Netbeans/C2/Designing-GUI-for-Sample-Java-Application/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:34, 25 June 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો. |
00.02 | Building GUIs using Netbeans પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં, આપણે નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું GUI બિલ્ડર છે. |
00.13 | નેટબીન્સ GUI બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે? |
00.16 | આ તમને તમારા GUI માટે What You See Is What You Get પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે. |
00.21 | સાથે જ તે તમને તમારું layout (લેઆઉટ) બનાવવા માટે components (કમ્પોનેંટોને) ડ્રેગ-અને-ડ્રોપ કરવા માટેનું સરળ ઈન્ટરફેસ પ્રદાન કરે છે. |
00.27 | તે Component Palette (કમ્પોનેંટ પેલેટ) સાથે આવે છે જે પૂર્વસંસ્થાપિત AWT અને Swing components (સ્વીંગ કમ્પોનેંટો) ધરાવે છે. |
00.33 | આપણે થોડાક સમયમાં જ સંપૂર્ણ GUI એપ્લીકેશન બીલ્ડ કરવા માટે આ શક્તિશાળી visual'editor" ' (વિઝ્યુઅલ એડીટર) નો ઉપયોગ કરવાનું કરીશું. |
00.39 | આ ડેમોનસ્ટ્રેશન માટે હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું તે |
00.43 | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 |
00.46 | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 ધરાવે છે |
00.50 | સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે કૃપા કરી પાછલા ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
00.56 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું |
00.58 | Form Editor (ફોર્મ એડીટર)નો ઉપયોગ |
01.00 | Source Editor (સોર્સ એડીટર) |
01.02 | Palette (પેલેટ), Inspector (ઇન્સપેક્ટર), અને Properties features (પ્રોપર્ટી ફીચરો) |
01.05 | અને event handlers (ઇવેન્ટ હેન્ડલરો) |
01.07 | અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરવું |
01.10 | ચાલો શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ |
01.15 | આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે. |
01.18 | એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ |
01.21 | એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું |
01.24 | અને અંતિમ બેલેન્સની ગણતરી |
01.26 | આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું. |
01.31 | ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ. |
01.35 | ચાલો હવે નેટબીન્સ પર જઈએ અને નવા પ્રોજેક્ટ બનાવવાથી શરૂઆત કરીએ. |
01.40 | ફાઈલ મેનુમાંથી New Project > પસંદ કરો અને Java Application પસંદ કરો. Next ક્લિક કરો. |
01.49 | અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો |
01.51 | હું મારા પ્રોજેક્ટને Account balance તરીકે નામ આપીશ. |
01.58 | main class નહી બનાવો પણ તેને main project તરીકે સુયોજિત કરો. |
02.02 | Finish પર ક્લિક કરો, તમારા આઈડીઈમાં નવો પ્રોજેક્ટ બનાવો જોઈએ. |
02.07 | હવે ફાઈલ મેનુમાં File માં પાછા જાવ અને New File પસંદ કરો |
02.15 | Categories અંતર્ગત Swing GUI forms પસંદ કરો |
02.18 | અને File Type માં Jframe Form પસંદ કરી |
02.21 | Next ક્લિક કરો. |
02.24 | આને હું AccountBalance નામ આપી રહ્યી છું, |
02.29 | પણ તમે તેને તમારી ઈચ્છા અનુસાર નામ આપી શકો છો. |
02.33 | જેમ તમે Finish ક્લિક કરો છો, તે તમને મુખ્ય ડીઝાઇન વિસ્તારમાં લઇ જાય છે. |
02.39 | ચાલો GUI બિલ્ડરથી પરિચિત થઈએ. |
02.43 | અહીં જમણી બાજુએ પેલેટ છે. |
02.45 | આ પૂર્વ-સંસ્થાપિત સ્વીંગ અને AWT ઘટકો ધરાવે છે. |
02.49 | અહીં પેલેટની નીચે પ્રોપર્ટીઝ વિન્ડો છે. |
02.53 | આ તમને એ ઘટકોની પ્રોપર્ટી દર્શાવે છે જેને તમે પસંદ કરો છો. |
02.58 | અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે |
03.01 | જે તમને ફ્રેમમાં ઉમેરાયેલા કમ્પોનેંટો દર્શાવે છે. |
03.05 | અહીં ડીઝાઇન મોડમાં વર્કસ્પેસ પર |
03.08 | અહીં ટોંચે સોર્સ બટન છે |
03.11 | જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તે તમને સોર્સ કોડ પર લઇ જશે. |
03.15 | જેમ તમે ડીઝાઈનમાં કમ્પોનેંટ ઉમેરો છો તેમ, |
03.18 | તે તમને અનુરૂપ સોર્સ કોડ પર લઇ જશે અને તેને અહીં સોર્સ કોડમાં ઉમેર કરે છે. |
03.23 | ચાલો ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું. |
03.28 | આપણી એપ્લીકેશન બનાવવા માટે આપણે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશું |
03.31 | જેમ કે Buttons, Labels, Panels, Tabbed pane વગેરે |
03.38 | હવે પેલેટમાંથી ચાલો swing Containers અંતર્ગત TabbedPane પસંદ કરીએ |
03.45 | Tabbed Pane પસંદ કરો અને form પર ક્લિક કરો |
03.50 | આ તમને Tabbed frame આપવી જોઈએ. તમે તમારા માઉસ વડે તેને માપબદલી કરી શકો છો. |
03.58 | હવે પેલેટ પર પાછા જાવ અને Panel પસંદ કરો. |
04.02 | અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો |
04.06 | તે તમને ટેબ આપવી જોઈએ. |
04.09 | પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો |
04.14 | આ તમને કુલ 2 ટેબો આપે છે |
04.17 | હવે તમે ટેબને ટેબ પર બમણું ક્લિક કરીને અથવા ટેબ પર જમણું ક્લિક કરી પછી Edit Text વિકલ્પ પસંદ કરીને નામ બદલી કરી શકો છો |
04.29 | હું પહેલી ટેબને Image અને બીજી ટેબને Balance તરીકે નામબદલી કરીશ |
04.37 | હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ |
04.43 | સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં તમારા ફોર્મમાં ઉમેરો |
04.48 | આપણને આપણી એપ્લીકેશન માટે 6 લેબલો જોઈએ છે. |
04.54 | મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે |
04.58 | તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો |
05.02 | અને સાથે જ માઉસનાં ઉપયોગ વડે પણ જગ્યા અને રચના બદલી કરી શકાવાય છે. |
05.06 | હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે |
05.08 | તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક |
05.12 | અને Edit Text વિકલ્પ પસંદ કરી શકો છો |
05.14 | ચાલો હવે લેબલોનાં નામ બદલી કરીએ |
05.16 | હું પહેલાને Initial Amount તરીકે નામ આપી રહ્યી છું. |
05.22 | બીજા લેબલને Credit Amount તરીકે. |
05.30 | ત્રીજાને Debit amount તરીકે |
05.35 | અને ચોથાને Balance તરીકે |
05.41 | શરૂઆતમાં, આપણે શરૂઆતની રકમ રૂ. 5000 પર સુયોજિત કરીશું. |
05.48 | બેલેન્સ ગણતરી કર્યા પછીથી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ |
05.53 | પણ હમણાં માટે આપણે તેને સ્ટાર તરીકે દર્શાવીશું |
06.01 | હવે, પેલેટ પર પાછા જઈને TextField પસંદ કરો અને આપણે credit amount અને debit amount આમ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું. |
06.16 | સાથે જ આપણે ટેક્સ્ટફીલ્ડની જગ્યા પણ ખાલી છોડવી જોઈએ. |
06.20 | ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું |
06.27 | માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ |
06.35 | આ પૂર્ણ થયા બાદ, હવે તમે પેલેટ પર પાછા જઈને બટન પસંદ કરી શકો છો. |
06.42 | તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને |
06.48 | તમે તેના પર જમણું ક્લિક કરીને લેબલ બદલી કરી શકો છો. |
06.53 | Edit text વિકલ્પ પસંદ કરો અને તેને Get Balance તરીકે નામ આપો |
06.58 | હવે આ આપણું GUI છે! |
07.01 | ચાલો હવે ઈમેજ ટેબ (ટેબ 1) પર જઈએ અને ઈમેજને ઉમેરીએ. |
07.05 | આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ |
07.08 | અને બીજું એક Label પસંદ કરીએ, અને તેને પેનલ પર ડ્રોપ કરીએ. |
07.13 | હવે પેલેટ નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાંથી, icon (આઇકોન) પ્રોપર્ટી શોધો અને અહીં જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
07.26 | icons (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે |
07.28 | અહીં External Image (એક્સટર્નલ ઈમેજ) વિકલ્પ પસંદ કરો, અને અહીં ફરીથી જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
07.35 | અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ |
07.41 | મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. OK પર ક્લિક કરો |
07.48 | માઉસનો ઉપયોગ કરીને ચાલો તેને વ્યવસ્થિત કરીએ. |
07.51 | તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો |
07.59 | હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ |
08.02 | ચાલો આગળ આપણા GUI માં મેનુ ઉમેરીએ |
08.05 | palette પેલેટ પર જાવ અને swing menus (સ્વીંગ મેનુસ) માં જઈને Menu bar (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો |
08.12 | Menu bar (મેનુ બાર) પસંદ કરો અને અહીં પેનલની ટોંચે ક્લિક કરો. |
08.17 | મૂળભૂત રીતે અહીં 2 મેનુ લેબલો છે : File (ફાઈલ) અને Edit (એડિટ). |
08.22 | Edit ટેક્સ્ટ પર બમણું ક્લિક કરીને તેને Help નામથી બદલો. |
08.28 | તમે File (ફાઈલ) અંતર્ગત submenu (સબમેનુ) પણ ઉમેરી શકો છો. |
08.32 | હવે ડાબી બાજુએ આવેલ Inspector (ઇન્સપેક્ટર) અથવા navigator (નેવીગેટર) માં, JMenu1 પર જમણું-ક્લિક કરો, |
08.39 | Add From Palette વિકલ્પ પસંદ કરીને Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો. |
08.45 | આનાથી MenuItem (મેનુઆઇટમ) ઉમેરાવી જોઈએ. |
08.47 | તમે તેનું નામ બદલીને ત્યાં Exit (એક્ઝીટ) પણ લખી શકો છો. |
08.54 | આમ આ પ્રકારે આપણે ફાઈલ મેનુ અંતર્ગત સબમેનુ ઉમેર્યું અને તે મેનુ આઇટમનું નામ પણ બદલી કર્યું. |
09.00 | હવે, આપણું GUI મોટા ભાગે પૂર્ણ થયું છે. |
09.03 | ચાલો હવે preview (પ્રિવ્યુ) જોઈએ. |
09.05 | ટોંચે આવેલ 'Preview Design' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો |
09.09 | તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે. |
09.12 | અહીં, હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા. |
09.16 | પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો, તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે. |
09.20 | ચાલો પ્રિવ્યુ બંધ કરીએ |
09.22 | હવે, કોડ ઉમેરીએ એ પહેલા, ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ. |
09.28 | Balance (બેલેન્સ) પર જાવ, ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ. |
09.34 | inspector (ઇન્સપેક્ટર) માં JTextfield1 પર જમણું ક્લિક કરો. |
09.40 | change variable name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
09.43 | વેરીએબલ નામ બદલીને ચાલો Credit amount (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ |
09.50 | Ok પર ક્લિક કરો |
09.53 | તમે અહીં ડીઝાઇન મોડમાં textfield (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો |
09.56 | Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
10.00 | અને વેરીએબલનું નામ બદલીને debitAmount (ડેબીટએમાઉન્ટ) કરો. |
10.04 | Ok પર ક્લિક કરો |
10.08 | હું આ છેલ્લા લેબલને એટલે કે stars textfields (સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ) લેબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) તરીકે પણ બોલાવી શકું છું. |
10.16 | ફરીથી Change variable name (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો |
10.23 | OK પર ક્લિક કરો |
10.25 | એપ્લીકેશનને કાર્યરત કરવા માટે, ચાલો હવે કોડ જોઈએ. |
10.30 | તો આ મારો sample code (સેમ્પલ કોડ) છે |
10.32 | હું creditAmount (ક્રેડીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ); |
10.37 | અને debitAmount (ડેબીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ) ઈચ્છું છું, |
10.39 | બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં મુકો. |
10.44 | ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા IDE પર જઈએ |
10.51 | હવે Get Balance (ગેટ બેલેન્સ) બટન પર જમણું ક્લિક કરો. |
10.55 | Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને તેમાં Action Performed (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો |
11.00 | આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે |
11.03 | જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે. |
11.10 | ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું |
11.17 | ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ |
11.22 | હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો કોડ ઉમેરીએ. |
11.25 | MenuItem (મેનુઆઇટમ) પર જમણું ક્લિક કરીને, Exit (એક્ઝીટ) ક્લિક કરો અને પસંદ કરો Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને Action Performed (એક્શન પરફોર્મ્ડ). |
11.40 | આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે |
11.46 | જે છે System.exit(1). |
11.53 | હવે કોડને સંગ્રહિત કરીને પાછા ડીઝાઇન મોડમાં જાવ. |
11.57 | ચાલો Exit (એક્ઝીટ) મેનુઆઇટમ માટે પણ શોર્ટકટ ઉમેરીએ |
12.02 | શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં |
12.07 | key stroke (કી સ્ટ્રોક) Q અને Ctrl આપો અને OK પર ક્લિક કરો |
12.14 | આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે Ctrl Q ને સુયોજિત કર્યું છે |
12.20 | હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે |
12.23 | ચાલો હવે તમારા કીબોર્ડ પર F6 દબાવીને એપ્લીકેશનને રન કરો. |
12.30 | રન કરવા માટે જોઈતો main class (મેઈન ક્લાસ) પહેલાથી જ પસંદ કરાયેલો છે |
12.33 | OK પર ક્લિક કરો |
12.37 | અને આ રહ્યું. આ આપણું GUI છે |
12.40 | હવે ચાલો તપાસ રન કરીએ |
12.43 | balance (બેલેન્સ) ટેબ પર જઈને, credit amount (ક્રેડીટ એમાઉન્ટ) માં રૂ.300/- દાખલ કરો. |
12.47 | અને debit amount (ડેબીટ એમાઉન્ટ) રૂ.200/- તરીકે દાખલ કરો. 'Get Balance' (ગેટ બેલેન્સ) ક્લિક કરો. |
12.53 | આ આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે. |
12.56 | ચાલો હવે એપ્લીકેશનથી બહાર નીકળીએ. |
12.58 | હું File (ફાઈલ) મેનુમાં જઈશ અને Exit (એક્ઝીટ) પર ક્લિક કરીશ. |
13.02 | આપણે કીબોર્ડ પર Ctrl Q દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત |
13.08 | હવે જો કે એપ્લીકેશન પૂર્ણ થઇ છે, ચાલો એસાઈનમેંટનો સમય છે. |
13.14 | કાર્ય એ છે કે એક તાપમાન રૂપાંતરણ એપ્લીકેશન બનાવવી છે. |
13.18 | આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ |
13.21 | 1 લુ Centigrade (સેન્ટીગ્રેડ) થી Fahrenheit (ફેરનહેઇટ) રૂપાંતરણ કરવા અને બીજું Fahrenheit (ફેરનહેઇટ) થી Celsius (સેલ્સીઅસ) રૂપાંતરણ કરવા. |
13.27 | તેણે ઈનપુટ તાપમાન પણ લેવું જોઈએ. |
13.30 | અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ |
13.33 | તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે File (ફાઈલ) અને Help (હેલ્પ) વિકલ્પો દર્શાવવું જોઈએ |
13.38 | અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત Exit (એક્ઝીટ) આઇટમ હોવી જોઈએ |
13.46 | મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે |
13.48 | ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ |
13.50 | હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું GUI છે |
13.56 | હવે ચાલો ઈનપુટ તાપમાન -40 સેલ્સીઅસ તરીકે દાખલ કરીએ અને ગેટ ફેરનહેઇટ પર ક્લિક કરીએ. |
14.05 | એપ્લીકેશન યોગ્ય રૂપાંતરિત કરેલ આઉટપુટ તાપમાન દર્શાવવી જોઈએ. |
14.10 | હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો શોર્ટકટ કી એટલે કે Ctrl X પ્રયાસ કરીએ. |
14.18 | આમ આપણે કીબોર્ડ શોર્ટકટ કી વાપરીને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા છીએ. |
14.25 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.29 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.32 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
14.42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
14.46 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
14.52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
14.56 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.03 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
15.13 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.17 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |