Scilab/C2/Iteration/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:21, 26 June 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00:02 સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું.
00:11 પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ.
00:17 હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ.
00:22 મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું.
00:29 ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5
00:38 તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે.
00:42 આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે
00:51 આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે.
00:56 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું.
01:01 જોકે, તે 5 સમાન હોઈ શકે છે.
01:04 નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે.
01:09 આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી.
01:13 શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે?
01:15 હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.


01:22 for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન disp i for લુપનો અંત.
01:28 હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ.
01:34 આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે.
01:37 આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે.
01:42 for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે.
01:45 આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે.
01:50 જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે.
01:56 ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું.
02:01 ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ.
02:10 આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું.
02:18 નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે.
02:22 ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે.
02:27 જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
02:30 Break કમાંડ લુપને બંધ કરે છે.
02:34 જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.
02:40 નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે.
02:45 આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે.
02:50 આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false.
02:56 આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03:06 પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે.
03:10 i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી.
03:18 continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે.
03:22 break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી.
03:25 પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે.
03:32 આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી.
03:38 ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ.
03:46 આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે.
03:51 આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે.
03:56 તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less
04:06 આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ.
04:11 સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે.
04:16 ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ.
04:24 આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે.
04:28 હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા.
04:32 આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ.
04:35 નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે.
04:44 આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે.
04:48 ચાલો હવે while લુપ જોઈએ.
04:50 જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે.
04:55 લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય,
04:58 while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે.
05:02 જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે.
05:08 હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ:
05:15 i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે.
05:19 while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું.
05:33 આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર.
05:39 તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો.
05:44 અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:50 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05:57 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [1].
06:00 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble