Firefox/C3/Popups/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:32, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું
0:13 ટૂલબાર કસ્ટમાઈઝ કરવું.
0:15 પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે.
0:21 તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી.
0:27 અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે.
0:37 પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો.
0:42 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
0:50 ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ.
0:53 URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ
1:01 એન્ટર કી દબાવો.
1:03 આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે.
1:07 ‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો
1:12 તમને 6 પોપ-અપ દેખાશે.
1:20 Back ઉપર ક્લિક કરો.
1:22 બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે?
1:28 ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે.
1:37 વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
1:43 Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો.
1:48 મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે.
1:53 જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે.
1:56 તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
2:02 હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો.
2:09 તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો.
2:12 એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે.
2:17 Edit અને પછી Preferences પર ક્લિક કરો.
2:20 વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
2:26 એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો
2:34 આ એક સંવાદ બોક્સ ખોલે છે.
2:37 વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો
2:44 Allow બટન પર ક્લિક કરો.
2:46 સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો
2:50 પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
2:55 હવે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે.
3:01 હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો.
3:09 ‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો.
3:12 એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું.
3:15 તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે!
3:20 ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે.
3:24 મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે.
3:30 Edit અને પછી Preferences પર ક્લિક કરો.
3:33 વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો
3:39 પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો.
3:44 Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો.
3:49 સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
3:53 હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ.
4:00 ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો
4:04 પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો .
4:08 આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી.
4:12 ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે.
4:18 ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને.
4:23 મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
4:27 અને તેને અનચેક કરો.

બસ એટલું જ!

4:30 મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો.
4:36 હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો.
4:40 ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ.
4:46 ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે.
4:54 ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
4:58 Customize પર ક્લિક કરો.
5:00 કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
5:04 સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે.
5:09 આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો.
5:12 Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો.
5:17 ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો.
5:21 આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે.
5:25 આપણે હમણાં પ્રિંટ ન કરીશું.
5:28 તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો.
5:32 તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો.
5:35 આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો.
5:40 Add new toolbar બટન પર ક્લિક કરો.
5:44 નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ.
5:50 OK બટન પર ક્લિક કરો.
5:53 હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો.
6:01 બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો.
6:04 ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો.
6:10 કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ.
6:16 Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો.
6:22 સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો.
6:27 આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે.
6:32 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
6:36 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું
6:41 ટૂલબાર કસ્ટમાઈઝ કરવું
6:43 અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે.
6:46 એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો.
6:59 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
7:02 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.
7:05 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
7:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
7:15 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
7:18 વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
7:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
7:29 જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
7:38 આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
7:48 IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble