PHP-and-MySQL/C3/MySQL-Part-5/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | mySQL ભાગ ૫ માં તમારું સ્વાગત છે. વપરાશકર્તાને આપણી માહિતી એકો કરવા માટે અને આમાંથી પરિણામો પ્રદર્શિત કરવા માટે, આપણને "while" સ્ટેટમેંટનો ઉપયોગ કરવાની જરૂર પડશે. |
0:12 | મેં ઉલ્લેખ કર્યા પ્રમાણે, આપણે એક રો વેરીએબલ બનાવ્યો છે અને એ છે "=mysql_fetch_assoc". |
0:19 | આ આપણી "extract" ક્વેરીમાંથી એક એસોસીએટીવ અરે બનાવે છે જે અહીં છે. |
0:25 | તો આપણે "people" કોષ્ટકમાં બધું જ પસંદ કરી રહ્યા છીએ અને તેને "id" નાં ચઢતા ક્રમમાં ગોઠવી રહ્યા છીએ. |
0:33 | આપણા WHILE ની અંદર આપણે row ને એક અરે તરીકે લખ્યું છે અને આ એક એસોસીએટીવ અરે છે, row[0] એ ખોટું હશે કારણ કે આ સંખ્યાત્મક છે. |
0:46 | આ સંખ્યાત્મક id ટેગો છે અને આને બદલે આપણે આપણા fieldnames ને વાપરીશું, જો કે આ એસોસીએટીવ છે. |
1:00 | તો, 0 1 2 3 4 ના બદલે, આપણે વાસ્તવિક નામ વાપરીશું. |
1:07 | ચાલો આમાંથી વેરીએબલો બનાવીએ. ચાલો હું id લખું અને પછી firstname equals, આપણે બધે જ સમાન સ્ટ્રક્ચર વાપરી રહ્યા છીએ. |
1:16 | તો આ કોપી અને પેસ્ટ કરવું અત્યંત સરળ છે. |
1:19 | ચાલો આ edit કરીએ. |
1:24 | તો આપણી પાસે ૫ એકસાથે છે. |
1:28 | તો આ પાંચ છે અને ચાલો આ થોડું બદલીએ. આ એક આળસભર્યું કાર્ય છે! |
1:33 | પણ આ રીતે કરવાથી આ ખુબ જ ઝડપી છે. |
1:36 | તો lastname અને આપણી પાસે date of birth છે. આપણી પાસે gender પણ છે. |
1:47 | આપણી પાસે આપણો તમામ ડેટા છે અને હવે આપણે આ કેવી રીતે વાપરીશું? |
1:51 | આપણને "echo" કમાંડ વાપરવાની જરૂર છે. |
1:55 | આ સમયે, આની વચ્ચે એક લૂપ હોઈ શકે છે. તેથી જે કઈ પણ આપણે એકો કરીશું તેનું પુનરાવર્તન થશે. |
1:59 | આપણી પાસે દરેક રેકોર્ડ છે અને તે બરાબર પણ છે. આપણે આ કોડને પુનરાવર્તીત કરીશું. |
2:03 | ઉદાહરણ તરીકે, હું અહીં text લખું છું. હાલમાં અહીં ૪ રેકોર્ડો છે. |
2:12 | આ પુષ્ઠને રીફ્રેશ કર્યા પછી, તમને text ૪ વખત એકો થયેલ દેખાવું જોઈએ. |
2:17 | ૪ વખત ટાઈપ કરવાથી, આ કોડનો અંશ અહીં પ્રત્યેક લૂપ દર્શાવે છે. |
2:23 | તેથી ઉદાહરણ તરીકે આપણે id કે firstname અથવા બીજા કઈને સમાવેશ કરી શકીએ છીએ, જે આપણે આપણા એસોસીએટીવ અરેના ઉપયોગ દ્વારા ડેટાબેઝમાંથી કાઢયું હતું. |
2:33 | હવે હું લખીશ firstname lastname was born on dob, જન્મ તારીખ માટે, and is અને હું gender અહીં મુકીશ. |
2:49 | આપણી લાઈન બ્રેકને ન ભૂલી, હું પુષ્ઠને રીફ્રેશ કરીશ. |
2:55 | પછી આપણી પાસે આપણા ડેટા નું સમૂહ છે જે વેરીએબલ નામોનાં ઉપયોગ વડે સ્ટ્રક્ચર થયેલ છે. |
3:02 | આપણે બરાબર ક્રમમાં આપ્યું છે અને આપણી પાસે જે રેકોર્ડ છે તે દરેક માટે તેનું પુનરાવર્તન પણ થયું છે. |
3:06 | ઠીક છે, આપણે આપણા કોષ્ટકનાં બધા કન્ટેન્ટને આ એસ્ટેરિસ્ક દ્વારા જાહેર થયેલ, સ્ટાર વાપરીને આપી દીધા છે, જ્યાં આ પ્રત્યેક એકલ ડેટા અથવા દરેક રેકોર્ડને ભેગા કરે છે. |
3:20 | હવે ચાલો હું આ કરું. હું લખીશ IF gender==F ત્યારબાદ gender=female. |
3:36 | આની વાસ્તવિક સ્પેલિંગ અને પછી ચાલો આપણે લખીએ 'else gender=male. આ ફક્ત વેલ્યુ પર આધાર રાખી વેરીએબલને ફરી લખવા સમાન છે. |
3:50 | જો આપણે હમણાં રીફ્રેશ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ male male અને female female માં બદલાઈ ગયું છે. આપણી પાસે આ ડેટાને રજૂ કરવાનો અમુક રસપ્રદ માર્ગ પણ છે. |
3:59 | આ સમયે હું people કોષ્ટકમાંથી પસંદ કરી રહ્યો છું અને id દ્વારા ચઢતા ક્રમમાં ગોઠવી રહ્યો છું. |
4:06 | હું ઉતરતા ક્રમ id માં પણ ગોઠવી શકું છું. તમે જોઈ શકો છો કે આ ડેટા ને આ પ્રકારે બદલી દે છે. |
4:16 | આપણે આ firstname દ્વારા પણ ક્રમમાં ગોઠવી શકીએ છે. આ આને ઉતરતા શબ્દરચના ક્રમમાં મુકશે અને ascending આને ચઢતા શબ્દરચના ક્રમમાં મુકશે. |
4:32 | તો આપણને મળ્યું A D E અને K. |
4:34 | તમે આ સરનેમ સાથે પણ કરી શકો છો. |
4:36 | તમે આ કોઈની પણ સાથે કરી શકો છો. જન્મ તારીખ સાથે પણ, જ્યાં સુધી તમે આનો અહીં સમાવેશ કરી રહ્યા છો. |
4:44 | બીજી એક કરવાની વસ્તુ છે કે, ચાલો હું આને id પર પાછું લઇ જાઉં અને આને ઉતરતા ક્રમે કરું. આપણે આ લીમીટ ૧ નો ઉપયોગ કરી શકીએ છીએ અથવા આપણે લીમીટ ૨, ૩, કે ૪ લખી શકીએ છીએ. |
4:57 | હવે હું આ હેતુ બદ્દલ લીમીટ ૧ કરીશ. |
4:59 | હવે ચાલો ૧ લઈએ જેથી કરીને પુષ્ઠનાં વપરાશકર્તાને આ કોષ્ટકમાં દાખલ કરેલ છેલ્લા વ્યક્તિની જાણ થાય. |
5:10 | તેથી હું અહીં "echo" લખીશ. |
5:13 | echo last person to be inserted into table was અને હું આ આમ જ રાખીશ અને એક લાઈન બ્રેક ઉમેરીશ. |
5:28 | હું ફર્સ્ટ અને લાસ્ટ નેમ એકો કરીશ. ઠીક છે? |
5:33 | તો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી ગૂંચવણ છે. |
5:37 | Last person to be inserted. હા, આ ખરેખર કામ કરે છે! |
5:40 | આ પહેલાથી જ "limit" કમાંડમાં ટાઈપ થયેલ છે. |
5:42 | મેં શું કર્યું છે કે આને id નાં ઉતરતા ક્રમમાં ૧ દ્વારા લીમીટ કર્યું છે - id ઇન્ક્રીમેન્ટલ (વધતું જનારું) છે - મને સૌથી ઉપર ૪ મળ્યું છે અને જો આપણે આને ૧ વડે લીમીટ કરી રહ્યા છીએ, તો ૪ એક માત્ર રેકોર્ડ છે જે પસંદ થયેલ છે. |
6:02 | એટલા માટે, પાછલા દર્શાવ્યા રેકોર્ડ પ્રમાણે, કોષ્ટકમાની છેલ્લી વ્યક્તિ, પોતાની વેલ્યુ એકો કરશે. |
6:09 | આ "while" ફક્ત ૧ ડેટા વેલ્યુ પાછી આપશે. |
6:12 | જો કે આપણે અહીં ૧ ડેટા વેલ્યુ પાછી આપી રહ્યા છીએ, આપણે આના લીધે મૂંઝવણમાં મુકાયા છીએ. |
6:17 | આ એક કમાંડ છે , "select * from people", "order by id decs" બીજું છે અને "limit 1" બીજું એક છે. |
6:26 | આપણે અલ્પવિરામ કે બીજું કઈ વાપરી નથી રહ્યા. આ ફક્ત એટલું જ છે કે આપણે આપણી ક્વેરી અંદર આપણા કોડને કેવી રીતે લખી શકીએ છીએ. |
6:36 | સારું, આ કોડને ચકાસવા માટે, હું php myadmin માં "insert" ફંક્શનનાં ઉપયોગ વડે દાખલ કરીશ અને હું બીજા એક રેકોર્ડને દાખલ કરીશ. |
6:44 | ઉદાહરણ તરીકે, ચાલો ટાઈપ કરીએ "David Green" અને આપણી જન્મ તારીખ કઈ પણ હોઈ શકે છે. |
6:53 | આપણે અહીં શું ટાઈપ કરીએ છીએ એ ખરેખર મહત્વપૂર્ણ નથી. આપણે લખીશું male. |
7:00 | હું અહીં નીચે આવું છું અને આ ડેટા ને સોપીંશ. |
7:02 | બ્રાઉઝ પર ક્લિક કરો અને અહીં આપણને એક નવી વેલ્યુ મળે છે. |
7:03 | જયારે આપણે અહીં પાછા આવીને રીફ્રેશ કરીએ છીએ, આ "David Green" માં બદલાઈ જશે. |
7:11 | જો તમારી પાસે એક વેબસાઈટ છે જેમાં તમે વિડીયો અથવા વ્યક્તિગત ચિત્રોને મૂકી રહ્યા છો, તો આ ખરેખર ઉપયોગી છે. |
7:18 | તમે વપરાશકર્તાએ દાખલ કરેલી છેલ્લી વસ્તુના સ્થાને મૂકી શકો છો. |
7:21 | અથવા કદાચ છેલ્લી વ્યક્તિ જે તમારી વેબસાઈટ પર નોંધાઈ છે અથવા કઈ પણ. |
7:26 | આને ઉપયોગ કરવાની શક્યતાઓ અનંત છે. |
7:28 | સામાન્ય રીતે કેવી રીતે ડેટાને એકો કરવું અને કેવી રીતે તેને ફક્ત mysql ક્વેરી વાપરીને મેનીપ્યુલેટ કરવું. |
7:35 | આવનારા ભાગમાં, આપણે આપણા વપરાશકર્તાને પરવાનગી આપીશું કે જે ડેટાને તેઓ દર્શાવવા માંગે છે તેને સ્પષ્ટરૂપે દર્શાવી શકે. |
7:45 | આપણે અમુક html ફોર્મો બનાવીશું અને તેને આ કરવા માટે સક્રિય કરીશું. |
7:50 | આ તેમને ડેટાબેઝ કે કોષ્ટકમાંથી તેમને જોઈતું નામ પસંદ કરવા દેશે. |
7:55 | તો, આવનારા ભાગમાં મારી સાથે જોડાવો. |
8:03 | હમણાં માટે આવજો. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |