Firefox/C4/Add-ons/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:21, 23 June 2014 by Ranjana (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00:01 મોઝીલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું.
            *Quick find link
            *Firefox Sync
            *Plug-ins
00:19 અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:26 ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ.
00:29 મૂળભૂત રીતે 'yahoo' હોમ પેજ ખુલે છે.
00:33 હવે ફાયરફોક્સમાં લિંક્સ શોધવા વિશે જાણીશું.
00:37 ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજમાં લિંક્સ શોધવા માટેની પરવાનગી આપે છે
00:43 અડ્રેસ બારમાં WWW. Google.co.in ટાઇપ કરી Enter કી દબાવો.
00:51 નોંધ લો કે કર્સર હવે Google સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે.
00:58 આગળ, સર્ચ બાર બહાર પેજ ઉપર કોઇપણ જગ્યા એ કર્સર ક્લિક કરો.
01:04 હવે કીબોર્ડ ઉપર apostrophe કી દબાવો.
01:09 સર્ચ બોક્સ પર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડોના તળિયે ડાબે ખૂણે દેખાય છે.
01:16 આ બોક્સમાં ચાલો Bengali ટાઇપ કરીએ. નોંધ લો કે Bengali પ્રકાશિત થયેલ છે.
01:25 હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો
01:31 ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા setting and preferences સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો!
01:43 ફાયરફોકસ સિંક સુવિધાઓ, બધા બ્રાઉઝર ડેટા જેવા કે 'બુકમાર્ક્સ, હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ' સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે.
01:55 તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક (સમન્વિત) કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો
02:02 હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ.
02:06 મેનુ બારમાંથી tools પર ક્લિક કરો અને sync સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે
02:15 આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી. create a new account પર ક્લિક કરો.
02:21 એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે.
02:24 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે.
02:30 ST.USERFF@gmail.com. ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં ST.USERFF @ gmail.com દાખલ કરો.
02:42 choose a password ફિલ્ડમાં, પાસવર્ડ દાખલ કરીશું
02:47 confirm password ફિલ્ડમાં, પાસવર્ડ ફરીથી દાખલ કરો,
02:52 મૂળભૂત રીતે સર્વર, Firefox sync સર્વર પસંદ થયેલ છે.
02:58 આપણે સુયોજનો બદલીશું નહી. “terms of service” અને “privacy policy” બૉક્સ ચેક કરો.
03:08 “next” પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે.
03:11 મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે.
03:18 “save” બટન પર ક્લિક કરો. સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે,
03:24 ડેસ્કટોપ બ્રાઉઝ કરો. “save” ઉપર ક્લિક કરો.
03:28 firefox sync key.html ફાઈલ ડેસ્કટોપ ઉપર HTML ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે.
03:35 આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો.
03:41 તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો.
03:48 Next પર ક્લિક કરો. confirm you are not a Robot સંવાદ બોક્સમાં,
03:53 બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટ અપ સમાપ્ત થયું.
03:59 “firefox sync” સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર “sync” વિકલ્પ બટન પર ક્લિક કરો.
04:06 તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો.
04:09 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. “done” ઉપર ક્લિક કરો.
04:17 Next પર ક્લિક કરો, ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે. પછી Finish બટન દર્શાવવામાં આવે છે, "Finish" પર ક્લિક કરો.
04:25 તમે તમારા કમ્પ્યુટર પર ફાયરફોકસ સિંક સુયોજિત કર્યું છે
04:29 અને હવે તમે બીજા કમ્પ્યુટર પરથી તમારા બ્રાઉઝરની માહિતી કેવી રીતે ઍક્સેસ કરશો.
04:35 તમને અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ ટૂલ માટે સિંકની જરૂર છે.
04:40 આ ટ્યુટોરીયલના હેતુ માટે. આપણે સ્લાઇડ્સમાં આ સૂચનો યાદી મુકીશું.
04:46 તમે તમારા અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ સિંક કરવા માટે આ સૂચનો અનુસરી શકો છો.
04:52 અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ માં ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો.
04:57 મેનુ બારમાંથી tools અને setup firefox sync ઉપર ક્લિક કરો.
05:03 I have a firefox sync account પર ક્લિક કરો. તમારા ઇમેઇલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
05:10 તમારી sync કી દાખલ કરો. finish પર ક્લિક કરો.
05:15 અન્ય કમ્પ્યુટર પણ હવે સિંક છે. તમે અન્ય કમ્પ્યુટર ટુલ્સમાંથી તમારા બ્રાઉઝરના ડેટા ઍક્સેસ કરી શકો છો.
05:23 તમે નવી બુકમાર્ક પણ સંગ્રહી શકો છો અને તમારી પસંદગીઓ અહીં બદલી શકો છો.
05:28 આ ફેરફારો આપમેળે સિંક મેનેજરમાં અપડેટ કરવામાં આવશે.
05:34 અંતે, સિંક મેનેજરમાં સુધારેલ ડેટા સાથે મૂળ કમ્પ્યુટરને કેવી રીતે સિંક કરવું તે શીખીએ.
05:42 હવે મેનુબારમાંથી, tools પર ક્લિક કરો.
05:46 નોંધ લો કે સિંક વિકલ્પ હવે સિંક તરીકે પ્રદર્શિત થયેલ છે.
05:51 સિંક મેનેજર સાથે તમારા ડેટાને સિંક કરવા માટે તેના પર ક્લિક કરી શકો છો.
05:55 તમે તમારા ફાયરફોકસ એકાઉન્ટને રદ અથવા તમારા સિંક ડેટાને સાફ કરવા ઈચ્છી શકો છો.
06:02 તમે આ કેવી રીતે કરશો? આ ખૂબ સરળ છે.
06:06 નવું બ્રાઉઝર ખોલો. અડ્રેસબારમાં ટાઇપ કરો; https://account.services.mozilla.com. એન્ટર દબાવો.
06:21 username માં ST.USERFF@gmail.com દાખલ કરો.
06:28 હવે પાસવર્ડ દાખલ કરો. login પર ક્લિક કરો.
06:33 ફાયરફોકસ સિંક વેબપેજ ખોલે છે.
06:36 હવે તમે Firefox સેટિંગ્સ અને ડેટા બદલી શકો છો.
06:40 હવે આ પેજમાંથી લૉગ આઉટ થઈએ.
06:43 હવે ચાલો પ્લગઇન્સ વિશે જાણીએ. પ્લગઇન્સ શું છે?
06:49 પ્લગ ઈન સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે ફાયરફોકસ બ્રાઉઝરમાં વિશિષ્ટ વિધેય ઉમેરે છે.
06:57 જોકે, એક્સ્ટેંશન્સ પ્લગઇન્સથી અલગ છે.
07:00 પ્લગઇન્સ અન્ય કંપનીઓ દ્વારા બનાવેલ પ્રોગ્રામ છે.
07:04 પ્લગઇન્સ ફાયરફોકસ બ્રાઉઝર માં તૃતીય પક્ષ પ્રોગ્રામને સંકલન કરે છે.
07:10 પ્લગઇન્સ તમને વિડિઓ ચલાવવા, 'મલ્ટી મીડિયા કન્ટેન્ટ જોવા', ' વાયરસ સ્કેન કરવા' 'અને ' ફાયરફોક્સ માં પાવર એનિમેશન' કરવા માટેની પરવાનગી આપે છે.
07:21 દા.ત.: ફ્લેશ તમે ફાયરફોક્સ બ્રાઉઝરમાં વિડિઓઝ જોવા માટે સ્થાપિત થયેલ પ્લગઇન છે
07:28 ચાલો ફાયરફોકસ માં સ્થાપિત થયેલ પ્લગઈનસ જોઈએ
07:33 મેનુ બારમાંથી ,tools અને addons પસંદ કરો.
07:38 addon manager ટેબ ખુલે છે. ડાબી પેનલમાંથી plug-ins ઉપર ક્લિક કરો.
07:45 જમણી પેનલ હવે તમારા કમ્પ્યુટર પર સ્થાપિત થયેલ પ્લગઈન્સ દર્શાવે છે
07:50 અને પ્લગઈન્સ કેવી રીતે સ્થાપિત કરવું?
07:53 દરેક પ્લગઇન સંબંધિત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તે પછી તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત કરો.
08:01 સંસ્થાપન પ્રક્રિયા દરેક પ્લગઈનો માટે અલગ અલગ હોઈ શકે છે.
8:05 મોઝીલા ફાયરફોક્સમાં ઉપલબ્ધ પ્લગઈનો વિશે વધુ જાણવા માટે અને તેમને કેવી રીતે સંસ્થાપિત કરવા તે પાના સૂચનો માટે mozilla website જુઓ.
08:16 બ્રાઉઝર બંધ કરો.
08:19 પ્લગઈન્સ નિષ્ક્રિય કરવા માટે માત્ર disable બટન પર ક્લિક કરો.
08:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:27 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
            *  Quick find link
            *  Firefox Sync અને Plug-ins
08:36 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે;
08:38 ફાયરફોકસ માટે 3 પ્લગઇન્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરો.
08:43 ફાયરફોકસ સિંક એકાઉન્ટ બનાવો. અન્ય કમ્પ્યુટરથી તમારા ફાયરફોકસ બ્રાઉઝરને ઍક્સેસ કરો.
08:50 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો
09:01 સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
09:06 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે
09:10 * વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો
09:16 *સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:21 * જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:28 *આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
09:31 * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:36 *આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana