Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:56, 6 August 2014 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું.
00:10 તમે શીખશો કે કેવી રીતે:
00:12 ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
00:19 તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું.
00:25 ટક્સ ટાઈપીંગ શું છે?
00:27 ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે.
00:30 તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે.
00:38 તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો.
00:41 અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો.
00:46 ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે.
00:54 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
01:02 તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો.
01:07 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:16 ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ.
01:19 પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો.
01:26 સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો.
01:34 ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે.
01:39 ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..
01:42 ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે.
01:46 ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે:
01:50 Fish Cascade – ગેમ ક્ષેત્ર

Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર

01:56 Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે.
02:01 Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે.
02:13 Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો.
02:16 ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ.
02:20 મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો.
02:23 પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
02:26 ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ.
02:30 basic_lesson_01.xml ઉપર ક્લિક કરો.
02:35 સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો.
02:41 પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો.
02:45 કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે.
02:48 હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું.
02:52 પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો.
02:56 અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે.
03:01 આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’
03:07 તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે.
03:10 ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ.
03:13 હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે.
03:19 તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે.
03:27 કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે.
03:35 ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
03:39 કીબોર્ડમાં મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે.
03:51 કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે.
03:58 તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો.
04:02 કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે.
04:10 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો.
04:14 કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
04:21 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
04:27 કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.
04:34 ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.
04:39 ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.
04:44 કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.
04:52 હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.
05:00 નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.
05:10 હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.
05:14 આ સ્લાઇડ જુઓ.
05:16 તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:
05:21 Little finger,

Ring finger, Middle finger, Index finger અને

Thumb. 
05:27 કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.
05:32 ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,
05:35 રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,
05:38 મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,
05:41 તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.
05:44 હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.
05:49 ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,
05:54 રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,
05:56 મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,
06:00 તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.
06:03 સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.
06:08 અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે.
06:14 ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે?
06:19 તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે.
06:23 અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો.
06:29 હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ.
06:32 જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે.
06:39 ચાલો આને Student’s line નામ આપીએ.
06:42 હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો.
06:47 ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા.
06:53 તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે.
06:59 ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ.
07:02 હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો.
07:07 હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે.
07:13 Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે.
07:17 Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે.
07:21 CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે.
07:26 WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે.
07:31 Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે.
07:34 Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે.
07:40 મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો.
07:45 આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે!
07:47 પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે.
07:52 એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.
07:59 અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:03 આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું.
08:11 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08:13 Basic_lesson_02.xml પર જાઓ.
08:19 આ લેવલ સાથે અભ્યાસ કરો.
08:21 આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો.
08:26 તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો.
08:30 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08:33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:43 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:46 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:50 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:56 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:08 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya