C-and-C++/C2/Nested-If-And-Switch-Statement/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:03, 14 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:01 | C અને C++ નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટને |
00:12 | કેવી રીતે વાપરવું. |
00:13 | આપણે આ કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું. |
00:17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું, |
00:20 | ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 |
00:24 | ઉબુન્ટુ ઉપર gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:30 | પ્રથમ આપણે, નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટને કેવી રીતે લખવું તે ઉદાહરણ સાથે શીખીશું. |
00:36 | મેં પહેલાથી પ્રોગ્રામ લખ્યો છે. |
00:39 | ચાલો જોઈએ. |
00:40 | આ પ્રોગ્રામમાં આપણે ઈન્ટીજર ની શ્રેણી તપાસવાનું શીખીશું. |
00:45 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ nested-if.c છે. |
00:50 | ચાલો હું હવે કોડ સમજાવું. |
00:52 | આ આપણી હેડર ફાઈલ છે. |
00:54 | આ આપણું મેઈન ફન્કશન છે. |
00:56 | મેઈન ફન્કશન અંદર આપણે બે ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે, 'x અને y'. |
01:02 | અહીં આપણે યુઝરને 0 થી 39 ની શ્રેણી વચ્ચે નંબર દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરીએ છીએ. |
01:08 | આપણે y ની વેલ્યુ યુઝર પાસેથી ઈનપુટ તરીકે લઈએ છીએ. |
01:12 | આ આપણી if કન્ડીશન છે. |
01:14 | અહીં આપણે તપાસીશું કે y/10=0 છે કે નહી. |
01:19 | જો કન્ડીશન true હોય તો, |
01:20 | આપણે પ્રિન્ટ કરીશું, "you have entered a number in the range of 0-9. |
01:25 | આ આપણી else-if કન્ડીશન છે. |
01:28 | અહીં આપણે y/10=1 તપાસ કરીશું. |
01:32 | જો કન્ડીશન true હોય તો, |
01:34 | આપણે પ્રિન્ટ કરીશું, you have entered a number in the range of 10-19. |
01:39 | આ else if કન્ડીશનમાં આપણે તપાસ કરીશું કે નમ્બર 20 થી 29 ની શ્રેણી વચ્ચે છે કે નહિ. |
01:45 | અને અહીં આપણે જોઈશું કે નમ્બર 30 થી 39 ની શ્રેણી વચ્ચે છે કે નહિ. |
01:51 | આ આપણી else કન્ડીશન છે. |
01:53 | જો ઉપરની બધી કન્ડીશન false હોય તો, |
01:55 | આપણે પ્રિન્ટ કરીશું, number not in range. |
01:58 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
02:01 | હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
02:03 | તમારા કીબોર્ડ પર એકસાથે Ctrl + Alt + T દબાવીને, ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:12 | એકઝીક્યુટ કરવા માટે , ટાઇપ કરો, “gcc” સ્પેસ “nested-if.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “nested”. એન્ટર ડબાઓ. |
02:23 | ડોટ સ્લેશ “nested” ટાઇપ કરો. એન્ટર ડબાઓ. |
02:28 | આપણે જોઈશું,Enter a number between 0 to 39. |
02:32 | હું 12 દાખલ કરીશ. |
02:34 | આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે: |
02:35 | you have entered the number in the range of 10-19. |
02:40 | ચાલો બીજો નમ્બર દાખલ કરીએ. |
02:42 | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ. અપ એરો કી ડબાઓ, એન્ટર ડબાઓ. |
02:48 | આ વખતે હું 5 આપીશ. |
02:50 | આપણે આઉટપુટ આ પ્રમાણે જોઈશું : |
02:52 | you have entered the number in the range of 0-9. |
02:56 | કંડીશનલ એક્ઝેક્યુશન બીજી રીતે પણ કરી શકાય છે. |
03:00 | switch statement ના ઉપયોગ દ્વારા. |
03:02 | ચાલો જોઈએ એ કેવી રીતે કરવું. |
03:05 | આપણે સમાન પ્રોગ્રામ switch ના ઉપયોગ સાથે જોઈશું. |
03:08 | મેં પહેલાથી પ્રોગ્રામ ખોલ્યો છે. |
03:10 | આપણા એડિટર પર પાછા જઈએ. |
03:13 | મેં આ અગાઉના પ્રોગ્રામ સમજાવ્યું છે. |
03:16 | તો હું Switch statements ઉપર જઈશ. |
03:20 | અહીં, આપણે ઇનપુટ્સને વિભાજિત કરીશું, એટલે કે, y ભાગ્યા 10 અને પરિણામ x વેરિયેબલમાં સંગ્રહીશું. |
03:28 | એનો અર્થ એ થાય કે ભાગાકાર નું ફળ X માં સંગ્રહિત કરવામાં આવશે. |
03:32 | આ ભાગાકાર ના ફળ ની મદદથી આપણે નંબર શ્રેણી ઓળખી શકીએ છીએ. |
03:36 | અહીં, આપણે સ્વીચ કમાન્ડને કહીએ છીએ કે ચેક કરવા માટેનો વેરિયેબલ x છે. |
03:41 | આ case 0 છે. જો case 0 બરાબર છે |
03:45 | તો આપણે પ્રિન્ટ કરીશું, you have entered the number in the range of 0-9. |
03:51 | જો કેસ બરાબર હોય તો લૂપમાંથી બહાર નીકળવા માટે આપણે break ઉમેરીશું. |
03:55 | આપણે લુપને દરેક વખતે બ્રેક કરવું પડશે. |
03:58 | કારણ કે, એક સમયે ફક્ત એક જ કન્ડીશન true હોઈ શકે. |
04:03 | આ “case 1” છે. “case 1” એટલે કે “જો x ની વેલ્યુ 1 હોય, |
04:08 | તો આપણે પ્રિન્ટ કરીશું, you have entered a number in the range of 10-19. |
04:12 | આ “case 2” છે. |
04:14 | અહીં આપણે પ્રિન્ટ કરીશું, you have entered a number in the range of 20-29. |
04:20 | અને આ case 3 છે, અહીં આપણે તપાસ કરીશું કે નમ્બર 30-39 ની શ્રેણીમાં છે કે નહી. |
04:26 | આ ડીફોલ્ટ કેસ છે. ડિફૉલ્ટ કેસ, ઉપરના કોઈ પણ કેસો બરાબર ન હોય તો શું કરવાની જરૂર છે તે સ્પષ્ટ કરે છે. |
04:36 | અહીં આપણે પ્રિન્ટ કરીશું, "number not in range" |
04:39 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
04:41 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:43 | ટર્મિનલ પર પાછા જઈએ. |
04:46 | ટાઇપ કરો gcc space switch.c space -o space switch. એન્ટર ડબાઓ. |
04:55 | ટાઇપ કરો: ./switch. એન્ટર ડબાઓ. |
05:00 | Enter a number between of 0 to 39. હું 35 દાખલ કરીશ. |
05:06 | આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે,“you have entered the number in the range of 30 to 39”. |
05:10 | હવે આપણે જોઈશું C++ માં પ્રોગ્રામ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
05:16 | ટેક્સ્ટ એડિટર પર ફરીથી જાઓ. |
05:18 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ nested-if.cpp છે. |
05:23 | અહીં લોજીક અને અમલીકરણ સમાન છે. |
05:27 | અહીં કેટલાક ફેરફાર છે, જેવા કે: |
05:30 | stdio.h ના બદલે હેડર ફાઈલ iostream છે. |
05:35 | અહીં આપણે using સ્ટેટમેન્ટ ઉમેર્યું છે. |
05:39 | Using namespace std |
05:41 | અને printf અને scanf ના બદલે cout અને cin ફન્કશન છે. |
05:46 | તમે જોઈ શકો છો કે બાકીનો કોડ આપણા C પ્રોગ્રામ સમાન જ છે. |
05:51 | ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. |
05:53 | ટર્મિનલ પેર ફરીથી આવો. |
05:56 | ટાઇપ કરો: g++ space nested-if.cpp space -o space nested1. એન્ટર દબાઓ. |
06:07 | ટાઇપ કરો: ./nested1. એન્ટર દબાઓ. |
06:11 | enter a number between 0 and 39. હું 40 દાખલ કરીશ. |
06:16 | આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે : “number not in range” |
06:20 | હવે ચાલો સ્વીચ પ્રોગ્રામ C++ માં જોઈએ. |
06:24 | ટેક્સ્ટ એડિટર પર પાછા આવો. |
06:27 | અહીં પણ લોજીક અને અમલીકરણ સમાન છે. |
06:31 | તમે જોઈ શકો છો કે હેડર ફાઈલ iostream છે. |
06:34 | અહીં using સ્ટેટમેન્ટ છે. |
06:37 | અને આપણે cout અને cin ફન્કશન બદલ્યું છે |
06:41 | બાકીનો કોડ આપણો switch.c પ્રોગ્રામ સમાન જ છે. |
06:45 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
06:46 | ટર્મિનલ પર પાછા આવો. |
06:48 | ટાઇપ કરો :g++ space switch.cpp space -o space switch1 , એન્ટર ડબાઓ. |
06:58 | ટાઇપ કરો ./switch1. એન્ટર ડબાઓ. |
07:02 | 0 અને 39 વચ્ચે નંબર દાખલ કરો |
07:05 | હું 25 એન્ટર કરીશ. |
07:09 | આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે: |
07:11 | “you have entered the number in the range of 20-29” |
07:15 | હવે ચાલો આપણી સ્લાઈડ પર ફરીથી જઈએ. |
07:18 | આપણે સ્વીચ અને નેસ્ટેડ ઇફ વચ્ચેનો તફાવત જોઈશું. |
07:23 | સ્વિચ સ્ટેટમેન્ટ એક્ષપ્રેશનના પરિણામ અનુસાર મૂલ્યાકંન કરવામાં આવ્યું છે. |
07:28 | નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ એક્ષપ્રેશનનું પરિણામ સાચું હોય તો જ રન થાય છે. |
07:34 | સ્વીચમાં આપણે વેરિયેબલની વિવિધ વેલ્યુઝને કેસીસ તરીકે લઈએ છીએ. |
07:39 | નેસ્ટેડ ઇફમાં વેરિયેબલની દરેક વેલ્યુ માટે આપણે કન્ડીશનલ સ્ટેટમેન્ટ લખવું પડે છે. |
07:45 | સ્વીચ સ્ટેટમેન્ટ માત્ર ઈન્ટીજર વેલ્યુ ચેક કરે છે. |
07:50 | નેસ્ટેડ ઇફ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને વેલ્યુ માટે ચકાસણી કરી શકે છે. |
07:55 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:58 | સારાંશ માટે, |
08:00 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા , નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ.
ઉદાહરણ તરીકે :else if( y/10 equals to 0) |
08:08 | સ્વીચ સ્ટેટમેન્ટ.
ઉદાહરણ તરીકે: Switch(x) |
08:12 | અને નેસ્ટેડ ઇફ અને સ્વીચ સ્ટેટમેન્ટ વચ્ચેનો તફાવત. |
08:16 | એસાઈનમેન્ટ તરીકે, |
08:17 | કર્મચારીઓની ઉંમર 20 થી 60 વર્ષની અંદર છે કે નહી તે તપાસ કરવા માટેનો પ્રોગ્રામ લખો. |
08:23 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
08:26 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:29 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:38 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:42 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:49 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : : http://spoken-tutorial.org\NMEICT-Intro |
09:04 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |