Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
|
00:28 | આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે; |
00:35 | પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel શું છે; |
00:42 | પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે |
00:52 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે. |
00:57 | જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
01:05 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01:11 | પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ. |
01:17 | ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ. |
01:21 | સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ. |
01:27 | પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો. |
01:37 | આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
01:42 | બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - How to Change Window Types in Blender જુઓ. |
01:51 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ scene પેનલ છે. |
02:02 | Camera એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે. |
02:08 | Units દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે. |
02:14 | બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. |
02:20 | મૂળભૂત રીતે, Units એ none અને degrees થી સુયોજિત છે. |
02:26 | Metric પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે. |
02:35 | Gravity ને જોઈએ. |
02:38 | નોંધ લો કે ગ્રેવીટીનાં xyz યુનિટો metres per second square માં બદલાઈ ગયા છે. |
02:46 | જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે. |
02:52 | આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું. |
02:56 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
03:03 | આ World પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે. |
03:12 | Blend Sky પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે. |
03:21 | પરંતુ 3D વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી? |
03:30 | સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે F12 દબાવો. |
03:36 | આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ. |
03:40 | રેન્ડર ડિસ્પ્લે બંધ કરો. |
03:46 | Zenith colour પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું. |
03:58 | હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે. |
04:03 | World પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - Ambient Occlusion, environment lighting, Indirect lighting, Gather, Mist, Stars. |
04:21 | આ સુયોજનોને lighting in Blender (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે. |
04:29 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
04:37 | આ Object પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે. |
04:45 | મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે. |
04:54 | Transform એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે. |
05:04 | location હેઠળ X 0 પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
05:14 | સમઘન x ધરી પર 1 યુનિટ જેટલું આગળ ખસે છે. |
05:20 | તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે Object પેનલ વાપરી શકીએ છીએ. |
05:28 | બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે. |
05:35 | 3D વ્યુંમાં Camera પર જમણું ક્લિક કરો. |
05:40 | નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં Transform હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે. |
05:50 | આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે. |
05:55 | આગળનું સુયોજન છે Relations. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે layer (સ્તર) અને parent ને નક્કી કરી શકીએ છીએ. |
06:07 | Layers હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે. |
06:13 | આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે. |
06:23 | 3D વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે View માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો. |
06:32 | show all layers પસંદ કરો. 3D વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે. |
06:42 | જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે Layers અત્યંત ઉપયોગી છે. |
06:50 | ઓબજેક્ટ પેનલમાં Relations હેઠળ Parent પર ડાબું ક્લિક કરો. |
06:55 | Parent એ તમામ 3D એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે. |
07:03 | આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું. |
07:10 | cube પસંદ કરો, |
07:13 | કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે. |
07:16 | ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે. |
07:24 | 3D વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. |
07:28 | ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો. |
07:36 | કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે. |
07:44 | ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
07:51 | 3D વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં Parent પર પાછા જાઓ. |
08:02 | Parent ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો. |
08:11 | કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી. |
08:15 | તે 3D વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે. |
08:22 | એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી. |
08:29 | તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel વિષે શીખ્યા. |
08:39 | બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. |
08:45 | હવે, આગળ વધો અને એક નવી Blend (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit Metric થી બદલો. |
08:52 | વર્લ્ડ રંગને Blend sky લાલ અને કાળામાં બદલો. |
08:58 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:08 | આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
09:30 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે. |
09:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. |
09:38 | વધુ વિગત માટે, કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:45 | અમને જોડાવાબદ્દલ આભાર. |
09:47 | અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |