GIMP/C2/Using-Layers-Healing-Cloning-Tools/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:58, 23 June 2014 by Ranjana (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00:21 Meet The GIMP નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:25 પાછળનાં ટ્યુટોરીયલમાં મેં તમને આ ઈમેજ સાથે છોડી દીધા હતા.
00:30 આ ઈમેજમાં હું જહાજને સેજ ઘટ્ટ કરવા માંગું છું.
00:34 અને આ કરવાનો ઉત્તમ માર્ગ છે લેયરો સાથે કામ કરવું.
00:40 તો સૌપ્રથમ હું ઈમેજમાં ત્યાં ઝૂમ કરીશ જ્યાં જહાજ છે
00:52 અને હું નવા લેયરને ઉમેરવાનાં વિકલ્પ પર ક્લિક કરું છું, અને એક નવા લેયરને ઉમેરું છું.
01:01 હું આ લેયરને Ship તરીકે નામ આપું છું અને હું layer fill type transparency તરીકે પસંદ કરું છું.
01:11 હવે આગળનું પગલું છે તમામ ત્રણ રંગ ચેનલોની તેજસ્વીતા ઓછી કરવી અને તે કરવા માટે મને વાપરવું પડશે Multiply મોડ અને આ વખતે
01:22 અહીં હું ભૂખરા રંગને બીજા રંગો સાથે ગુણક થયેલ વાપરીશ, કારણ કે તે જહાજને ઈમેજમાં ઘટ્ટ દેખાવવામાં મદદ કરે છે.
01:34 તો colour selection મોડનાં વિકલ્પ પર જાઓ અને સ્લાઇડર નીચે ખસેડીને ભૂખરા રંગની વેલ્યુ ઘટાડો જ્યાં સુધી મને સરસ ભૂખરા રંગની છાયા ન મળે.
01:52 અને હવે ફક્ત ભૂખરા રંગને ઈમેજની અંદર ખેંચો અને તમને ઘટ્ટ ઈમેજ ઘટ્ટ જહાજ સાથે મળે છે.
02:02 લેયર ડાયલોગ પર પાછા આવીએ, opacity સ્લાઇડરની મદદથી અને ભૂખરા લેયરને ઓન અને ઓફ પરિવર્તિત કરીને હું ભૂખરા રંગની તીવ્રતાને નિયંત્રણ કરી શકું છું.
02:18 પણ લેયરની અસર સંપૂર્ણ ઈમેજ પર લાગુ થાય છે અને હું ઈચ્છું છું કે અસર જહાજનાં વિસ્તાર પુરતી જ મર્યાદિત હોય.
02:28 આ કરવા માટે હું લેયર માસ્ક વાપરું છું.
02:31 લેયર માસ્ક ક્યાં દૃશ્યમાન હોવું જોઈએ અને તે ક્યાં અદૃશ્ય હોવું જોઈએ તે વ્યાખ્યાયિત કરે છે.
02:38 હું ship નામનાં લેયર પર જાઉ છું અને તે લેયર પર જમણું ક્લિક કરું છું, અને ત્યારબાદ add layer mask વિકલ્પ પસંદ કરું છું અને Initialize Layer Mask માં black પસંદ કરું છું કારણ કે કાળો તમામ લેયરોને છૂપાવવામાં મદદ કરે છે અને સફેદ તમામ લેયરોને દર્શાવવામાં મદદ કરે છે.
02:58 અને આ અન્ય વિકલ્પો હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં સમજાવીશ. add પર ક્લિક કરો.
03:08 તમે જોઈ શકો છો કે લેયર કોઈ અસર ધરાવતું નથી.
03:11 હું લેયરને ઓન અને ઓફ સ્વીચ કરી શકું છું, પણ લેયર માસ્ક ઉમેર્યા પછીથી કોઈ અસર નથી.
03:18 પણ હું લેયર માસ્કમાં રંગ ભરી શકું છું અથવા બીજા કેટલાક એડિટ ટૂલોને વાપરી શકું છું.
03:24 અને જયારે હું રંગ ભરું છું અથવા ટૂલો વાપરું છું, અસર ઈમેજમાં દેખાશે.
03:31 લેયરની અંદર રંગ ભરવા માટે હું સફેદ ફોરગ્રાઉન્ડ રંગ અને કાળો બેકગ્રાઉન્ડ રંગ વાપરું છું.
03:41 હું બ્રશ ટૂલ પર ક્લિક કરું છું, option ડાયલોગ પર જાવ છું, અને એક બ્રશ પસંદ કરું છું જે 19 પીક્સલોમાં વર્તુળ છે.
03:54 અને હું ફરીથી લેયર ડાયલોગ પર જાઉ છું એ તપાસ કરવા માટે કે લેયર માસ્ક પસંદ થયેલ છે કે નહી કારણ કે મને લેયર માસ્કમાં રંગ ભરવો છે ના કે લેયરમાં.
04:06 ચાલો હું તમને અસર બતાવું.
04:09 હું લેયર મોડને સાદા લેયર મોડમાં બદલુ છું અને જેવું કે તમે જોઈ શકો છો ઈમેજમાં આગળનું લેયર અદૃશ્ય છે.
04:18 હું અહીં બ્રશ પસંદ કરું છું અને જહાજનાં ભાગ પર રંગ ભરવાની શરૂઆત કરું છું અને તમે જોઈ શકો છો કે ભૂખરું લેયર દેખાય છે.
04:30 હવે જયારે હું પોતે લેયર અને રંગ પસંદ કરું છું, તમે જોઈ શકો છો કે લેયર હવે સફેદ રંગમાં રંગાઈ ગયું છે અને ભૂખરું નથી.
04:41 હું ફરીથી લેયર માસ્ક પસંદ કરું છું અને ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં અને બેકગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલવા માટે ‘x’ કી દબાવું છું.
04:51 અને મારા લેયર માસ્કમાં સફેદ રંગ ભરવાની શરૂઆત કરું છું.
04:55 અને કાળા રંગનાં કારણે ઈમેજ છુપાયેલી છે.
05:04 સામાન્ય રીતે 'ctrl + z દબાવીને હું ન જોઈતી અસરોને અનડૂ કરી શકું છું અને અહીં આપણે ship નાં લેયર માસ્કને રંગ ભરવા માટે પાછા આવ્યા છીએ.
05:14 હવે હું બેકગ્રાઉન્ડ રંગને કાળામાં અને ફોરગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલુ છું અને જહાજનાં સ્વરૂપને ભરવાથી શરૂઆત કરું છું.
05:29 મને લાગે છે કે સાદા મોડમાં રંગ ભરવું વધારે સરળ છે.
05:34 જેમ આપણને સાદા મોડમાં રંગ ભર્યા પછીથી ભૂખરું જહાજ મળે છે, બેકગ્રાઉન્ડ સાથે તેનો તફાવત કરવો Multiply લેયર મોડ કરતા સરળ છે.
05:55 જહાજની પાતળી કિનારીઓમાં રંગ ભરવા માટે હું બ્રશનું માપ ઘટાડુ છું.
06:01 તમે નાનો બ્રશ 3 જુદી જુદી પદ્ધતિમાં પસંદ કરી શકો છો.
06:06 પહેલું બ્રશનાં માપને ઘટાડવા માટે માપપટ્ટી વાપરીને,
06:12 બીજો માર્ગ છે અહીં નાના ભૂરા ત્રિકોણને ક્લિક કરીને કોઈપણ માપના બ્રશને પસંદ કરવું અથવા તમે તે ચોરસ કૌંસ ટાઈપ કરીને કરી શકો છો.
06:27 ખુલ્લો ચોરસ કૌંસ બ્રશનાં માપને ઘટાડે છે અને બંધ ચોરસ કૌંસ બ્રશનાં માપને વધારે છે.
06:40 વિગત માટે હું નાના બ્રશનો ઉપયોગ કરવા માટે ઈચ્છું છું તેથી હું ખુલ્લા ચોરસ કૌંસને દબાવું છું.
06:47 પણ તમે કલ્પના કરી શકો છો કે મારે અહીં શું કરવું છે અને સંપૂર્ણ જહાજને રંગ ભરવા માટે તમને મારા ખભે ઉભા રહી જોવાની જરૂર નથી.
07:00 હવે મેં સંપૂર્ણ જહાજને ભૂખરા લેયરથી રંગ ભરવાનું સમાપ્ત કર્યું છે.
07:05 અને મને એ વિસ્તાર તપાસ કરવાની જરૂર રહેશે જ્યાં મેં કિનારીમાં વધુ પડતો રંગ ભર્યો છે.
07:11 તો હું લેયર મોડને multiply મોડમાં સ્વીચ કરું છું અને ઓપેસીટી સ્લાઇડરને સેજ ઓછું કરું છું.
07:19 ઓપેસીટી સ્લાઇડરને એ રીતે સંતુલિત કરો કે તમને ઈમેજમાં ઘટ્ટ જહાજ મળે.
07:26 અને મેં લગભગ સારું કામ કર્યું છે.
07:30 પરંતુ હું જહાજ આગળ આવેલ નદીની સપાટીથી વધુ ખુશ નથી.
07:37 અને મને તેને સેજ તેજસ્વી બનાવવું છે.
07:42 તો હું x કી દબાવી ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલુ છું અને જહાજ આગળ આવેલ નદીની સપાટીને જહાજ કરતા ઓછી ઘટ્ટ બનાવવા માટે તેમાં કાળો રંગ ભરવાથી શરૂઆત કરું છું.
08:04 આ ઈમેજ પર કામ કરવાનું બંધ કર્યા પછી હું આ અસરને તપાસવાની જરૂર છે અને તે મુજબ ફેરફાર કરીશ.
08:13 હવે ચાલો મેં કરેલું કામ તપાસીએ.
08:17 zoom મોડનાં ઉપયોગથી હું ઈમેજમાં ઝૂમ કરું છું અને ફક્ત ઓપેસીટી સ્લાઇડરને ખસેડી જહાજને સેજ ઘટ્ટ અને તેજસ્વી બનાવી શકું છું.
08:29 મને લાગે છે કે આ સારું દેખાય છે અને લેયર માસ્ક કરી મેં સારું કામ કર્યું છે.
08:38 પણ મને લાગે છે કે જહાજનો રંગ સેજ નીરસ છે અને આ શક્ય છે કારણ કે ship લેયર colour correction લેયર કરતા ઉપર છે અને તે ship લેયર પહેલા કામ કરી રહ્યું છે તેથી મેં ફક્ત ship લેયરને colour correction લેયરની નીચે મુક્યું છે.
08:59 અને તમે ફેરફાર જોઈ શકો છો, જહાજનો રંગ હવે તટસ્થ મળે છે
09:06 હવે હું સંપૂર્ણ ઈમેજ તરફ જોઉં છું અને શોર્ટકટ કી છે Shift+ Ctrl +E.
09:14 અને મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડ રંગ, પક્ષીઓ અને જહાજ વચ્ચે એકદમ સારુ સંતુલન છે, કદાચ મને જહાજની તીવ્રતા સેજ નીચે સ્લાઇડ કરવું જોઈએ.
09:28 અને હવે આ વધારે સારું દેખાય છે.
09:38 મને લાગે છે આ ઉત્તમ છે.
09:45 જયારે હું ઈમેજની સરખામણી, ship લેયરને ઘટ્ટ કર્યા વિના કરું છું, તો ship લેયરમાં પક્ષીઓ અને જહાજ એકદમ ઘટ્ટ છે અને મને લાગે છે કે આ ઈમેજ માટે લેયર માસ્ક વાપરીને મને સારું પરિણામ મળ્યું છે.
10:00 તમામ લેયર ટૂલોનાં મદદથી હું કોઈપણ સમયે અસરોને બદલી શકું છું.
10:08 હું લગભગ ભૂલી ગઈ કે મેં લેયર માસ્કને અત્યંત ધાર કિનારી વડે ભરી છે અને જયારે હું ઈમેજની અંદર ઝૂમ કરું છું, તમે જોઈ શકો છો કે અહીં સખત કિનારી છે અને મને સેજ સુંવાળી જોઈએ છે.
10:27 કારણ કે આ અમુક અંશે કૃત્રિમ દેખાઈ શકે છે, ખાસ કરીને ઝાંખા દૃશ્યમાં.


10:36 તે માટે તેને સેજ સુધારવા માટે હું લેયર માસ્ક પસંદ કરું છું અને ટૂલબારમાંથી Filter પસંદ કરીને blur પસંદ કરું છું.
10:49 blur માં હું gaussian blur પસંદ કરું છું અને જહાજનાં ભાગમાં જાઉ છું અને હું Horizontal રેડીઅસની વેલ્યુને ડ્રોપ ડાઉન 4 થી કરું છું અને ok પર ક્લિક કરું છું અને લેયર માસ્ક બ્લર કરું છું અને તમે અસર જોઈ શકો છો કે જહાજની સખત કિનારી જતી રહ્યી છે અને હવે તે સારું દેખાય છે.
11:16 હવે હું ઈમેજ સાથે અમુક સુધારણા કાર્ય કરવા માટે તૈયાર છું.
11:22 જયારે તમે ઈમેજ તરફ જુઓ છો તમે જોઈ શકો છો કે અહીં પાણીમાં લાકડાનો ટુકડો છે અને ડાબી બાજુએ કિનારી પર પક્ષીનો અર્ધો ભાગ કપાયેલો છે અને હું તેની પ્રતિરૂપી બનાવવા ઈચ્છું છું.
11:40 તો ફરીથી હું zoom ટૂલનો ઉપયોગ કરું છું, અને ત્યાં ઝૂમ કરીશ જ્યાં લાકડાનો ભાગ છે અને હવે healing ટૂલ પસંદ કરું છું.
11:51 Healing ટૂલ લગભગ clone ટૂલ માફક છે પરંતુ તે અહીં આ કિસ્સામાં વધારે સારું કામ કરે છે.
12:00 જયારે હું healing ટૂલ પસંદ કરું છું મને માઉસ પોઈન્ટ સાથે એક વર્તુળ મળે છે પણ હું ઈમેજમાં ક્લિક કરી શકતી નથી અને અહીં એક પ્રતિબંધિત ચિન્હ માઉસ પોઈન્ટમાં છે.
12:12 પ્રતિબંધિત ચિન્હ એટલા માટે કારણ કે મેં હીલ સોર્સ પસંદ કર્યો નથી અને હું તે control અને ક્લિક વડે કરી શકું છું.
12:22 મારે એક સારો હીલ સોર્સ પસંદ કરવો પડશે અને પછી Ctrl અને ક્લિક દબાવવું પડશે અને મને લાગે છે કે આ હીલ સોર્સ તરીકે સારી જગ્યા છે અને હવે લાકડાનાં ભાગ પર ક્લિક કરો.
12:38 અહીં એક સમસ્યા છે.
12:40 અને અહીં સમસ્યા એ છે કે હું ખોટા લેયર પર કામ કરી રહ્યી છું.
12:45 મારે બેકગ્રાઉન્ડ લેયર પર કામ કરવાની જરૂર છે અને હું લેયર માસ્ક પર સુધારણા કરવાનો પ્રયાસ કરી રહ્યી હતી.
12:51 મારે બેકગ્રાઉન્ડ લેયર પસંદ કરવું પડશે અને તે લેયરની એક નકલ બનાવવી પડશે કારણ કે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને બગાડવા માંગતી નથી
13:01 હવે ચાલો ફરીથી healing ટૂલ પ્રયાસ કરીએ.
13:05 અને હવે મેં બીજી એક ભૂલ કરી છે.
13:09 મારો સોર્સ આ ઉપરનું ભૂખરું લેયર હતું.
13:13 અને ખરેખર હું આને અનડૂ કરું છું અને અહીં એક નવો સોર્સ પસંદ કરું છું, ઠીક છે તો તેને અહીં લો અને ફક્ત અહીં ક્લિક કરો અને તે જતું રહ્યું છે.
13:25 આ ભાગ માટે હું આ ભાગને સોર્સ તરીકે પસંદ કરું છું અને ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો કે તે જતું રહ્યું છે.
13:36 ચાલો ઈમેજ 100% સ્થિતિમાં જોઈએ.
13:40 તે ઘણી સારી લાગે છે, કદાચ મારે તેને સેજ મોટા બ્રશથી કરવું જોઈએ કારણ કે આ બિંદુઓ હજુપણ એકસાથે છે.
13:53 તો ફરીથી હું healing ટૂલ પસંદ કરું છું અને સોર્સ પસંદ કરું છું અને તે બિંદુઓ પર ક્લિક કરું છું.
14:05 મને લાગે છે કે તે કામ કરે છે.
14:09 હવે મારે ડાબી બાજુએ આવેલ આ અર્ધા કપાયેલા પક્ષીને અદૃશ્ય કરવું છે.
14:15 આ માટે હું અહીં ફરીથી ઈમેજમાં ઝૂમ કરું છું, અને clone ટૂલ પસંદ કરું છું.
14:23 Cloning ટૂલ healing ટૂલની જેમ વધુ જટિલ નથી, અને આ ટૂલ વાપરવાનો મને ખરેખર વધુ અનુભવ નથી કારણ કે ગીમ્પમાં તે નવું છે.
14:36 તો મારે healing ટૂલની જેમ સમાન રીત જ અનુસરવી પડશે, હું અહીં ફક્ત સોર્સ તરીકે ક્લિક કરું છું, અહીં પક્ષી પર ક્લિક કરું છું અને મને લાગે છે કે આ કામ કરે છે.
14:49 100% પર પાછા આવીએ. આ પક્ષી જતું રહ્યું છે.
14:55 મને લાગે છે કે આ ઈમેજ હવે તૈયાર છે.
15:00 પહેલા હું આ ઈમેજને સેજ પ્રકાશિત કરવા માંગતી હતી, પણ મને લાગે છે કે મેં તે અંતિમ પગલાં તરીકે કરું છું અને મને લાગે છે કે તે હમણાંની જેમ જ કામ કરે છે.
15:13 અને હું આ ઈમેજને તેમાંથી પોસ્ટર મેળવવા માટે પ્રીંટ કરવા માંગું છું.
15:19 અને પ્રીંટર 3:2 નો સાપેક્ષ ગુણોત્તર વાપરે છે અને આ ઈમેજ 2:1 સાપેક્ષ ગુણોત્તર ધરાવે છે, તેથી તે બદલવું પડશે.


15:33 હું આ canvas size ની મદદથી કરી શકું છું જે ટૂલ બારમાં image માં છે.
15:40 હું canvas size પસંદ કરું છું અને જુઓ ઈમેજ 1868 પીક્સલ પહોળી છે અને ઊંચાઈ 945 છે અને ગુણોત્તર ગણતરી માટે હું મારું કેલ્ક્યુલેટર વાપરું છું.


15:58 તો હું 1868 ને 3 થી ભાગું છું અને ત્યારબાદ 2 સાથે ગુણાકાર કરું છું જે મને 1245 આપે છે.
16:15 મારે આને અહીં અનચેઈન કરવું પડશે, નહી તો પહોળાઈ પણ બદલાશે અને height માં 1245 ટાઈપ કરો.
16:27 હવે ઈમેજ બરાબર છે.
16:30 તે ટોંચ પર ગોઠવાશે અને તળિયે સફેદ પટ્ટી છોડશે અને હું લેયરનું માપ ફરીથી બદલતી નથી, ફક્ત ok પર ક્લિક કરું છું અને હવે મારી પાસે એક ઈમેજ છે જેમાં તળિયે થોડે અંશે કઈ જ નથી.
16:46 મારે તળિયાનો ભાગ ભરવો પડશે અને તે માટે હું નવું લેયર white layer fill type સાથે પસંદ કરું છું અને આ લેયરને તળિયાનાં લેયર તરીકે ઉપયોગમાં લઉં છું.
17:06 તળિયે આવેલ આ સફેદ વિસ્તાર પછીથી કપાઈ જશે.
17:10 પણ હું આને પ્રીંટર માટે સંકેત તરીકે ઉપયોગમાં લઇ શકું છું.
17:15 પ્રીંટર એ સામાન્ય રીતે એક કમપ્યુટર છે જે તેની પાછળ પ્રીંટ એન્જીન ધરાવે છે અને કેવી રીતે સંભાળવું તેના પર સંકેત મેળવવા માટે પરીક્ષણ છે.
17:25 અહીં આ ઈમેજ ઘણી અસામાન્ય છે, તે લગભગ બ્લેક એન્ડ વ્હાઈટ છે અને તેમાં પ્રકાશ તીવ્રતા વધારે નથી.
17:36 હું અહીં સમગ્ર ઈમેજ પરથી ફક્ત એક ચતુષ્કોણ પસંદ કરું છું, blend ટૂલ પસંદ કરું છું, gradient અસર, gradient ને કાળાથી સફેદ થી સુયોજિત કરો.
17:52 અને હવે હું આને અહીં gradient વડે ભરું છું.
17:57 માત્ર ક્લિક કરીને એક લાઈન દોરો અને હવે ચતુષ્કોણમાં મારી પાસે સંપૂર્ણ રંગની શ્રેણી કાળા અને સફેદથી છે.
18:08 મારી પાસે અહીં એક વિસ્તાર કાળાથી પૂર્ણ સફેદ સુધી છે.
18:13 હું આને હજુ એક વાર રજૂ કરીશ,
18:24 અહીં blent ટૂલ પસંદ કરીને અને આ વખતે હું full saturation કહેવાતું ખાસ gradient વાપરું છું, તેમાં તમામ રંગ શ્રેણી છે.
18:42 અને ફરીથી આ gradient ભરો, હવે મારી પાસે પ્રીંટર માટે સંકેતો છે કે ઈમેજને કેવી રીતે જાળવવી અને જો રંગ જાખા હોય તો હું અહીં હંમેશા દર્શાવી શકું છું કે, આ ધારો કે લાલ હોવો જોઈતો હતો અને આ ધારો કે લીલો હોવો જોઈતો હતો.
19:02 મને લાગે છે આજ માટે આ આટલું જ હતું.
19:06 વધુ માહિતી માટે info@ meet the gimp.org પર જાઓ અથવા meet the gimp.org બ્લોગ પર કમેન્ટ કરો અથવા તો tips from the top floor ની ફોરમ પર આવો.
19:26 મને જણાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું બનાવી શકત, તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો.


19:33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana