GIMP/C2/Two-Minutes-Edit/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:38, 23 June 2014 by Ranjana (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:23 Meet The GIMP નાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:25 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00:31 તો અહીં આ ઈમેજમાં શું સમસ્યા છે.
00:35 જે કઈ પણ અહીં આ બોર્ડ પર છે અહીં તે કંઈપણ બરાબર દૃશ્યમાન નથી.
00:39 તો અહીં આ લખાણ ઉઠીને આવે તે હું ઈચ્છું છું.
00:44 હું આકાશને જેમ છે તેવું જ રાખવા ઈચ્છું છું તો હું આ લેયરને બમણું કરું છું અને હું કર્વ ટૂલ પસંદ કરું છું.
00:56 અને ઈમેજનાં આ ભાગમાં જોઉં છું.
01:02 હું કર્વને ઉપરની તરફ તેને પ્રકાશિત કરવા માટે ખેંચું છું.
01:10 આ ઘણું સારું લાગે છે અને હમણાં આને સેજ ઘટ્ટ મેળવવા હેતુ અહીં હું આ કાળા પોઈન્ટને હજુ ઉપર ખેંચું છું.
01:19 મને લાગે છે કે આ કામ કરવું જોઈએ.
01:25 હવે મને નીચેની ઈમેજમાં સાઈન બોર્ડ પરની લખાણ જોઈએ છે.
01:32 તો હું લેયર માસ્ક પસંદ કરું છું અને લેયર માસ્કને કાળાથી ભરું છું.
01:43 હવે હું મારી જૂની ઈમેજ પર છું અને લેયર માસ્ક પર કામ કરું છું, જે સફેદ કિનારી ધરાવે છે.
01:54 હવે હું અહીં પેઈન્ટ ટૂલ પસંદ કરું છું.
02:00 અને સફેદને મારા ફોરગ્રાઉન્ડ રંગ તરીકે પસંદ કરું છું.
02:05 હું બ્રશ પસંદ કરું છું અને તેને મોટું કરું છું.
02:12 અને હવે હું લેયર માસ્ક પર રંગકામ કરી રહ્યી છું.
02:18 અને કદાચિત મને ઈમેજમાં ઝૂમ કરવું જોઈએ.
02:25 આ વધુ સારું છે.
02:27 તે સારું છું.
02:31 તમે કી જોઈ શકો છો જે મારા કી ઈન્ડીકેટરમાં દબાયેલી છે.
02:37 આ વધુ પડતું સારું દેખાય છે.
02:40 હવે હું આ લેયરને ફરીથી બમણું કરું છું અને ઓવરલે મોડ પસંદ કરું છું, અને oapacity સાથે થોડું નીચે જાઉં છું બેકગ્રાઉન્ડમાં સેજ વધારે પોપ મેળવવા માટે.
03:03 મને લાગે છે કે હવે આ વધુ સારું દેખાય છે.
03:07 હવે હું આ ઈમેજને સંગ્રહીત કરવા માટે તૈયાર છું.
03:12 હું અહીં નકલો પર કામ કરી રહ્યી છું તેથી હું ફક્ત save પર ક્લિક કરી શકું છું અથવા Ctrl + S દબાવી શકું છું અને અલબત હું આ તમામ લેયરો અહીં સંગ્રહીત કરવા નથી ઈચ્છતી અને હું આને Jpeg ઈમેજ તરીકે સંગ્રહીત કરી રહ્યી છું
03:32 આ ઈમેજને વેબ પર અપલોડ કરવા માટે તેનાં માપને બદલવું જરૂરી છે તેથી હું જઈશ Image, Resize, Scale Image પર અને આને 600 પહોળાઈ સુધી નીચે માપન કરું છું.
03:58 હવે મને આને સેજ તેજસ્વી કરવી છે તેથી હું Filters, Enhance, Sharpen પર જાઉં છું.
04:20 હું ઈમેજમાં કલા અસરો માટે જોઉં છું અને અહીં તમે સેજ પ્રકાશ જોઈ શકો છો.
04:38 હવે હું આને એક નકલ તરીકે સંગ્રહીત કરું છું.
04:44 હું તેને small નામ આપું છું અને તેને સંગ્રહું છું.
04:50 અને આ ઈમેજ મેં પતાવી લીધી છે.
04:53 સુધારણા કરતી વેળાએ તમને હમેશા 2 વસ્તુઓની યાદ રાખવી જોઈએ.
04:58 1લી એ છે જો તમને ઈમેજનો એક ભાગ બદલવો છે અને બચેલને અડકવું નથી, તો તે લેયરની એક કોપી બનાવો અને તમારા ફેરફારો કરો અને ત્યારબાદ લેયર માસ્કને ઓન મુકો.
05:15 કાળું ઈમેજને છુપાવે છે અને સફેદ તેમાં રહેલ વસ્તુ ઉજાગર કરે છે.
05:22 2જી વસ્તુ છે, જો તમે ઓવરલે મોડમાં બીજું લેયર તેના પર મુકો છો, તો ઈમેજમાં વધુ સારું કોનટ્રાસ્ટ અને રંગો રહેશે.
05:33 અત્યંત ઝડપી સુધારણા મેળવવાની આ બે યુક્તિઓ છે.
05:41 આ ઈમેજમાં તમે ઓછામાં ઓછી બે સમસ્યાઓ જોઈ શકો છો.
05:46 1લી એ છે કે મેં આ માણસોનાં પગ કાપ્યા છે જે અહીં હોત તો વધારે સારું દેખાત.
05:55 અને 2જી સમસ્યા એ છે કે આ ઈમારતો ઈમેજમાં પડી રહ્યી છે કારણ કે મેં કેમેરો ઉપરની તરફ પકડ્યો હતો.
06:08 હું prespective ટૂલ પસંદ કરું છું.
06:15 directions ડાયલોગમાં હું corrective backward પસંદ કરું છું અને preview તરીકે હું grid પસંદ કરું છું.
06:23 હું આઉટલાઈન કે ઈમેજ પસંદ કરી શકું છું પરંતુ grid પસંદ કરું છું.
06:30 અને જેમ હું ઈમેજમાં ક્લિક કરું છું, મને આ માહિતી વિન્ડો અહીં મળે છે જેમાં કે એટલી મદદગાર માહિતી નથી.
06:38 તેથી હું તેને બહારની તરફ ખેંચું છું અને હમણાં મારી પાસે આ ગ્રીડ અહીં છે અને મને જે કઈ કરવું છે તે એ કે આ ગ્રીડ લાઈનોને ઈમેજમાં આ ઉભી લાઈનો સાથે ગોઠવણી કરવી છે.
06:52 આઉટપુટ ઈમેજમાં આ ગ્રીડ લાઈનો ઉભી અથવા આડી રહેશે અને આ મોખરની લાઈન ઈમેજનાં ટોંચે રહેશે.
07:02 અને તેથી હું બસ આને અહીં આ જગ્યાએ ખેંચી રહ્યી છું.
07:07 હું ઈમેજમાં જોઉં છું અને મને લાગે છે કે આ એકદમ બરાબર છે.
07:41 અને હવે હું transform દબાવું છું.
07:45 અને આપણને તેના પરિવર્તિત થવા સુધી રાહ જોવી પડશે.
07:51 અને આ રહ્યું.
07:55 હવે તમને અહીં બીજી સમસ્યા દેખાય છે.
08:00 આ જગ્યા ઉત્તમ નથી.
08:03 તેથી મને આ ઈમેજને ક્રોપ કરવી પડશે.
08:16 હું મારા ક્રોપ ટૂલ પર જાઉં છું.
08:19 અને હું બાજુની ઈમારતને બહાર કાઢવા માંગું છું અને ફક્ત આને અહીં અંદર રાખવા ઈચ્છું છું.
08:28 આ અમુક અંશે ચોરસ જેવું દેખાય છે તો હું fixed aspect ratio પર ક્લિક કરું છું અને તેને 1 બાય 1 રાખું છું.
08:40 હવે મારી પાસે ચોરસ ક્રોપ છે.
08:45 માણસોને ઈમેજમાં રાખીને.
08:51 મને લાગે છે આ ક્રોપ કામ કરવું જોઈએ.
08:56 તેના પર ક્લિક કરો, અને તે આ રહ્યું.
09:00 હવે હું Curves ટૂલ પસંદ કરું છું.
09:04 તેમાં વધુ કોનટ્રાસ્ટ લીધે ઉચ્ચ લાઈનોને સેજ વધારે ઉપર લઈએ.
09:19 હવે આ ઈમેજ પણ સમાપ્ત થઇ ગઈ.
09:24 આ પછીની ઈમેજ છે.
09:27 તો આ ઈમેજ સાથે શું કરવું છે.
09:37 હું rotate ટૂલ પસંદ કરું છું અને 1 દાબીને ઈમેજમાં ઝૂમ કરું છું.
09:49 ઈમેજની મધ્યમાં અહીં હું સારા ઉભા વિભાગ માટે જોઉં છું અને direction માં હું corrective backwards રોટેશન પસંદ કરું છું.
10:04 interpolation હું cubic પસંદ કરું છું અને preview તરીકે હું grid પસંદ કરું છું.
10:12 હવે ગ્રીડ લાઈનો મેળવવા માટે હું ઈમેજમાં ક્લિક કરું છું અને હવે હું મકાનનાં ઉભા બંધારણ સાથે આ લાઈનોને ગોઠવું છું.
10:24 અને મને લાગે છે આ થઇ ગયું છે.
10:28 મારી પાસે અહીં આ નાનો વિન્ડો ખૂલેલ છે જે 2.90 અંશ દર્શાવે છે અને હું rotate પર ક્લિક કરું છું અને અંતિમ પરિણામ માટે રાહ જુઓ.
10:40 આ થઇ ગયું.
10:44 ઠીક છે આ વધુ સારું લાગે છે.
10:48 તમે જોઈ શકો છો કે અહીં વધારે પ્રમાણમાં વિકૃતિ છે અને મને તેને સુધારવા માટે જોવું જોઈએ પણ અત્યારે હું આ ઈમેજને ક્રોપ કરી રહ્યી છું.
11:07 મને લાગે છે કે આ ઠીક છે.
11:13 મને લાગે છે કે મેં ઈમેજને બરાબર ફેરવી નથી.
11:23 સારું મેં પૂરતા પ્રમાણમાં ફેરવ્યું નથી અને મેં બરોબર જગ્યા પસંદ કરી નથી.
11:34 તો ચાલો આ ફરીથી કરીએ.
11:39 હું Ctrl + Z દાબીને પગલું પાછુ અનડુ કરું છું.
12:00 હું rotate ટૂલને ફરીથી પસંદ કરું છું.
12:10 હું પહેલા પસંદ કરેલ સેટીંગો બદલતી નથી અને હમણાં હું ઈમેજનું કેન્દ્ર અહીં આ TV મિનારામાં સુયોજિત કરી રહ્યી છું.
12:34 હવે આને ફક્ત TV મિનારા સાથે ગોઠવીએ.
12:41 TV મિનારો એ ઈમેજનો મુખ્ય ભાગ છે તેથી જો તે સીધો રહેતો નથી, તો ઈમેજ ન સીધા હોવાનો ભાસ થાય છે.
12:59 આ વધારે સારું દેખાય છે.
13:01 અને હવે હું ક્રોપ ટૂલ લઉં છું અને એમાંની વધુ પડતી બિન-જરૂરી એવી જગ્યા ન રહે એવી ક્રોપ પસંદ કરું છું.
13:26 હવે છેલ્લી વસ્તુ કદાચિત થોડો કર્વ ઈમેજમાં સેજ વધારે કોનટ્રાસ્ટ લાવવા માટે.
13:44 આ ઠીક છે. હવે મેં આ ઈમેજ પતાવી લીધી છે.
13:50 આ ઈમેજ potrait મોડમાં હોવી જોઈતી હતી તો મને આને અહીં બદલવી પડશે.
13:59 હું Image, Transform, અને rotate 90 degree anticlockwise પર જાવ છું.
14:08 હવે મને મારી ઈમેજ ફરેલી મળે છે.
14:11 જયારે હું ઈમેજને 90 ડીગ્રી પર ફેરવું છું, તો તે ગુણવતા ગુમાવ્યા વગર મળે છે જે jpeg ઈમેજો સાથે ખાસ મહત્વનું છે.
14:28 હવે ચાલો ઈમેજમાં સેજ વધારે કોનટ્રાસ્ટ મેળવીએ અને તે કરવા માટે હું curves ટૂલનો ઉપયોગ કરું છું.
14:37 તમે levels ટૂલ કે બીજું અન્ય વાપરી શકો છો પરંતુ મને લાગે છે કે મારા માટે curves ટૂલ ઉત્તમ છે.
14:44 તેના પર ફક્ત સ્લાઇડ ‘S’ કર્વ મુકો અને મને લાગે છે આપણે પતાવી લીધું છે, તેથી હું ઈમેજને સંગ્રહીત કરું છું.
14:59 હવે આગળની ઈમેજ.
15:01 તેને એકસાથે રાખવા, તમારી ઈમેજોની સુધારણા માટે તમને કેટલાક સામાન્ય ટૂલોની જરૂર છે.
15:10 1લુ છે rotate ટૂલ.
15:13 corrective મોડ વાપરો અને preview તરીકે grid અને ગ્રીડને ઉભી અથવા આડી સાથે ગોઠવણી કરો.
15:24 ત્યારબાદ લાઈનોને નમાવવા માટે તમને perspective ટૂલની જરૂર પડે છે.
15:31 ફરીથી corrective મોડ વાપરો અને grid અને ગ્રીડને આ ઉભી અથવા આડી સાથે ગોઠવણી કરો.
15:48 ઈમેજનાં કોનટ્રાસ્ટ અને પ્રકાશીયતાને સુધારવા માટે, curves ટૂલ પસંદ કરો અને ‘S’ કર્વ લાગુ કરો, તે વધુ પડતા કિસ્સામાં ઉપયોગી છે, અથવા અમુક કિસ્સામાં જો તમને સુવાળી ઈમેજ જોઈતી હોય તો ઉલટ ‘S’ કર્વ અને તમે અહીં વાસ્તવિક ધુમ્મસ બહારની તરફ જોઈ શકો છો.
16:23 અને Image, Transform મેનુ પર જાવ જ્યાં તમે ઈમેજને ફેરવી શકો છો અને આઉટપુટ માપને સ્કેલ કરી શકો છો.
16:37 છેવટે ઝડપી સુધારણા માટે filters મહત્વપૂર્ણ છે.
16:43 Enhance અને Sharpen પર જાવ.
16:47 ઘણા બધા ટૂલો લાગુ કર્યા બાદ, ઉદાહરણ તરીકે rotating અથવા transformation ટૂલ, perspective ટૂલ અથવા resizing, ઈમેજ સુવાળી થશે
17:02 અને sharpening વડે તમે તેને રીડુ કરી શકો છો.
17:08 તમને લેયરો સાથે પરિચિત થવું જોઈએ.
17:15 1લા લેયરને બમણું કરો અને ઉદાહરણ તરીકે તપાસ કરો કે overlay મોડ અથવા બીજા અન્ય મોડોમાં શું થાય છે.
17:26 અન્વેષણ કરવા હેતુ અહીં ઘણું બધું છે અને હું આને બીજા કોઈ સમયે આવરી લઈશ.
17:33 તમે જોયું કે દરેક સમયે જયારે હું લેયર મોડ બદલું છું મને એકદમ જુદી ઈમેજ મળે છે.
17:41 અને જો તમને ઈમેજનાં માત્ર એક ભાગને બદલવું છે તો લેયર માસ્ક ઉમેરો અને જે વસ્તુ તમે ઈમેજમાં જોવા માંગો છો તેને સફેદથી ભરો.
17:58 અને જે વસ્તુ ઈમેજમાં નથી જોવા માંગતા તેને કાળાથી.
18:05 ગ્રે એ આંશિક દૃશ્યમાન છે અને તે પારદર્શક છે.
18:12 અને મને લાગે છે કે આ અઠવાડિયા માટે આટલું જ હતું.
18:17 અને તમને આગળના અઠવાડિયામાં ફરીથી જોવાની આશા છે. આવજો.
18:25 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana