C-and-C++/C2/If-And-Else-If-statement/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:58, 14 July 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 C અને C++ માં કન્ડીશનલ સ્ટેટમેન્ટસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:11 સિંગલ statement કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
00:14 સ્ટેટમેંટોનાં જૂથને કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
00:16 આપણે ઉદાહરણો વડે આ કરીશું.
00:19 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00:25 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10.
00:31 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:38 ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00:43 પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે.
00:49 કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, તે નિર્ણય લેવા માટે તે મદદ કરે છે.
00:55 આપણે કંડીશનો true અથવા false છે તે માટે તપાસ કરી શકીએ છીએ.
01:00 આપણે સિંગલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
01:07 ચાલો if statements નાં પ્રવાહને સમજીએ.
01:13 અહીં, જો કંડીશન true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે.
01:20 જો કંડીશન false હોય તો, statement2 એક્ઝેક્યુટ થશે.
01:29 હવે આપણે else if સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું,
01:32 અહીં, જો condition1 true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે.
01:41 જો condition1 false હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે condition2 છે.
01:49 જો condition2 true હોય તો, statement3 એક્ઝેક્યુટ થશે.
01:54 અને જો condition2 false હોય, તો statement2 એક્ઝેક્યુટ થશે.
02:02 હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ.
02:06 મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે.
02:09 તો ચાલો હું તે ખોલું.
02:13 નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmt.c છે
02:18 આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું.
02:26 ચાલો હું કોડ સમજાવું.
02:30 આ આપણી હેડર ફાઈલ છે.
02:34 આ આપણું મુખ્ય ફંક્શન છે.
02:38 અહીં આપણે ત્રણ ઈંટીજર વેરીએબલો જાહેર કર્યા છે a, b અને sum.
02:46 અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ.
02:49 વપરાશકર્તા a અને b ની વેલ્યુઓ દાખલ કરશે.
02:52 વેલ્યુઓ variable a અને variable b માં સંગ્રહીત થશે.
02:58 'scanf()ફંક્શન કંસોલમાંથી ડેટાને વાંચે છે.
03:02 તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે.
03:06 scanf() માં format specifier ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે.
03:10 જેમ કે અહીં આપણી પાસે %d છે તે દર્શાવે છે કે આપણે ઈંટીજર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ.
03:18 અહીં આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ.
03:22 આપણે પરીણામ sum માં સંગ્રહીત કરીશું.
03:25 ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ.
03:29 આ આપણું if statement છે.
03:30 અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, sum 20 કરતાં મોટો છે કે નહી.
03:36 જો કંડીશન true હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 20.
03:42 હવે ચાલો હું આ લાઈનોને comment કરું.
03:48 આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
03:51 હવે Save પર ક્લિક કરો
03:53 પહેલા આપણે if સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું.
03:58 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
04:09 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space ifstmt dot c space -o space if અને એન્ટર દબાવો
04:20 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./if એન્ટર દબાવો
04:26 તે આપેલ રીતે દેખાય છે,
04:27 Enter the value of a and b.
04:31 હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ.
04:38 આઉટપુટઆ રીતે દેખાય છે. Sum of a and b is 22 અને Sum is greater than 20.
04:45 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
04:48 આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું.
04:52 ચાલો હું અહીંથી comment રદ્દ કરું.
04:56 હું comment અહીં આપીશ.
05:00 હવે Save પર ક્લિક કરો.
05:03 આ આપણું else-if સ્ટેટમેંટ છે.
05:05 અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે Sum 10 કરતા વધારે છે કે નહી
05:11 જો કંડીશન true હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 10 and less than 20.
05:18 હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05:20 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
05:23 ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ.
05:26 તે આપેલ રીતે દેખાય છે,
05:28 Enter the value of a and b.
05:30 હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ.
05:35 આઉટપુટ આપેલ રીતે દેખાય છે : Sum of a and b is 12.
05:38 sum 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે.
05:42 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
05:44 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
05:48 હું અહીંથી અને અહીંથી comment રદ્દ કરીશ. હવે save પર ક્લિક કરો,
05:56 જો બંને કંડીશનો false હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is less than 10.
06:04 આ આપણું else સ્ટેટમેંટ છે.
06:07 હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06:11 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ
06:18 અહીં તે આપેલ રીતે દેખાય છે,
06:19 Enter the value of a and b.
06:22 હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ.
06:27 આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, sum of a and b is 8.
06:31 sum 10 કરતા ઓછો છે.
06:34 હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
06:38 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06:41 ધારો કે, અહીં if સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ.
06:47 ચાલો જોઈએ શું થશે. Save પર ક્લિક કરો.
06:50 ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06:53 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
06:56 આપણને એક એરર દેખાય છે: else without a previous if
07:02 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે.
07:07 If સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી.
07:10 અને else if સ્ટેટમેંટ ક્યારે પણ એક if વિના કામ કરશે નહી.
07:16 ચાલો એરર સુધાર કરીએ. અહીં અર્ધવિરામ રદ્દ કરો
07:22 હવે Save પર ક્લિક કરો.
07:25 ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો.
07:29 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.
07:35 a અને b ની વેલ્યુ દાખલ કરો
07:37 હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ.
07:43 આઉટપુટ આપેલ રીતે દેખાય છે
07:45 Sum of a and b is 9. Sum 10 કરતા ઓછો છે.
07:52 હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
07:57 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
08:00 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
08:03 તમારા કીબોર્ડ પર Shift, Ctrl અને S એકસાથે દબાવો.
08:11 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને Save પર ક્લિક કરો
08:20 આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું
08:26 ચાલો using સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ.
08:30 હવે search for and replace ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો.
08:35 ચાલો cout statement થી printf સ્ટેટમેંટ બદલી કરીએ.
08:40 Replace all પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો
08:46 હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો.
08:49 cin સ્ટેટમેંટ થી scanf સ્ટેટમેંટ બદલી કરો.
08:54 ટાઈપ કરો cin અને two closing angle brackets(>>)
09:00 કારણ કે આપણે C++ માં એક લાઈનને વાંચવા માટે cin >> function નો ઉપયોગ કરીએ છીએ.
09:05 હવે format specifiers ને રદ્દ કરો.
09:09 અલ્પવિરામ અને & (ampersand)રદ્દ કરો
09:12 અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો.
09:17 ફરીથી & અને બંધ કૌંસ રદ્દ કરો હવે Save પર ક્લિક કરો
09:25 અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો.
09:32 હવે (backslash)\n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો
09:37 હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો
09:42 ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસઅને બે અવતરણ ચિન્હમાં backslash n . "\n"
09:49 અહી પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું.
09:53 હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો.
09:59 હવે Save પર ક્લિક કરો
10:02 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
10:04 ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ.
10:10 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ space ifstmt.cpp space -o space if1
10:20 અહીં આપણી પાસે if1 છે કારણ કે આપણે ફાઈલ ifstmt.c માટે આઉટપુટ પેરામીટરને if પર ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
10:31 હવે Enter દબાવો
10:32 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ./if1 અને Enter દબાવો
10:39 a અને b ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ.
10:48 આઉટપુટ આપેલ રીતે દેખાય છે, Sum of a and b is 30.
10:52 sum 20 કરતા મોટો છે.
10:56 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:59 હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ.
11:02 સારાંશમાં.
11:04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, if statement દા.ત. if(condition)
11:11 else if statement દા.ત. else if(condition)
11:17 એક એસાઈનમેંટ રૂપે,
11:18 એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે ab કરતા મોટો છે અથવા b કરતા નાનો છે.
11:24 સંકેત: if સ્ટેટમેંટ વાપરો.
11:28 બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે a, b કે c.
11:34 સંકેત: else-if સ્ટેટમેંટ વાપરો.
11:38 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
11:41 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:44 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
11:50 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:54 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11:57 વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
12:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
12:09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:15 આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
12:20 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble