GIMP/C2/The-Curves-Tool/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:34, 23 June 2014 by Ranjana (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:25 Meet The GIMP નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:28 આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00:33 હવે ચાલો આજનાં ટ્યુટોરીયલથી શરૂઆત કરીએ.
00:35 આ વળાંકો વિશે છે.
00:37 ચાલો 1લા હું ટૂલ બોક્સમાં Curves ટૂલને સક્રિય કરું અને ત્યારબાદ ઈમેજમાં ક્લિક કરું.
00:44 તમે જોઈ શકો છો કે અહીં Curves ટૂલમાં હિસ્ટોગ્રામ છે અને અહીં ગ્રે સ્કેલ સાથે 2 બારો છે.
00:58 ત્યારબાદ અહીં કર્વ્સ ટૂલમાં પસંદગી કરવા માટે કેટલાક બટનો છે જેમ કે preview, save, open વગેરે.
01:06 પણ હમણાં માટે આપણે Curve ટૂલનાં ગ્રે સ્કેલ બાર પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
01:11 અહીં આ બાર સ્ત્રોત ઈમેજની વિભિન્ન રંગ શ્રેણી દર્શાવે છે.
01:20 અને આ બારમાં આપણી પાસે અમુક પીક્સલો છે જે ખરેખર અંધારમય છે અને અમુક પીક્સલો છે જે ખરેખર ઉજળા છે અને વચ્ચે અહીં પીક્સલો અંધારમયથી ઉજળા છે.
01:33 અહીં આ આડો બાર 256 વિભિન્ન રંગ છટાનાં સમાવેશથી બનેલો છે
01:39 આ બારનું શરૂઆતી પોઈન્ટ શૂન્ય છે જે કે કાળું છે અને અંતિમ પોઈન્ટ પર તે 255 છે જે કે સફેદ છે.
01:49 અને ઉદાહરણ તરીકે અહીં આ 184 એ ગ્રે છે.
01:53 આ ઈમેજ ઘણા બધા રંગો ધરાવે છે અને હું તમને અહીં ચેનલ બદલીને વિભિન્ન રંગો દર્શાવી શકું છું.
02:01 ચાલો રંગ ચેનલમાં red પસંદ કરીએ અને તમેં ઈમેજમાં લાલ છટા જોઈ શકો છો.
02:07 એજ પ્રમાણે સંબંધિત છટાઓ મેળવવા માટે તમે તેને green અને blue માં બદલી શકો છો.
02:14 અને આ ઈમેજમાં તે વધુ આશ્ચર્યજનક નથી કારણ કે green ચેનલ એ પ્રબળ ચેનલ છે જે પોતાનામાં ઘણી બધી વેલ્યુઓ ધરાવે છે.
02:24 હવે reset ચેનલ પર ક્લિક કરો.
02:27 દરેક ટોન પર આવેલ હિસ્ટોગ્રામનો વળાંક એ પીક્સલની ગણતરી છે જે તેજસ્વીતા ધરાવે છે.
02:38 અને આપણી પાસે અહીં એક વિસ્તાર છે જ્યાં લગભગ સમાન સંખ્યામાં પીક્સલો આ ટર્મિનલ સાથે અને બાર પરના આ ટર્મિનલ સાથે છે
02:49 હિસ્ટોગ્રામ દર્શાવે છે કે અહીં ઉચ્ચતમ રંગ શ્રેણી છે.
02:56 જ્યારે curve ટૂલ સક્રિય હોય ત્યારે તમે ઈમેજમાં જાવ અને માઉસ કર્સર નાના ડ્રોપરમાં પરિવર્તિત થાય છે, જ્યારે હું અહીં ક્લિક કરું છું, હિસ્ટોગ્રામમાંની લાઈન તે પોઈન્ટ પર જતી રહે છે.
03:10 તમે ઈમેજમાં ક્લિક કરી શકો છો અને કઈ ટોન ઈમેજમાં ક્યાં છે તે જાણવા માટે અહીંત્યાં ખસી શકો છો.
03:18 હવે આપણે અહીં આડા બારને આવરી લીધું છે.
03:22 અને આ અહીં આઉટપુટ છે.
03:26 અને સાથે અહીં 256 વિભિન્ન વેલ્યુઓ છે અને તે ઈમેજ નિર્માણ કરે છે.
03:33 આડું બાર ડેટા ધરાવે છે જે વળાંકમાં મુકવામાં આવે છે અને ઉભું બાર ડેટા ધરાવે છે જેને બહાર મુકાવાય છે.
03:44 આ વચ્ચે આવેલ લાઈન જે આલેખને કાપે છે તે એક translation ફંક્શન છે.
03:53 જ્યારે હું મધ્યમ ગ્રેથી translation વળાંક ઉપર જાવ છું, અને ત્યારબાદ જ્યારે હું ડાબી બાજુ આવેલ ઉભા બાર પર જાવ છું હું ફરીથી મધ્યમ ગ્રે પર મુકાઈ જાવ છું.
04:04 હું આ વળાંકને મને જેમ જોઈએ તેમ ખેંચી શકું છું અને જ્યારે હું તેને નીચે ખેંચું છું તમે જુઓ છો કે ઈમેજ ઘટ્ટ થાય છે.
04:13 અને હવે જ્યારે હું મધ્યમ ગ્રેથી વળાંક પર ઉપર આવું છું અને ત્યારબાદ ડાબી બાજુએ જાવ છું, તો હું ઘટ્ટ ગ્રે પર ઉતરું છું.
04:23 તમે તે અહીં જોઈ શકો છો કે અહીં નીચલો બાર એ મૂળ ઈનપુટ છે અને ઉભો બાર એ curve ટૂલનું આઉટપુટ છે.
04:34 મેં આ વળાંકને ઘણા બધા જુદા જુદા રીતે બદલી શકું છું, જેની લગભગ કોઈ મર્યાદા નથી.
04:43 એક મર્યાદા એ છે કે હું વળાંકને પાછળની તરફ ખેંચી શકતી નથી અને જે સમયે હું આ કરું છું ત્યારે curve ટૂલ પરનો પોઈન્ટ જતો રહે છે.
04:53 પરંતુ જો મને ઈમેજમાં કોઈપણ ઉજળા પીક્સલો જોવા ન હોય, તો હું તમામ પોઈન્ટો નીચે ખેંચી શકું છું અને પછી ઈમેજ લગભગ કાળી રહે છે.
05:10 આ પોઈન્ટને માત્ર અહીં ઉપર ખેંચો અને તમને અહીં અમુક તેજસ્વીતા મળે છે.
05:17 તમે Curves ટૂલ સાથે ત્યાંસુધી રમતા રહી શકો છો જ્યાં સુધી તમને એ ઈમેજો મળતી નથી જે વર્ષો અગાઉ વ્યવહારમાં રહ્યી છે.
05:28 reset બટન પર ક્લિક કરીને આપણે વળાંકને રીસ્ટાર્ટ કરી શકીએ છીએ અને મૂળ વળાંક મેળવી શકીએ છીએ.
05:34 curves ટૂલમાં અહીં કેટલાક વધુ બટનો છે જેમ કે Linear Mode અને Logarithmic Mode.
05:42 logarithmic મોડમાં તમને નાની વેલ્યુઓ દબાણ આપવામાં આવે છે.
05:49 અહીં linear મોડમાં આ લાઈન અહીં આ લાઈનમાંથી બમણી વેલ્યુ ધરાવે છે.
05:56 logarithmic મોડમાં આ લાઈન 1, આ 10, આ 100 અને આ 1000 હોઈ શકે છે.
06:06 દરેક પગલું તમને 10 ગુણી વધારે વેલ્યુ આપે છે અને આનાંથી તમે નાના પીક્સલો જોઈ શકો છો જે કે linear મોડમાં છુપેલા રહે છે
06:17 તમે તે જોયું કે આ ખૂણામાં તમે બતાવી નથી શકતા કે અહીં એવા પીક્સલો છે જેની વેલ્યુ 250 કરતા વધારે છે કે નહી.
06:27 પણ logarithmic માં, તમે જોયું કે આપણી પાસે ઈમેજની સંપૂર્ણ શ્રેણી પર પીક્સ્લો છે.
06:40 ત્યારબાદ અહીં એક બટન છે જેને Curve type કહેવાય છે, હમણાં સુધી મેં અહીં એવા ટૂલ વાપર્યા હતા જ્યાં curve વળાંકો મેળવી આપતા હતા અને જ્યારે હું Curve type બદલું છું તો હું વાસ્તવમાં વળાંકને રંગી શકું છું અને ખરેખર કેટલીક રમુજી વસ્તુઓ મેળવી શકું છું જે કે અત્યાર સુધી મેં ક્યારેપણ વાપરી નથી.
07:12 ત્યારબાદ અહીં save dialog અને open dialog બટન છે.
07:17 જ્યારે તમે વળાંકો બદલવાનું પતાવી દો છો તમે તેને પછીના ઉપયોગ માટે સંગ્રહીત કરી શકો છો અને તેને જ્યારેપણ જોઈએ ત્યારે બોલાવી શકો છો
07:28 હું એક છોકરાને ઓળખું છું જેણે ઘણી બધી લગ્ન સમારંભોમાં ફોટાઓ ખેંચ્યા છે અને તેની પાસે તેજસ્વી શોટ કર્વ છે જે કે સફેદ વસ્ત્રને રચના આપવા માટે સફેદમાં બારીકીથી ટ્યુન કરેલ છે.
07:42 આ ઈમેજમાં હું કેવી રીતે curve ટૂલ વાપરું.
07:47 હું ઈમેજનાં ઘટ્ટ ભાગને સેજ વધુ ઘટ્ટ ઈચ્છું છું.
07:52 હું વચ્ચેનાં ભાગને એવું જ રાખવા ઈચ્છું છું અને હું ઉજળા ભાગને સેજ વધુ ઉજળું ઈચ્છું છું.
08:00 અને આમ કરવા માટે મને લાગે છે કે હું ‘S’ કર્વ વાપરીશ.
08:06 મેં હમણાં નીચેના ભાગમાં આવેલ કર્વને સેજ નીચે ખેંચું છું અને તમે જોઈ શકો છો કે ઘટ્ટ ભાગ વધુ ઘટ્ટ થાય છે અને હું ઉજળા ભાગ પર જાવ છું અને કર્વને ઉપર ધકેલું છું અને ઉજળા ભાગને વધુ ઉજળું બનાવું છું.
08:25 વધુ પ્રકાશીયતા માટે તમે કર્વને સેજ ઉપર ખેંચી શકો છો.
08:39 જ્યારે હું OK ક્લિક કરું છું ત્યારે કર્વ્સની વેલ્યુ સંગ્રહીત થાય છે.
08:44 અને જેમ હું અહીં આ પ્રક્રિયા ફરી ભજવું છું, તમે જોઈ શકો છો કે હિસ્ટોગ્રામ બદલાઈ ગયું છે.
08:52 પીક્સલો વિના અહીં વચ્ચે કોઈપણ વેલ્યુઓ નથી અને જ્યારે હું logarithmic મોડ પર ક્લિક કરું છું, ત્યાં પણ તમે અમુક ચોક્કસ પીક્સલો માટે કોઈપણ વેલ્યુઓ જોઈ શકતા નથી.
09:04 દરેક વેળાએ જ્યારે તમે curves ટૂલ વાપરો છો, તમે ઈમેજમાં અમુક પીક્સલો ગુમાવો છો.
09:12 તેથી કર્વ ઑપરેશનને વિરુદ્ધ ક્રિયા કરીને અનડુ કરવાનો પ્રયાસ ન કરો એટલે કે અહીં કર્વને ઉપર અને નીચેની તરફ ખેંચીને.
09:24 OK ક્લિક કરો અને હવે તમે જોઈ શકો છો કે તે વધારેમાં વધારે ખરાબ થતું જાય છે અને તમને અંતે રંગ પટ્ટાવાળી ઈમેજ મળે છે.
09:38 તેથી curves ટૂલનો ઉપયોગ ફક્ત એક ફેરફાર કરવા માટે જ કરો અને તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરો નહી તો તમને અંતે પીક્સલો ગુમાવેલી ઈમેજ મળે છે અને તમને ઈમેજ તેમાં રંગ પટ્ટીઓ સહીત મળશે.
09:56 મને લાગે છે કે આ ટ્યુટોરીયલ માટે આટલુજ હતું.
10:01 અને હું તમને આગળનાં ટ્યુટોરીયલ જોવાની આશા રાખું છું.
10:08 તો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org પર લખો અને મને તમને સાંભળવું ગમશે તો મારા બ્લોગ પર ટીપ્પણી મુકો.
10:23 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana