરી કરીએ છીએ અને આ ભાગફળ દર્શાવીએ છીએ. |
05:15 | નોંધ લો કે ફંક્શનનો રીટર્ન પ્રકાર સમાન છે અને સાથે જ પસાર થયેલ આર્ગ્યુંમેંટો પણ સમાન છે. |
05:23 | હવે આ આપણું main (મેઈન) ફંક્શન છે. |
05:26 | આમાં આપણે p તરીકે ક્લાસ arithmetic નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ. |
05:31 | arith એ ક્લાસ arithmetic નું એક પોઇન્ટર છે. |
05:35 | ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ Subtract નો subt object. |
05:39 | ક્લાસ Multiply નો mult object. |
05:42 | અને ક્લાસ Divide નો divd object. |
05:46 | અહીં, p એ arith નાં address (એડ્રેસ) પર સુયોજિત છે. |
05:50 | ત્યારબાદ આપણે function values (ફંક્શન વેલ્યુઝ) માં 30 અને 12 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ. |
05:56 | હવે આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ. |
05:59 | આનાથી યોગક્રિયા કામગીરી ભજવાશે. |
06:02 | અહીં આપણે arith નાં એડ્રેસ પર subt સુયોજિત કરીએ છીએ. |
06:07 | અને આર્ગ્યુંમેંટો તરીકે આપણે 42 અને 5 સુયોજિત કરીએ છીએ. |
06:11 | ફરીથી આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ. |
06:14 | આ બે ક્રમાંકોની વિયોગક્રિયા ભજવશે. |
06:18 | હવે, અહીં આપણે arith નાં એડ્રેસ પર mult સુયોજિત કરીએ છીએ. |
06:22 | અને આર્ગ્યુંમેંટો 6 અને 5 આર્ગ્યુંમેંટ તરીકે પસાર કરીએ કરીએ છીએ. |
06:26 | આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ. |
06:29 | આનાથી બે ક્રમાંકોનો ગુણાકાર થશે. |
06:33 | છેલ્લે આપણે arith નાં એડ્રેસ પર divd સુયોજિત કરીએ છીએ અને આર્ગ્યુંમેંટો તરીકે 6 અને 3 પસાર કરીએ છીએ. |
06:41 | હવે આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ. |
06:44 | આનાથી બે ક્રમાંકોનો ભાગાકાર થશે. |
06:48 | અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
06:50 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
06:54 | ટાઈપ કરો: g++ space override dot cpp space hyphen o space over2 |
07:04 | Enter દબાવો. |
07:06 | ટાઈપ કરો: dot slash over2 |
07:09 | Enter દબાવો. |
07:11 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે: |
07:13 | Addition of two numbers is 42 |
07:16 | Difference of two numbers is 37 |
07:19 | Product of two numbers is 30 અને Division of two numbers is 2 |
07:25 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
07:27 | ચાલો overloading (ઓવરલોડીંગ) અને overriding (ઓવરરાઈડીંગ) વચ્ચે તફાવત જોઈએ. |
07:31 | Overloading ઇનહેરીટન્સ વિના થઇ શકે છે. |
07:35 | Overriding એક ક્લાસ જ્યારે બીજામાંથી ઇનહેરીટ થાય ત્યારે થાય છે. |
07:41 | overloading માં આર્ગ્યુંમેંટો અને રીટર્ન પ્રકાર જુદા હોવા જોઈએ. |
07:46 | overriding માં આર્ગ્યુંમેંટો અને રીટર્ન પ્રકાર સરખા હોવા જોઈએ. |
07:51 | overloading માં ફંક્શન નામ સરખું હોય છે. |
07:55 | પરંતુ તેની વર્તણુક કયા પ્રકારની આર્ગ્યુંમેંટો તેમાંથી પસાર થઇ છે તેના પર આધાર રાખે છે. |
08:01 | overriding માં ફંક્શન નામ સરખું હોય છે. |
08:05 | Derived class (ડીરાઇવ્ડ ક્લાસ) ફંક્શન બેઝ ક્લાસમાંથી વિવિધ ઓપરેશનો ભજવી શકે છે. |
08:11 | સારાંશમાં: |
08:13 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08:15 | Function overloading (ફંક્શન ઓવરલોડીંગ). |
08:16 | ઉ.દા. int add ત્રણ જુદી જુદી આર્ગ્યુંમેંટો સાથે અને |
08:21 | float add બે જુદી આર્ગ્યુંમેંટો સાથે. |
08:24 | Function Overriding (ફંક્શન ઓવરરાઈડીંગ) |
08:26 | ઉ.દા. virtual int operations () અને int operations () |
08:31 | સરખી આર્ગ્યુંમેંટ અને સરખા રીટર્ન પ્રકાર ધરાવતા ફંક્શનો અને તેઓ બંને વચ્ચે તફાવત હોય. |
08:38 | એસાઇનમેંટ તરીકે |
08:39 | એક એવું પ્રોગ્રામ લખો જે કે લંબચોરસ, ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ ગણતરી કરશે. |
08:46 | ફંક્શન ઓવરલોડીંગ વાપરીને. |
08:48 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:52 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:55 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:02 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:09 | વધુ વિગતો માટે, કૃપા કરી, |
09:12 | contact@spoken-tutorial.org પર લખો. |
09:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:20 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:27 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09:32 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. |
09:36 | અમને જોડાવાબદ્દલ આભાર. |