PHP-and-MySQL/C3/MySQL-Part-4/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | My SQL અને php ટ્યુટોરીયલોનાં ચોથા ભાગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:10 | છેલ્લા ટ્યુટોરીયલમાં, મેં કેટલીક વેલ્યુઓને આપણા કોષ્ટકમાં દાખલ કરવા માટે "mysql_query" ફંક્શનનો ઉપયોગ કર્યો હતો. |
0:20 | મેં અહીં એક ભૂલ કરી છે, ડેટ ને વર્તમાન તારીખ તરીકે મુકી છે, જે મારી જન્મ તારીખ નથી. |
0:26 | હું અહીં અપડેટ કરવામાં સક્ષમ હતો. હું એ પણ સ્પષ્ટ કરવામાં સક્ષમ હતો કે હું ક્યાં સુધારા કરવા માટે ઈચ્છું છું. |
0:31 | યૂનિક ID કી નો ઉપયોગ કરીને, હું સ્પષ્ટપણે સ્પષ્ટ કરવા માટે સક્ષમ હતો કે હું ક્યાં સુધારા કરવા માટે ઈચ્છું છું. |
0:35 | તો આપણે પહેલાથીજ mysql કોડમાં "update" જોઈ ચુક્યા છીએ. |
0:40 | આ ખુબ જ ઉપયોગી છે. |
0:41 | આ ક્વેરી અને કોડને વધારે વાપરવામાં આવે છે જયારે સામાન્ય રીતે તમે કોષ્ટકો અથવા mysql સાથે કામ કરો છો. |
0:52 | આગળ હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા કોષ્ટકમાંથી ડેટા મેળવવા અને કેવી રીતે તેને સારી રીતે પ્રદર્શિત કરવા. |
1:04 | તો હું આ "update data" ને દર્શાવીશ જેથી આપણને ખબર પડે કે આ શું છે. |
1:14 | અહીં, આપણે "extract data" લખીશું. |
1:17 | આ ઉપયોગ કરવા માટે સારો શબ્દ છે. |
1:18 | હવે, આપણે ફરીથી "extract" લખીશું અને આપણે એક વેરીએબલ બનાવીશું. |
1:24 | આ ફરીથી "mysql query" છે અને અહીં કેટલાક કોડ છે. |
1:28 | આ આ એકલ લાઈનની ક્વેરીઓનો ઉપયોગ કરવા કરતા થોડી વધારે જટિલ છે. |
1:37 | આપણે અહીં એકલ લાઈન ની ક્વેરીઓનો ઉપયોગ કરીએ છીએ, પણ આને બરાબર પ્રદર્શિત કરવા માટે આ પછી આપણી પાસે અમુક કોડ હોઈ શકે છે. |
1:44 | પ્રથમ હું કોષ્ટકમાં બીજો એક રેકોર્ડ બનાવીશ. |
1:50 | તો આપણને હવે આ "current date" ફંક્શનની જરૂર નથી. |
1:52 | હું આ "write" ને દર્શાવવા માંગું છું. ચાલો કેટલીક નવી વેલ્યુઓ બનાવીએ. |
1:59 | હું "Kyle Headen" લખીશ અને અહીં જન્મ તારીખ સુયોજિત કરીશ. આ મહિનો છે. તો આ ૭ છે અને ચાલો અહીં, ૨૪ લખીએ. |
2:16 | તો હવે આપણને જન્મ તારીખ મળી ગયી. |
2:18 | હવે આપણને male મળ્યું છે અને ત્યારબાદ "Kyle Headen" મળ્યું છે અને આપણે ફરીથી આને આપણા ડેટાબેઝમાં દાખલ કરી રહ્યા છીએ. |
2:26 | ચાલો રીફ્રેશ કરીએ. |
2:28 | અહીં હું બીજી એક નવી વેલ્યુ બનાવીશ. |
2:32 | હું "Emily Headen" લખીશ અને હમણાં પુરતું હું જન્મ તારીખને જેમ છે તેમ જ છોડી દઈશ. |
2:44 | આ "Female" રહેશે કારણ કે હું આ રેકોર્ડોનું એક સ્થાને નિષ્કર્ષણ કરીશ. |
2:48 | આ ફરીથી રીફ્રેશ કરીએ. |
2:50 | તો આપણે અહીં ૩ રેકોર્ડો બનાવ્યા છે. |
2:53 | હું "write" ને કમેન્ટ કરીશ. મારા ડેટાબેઝનું બેકઅપ લઈએ. |
2:56 | હું આ ચોક્કસ કોષ્ટકમાં બ્રાઉઝ પર ક્લિક કરીશ અને તમે જોઈ શકો છો કે મને ૩ રેકોર્ડો મળ્યા છે. |
3:02 | આમાનું દરેક એક "record of data" કહેવાય છે. |
3:05 | આપણે જોઈ શકીએ છીએ કે આ id પણ આપમેળે વધી છે. |
3:07 | આપણે સ્પષ્ટ કર્યા હતા તે ડેટા આપણને મળી ગયા છે અને તમામ જેની આપણને જરૂર છે. |
3:12 | ઠીક છે, તો અમે આ ડેટાનું અહીં નિષ્કર્ષણ કરી રહ્યા છીએ અને હું આને અનકમેન્ટ કરીશ. |
3:19 | આપણી mysql ક્વેરી "select" સાથે શરૂ થવા જઈ રહ્યી છે. |
3:23 | આ ક્યાં તો ચોક્કસ રેકોર્ડો રહેશે અથવા આપણને જોઈતા બધા ડેટા ને મેળવવા માટે આપણે એસ્ટેરીસ્ક (*) વાપરી શકીએ છીએ. |
3:32 | હવે હું એસ્ટેરીસ્ક (*) વાપરીશ. |
3:35 | તમે શું કરી શકો, "select firstname" ટાઈપ કરો. |
3:40 | પરંતુ સામાન્ય રીતે, જયારે તમારી પાસે કોષ્ટક છે, તમને મોટા ભાગના ડેટાની જરૂર રહેશે અને આ કરવા માટે તે વધારે સમય લેશે. |
3:46 | કોષ્ટકનાં સ્ત્રોત પર આધાર રાખી, આ વધુ સમય નહી લેશે. |
3:52 | તો તમારી પાસે પહેલાથી જ કેટલાક રેકોર્ડો અથવા ફીલ્ડો છે. |
3:55 | પણ હમણાં માટે હું SELECT એસ્ટેરીસ્ક (*) લખીશ, જે એક સ્ટાર છે. |
4:00 | આપણે લખી શકીએ છીએ SELECT સ્ટાર અને પછી લખી શકીએ છીએ FROM. |
4:04 | ફરીથી આપણે લખીએ, ચોક્કસ કોષ્ટક જે છે "people". |
4:08 | અહીં, આપણે લખી શકીએ છીએ WHERE અને કેવી રીતે તમે ઉમમમ...... તમને જોઈતા ડેટા માટે ફીલ્ટર કરી શકો છો. |
4:18 | તો હું લખી શકું છું "SELECT star (*) FROM people WHERE firstname= "Alex'". |
4:22 | આ ક્વેરી ફક્ત એક વેલ્યુ પાછી આપશે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે, જો આપણે અહીં ખોલીએ છીએ, તો અહીં "Alex" સાથે ફક્ત એક જ રેકોર્ડ છે. |
4:33 | આપણે આ "mysql numrows" નામનાં બીજા એક ખરેખર ઉપયોગી ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ અને હું શું કરી શકું છું કે આને એકો કરું છું. |
4:44 | હું "echo mysql_num_rows" લખીશ. આ જ કારણ છે કે આપણે આ વેરીએબલોને અહીં સંગ્રહીત કરવા માટે આપ્યા છે. |
4:54 | અહીં આપણે ફક્ત "extract" ટાઈપ કરી શકીએ છીએ. |
4:56 | આપણું "extract" વેરીએબલ આપણી ક્વેરીને પકડી રાખે છે અને આપણું ફંક્શન અહીં આપણને બતાવે છે કે ક્વેરીમાં કેટલી પંક્તિઓ છે. |
5:09 | માની લઈએ કે આપણે ફર્સ્ટનેમ "Alex" આપ્યું, જયારે આપણે રીફ્રેશ કરીશું ત્યારે તે બતાવશે. |
5:14 | જોકે તમને ૧ મળે છે. |
5:15 | ચાલો આ બદલીએ. ચાલો એવું કઈક મુકીએ જે આ ડેટાબેઝમાં બે લોકો વચ્ચે સામાન્ય હોય. |
5:21 | તે "gender" હશે. |
5:23 | તેથી આ "Male" અથવા "Female" રહેશે. અહીં આપણે લખી શકીએ છીએ "WHERE gender = M" અને જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ, ત્યારે આપણને બે રેકોર્ડો મળે છે. |
5:35 | તો આપણે કહી શકીએ છીએ કે આપણને કેટલા રેકોર્ડો મળી રહ્યા છે. |
5:38 | તો ઉદાહરણ તરીકે, મારા ડેટાબેઝમાં કેટલા લોકો પુરુષ છે એ બતાવવા માટે આ ખરેખર લાભદાયક છે. |
5:44 | અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલા પુરુષો અથવા સ્ત્રીઓ આપણી વેબસાઈટમાં નોંધાયેલ છે. |
5:49 | તો તમે નોંધણી થયેલ માહિતીને અંદર સંગ્રહીત કરી શકો છો. |
5:55 | આપણે રેકોર્ડોને ક્રમાનુસાર પણ કરી શકીએ છીએ. |
5:59 | તો હું "ORDER BY id" લખીશ અને આપણે ઉતરતો ક્રમ પસંદ કરી શકીએ છીએ જે છે "DESC" અથવા ચઢતો ક્રમ પસંદ કરી શકીએ છીએ , જે છે "ASC". |
6:08 | પરંતુ હમણા માટે હું આ પાછુ લઈશ કારણ કે આપણે હજુ સુધી આપણા ડેટાને વાસ્તવમાં એકો કર્યા નથી. |
6:13 | આપણે પસંદ થયેલ આપણા ડેટાને વપરાશકર્તા સમક્ષ રજુ કર્યા નથી. |
6:16 | તેથી આ સમયે આને વાપરવાનો કોઈ જ અર્થ નથી. |
6:19 | હવે, અહીં હું લખીશ select star (*) from "people" કારણ કે હું આ કોષ્ટકમાંથી તમામ માહિતીને પસંદ કરવા ઈચ્છું છું. |
6:29 | તેથી હું હેરફેર કરી શકું છું અને મારી ઈચ્છા પ્રમાણે તેને વપરાશકર્તા સમક્ષ દર્શાવી શકું છું. |
6:31 | હું અહીં "numrows" નામનું કઈક બનાવીશ; "numrows =" આ. |
6:42 | હું એક "while" લૂપ ને ઉપયોગમાં લઈશ. આ એક ચોક્કસ ફંક્શનને ઉપયોગમાં લેશે જે છે "mysql_fetch_assoc". |
6:58 | તે આને એક એસોસીએટીવ એરેમાં મુકે છે. |
7:02 | જો તમે નથી જાણતા કે એસોસીએટીવ એરે શું છે, તો "Arrays" ઉપરના ટ્યુટોરીયલને જુઓ. |
7:06 | પાછા આવીએ, "WHILE the row= mysql_fetch_aasoc" અથવા એસોસીએટીવ જે હું કહીશ અને આ "extract" ક્વેરી અંતર્ગત છે. |
7:21 | આપણે "row" ને એરે નામ તરીકે પસંદ કરી રહ્યા છીએ અને આપણે આને તમામ પસંદ કરેલા ડેટા માટે એરે તરીકે પસંદ કરી રહ્યા છીએ. |
7:31 | હું અહીં રોકાઈ જઈશ. આવનાર ટ્યુટોરીયલમાં હું તમને સમજાવીશ કે આ ડેટા ને કેવી રીતે એકો કરવું. |
7:37 | હું આને હજુ વધારે વિગતવાર સમજાવીશ. |
7:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |